- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
આ કાળની કલમો
- આમોસ ૮:૮આશરે ઈ.પૂ. ૭૮૭
શું તેને લીધે ધરતી ધ્રૂજી ઊઠશે નહિ, અને તેમાં રહેનારા સર્વ શોક કરશે નહિ? હા તેઓ સર્વ નીલ નદીની રેલની પેઠે આવશે, તે ખળભળી જશે, અને મિસર નદીની જેમ પાછો ઊતરી જશે.
- આમોસ ૮:૯આશરે ઈ.પૂ. ૭૮૭
“તે દિવસે એમ થશે કે” હું ખરા બપોરે સૂર્યાસ્ત કરીશ, અને ધોળે દિવસે પૃથ્વી પર હું અંધકાર કરીશ. એમ પ્રભુ યહોવાહ કહે છે.
- આમોસ ૮:૧૦આશરે ઈ.પૂ. ૭૮૭
વળી, તમારા ઉત્સવોને હું વિલાપમાં ફેરવી નાખીશ અને તમારાં ગીતોને વિલાપમાં ફેરવી દઈશ, હું તમારા સર્વનાં શરીરો પર ટાટ વીંટળાવીશ અને સર્વના માથાના વાળ મૂંડાવીશ. હું એકનાએક પુત્રના માટે શોક કરવાનો દિવસ લાવીશ, તે દિવસનો અંત અતિશય દુ:ખદ હશે.
- આમોસ ૮:૧૧આશરે ઈ.પૂ. ૭૮૭
પ્રભુ યહોવાહ એવું કહે છે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે, “જ્યારે હું દેશમાં દુકાળ મોકલીશ, તે અન્નનો દુકાળ નહિ, કે પાણીનો નહિ, પણ યહોવાહનું વચન સાંભળવાનો દુકાળ મોકલીશ.
- આમોસ ૮:૧૨આશરે ઈ.પૂ. ૭૮૭
તેઓ સમુદ્રથી સમુદ્ર સુધી; અને ઉત્તરથી છેક પૂર્વ સુધી યહોવાહનાં વચનોની શોધમાં તેઓ અહીંતહીં ભટકશે, પણ તે તેઓને મળશે નહિ.
- આમોસ ૮:૧૩આશરે ઈ.પૂ. ૭૮૭
તે દિવસે સુંદર કન્યાઓ અને યુવાન માણસો તૃષાથી બેભાન થઈ જશે.
- આમોસ ૮:૧૪આશરે ઈ.પૂ. ૭૮૭
જેઓ સમરુનના પાપના સોગન ખાઈને કહે છે કે, હે દાન, તારા દેવના સોગન, અને બેરશેબાના દેવના સોગન, તેઓ તો પડશે અને ફરી કદી પાછા ઊઠશે નહિ.”
- આમોસ ૯:૧આશરે ઈ.પૂ. ૭૮૭
¶ મેં પ્રભુને વેદી પાસે ઊભેલા જોયા, તેમણે કહ્યું કે,’ બુરજોની ટોચ પર એવો મારો ચલાવો કે ઉંબરા હાલી જાય. અને તે સર્વ લોકનાં માથા પર પડીને તેઓના ચૂરેચૂરા કરો, તેઓનાંમાંથી જે બાકી રહ્યા હશે, તેઓનો હું તલવારથી નાશ કરીશ. તેઓમાંનો એકપણ નાસી જવા પામશે નહિ, અને કોઈ છટકી જવા પામશે નહિ.
- આમોસ ૯:૨આશરે ઈ.પૂ. ૭૮૭
જો તેઓ ખોદીને શેઓલમાં ઊતરી જાય, તોપણ મારો હાથ તેમને પકડી પાડશે. જો તેઓ આકાશમાં ચઢી જશે, તોપણ હું તેઓને ત્યાંથી નીચે ઉતારીશ.
- આમોસ ૯:૩આશરે ઈ.પૂ. ૭૮૭
જો તેઓ કાર્મેલના શિખર પર સંતાઈ જાય, તોપણ હું તેઓને ત્યાંથી શોધી કાઢીશ. જો તેઓ મારાથી સંતાઈને દરિયાને તળિયે સંતાઈ જશે, તોપણ હું ત્યાં સર્પને આજ્ઞા કરીશ અને તેઓને કરડવા માટે આદેશ આપીશ, એટલે તે તેઓને ડંખ મારશે.
- આમોસ ૯:૪આશરે ઈ.પૂ. ૭૮૭
વળી જો તેઓ પોતાના શત્રુઓના હાથે બંદીખાનામાં જાય, તોપણ હું ત્યાં તલવારને આજ્ઞા કરીશ કે તે તેમનો સંહાર કરે. હું તેમના હિતને માટે તો નહિ પણ આપત્તિને સારુ મારી દ્રષ્ટિ રાખીશ.”
- આમોસ ૯:૫આશરે ઈ.પૂ. ૭૮૭
કેમ કે પ્રભુ, સૈન્યોના ઈશ્વર કે જે ભૂમિને સ્પર્શ કરે છે અને તે ઓગળી જાય છે. અને તેમાં વસનારા સર્વ લોક શોક કરશે; તે તમામ નદીની પેઠે ચઢી આવશે, અને મિસરની નદીની જેમ પાછા ઊતરી જશે.
