મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. મીખાહ ૩:૬આશરે ઈ.પૂ. ૭૧૦

    તેને લીધે તમારા ઉપર એવી રાત પડશે કે, જેમાં તમને કોઈ સંદર્શન નહિ થાય; અને તમારા ઉપર અંધકાર ઊતરશે જેથી તમે ભવિષ્ય ભાખી શકશો નહિ. પ્રબોધકોનો સૂર્ય આથમી જશે અને તમારો દિવસ અંધકારમય થઈ જશે.

  2. મીખાહ ૩:૭આશરે ઈ.પૂ. ૭૧૦

    દ્રષ્ટાઓ લજ્જિત થશે, અને ભવિષ્યવેત્તાઓ ગૂંચવાઈ જશે, તેઓ બધા પોતાના હોઠ બંધ કરી દેશે, કારણ કે ઈશ્વર તરફથી કંઈ પણ ઉત્તર મળતો નથી.”

  3. મીખાહ ૩:૮આશરે ઈ.પૂ. ૭૧૦

    પરંતુ યાકૂબને તેના અપરાધ, અને ઇઝરાયલને તેના પાપો વિષે જણાવવા માટે, હું યહોવાહના આત્મા વડે નિશ્ચે સામર્થ્ય, ન્યાય અને શક્તિથી ભરપૂર છું.

  4. મીખાહ ૩:૯આશરે ઈ.પૂ. ૭૧૦

    હે યાકૂબના વંશના આગેવાનો, અને ઇઝરાયલ કુળના શાસકો, ઓ ન્યાયને ધિક્કારનારાઓ, અને જે સર્વ નીતિમત્તાને ઉલટાવો છો, તમે આ સાંભળો.

  5. મીખાહ ૩:૧૦આશરે ઈ.પૂ. ૭૧૦

    તમે સિયોનને લોહીથી, અને યરુશાલેમને અન્યાય દ્વારા બાંધ્યાં છે.

  6. મીખાહ ૩:૧૧આશરે ઈ.પૂ. ૭૧૦

    તેના આગેવાનો લાંચ લઈને ન્યાય કરે છે, તેના યાજકો પગાર લઈને બોધ કરે છે અને તેના પ્રબોધકો પૈસા લઈને ભવિષ્ય ભાખે છે. એમ છતાં પણ તેઓ યહોવાહ પર આધાર રાખે છે અને કહે છે, “શું યહોવાહ આપણી સાથે નથી? આપણા પર કોઈ આફત આવશે નહિ.”

  7. મીખાહ ૩:૧૨આશરે ઈ.પૂ. ૭૧૦

    આથી, તમારે કારણે, સિયોનને ખેતરની જેમ ખેડી નાખવામાં આવશે, અને યરુશાલેમમાં કાટમાળનો ઢગલો થઈ જશે, અને ટેકરી ઉપરનું સભાસ્થાન ઝાડી ઝાંખરાથી ઢંકાઈ જશે.

  8. મીખાહ ૪:૧આશરે ઈ.પૂ. ૭૧૦

    પણ પાછલા દિવસોમાં, યહોવાહના સભાસ્થાનના પર્વતની સ્થાપના પર્વતોમાં સૌથી ઉન્નત કરાશે, તેને બીજા ડુંગરો કરતાં ઊચો કરવામાં આવશે, અને લોકોના ટોળેટોળાં ત્યાં ચાલ્યા આવશે.

  9. મીખાહ ૪:૨આશરે ઈ.પૂ. ૭૧૦

    ઘણાં પ્રજાઓ આવશે અને કહેશે કે, “ચાલો, આપણે યહોવાહના પર્વત ઉપર, યાકૂબના ઈશ્વરના ઘરમાં જઈએ; તે આપણને તેમના માર્ગો શીખવશે, અને આપણે તેમના માર્ગોમાં ચાલીશું.” કેમ કે સિયોનમાંથી નિયમશાસ્ત્ર અને યહોવાહના વચન યરુશાલેમમાંથી બહાર નીકળશે.

  10. મીખાહ ૪:૩આશરે ઈ.પૂ. ૭૧૦

    તે ઘણા લોકોની વચ્ચે ન્યાય કરશે, તે દૂરના બળવાન રાષ્ટ્રોનો ઇનસાફ કરશે. તેઓ પોતાની તલવારો ટીપીને હળની કોશો બનાવશે; પોતાના ભાલાઓનાં દાતરડાં બનાવશે. પ્રજાઓ એકબીજા વિરુદ્ધ તલવાર ઉગામશે નહિ, તેઓ ફરીથી કદી યુદ્ધનું શિક્ષણ લેશે નહિ.

  11. મીખાહ ૪:૪આશરે ઈ.પૂ. ૭૧૦

    પણ, તેઓ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે. કોઈ તેમને બીવડાવશે નહિ, કેમ કે સૈન્યોના યહોવાહના મુખમાંથી આ વચન બોલાયું છે.

  12. મીખાહ ૪:૫આશરે ઈ.પૂ. ૭૧૦

    કેમ કે બધા લોકો, એટલે પ્રત્યેક, પોતપોતાના દેવના નામ પર શ્રધ્ધા રાખીને ચાલશે. પણ અમે સદાસર્વકાળ, યહોવાહ અમારા ઈશ્વરના નામ પર ભરોસો રાખીને ચાલીશું.

