મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યૂના ૩:૬આશરે ઈ.પૂ. ૮૬૨

    ¶ આ બાબતની ખબર નિનવેના રાજાને જાણવા મળી. તે તેના સિંહાસન પરથી ઊભો થઈ ગયો. પોતાનો ઝભ્ભો ઉતારી દીધો. અંગે શોકના વસ્ત્ર ધારણ કર્યા. અને રાખ ચોળીને તેમાં બેઠો.

  2. યૂના ૩:૭આશરે ઈ.પૂ. ૮૬૨

    તેણે તથા તેના દરબારીઓએ સંદશો મોકલ્યા; નિનવેમાં માણસો, ગાયભેંસ અને ટોળાંઓ કશું ચાખવું નહિ, તેઓ ખાય નહિ અને પાણી પણ પીવે નહિ.

  3. યૂના ૩:૮આશરે ઈ.પૂ. ૮૬૨

    ¶ માણસ તથા પશુ બન્નેએ શોક વસ્ત્ર ધારણ કરી, મોટે સાદે ઈશ્વરને પોકારે. દરેક પોતાના દુષ્ટ આચરણ તજે અને જોરજુલમ કરવાનું બંધ કરે.

  4. યૂના ૩:૯આશરે ઈ.પૂ. ૮૬૨

    આવું કરવાથી કદાચ ઈશ્વર કરુણા કરે, તેમનો વિચાર બદલે અને તેમનો ઉગ્ર કોપ શાંત કરે. જેથી આપણો નાશ ના થાય.”

  5. યૂના ૩:૧૦આશરે ઈ.પૂ. ૮૬૨

    ¶ તેઓએ જે કર્યું, એટલે કે પોતાનાં ખરાબ કામો તજી દીધાં તે ઈશ્વરે જોયું. તેથી ઈશ્વરે તેઓ પર જે વિપત્તિ લાવવાનું કહેલું હતું, તેવું કર્યું નહિ. અને તે તેઓ પર સંકટ લાવ્યા નહિ.

  6. યૂના ૪:૧આશરે ઈ.પૂ. ૮૬૨

    ¶ પણ એને લીધે યૂનાને આ ખૂબ જ લાગી આવ્યું. તે ઘણો ગુસ્સો થયો.

  7. યૂના ૪:૨આશરે ઈ.પૂ. ૮૬૨

    તેથી યૂનાએ ઈશ્વરને પ્રાર્થના કરીને કહ્યું, “હે, ઈશ્વર, જયારે હું મારા દેશમાં હતો ત્યારે જ શું મેં એવું કહ્યું ન હતું? આ કારણે જ મેં ત્યારે તાર્શીશ નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો. કેમ કે હું જાણતો હતો કે તમે કોપ કરવામાં કૃપાળુ અને કરુણાળુ ઈશ્વર છો, કોપ કરવામાં મંદ અને દયાળુ છો. માણસો પર વિપત્તિ લાવવાથી તમને દુઃખ થાય છે.

  8. યૂના ૪:૩આશરે ઈ.પૂ. ૮૬૨

    તેથી હવે, હે ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે મારા જીવનનો અંત લાવો, કેમ કે મારે માટે જીવવા કરતાં મરવું વધારે સારું છે.”

  9. યૂના ૪:૪આશરે ઈ.પૂ. ૮૬૨

    ¶ ઈશ્વરે કહ્યું, “ગુસ્સે થાય છે એ તું શું સારું કરે છે?”

  10. યૂના ૪:૫આશરે ઈ.પૂ. ૮૬૨

    પછી યૂના નગરની બહાર ગયો. નગરની પૂર્વ બાજુએ માંડવો બનાવીને તેમાં બેઠો. તે જોઈ રહ્યો કે હવે નગરનું શું થાય છે?

  11. યૂના ૪:૬આશરે ઈ.પૂ. ૮૬૨

    ¶ ઈશ્વર પ્રભુએ, યૂના ઉપર છાયા કરે એવો એક છોડ સર્જાવ્યો. તે છોડના લીધે યૂનાને ઘણો આનંદ થયો.

  12. યૂના ૪:૭આશરે ઈ.પૂ. ૮૬૨

    પણ બીજે દિવસે, સૂર્યોદય સમયે, ઈશ્વરે એક કીડાને ઉત્પન્ન કર્યો. એ કીડાએ પેલા છોડને કરડી ખાધો અને તે સુકાઈ ગયો.

  13. યૂના ૪:૮આશરે ઈ.પૂ. ૮૬૨

    ¶ પછી જયારે સૂર્ય આકાશ ઉપર આવ્યો ત્યારે ઈશ્વરે પૂર્વ તરફથી ગરમ પવન વાતો કર્યો. તેનાથી, માથા પર આવેલા સખત તડકાને લીધે યૂના મૂર્છિત થયો. તેથી મોત માગતાં તે બોલ્યો કે, “મારા માટે જીવવા કરતા મરવું વધારે સારું છે.”

