- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
આ કાળની કલમો
- મીખાહ ૬:૧૬આશરે ઈ.પૂ. ૭૧૦
ઓમ્રીના વિધિઓનું તથા આહાબના કુટુંબના બધા રીતરિવાજોનું તમે પાલન કર્યું છે. અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલો છો, તેથી હું તમને ખેદાનમેદાન કરી નાખીશ; તમારા રહેવાસીઓને તિરસ્કારપાત્ર કરી નાખીશ, તમારે મારા લોક હોવાના કટાક્ષ સહન કરવા પડશે.”
- મીખાહ ૭:૧આશરે ઈ.પૂ. ૭૧૦
મને અફસોસ છે! કેમ કે ઉનાળાંનાં ફળ વીણી લીધા પછીની જેવી સ્થિતિ, એટલે દ્રાક્ષો વીણી લીધા પછી બચી ગયેલી દ્રાક્ષો જેવી મારી સ્થિતિ છે: ત્યાં ફળની ગુચ્છાઓ મળશે નહિ, પ્રથમ અંજીર જેને માટે હું તલસું છું તે પણ નહિ મળે.
- મીખાહ ૭:૨આશરે ઈ.પૂ. ૭૧૦
પૃથ્વી પરથી ભલા માણસો નાશ પામ્યા છે, મનુષ્યોમાં કોઈ પ્રામાણિક રહ્યો નથી; તેઓ બીજાનું લોહી વહેવડાવવા માટે તલપી રહ્યા છે, તેઓ જાળ નાખીને પોતાના ભાઈઓનો શિકાર કરે છે.
- મીખાહ ૭:૩આશરે ઈ.પૂ. ૭૧૦
તેઓના હાથો નુકસાન કરવામાં ઘણાં કુશળ છે. સરદારો પૈસા માગે છે, ન્યાયાધીશો લાંચ માટે તૈયાર છે, બળવાન માણસ પોતાના મનનો દુષ્ટ ભાવ પ્રગટ કરે છે. તેઓ ભેગા મળીને ષડ્યંત્ર રચે છે.
- મીખાહ ૭:૪આશરે ઈ.પૂ. ૭૧૦
તેઓમાંનો જે શ્રેષ્ઠ છે તે કાંટા ઝાંખરા જેવો છે; જે સૌથી વધારે પ્રામાણિક છે તે કાંટાની વાડ જેવો છે, તારા ચોકીદારે જણાવેલો દિવસ એટલે, તારી શિક્ષાનો દિવસ આવી ગયો છે. હવે તેઓની ગૂંચવણનો દિવસ આવી પહોંચ્યો છે.
- મીખાહ ૭:૫આશરે ઈ.પૂ. ૭૧૦
કોઈ પડોશીનો વિશ્વાસ કરીશ નહિ, કોઈ મિત્ર ઉપર આધાર રાખીશ નહિ, તું જે બોલે તે વિષે સાવધાન રહે એટલે જે સ્ત્રી તારી સાથે સૂએ છે તેનાથી પણ સંભાળ.
- મીખાહ ૭:૬આશરે ઈ.પૂ. ૭૧૦
કેમ કે દીકરો પોતાના પિતાનો આદર કરતો નથી. દીકરી પોતાની માની સામે થાય છે, વહુ પોતાની સાસુની સામે થાય છે; માણસનાં શત્રુઓ તેના પોતાના જ ઘરનાં માણસો છે.
- મીખાહ ૭:૭આશરે ઈ.પૂ. ૭૧૦
પણ હું તો યહોવાહ તરફ જોઈશ, હું મારા ઉદ્ધાર કરનાર ઈશ્વરની રાહ જોઈશ; મારા ઈશ્વર મારું સાંભળશે.
- મીખાહ ૭:૮આશરે ઈ.પૂ. ૭૧૦
હે મારા દુશ્મન, મારી દુર્દશામાં આનંદ ન કર; જો હું પડી જાઉં, તો પણ હું પાછો ઊઠીશ; જો હું અંધકારમાં બેસું, તો પણ યહોવાહ મને અજવાળારૂપ થશે.
- મીખાહ ૭:૯આશરે ઈ.પૂ. ૭૧૦
તેઓ મારી તરફદારી કરશે અને મને ન્યાય આપશે ત્યાં સુધી, હું યહોવાહનો ક્રોધ સહન કરીશ, કેમ કે મેં યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે. તે મને બહાર અજવાળામાં લાવશે, હું તેમનું ન્યાયીપણું જોઈશ.
- મીખાહ ૭:૧૦આશરે ઈ.પૂ. ૭૧૦
ત્યારે મારા દુશ્મન કે જેઓએ મને કહ્યું કે, “તારા ઈશ્વર યહોવાહ કયાં છે?” એવું કહેનારાઓ શરમથી ઢંકાઈ જશે, મારી આંખો તેઓને જોશે, શેરીઓની માટીની જેમ તે પગ નીચે કચડાશે.
- મીખાહ ૭:૧૧આશરે ઈ.પૂ. ૭૧૦
જે દિવસે તારા કોટ બંધાશે, તે દિવસે તારી સરહદ બહુ દૂર જશે.