  13. મીખાહ ૪:૬આશરે ઈ.પૂ. ૭૧૦

    યહોવાહ કહે છે કે, “તે દિવસે” “જે અપંગ છે તેવી પ્રજાને હું ભેગી કરીશ અને જેને મેં દુ:ખી કરીને કાઢી મૂકી છે, તે પ્રજાને હું એકત્ર કરીશ.

  14. મીખાહ ૪:૭આશરે ઈ.પૂ. ૭૧૦

    અપંગમાંથી હું શેષ ઉત્પન્ન કરીશ, દૂર કાઢી મૂકાયેલી પ્રજામાંથી એક શક્તિશાળી પ્રજા બનાવીશ, અને યહોવાહ, સિયોનના પર્વત ઉપરથી તેઓના પર, અત્યારથી તે સર્વકાળ સુધી રાજ કરશે.

  15. મીખાહ ૪:૮આશરે ઈ.પૂ. ૭૧૦

    હે, ટોળાંના બુરજ, સિયોનની દીકરીના શિખર, તે તારે ત્યાં આવશે, એટલે અગાઉનું રાજ્ય, યરુશાલેમની દીકરીનું રાજ્ય આવશે.

  16. મીખાહ ૪:૯આશરે ઈ.પૂ. ૭૧૦

    હવે તું શા માટે મોટેથી પોકારે છે? તારામાં રાજા નથી? શું તારો સલાહકાર નાશ પામ્યા છે કે, પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની જેમ તારા પર વેદના આવી પડી છે?

  17. મીખાહ ૪:૧૦આશરે ઈ.પૂ. ૭૧૦

    હે સિયોનની દીકરી, પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની જેમ તું પીડા પામ તથા જન્મ આપવાને કષ્ટ સહન કર. કેમ કે હવે તું નગરમાંથી બહાર જશે, ખેતરમાં રહેશે, અને બાબિલમાં પણ જશે; ત્યાંથી તને મુક્ત કરવામાં આવશે; ત્યાં યહોવાહ તને તારા શત્રુઓના હાથમાંથી મુક્ત કરશે.

  18. મીખાહ ૪:૧૧આશરે ઈ.પૂ. ૭૧૦

    હવે ઘણી પ્રજાઓ તારી વિરુદ્ધ ભેગી થઈ છે; તેઓ કહે છે કે, ‘તેને અશુદ્ધ કરીએ; સિયોન ઉપર આપણી આંખો લગાવીએ.’”

  19. મીખાહ ૪:૧૨આશરે ઈ.પૂ. ૭૧૦

    પ્રબોધક કહે છે, તેઓ યહોવાહના વિચારોને જાણતા નથી, અને તેઓ તેમની યોજનાઓને સમજતા નથી, કેમ કે તેમણે તેઓને ખળીઓમાં પૂળીઓની જેમ ભેગા કર્યા છે.

  20. મીખાહ ૪:૧૩આશરે ઈ.પૂ. ૭૧૦

    યહોવાહ કહે છે, “હે સિયોનની દીકરી, ઊઠીને ઝૂડ, કેમ કે હું તારા શિંગડાંને લોખંડનાં, અને તારી ખરીઓ કાંસાની બનાવીશ; તું તેના વડે ઘણાં લોકોને કચડી નાખશે. તું તેઓના અનુચિત ધન યહોવાહને, અને તેઓની સંપત્તિને આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે.”

  21. મીખાહ ૫:૧આશરે ઈ.પૂ. ૭૧૦

    હે યરુશાલેમ, હવે તું તારા સૈન્ય સહિત એકત્ર થશે. તેણે નગરની આસપાસ ઘેરો ઘાલ્યો છે; તેઓ ઇઝરાયલના ન્યાયાધીશ પર પ્રહાર કરશે, ગાલ પર સોટી વડે મારશે.

  22. મીખાહ ૫:૨આશરે ઈ.પૂ. ૭૧૦

    હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું યહૂદાના કુળો મધ્યે વિસાત વગરનું છે, પણ ઇઝરાયલમાં રાજ કરવા, તારામાંથી એક રાજકર્તા ઉત્પન્ન થશે, તે મારી પાસે આવશે, જેનો પ્રારંભ પ્રાચીન કાળથી, અનંતકાળથી છે.

  23. મીખાહ ૫:૩આશરે ઈ.પૂ. ૭૧૦

    એ માટે જે પ્રસવ વેદનાથી પીડાય છે તેને બાળકો થશે, તે સમયથી યહોવાહ પોતાના લોકોનો ત્યાગ કરશે, પછી તેના બાકી રહેલા ઇઝરાયલ લોકોની પાસે તે પાછા આવશે.

  24. મીખાહ ૫:૪આશરે ઈ.પૂ. ૭૧૦

    યહોવાહના સામર્થ્યથી તથા પોતાના ઈશ્વર યહોવાહના નામના પ્રતાપથી તે પુરુષ ઊભો રહીને પોતાના ટોળાનું પાલન કરશે. તેઓ કાયમ રહેશે, કેમ કે હવે તે પૃથ્વીના છેડા સુધી મોટો ગણાશે.

  25. મીખાહ ૫:૫આશરે ઈ.પૂ. ૭૧૦

    તે આપણી શાંતિ થશે. જ્યારે આશ્શૂરીઓનું સૈન્ય આપણા દેશમાં આવશે, જ્યારે તેઓ આપણા કિલ્લાઓ ઉપર કૂચ કરશે, ત્યારે આપણે તેની વિરુદ્ધ સાત પાળકોને તથા આઠ આગેવાનોને ઊભા કરીશું.