- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
આ કાળની કલમો
- મીખાહ ૧:૧૦આશરે ઈ.પૂ. ૭૫૦
ગાથમાં તે કહેશો નહિ; બિલકુલ વિલાપ કરશો નહિ; બેથ-લેઆફ્રાહમાં, હું પોતાને ધૂળમાં ઢાંકું છું.
- મીખાહ ૧:૧૧આશરે ઈ.પૂ. ૭૫૦
હે શાફીરના રહેવાસીઓ, નિર્વસ્ત્ર તથા બદનામ થઈને તું ચાલ્યો જા. સાનાનના રહેવાસીઓ, પોતાના ઘરની બહાર નીકળતા નથી. બેથ-એસેલ વિલાપ કરે છે, તમારી પાસેથી તેનું સ્થળ લઈ લેશે.
- મીખાહ ૧:૧૨આશરે ઈ.પૂ. ૭૫૦
કેમ કે મારોથના લોકો ચિંતાતુર થઈને કંઈ સારું થાય તેની રાહ જોએ છે, કેમ કે, યહોવાહ તરફથી, યરુશાલેમના દરવાજા સુધી આફત આવી પહોંચી છે.
- મીખાહ ૧:૧૩આશરે ઈ.પૂ. ૭૫૦
હે લાખીશના લોકો, રથને ઘોડા જોડો. સિયોનની દીકરી માટે પાપની શરૂઆત કરનાર તે હતી, અને તમારામાં ઇઝરાયલના અપરાધ મળ્યા હતા.
- મીખાહ ૧:૧૪આશરે ઈ.પૂ. ૭૫૦
અને તેથી તું મોરેશેથ-ગાથને વિદાયની ભેટ આપશે. આખ્ઝીબના કુળો ઇઝરાયલના રાજાઓ સાથે કપટ કરશે.
- મીખાહ ૧:૧૫આશરે ઈ.પૂ. ૭૫૦
હે મારેશાના રહેવાસી, હું તારા માટે એક એવો વારસ લાવીશ કે જે તને કબજે કરશે. ઇઝરાયલનું ગૌરવ અદુલ્લામની ગુફામાં પણ આવશે.
- મીખાહ ૧:૧૬આશરે ઈ.પૂ. ૭૫૦
તારાં પ્રિય સંતાનોને લીધે, તારા માથાના વાળ કપાવ, અને તારું માથું મૂંડાવ. અને ગરુડની જેમ તારી ટાલ વધાર, કારણ કે તેઓ તારી પાસેથી ગુલામગીરીમાં ગયા છે.
- મીખાહ ૨:૧આશરે ઈ.પૂ. ૭૩૦
જેઓ દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે, જેઓ બિછાનામાં રહીને પાપ કરવાની યોજના કરે છે તેઓને ધિક્કાર છે. પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે, કેમ કે તેઓની પાસે સામર્થ્ય છે.
- મીખાહ ૨:૨આશરે ઈ.પૂ. ૭૩૦
તેઓ ખેતરો મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને ઘેરી વળે છે; તેઓ ઘર મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને લઈ લે છે. તેઓ માણસને અને તેના ઘરને, માણસને તથા તેના વારસા પર જુલમ કરે છે.
- મીખાહ ૨:૩આશરે ઈ.પૂ. ૭૩૦
તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જુઓ, હું આ કુળ ઉપર આફત લાવવાનો છું, એમાંથી તમે તમારી જાતને બચાવી શકો નહિ, અને તમે હવે હોશિયારીથી ચાલી શકશો નહિ, કેમ કે તે ભયાનક સમય હશે.
- મીખાહ ૨:૪આશરે ઈ.પૂ. ૭૩૦
તે દિવસે તમારા શત્રુઓ તમને મહેણાં ટોણાં મારશે, અને તમારે માટે વિલાપનાં ગીતો ગાઈને રુદન કરશે. તેઓ ગાશે કે, ‘આપણે ઇઝરાયલીઓ તો સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયા છીએ; યહોવાહે અમારા લોકનો પ્રદેશ બદલી નાખ્યો છે, મારી પાસેથી તે કેવી રીતે લઈ લીધો છે? અને તે યહોવાહ અમારા ખેતરો અમને દગો આપનારાઓ વચ્ચે વહેંચી આપે છે!”
- મીખાહ ૨:૫આશરે ઈ.પૂ. ૭૩૦
એ માટે, જ્યારે યહોવાહ લોકોની જમીન માટે ચિઠ્ઠીઓ નાખશે, ત્યારે તમને તે નહિ મળે.
- મીખાહ ૨:૬આશરે ઈ.પૂ. ૭૩૦
તેઓ કહે છે, પ્રબોધ કરશો નહિ. તેઓએ આ બાબતોનો પ્રબોધ કરવો નહિ; આપણી ઉપર આ લાંછન દૂર થવાનું નથી.”