- આમોસ ૯:૬આશરે ઈ.પૂ. ૭૮૭
જે આકાશોમાં પોતાનું ઘર બાંધે છે અને પૃથ્વી ઉપર પોતાનો મુગટ સ્થાપે છે, જે સમુદ્રના પાણીને બોલાવીને તેને પૃથ્વીના પડ ઉપર રેડી દે છે, તેમનું નામ યહોવાહ છે.
- આમોસ ૯:૭આશરે ઈ.પૂ. ૭૮૭
યહોવાહ એવું કહે છે કે, “હે ઇઝરાયલ પુત્રો, શું તમે મારે માટે કૂશીઓ જેવા નથી?” “શું હું ઇઝરાયલ પુત્રોને મિસરમાંથી, પલિસ્તીઓને કાફતોરથી, અને અરામીઓને કીરમાંથી બહાર લાવ્યો નથી?
- આમોસ ૯:૮આશરે ઈ.પૂ. ૭૮૭
જુઓ, પ્રભુ યહોવાહની દ્રષ્ટિ દુષ્ટ રાજ્ય ઉપર છે, અને હું તેને ધરતીના પડ ઉપરથી ભૂંસી નાખીશ, તેમ છતાં હું યાકૂબના વંશનો સંપૂર્ણ સંહાર નહિ કરીશ”
- આમોસ ૯:૯આશરે ઈ.પૂ. ૭૮૭
જુઓ, હું આજ્ઞા કરીશ કે, જેવી રીતે અનાજને ચાળણીમાં ચાળવામાં આવે છે, તેમ હું ઇઝરાયલના વંશજોને સઘળી પ્રજાઓમાં ચાળીશ, તેમ છતાં તેમાંનો નાનામાં નાનો દાણો પણ નીચે પડશે નહિ.
- આમોસ ૯:૧૦આશરે ઈ.પૂ. ૭૮૭
મારા લોકોમાંના જે પાપીઓ એવું કહે છે કે, અમને કોઈ આફત આવશે નહી કે અમારી સામે પણ આવશે નહી તેઓ સર્વ તલવારથી નાશ પામશે.”
- આમોસ ૯:૧૧આશરે ઈ.પૂ. ૭૮૭
“તે દિવસે હું દાઉદનો પડી ગયેલો મંડપ પાછો ઊભો કરીશ, અને તેમાં પડેલી ફાટો સાંધી દઈશ. તેના ખંડેરોની મરામત કરીશ, અને તેને પ્રાચીન કાળના જેવો બાંધીશ,
- આમોસ ૯:૧૨આશરે ઈ.પૂ. ૭૮૭
જેથી અદોમના બાકી રહેલા પ્રાંતોનું, અને બીજા બધા પ્રજાઓ જે પહેલાં મારા નામથી ઓળખાય છે તેઓનું પણ તેઓ વતન પામે’ આ કરનાર હું યહોવાહ તે કહું છું.
- આમોસ ૯:૧૩આશરે ઈ.પૂ. ૭૮૭
“જુઓ, યહોવાહ એવું કહે છે કે, એવા દિવસો આવી રહ્યા છે, કે ખેડૂતનું કામ કાપણી કરનારના કામ સુધી ચાલશે, અને દ્રાક્ષા પીલનારનું કામ બી વાવનારના કામ સુધી ચાલશે, પર્વતોમાંથી મીઠો દ્રાક્ષનો રસ ટપકશે, અને સર્વ ડુંગરો પીગળી જશે.
- આમોસ ૯:૧૪આશરે ઈ.પૂ. ૭૮૭
હું મારા ઇઝરાયલી લોકોને બંદીવાસમાંથી પાછા લાવીશ. તેઓ નષ્ટ થયેલાં નગરોને ફરીથી બાંધશે અને તેમાં વસશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનો દ્રાક્ષારસ પીશે તથા બગીચા તૈયાર કરશે અને તેના ફળ ખાશે.
- આમોસ ૯:૧૫આશરે ઈ.પૂ. ૭૮૭
હું તેઓને તેઓની પોતાની ભૂમિમાં પાછા સ્થાપીશ, તેઓને મેં જે ભૂમિ આપી છે, તેમાંથી કોઈપણ તેઓને ખસેડી શકશે નહિ.” એવું ઈશ્વર યહોવાહ કહે છે.
- ઓબાધા ૧:૧આશરે ઈ.પૂ. ૫૮૭
¶ ઓબાદ્યાનું સંદર્શન. પ્રભુ યહોવાહ અદોમ વિષે આમ કહે છે; યહોવાહ તરફથી અમને ખબર મળી છે કે, એક એલચીને પ્રજાઓ પાસે એમ કહીને મોકલવામાં આવ્યો છે “ઊઠો ચાલો આપણે અદોમની વિરુદ્ધ લડાઈ કરવાને જઈએ!”
- ઓબાધા ૧:૨આશરે ઈ.પૂ. ૫૮૭
જુઓ, “હું તને પ્રજાઓમાં સૌથી નાનું બનાવીશ. તું અતિશય ધિક્કારપાત્ર ગણાઈશ.
- ઓબાધા ૧:૩આશરે ઈ.પૂ. ૫૮૭
¶ ખડકોની બખોલમાં રહેનારા તથા ઊંચે વાસો કરનારા; તારા અંત:કરણના અભિમાને તને ઠગ્યો છે. તું તારા મનમાં એમ માને છે કે, “કોણ મને નીચે ભૂમિ પર પાડશે?”