મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યૂના ૧:૮આશરે ઈ.પૂ. ૮૬૨

    ¶ એટલે તેઓએ યૂનાને કહ્યું, “કૃપા કરીને અમને જણાવ કે તું કોણ છે કે જેના લીધે આ સંકટ આવી પડ્યું છે? તારો વ્યવસાય શો છે? તું ક્યાંથી આવ્યો છે? તારો દેશ કયો છે? તું કયા લોકોમાંથી આવે છે?”

  2. યૂના ૧:૯આશરે ઈ.પૂ. ૮૬૨

    યૂનાએ તેઓને કહ્યું, “હું એક હિબ્રૂ છું; સાગરો અને ભૂમિના સર્જક ઈશ્વર પ્રભુનો ડર રાખું છું.”

  3. યૂના ૧:૧૦આશરે ઈ.પૂ. ૮૬૨

    ત્યારે તે માણસો વધારે ભયભીત થયા. તેઓએ યૂનાને કહ્યું, “તેં આ શું કર્યું?” કેમ કે તેના કહેવાથી તેઓના જાણવામાં આવ્યું કે તે ઈશ્વરની સમક્ષતામાંથી ભાગી રહ્યો છે.

  4. યૂના ૧:૧૧આશરે ઈ.પૂ. ૮૬૨

    ¶ પછી તેઓએ યૂનાને પૂછ્યું, “આ સમુદ્ર, અમારે સારુ શાંત થાય તે માટે અમે તને શું કરીએ?” કેમ કે સમુદ્રમાં વાવાઝોડું વધતું જતું હતું.

  5. યૂના ૧:૧૨આશરે ઈ.પૂ. ૮૬૨

    યૂનાએ તેઓને કહ્યું, “મને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દો. એમ કરવાથી સમુદ્ર શાંત થઈ જશે કેમ કે હું સમજું છું કે મારે લીધે જ આ મોટું વાવાઝોડું તમારા પર ઝઝૂમેલું છે.”

  6. યૂના ૧:૧૩આશરે ઈ.પૂ. ૮૬૨

    ¶ કિનારે પાછા પહોંચી જવા માટે ખલાસીઓએ બહુ હલેસાં માર્યા, પણ તેઓ પહોંચી શક્યા નહિ કેમ કે સમુદ્ર વધુ ને વધુ તોફાની બની રહ્યો હતો.

  7. યૂના ૧:૧૪આશરે ઈ.પૂ. ૮૬૨

    ¶ એથી તેઓએ ઈશ્વરને પોકારીને કહ્યું, “હે ઈશ્વર, અમે વીનવીએ છીએ કે આ માણસનાં જીવના લીધે અમારો નાશ થવા દેશો નહિ અને તેના મરણનો દોષ અમારા પર મૂકશો નહિ. કેમ કે હે ઈશ્વર, તમને જે ગમ્યું તે મુજબ જ કર્યું છે.”

  8. યૂના ૧:૧૫આશરે ઈ.પૂ. ૮૬૨

    એવું કહીને તેઓએ યૂનાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્ર તરત જ શાંત પડ્યો.

  9. યૂના ૧:૧૬આશરે ઈ.પૂ. ૮૬૨

    ત્યારે તે માણસોને ઈશ્વરનો અતિશય ડર લાગ્યો. તેઓએ ઈશ્વરને બલિદાનો ચઢાવ્યાં અને માનતાઓ માની.

  10. યૂના ૧:૧૭આશરે ઈ.પૂ. ૮૬૨

    ¶ ઈશ્વરે એક મોટી માછલી યૂનાને ગળી જવા સારુ તૈયાર રાખી હતી. માછલી તેને ગળી ગઈ. યૂના ત્રણ દિવસ તથા ત્રણ રાત્રી પર્યંત તેના પેટમાં રહ્યો.

  11. યૂના ૨:૧આશરે ઈ.પૂ. ૮૬૨

    ¶ ત્યારે યૂનાએ માછલીના પેટમાં રહીને પોતાના ઈશ્વર યહોવાહની પ્રાર્થના કરી.

  12. યૂના ૨:૨આશરે ઈ.પૂ. ૮૬૨

    તેણે કહ્યું, “મારી વિપત્તિ સંબંધી મેં ઈશ્વરને વિનંતી કરી, અને તેમણે મને જવાબ આપ્યો; શેઓલના ઊંડાણમાંથી સહાયને માટે મેં પોકાર કર્યો! અને મારો અવાજ સાંભળ્યો.”