- મીખાહ ૭:૧૨આશરે ઈ.પૂ. ૭૧૦
તે દિવસે આશ્શૂરથી તથા મિસરના નગરોથી, મિસરથી તે છેક મોટી નદી સુધીના પ્રદેશમાંથી, તથા સમુદ્રથી સમુદ્ર સુધીના, તથા પર્વતથી પર્વત સુધીના પ્રદેશના, લોકો તે દિવસે તારી પાસે આવશે.
- મીખાહ ૭:૧૩આશરે ઈ.પૂ. ૭૧૦
તોપણ તેમાં રહેતા લોકોને કારણે, તેઓનાં કર્મોના ફળને કારણે, તે દેશો ઉજ્જડ થઈ જશે.
- મીખાહ ૭:૧૪આશરે ઈ.પૂ. ૭૧૦
તારા વારસાનાં ટોળાં કે, જેઓ એકાંતમાં રહે છે, તેઓને તારી લાકડીથી, કાર્મેલના જંગલમાં ચરાવ. અગાઉના દિવસોની જેમ, બાશાનમાં તથા ગિલ્યાદમાં પણ ચરવા દે.
- મીખાહ ૭:૧૫આશરે ઈ.પૂ. ૭૧૦
મિસર દેશમાંથી તારા બહાર આવવાના દિવસોમાં થયું હતું તેમ, હું તેને અદ્દભુત કૃત્યો બતાવીશ.
- મીખાહ ૭:૧૬આશરે ઈ.પૂ. ૭૧૦
અન્ય પ્રજાઓ તે જોશે, અને પોતાની સર્વ શક્તિને લીધે લજ્જિત થશે. તેઓ પોતાના હાથ પોતાના મુખ પર મૂકશે; તેઓના કાન બહેરા થઈ જશે.
- મીખાહ ૭:૧૭આશરે ઈ.પૂ. ૭૧૦
તેઓ સાપની જેમ ધૂળ ચાટશે, તેઓ પૃથ્વી ઉપર પેટે ચાલતાં સજીવોની માફક, પોતાના ગુપ્ત સ્થાનોમાંથી ધ્રૂજતાં ધ્રૂજતાં બહાર આવશે. તે પ્રજાઓ યહોવાહ આપણા ઈશ્વરની પાસે બીતી બીતી આવશે, તેઓ તારાથી ડરશે.
- મીખાહ ૭:૧૮આશરે ઈ.પૂ. ૭૧૦
તમારા જેવા ઈશ્વર કોણ છે? તમે તો પાપ માફ કરો છો, તમારા વારસાના બચેલા ભાગના અપરાધને, દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ હંમેશા રાખતા નથી, કેમ કે તમે દયા કરવામાં આનંદ માનો છો.
- મીખાહ ૭:૧૯આશરે ઈ.પૂ. ૭૧૦
તમે ફરીથી અમારા ઉપર કૃપા કરશો; તમે અમારા અપરાધોને તમારા પગ નીચે કચડી નાખશો. તમે અમારાં બધાં પાપોને સમુદ્રના ઊંડાણોમાં ફેંકી દેશો.
- મીખાહ ૭:૨૦આશરે ઈ.પૂ. ૭૧૦
જેમ તમે પ્રાચીન કાળમાં અમારા પૂર્વજો આગળ સમ ખાધા હતા તેમ, તમે યાકૂબ પ્રત્યે સત્યતા અને ઇબ્રાહિમ પ્રત્યે કૃપા દર્શાવશો.
- નાહૂમ ૧:૧આશરે ઈ.પૂ. ૭૧૩
¶ નિનવે વિષે ઈશ્વરનું વચન. નાહૂમ એલ્કોશીના સંદર્શનનું પુસ્તક.
- નાહૂમ ૧:૨આશરે ઈ.પૂ. ૭૧૩
¶ યહોવાહ આવેશી ઈશ્વર છે અને બદલો લેનાર છે; યહોવાહ બદલો લે છે અને તે કોપાયમાન થયા છે; યહોવાહ પોતાના દુશ્મનો પર વૈર વાળે છે, અને પોતાના દુશ્મનો માટે ગુસ્સો સંઘરી રાખે છે.
- નાહૂમ ૧:૩આશરે ઈ.પૂ. ૭૧૩
યહોવાહ કોપ કરવામાં ધીમા અને સામર્થ્યમાં પરાક્રમી છે; તે ગુનેગારોને નિર્દોષ ગણનાર નથી. યહોવાહ પોતાનો માર્ગ વંટોળીયા તથા તોફાનમાં બનાવે છે, અને વાદળો તેમના ચરણોની ધૂળ સમાન છે.
- નાહૂમ ૧:૪આશરે ઈ.પૂ. ૭૧૩
¶ તે સમુદ્રને ધમકાવે છે અને તેને સૂકવી નાખે છે; તે બધી નદીઓને પણ સૂકવી દે છે. બાશાન અને કાર્મેલના લીલાછમ પ્રાંતો સુકાઈ જાય છે; લબાનોનનાં ફૂલો કરમાઈ જાય છે.