- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
આ કાળની કલમો
- આમોસ ૫:૧૬આશરે ઈ.પૂ. ૭૮૭
સૈન્યોના ઈશ્વર, પ્રભુ; યહોવાહ આ પ્રમાણે કહે છે કે, “શેરીને દરેક ખૂણે શોક થશે, અને બધી શેરીઓમાં તેઓ કહેશે, હાય! હાય! તેઓ ખેડૂતોને શોક કરવાને, અને વિલાપ કરવામાં પ્રવીણ લોકોને પણ બોલાવશે.
- આમોસ ૫:૧૭આશરે ઈ.પૂ. ૭૮૭
સર્વ દ્રાક્ષવાડીઓમાં શોક થશે, કેમ કે હું આ સર્વ જગ્યાઓમાંથી પસાર થઈશ,” એવું યહોવાહ કહે છે.
- આમોસ ૫:૧૮આશરે ઈ.પૂ. ૭૮૭
તમે જેઓ યહોવાહનો દિવસ ઇચ્છો છો તેઓને અફસોસ! શા માટે તમે યહોવાહનો દિવસ ઇચ્છો છો? તે દિવસ અંધકારરૂપ છે પ્રકાશરૂપ નહિ.
- આમોસ ૫:૧૯આશરે ઈ.પૂ. ૭૮૭
તે તો જેમ કોઈ માણસને સિંહ પાસેથી જતાં, અને રીંછનો ભેટો થઈ જાય છે, અથવા ઘરમાં જાય અને ભીંતનો ટેકો લે, અને તેને સાપ કરડે તેવો દિવસ છે.
- આમોસ ૫:૨૦આશરે ઈ.પૂ. ૭૮૭
શું એમ નહિ થાય કે યહોવાહનો દિવસ અંધકારભર્યો થશે અને પ્રકાશભર્યો નહિ? એટલે ગાઢ અંધકાર પ્રકાશમય નહિ?
- આમોસ ૫:૨૧આશરે ઈ.પૂ. ૭૮૭
“હું ધિક્કારું છું, હું તમારા ઉત્સવોને ધિક્કારું છું, અને તમારાં ધાર્મિક સંમેલનોથી હરખાઈશ નહિ.
- આમોસ ૫:૨૨આશરે ઈ.પૂ. ૭૮૭
જો કે તમે તમારાં દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ લાવશો, તોપણ હું તેનો સ્વીકાર કરીશ નહિ. હું તમારાં પુષ્ટ પશુઓનાં શાંત્યર્પણોની સામે જોઈશ પણ નહિ.
- આમોસ ૫:૨૩આશરે ઈ.પૂ. ૭૮૭
તમારા ગીતોનો ઘોંઘાટ મારાથી દૂર કરો; કેમ કે હું તમારી સારંગીનું ગાયન સાંભળીશ નહિ. તમારું વાદ્યસંગીત તમને ગમે તેટલું કર્ણપ્રિય લાગે પણ હું તે સાંભળીશ નહિ.
- આમોસ ૫:૨૪આશરે ઈ.પૂ. ૭૮૭
પણ ન્યાયને પાણીની પેઠે, અને નેકીને મોટી નદીની જેમ વહેવા દો.
- આમોસ ૫:૨૫આશરે ઈ.પૂ. ૭૮૭
હે ઇઝરાયલના વંશજો, શું તમે ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં મને બલિદાનો તથા અર્પણ ચઢાવ્યાં હતા?
- આમોસ ૫:૨૬આશરે ઈ.પૂ. ૭૮૭
તમે તમારા રાજા સિક્કૂથને અને તમારા તારારૂપી દેવ કીયૂનની મૂર્તિઓને માથે ચઢાવી છે. આ મૂર્તિઓને તમે તમારે માટે જ બનાવી છે.
- આમોસ ૫:૨૭આશરે ઈ.પૂ. ૭૮૭
તેથી હું તમને દમસ્કસની હદ પાર મોકલી દઈશ,” એવું યહોવાહ કહે છે, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે.
- આમોસ ૬:૧આશરે ઈ.પૂ. ૭૮૭
સિયોનમાં એશઆરામથી રહેનારા, તથા સમરુનના પર્વતોમાં નિર્ભયપણે વસનારા, મુખ્ય પ્રજાઓના નામાંકિત માણસો જેઓ પાસે ઇઝરાયલના લોકો આવે છે, તે તમને અફસોસ!