  13. યૂના ૨:૩આશરે ઈ.પૂ. ૮૬૨

    “હે પ્રભુ તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો હતો, મારી આસપાસ પાણી હતા; તેના સર્વ મોજાં અને છોળો, મારા પર ફરી વળ્યાં.”

  14. યૂના ૨:૪આશરે ઈ.પૂ. ૮૬૨

    અને મેં કહ્યું, “મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે; તોપણ હું ફરીથી તમારા પવિત્ર સભાસ્થાન તરફ જોઈશ.’

  15. યૂના ૨:૫આશરે ઈ.પૂ. ૮૬૨

    મારું જીવન નષ્ટ થઈ જાય એ રીતે પાણી મારી આસપાસ ફરી વળ્યાં, આજુબાજુ ઊંડાણ હતું; મારા માથાની આસપાસ દરિયાઈ વનસ્પતિ વીંટાળાઈ વળી હતી.

  16. યૂના ૨:૬આશરે ઈ.પૂ. ૮૬૨

    હું તો પર્વતોનાં તળિયાં સુધી નીચે ઊતરી ગયો; મને અંદર રહેવા દઈને હમેશાંને માટે પૃથ્વીએ પોતાનાં બારણાં બંધ કરી દીધાં. તેમ છતાં હે મારા ઈશ્વર પ્રભુ, તમે મારા જીવને ખાડામાંથી બહાર લાવ્યા છો.

  17. યૂના ૨:૭આશરે ઈ.પૂ. ૮૬૨

    જયારે મારો આત્મા મારામાં મૂર્છિત થયો, ત્યારે મેં ઈશ્વરનું ધ્યાન ધર્યું; અને મારી પ્રાર્થના તમારી સંમુખ, તમારા પવિત્ર ઘરમાં પહોંચી.

  18. યૂના ૨:૮આશરે ઈ.પૂ. ૮૬૨

    જેઓ નકામા દેવો પર લક્ષ આપે છે તેઓ પોતાના પર કૃપા દર્શાવનારને વિસરી જાય છે.

  19. યૂના ૨:૯આશરે ઈ.પૂ. ૮૬૨

    પણ હું મારા જીવનથી, આભારસ્તુતિ કરીને તમને બલિદાન ચઢાવીશ; જે પ્રતિજ્ઞા મેં લીધી છે તે હું પૂરી કરીશ. ઉદ્ધાર, ઈશ્વર દ્વારા જ છે.

  20. યૂના ૨:૧૦આશરે ઈ.પૂ. ૮૬૨

    પછી ઈશ્વરે માછલીને આજ્ઞા કરી. અને તેણે પેટમાંથી યૂનાને બહાર કાઢીને કોરી જમીન પર મૂક્યો.

  21. યૂના ૩:૧આશરે ઈ.પૂ. ૮૬૨

    ¶ પછી ફરીથી યૂના પાસે ઈશ્વરનું વચન આવ્યું કે,

  22. યૂના ૩:૨આશરે ઈ.પૂ. ૮૬૨

    “ઊઠ, મોટા નગર નિનવે જા અને હું જે ફરમાવું તે મુજબ તું તે નગરમાં સંદેશ પ્રગટ કર.”

  23. યૂના ૩:૩આશરે ઈ.પૂ. ૮૬૨

    તેથી ઈશ્વરના વચનને આધીન થઈને યૂના ઊઠ્યો અને નિનવે ગયો. નિનવે બહુ મોટું નગર હતું. તેની પ્રદક્ષિણા કરતાં ત્રણ દિવસ લાગે એટલો આશરે છન્નુ કિલોમિટર તેનો ઘેરાવો હતો.

  24. યૂના ૩:૪આશરે ઈ.પૂ. ૮૬૨

    ¶ યૂના નગરમાં પ્રવેશ્યો અને એક દિવસની મજલ લગભગ બત્રીસ કિલોમિટર પૂરી કર્યા બાદ તેણે ત્યાં મોટે અવાજે સંભળાવ્યું કે, “ચાળીસ દિવસો પછી નિનવે નષ્ટ થઈ જશે.”

  25. યૂના ૩:૫આશરે ઈ.પૂ. ૮૬૨

    નિનવેના લોકોએ ઈશ્વરના ઉપદેશ પર વિશ્વાસ કર્યો. તેઓએ ઉપવાસ જાહેર કર્યો. અને મોટાથી તે નાના સુધીનાં, બધાએ શોકના વસ્ત્ર પહેર્યા.