  14. યૂના ૪:૯આશરે ઈ.પૂ. ૮૬૨

    ત્યારે ઈશ્વરે યૂનાને કહ્યું, “છોડના લીધે તું અતિ ક્રોધિત છે તે શું સારું છે?”

  15. યૂના ૪:૧૦આશરે ઈ.પૂ. ૮૬૨

    ¶ ત્યારે ઈશ્વરે તેને કહ્યું કે, આ છોડ કે જેને માટે તેં નથી શ્રમ કર્યો કે નથી તેને ઉગાવ્યો. તે એક રાત્રે ઊગ્યો અને બીજી રાત્રિએ નષ્ટ થયો. આ છોડ પર તને અનુકંપા થઈ રહી છે.

  16. યૂના ૪:૧૧આશરે ઈ.પૂ. ૮૬૨

    તો આ મહાનગર નિનવે કે જેમાં એક લાખ વીસ હજાર લોકો એવા છે કે જેઓ તેમના પોતાના જમણાં કે ડાબા હાથ વચ્ચે શો તફાવત છે તે પણ સમજતા નથી. વળી જે નગરમાં ઘણાં જાનવર છે. એ નગર પર મને અનુકંપા ના ઊપજે?”

  17. મીખાહ ૧:૧આશરે ઈ.પૂ. ૭૫૦

    ¶ યહૂદિયાના રાજાઓ યોથામ, આહાઝ અને હિઝકિયાના શાસન દરમ્યાન યહોવાહનું વચન મીખાહ મોરાશ્તી પાસે આવ્યું. અને જે તેને સમરુન તથા યરુશાલેમ સંબંધીના સંદર્શનમાં પ્રાપ્ત થયું તે આ છે.

  18. મીખાહ ૧:૨આશરે ઈ.પૂ. ૭૫૦

    હે સર્વ પ્રજાઓ, સાંભળો. પૃથ્વી તથા તેના પર રહેનારાઓ સર્વ ધ્યાન આપો. પ્રભુ પોતાના પવિત્ર સભાસ્થાનમાંથી, એટલે પ્રભુ યહોવાહ તમારી વિરુદ્ધ સાક્ષી આપે છે.

  19. મીખાહ ૧:૩આશરે ઈ.પૂ. ૭૫૦

    જુઓ, યહોવાહ પોતાના સ્થાનમાંથી આવે છે; તે નીચે ઊતરીને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર ચાલે છે.

  20. મીખાહ ૧:૪આશરે ઈ.પૂ. ૭૫૦

    તેમના પગ નીચે, પર્વતો મીણની જેમ ઓગળે છે, અને ઢોળાવવાળી જગ્યા ઉપરથી વહી જતાં પાણીના ધોધની જેમ, ખીણો ફાટી જાય છે.

  21. મીખાહ ૧:૫આશરે ઈ.પૂ. ૭૫૦

    આ બધાનું કારણ યાકૂબના અપરાધો છે, અને ઇઝરાયલના કુળના અપરાધોને લીધે એ સર્વ થયું છે. યાકૂબનો અપરાધ શો છે? શું તે સમરુન નથી? અને યહૂદિયાનાં ઉચ્ચસ્થાન ક્યાં છે? શું તે યરુશાલેમ નથી?

  22. મીખાહ ૧:૬આશરે ઈ.પૂ. ૭૫૦

    “તેથી હું સમરુનને ખેતરના ઢગલા જેવું, અને દ્રાક્ષવાડી રોપવાના સ્થાન જેવું કરીશ. તેના પથ્થરોને હું ખીણોમાં ગબડાવી દઈશ; અને તેના પાયાને ઉઘાડા કરી દઈશ.

  23. મીખાહ ૧:૭આશરે ઈ.પૂ. ૭૫૦

    તેની મૂર્તિઓના ટુકડે ટુકડા થઈ જશે, તેની બધી કમાણી આગમાં ભસ્મ થઈ જશે. અને તેના બધા જૂઠા દેવોની પ્રતિમાઓના હું ચૂરેચૂરા કરી નાખીશ. કેમ કે તેણે એ બધું ગણિકાની કમાણી રૂપે મેળવ્યું છે, અને તે ગણિકાની કમાણી તરીકે જ પાછું જશે.”

  24. મીખાહ ૧:૮આશરે ઈ.પૂ. ૭૫૦

    એને લીધે હું પોક મૂકીને વિલાપ કરીશ; અને ઉઘાડા પગે નિર્વસ્ત્ર થઈને ફરીશ; હું શિયાળવાંની જેમ રડીશ, અને ઘુવડની જેમ કળકળીશ.

  25. મીખાહ ૧:૯આશરે ઈ.પૂ. ૭૫૦

    તેના પ્રહાર રુઝવી શકાય એવું નથી, કેમ કે યહૂદિયા સુધી ન્યાયચુકાદો આવ્યો છે. તે મારા લોકોના દરવાજા સુધી, છેક યરુશાલેમ સુધી આવી પહોંચ્યો છે.