- આમોસ ૬:૨આશરે ઈ.પૂ. ૭૮૭
તમારા આગેવાનો કહે છે, “કાલનેહમાં જઈ અને જુઓ; ત્યાંથી મોટા નગર હમાથમાં જાઓ, અને ત્યાંથી પલિસ્તીઓના ગાથમાં જાઓ, શું તેઓ આ રાજ્યો કરતાં સારા છે? અથવા શું તેઓનો વિસ્તાર તમારાં રાજ્યો કરતાં વિશાળ છે?”
- આમોસ ૬:૩આશરે ઈ.પૂ. ૭૮૭
તમે ખરાબ દિવસ દૂર રાખવા માગો છો, અને હિંસાનું રાજ્ય નજીક લાવો છો.
- આમોસ ૬:૪આશરે ઈ.પૂ. ૭૮૭
તેઓ હાથીદાંતના પલંગો પર સૂએ છે વળી તેઓ પોતાના બિછાનામાં લાંબા થઈને આળોટે છે અને ટોળાંમાંથી હલવાનનું, અને કોડમાંથી વાછરડાનું ભોજન કરે છે.
- આમોસ ૬:૫આશરે ઈ.પૂ. ૭૮૭
તેઓ અર્થ વગરનાં ગીતો વીણાના સૂર સાથે ગાઈ છે; તેઓ પોતાના માટે દાઉદની માફક નવાં નવાં વાજિંત્રો બનાવે છે.
- આમોસ ૬:૬આશરે ઈ.પૂ. ૭૮૭
તેઓ પ્યાલામાંથી દ્રાક્ષારસ પીવે છે, અને તાજા તેલથી પોતાને અભિષેક કરે છે, પણ તેઓ યૂસફની વિપત્તિથી દુઃખી થતા નથી.
- આમોસ ૬:૭આશરે ઈ.પૂ. ૭૮૭
તેથી તેઓ ગુલામગીરીમાં જશે, જેમ સૌ પ્રથમ તેઓ ગુલામગીરીમાં ગયા હતા, જેઓ લાંબા થઈને સૂઈ રહેતા હતા, તેઓના એશઆરામનો અંત આવશે.
- આમોસ ૬:૮આશરે ઈ.પૂ. ૭૮૭
પ્રભુ યહોવાહ, સૈન્યોના ઈશ્વર કહે છે; હું, પ્રભુ યહોવાહ મારા પોતાના સોગન ખાઉં છું કે, “હું યાકૂબના ગર્વને ધિક્કારું છું. અને તેઓના મહેલોનો તિરસ્કાર કરું છું. એટલે તેઓના નગરને અને તેમાં જે કઈ છે તે બધાને હું દુશ્મનોના હાથમાં સોંપી દઈશ.”
- આમોસ ૬:૯આશરે ઈ.પૂ. ૭૮૭
¶ જો એ ઘરમાં દસ માણસો પાછળ રહી ગયા હશે તો તેઓ મરી જશે.
- આમોસ ૬:૧૦આશરે ઈ.પૂ. ૭૮૭
જ્યારે કોઈ માણસનાં સગામાંથી એટલે તેને અગ્નિદાહ આપનાર તેના હાડકાને ઘરમાંથી બહાર લઈ જવાને તેની લાશને તેઓ ઊંચકી લેશે અને ઘરનાં સૌથી અંદરના માણસને પૂછશે કે હજી બીજો કોઈ તારી સાથે છે? અને તે કહેશે “ના” ત્યારે પેલો કહેશે “ચૂપ રહે; કેમ કે આપણે યહોવાહનું નામ ઉચ્ચારવા લાયક નથી.”
- આમોસ ૬:૧૧આશરે ઈ.પૂ. ૭૮૭
કેમ કે, જુઓ, યહોવાહ આજ્ઞા કરે છે, તેથી મોટા ઘરોમાં ફાટફૂટ થશે, અને નાના ઘરના ફાંટો પડશે.
- આમોસ ૬:૧૨આશરે ઈ.પૂ. ૭૮૭
શું ઘોડો ખડક પર દોડી શકે? શું કોઈ ત્યાં બળદથી ખેડી શકે? કેમ કે તમે ન્યાયને ઝેરરૂપ, અને નેકીના ફળને કડવાશરૂપ કરી નાખ્યા છે.
- આમોસ ૬:૧૩આશરે ઈ.પૂ. ૭૮૭
જેઓ તમે વ્યર્થ વાતોમાં આનંદ પામો છો, વળી જેઓ કહે છે, “શું આપણે આપણી પોતાની જ તાકાતથી શિંગો ધારણ કર્યાં નથી?”