- મીખાહ ૨:૭આશરે ઈ.પૂ. ૭૩૦
હે યાકૂબના વંશજો શું આવું કહેવાશે કે, યહોવાહનો આત્મા સંકોચાયો છે? આ શું તેમના કાર્યો છે? જેઓ નીતિમત્તાથી ચાલે છે, સદાચારીને માટે મારા શબ્દો હિતકારક નથી?
- મીખાહ ૨:૮આશરે ઈ.પૂ. ૭૩૦
પણ છેવટે થોડી મુદતથી મારા લોકો શત્રુની જેમ ઊઠ્યા છે. જેઓ એવું વિચારે છે કે તેઓ યુદ્ધમાંથી પાછા ફરતા લોકોની જેમ સુરક્ષિત છે, તેવા નિર્ભયપણે ચાલતાં લોકોના વસ્ત્રમાંથી તમે ઝભ્ભા ઉતારી નાખો છો.
- મીખાહ ૨:૯આશરે ઈ.પૂ. ૭૩૦
મારા લોકોની સ્ત્રીઓને તમે તેઓનાં આરામદાયક ઘરોમાંથી કાઢી મૂકો છો; અને તેઓનાં બાળકો પાસેથી મારો આશીર્વાદ તમે સદાને માટે લઈ લો છો.
- મીખાહ ૨:૧૦આશરે ઈ.પૂ. ૭૩૦
ઊઠો, ચાલ્યા જાઓ, કેમ કે જ્યાં તમે રહો છો એ તમારું સ્થાન નથી, કેમ કે તેની અશુદ્ધિ; હા ભયંકર વિનાશકારક મલિનતા એ તેનું કારણ છે.
- મીખાહ ૨:૧૧આશરે ઈ.પૂ. ૭૩૦
જો કોઈ અપ્રામાણિક અને દુરાચારી વ્યક્તિ જૂઠું બોલીને પ્રબોધ કરે કે, “હું કહું છું કે, તમને દ્રાક્ષારસ અને મધ મળશે,” તો તે જ આ લોકોનો પ્રબોધક થશે.
- મીખાહ ૨:૧૨આશરે ઈ.પૂ. ૭૩૦
હે યાકૂબ હું નિશ્ચે તારા સર્વ લોકોને ભેગા કરીશ. હું ઇઝરાયલના બચેલાઓને ભેગા કરીશ. હું તેમને વાડાનાં ઘેટાંની જેમ ભેગા કરીશ તથા ગૌચરના ઘેટાંના ટોળાંની જેમ તેઓ લોકોના ટોળાને લીધે મોટો ઘોંઘાટ કરશે.
- મીખાહ ૨:૧૩આશરે ઈ.પૂ. ૭૩૦
છીંડું પાડનાર તેઓની આગળથી નીકળી ગયો છે. તેઓ ધસારાબંધ દરવાજા સુધી ચાલી જઈને તેમાં થઈને બહાર આવ્યા છે; રાજા તેઓની પહેલાં પસાર થઈ ગયો છે, યહોવાહ તેમના આગેવાન છે.
- મીખાહ ૩:૧આશરે ઈ.પૂ. ૭૧૦
મેં કહ્યું, “હે યાકૂબના આગેવાનો, અને ઇઝરાયલ દેશના શાસકો, હવે સાંભળો; શું ન્યાયને જાણવાની તમારી ફરજ નથી?
- મીખાહ ૩:૨આશરે ઈ.પૂ. ૭૧૦
તમે જેઓ ન્યાયને ધિક્કારો છો, અને દુષ્ટતા પર પ્રેમ રાખો છો, તમે મારા લોકોના શરીર પરથી ચામડી અને તેના હાડકાં ઉપરથી માંસ ઉતારી લો છો.
- મીખાહ ૩:૩આશરે ઈ.પૂ. ૭૧૦
તમે મારા લોકોનું માંસ ખાઓ છો, તમે તેમના શરીર ઉપરથી ચામડી ઉતારી નાખો છો, તેમના હાડકાં ભાંગી નાખો છો, અને તેના ટુકડે ટુકડા કરો છો, તેને માંસની જેમ રાંધવા માટે, તમે તેને કઢાઈમાં પાથરી દો છો.
- મીખાહ ૩:૪આશરે ઈ.પૂ. ૭૧૦
પછી તમે યહોવાહને વિનંતી કરશો, પણ તે તમને ઉત્તર નહિ આપે. તેથી તે સમયે તે તમારાથી મુખ ફેરવી લેશે. કારણ કે તમે અનિષ્ટ કામો કર્યા છે.”
- મીખાહ ૩:૫આશરે ઈ.પૂ. ૭૧૦
યહોવાહ પ્રબોધકો વિષે કહે છે જેઓ મારા લોકોને ખોટા માર્ગે લઈ જાય છે; જેઓ તેમને દાંતથી ખવડાવે છે, તેઓ એમ કહે છે, કે ત્યાં સમૃદ્ધિ આવશે.’ જેઓ તેમને ખવડાવતા નથી, તેઓ તેમની વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરે છે.