મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. આમોસ ૨:૧૦આશરે ઈ.પૂ. ૭૮૭

    વળી, હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો, અને મેં તમને અરણ્યમાં ચાળીસ વર્ષ સુધી દોરીને, અમોરીઓના દેશનું વતન આપ્યું.

  2. આમોસ ૨:૧૧આશરે ઈ.પૂ. ૭૮૭

    મેં તમારા દીકરાઓમાંથી કેટલાકને પ્રબોધકો અને તમારા જુવાનોમાંથી કેટલાકને નાઝીરીઓ તરીકે ઊભા કર્યા.” યહોવાહ એમ જાહેર કરે છે કે, “હે ઇઝરાયલી લોકો, શું એવું નથી?’”

  3. આમોસ ૨:૧૨આશરે ઈ.પૂ. ૭૮૭

    “પણ તમે નાઝીરીઓને દ્રાક્ષારસ પાયો અને પ્રબોધકોને આજ્ઞા કરી કે, પ્રબોધ કરશો નહિ.

  4. આમોસ ૨:૧૩આશરે ઈ.પૂ. ૭૮૭

    જુઓ, જેમ અનાજના પૂળીઓથી ભરેલું ગાડું કોઈને દબાવી દે છે, તેમ હું તમને તમારી જગ્યાએ દબાવી દઈશ.

  5. આમોસ ૨:૧૪આશરે ઈ.પૂ. ૭૮૭

    અને ઝડપી દોડનારની શક્તિ ખૂટી જશે; બળવાનની તાકાત લુપ્ત થઈ જશે; અને શૂરવીર પોતાનો બચાવ કરી શકશે નહિ.

  6. આમોસ ૨:૧૫આશરે ઈ.પૂ. ૭૮૭

    ધનુર્ધારીઓ ટકી શકશે નહિ; અને ઝડપથી દોડનાર પોતાનો બચાવ કરી શકશે નહિ; અને ઘોડેસવારો પણ પોતાનો જીવ બચાવી શકશે નહિ.

  7. આમોસ ૨:૧૬આશરે ઈ.પૂ. ૭૮૭

    યોદ્ધાઓમા સૌથી બહાદુર પણ, તે દિવસે શસ્ત્રો મૂકી નાસી જશે.” એવું યહોવાહ જાહેર કરે છે.

  8. આમોસ ૩:૧આશરે ઈ.પૂ. ૭૮૭

    ¶ હે ઇઝરાયલના લોકો, તમારી વિરુદ્ધ એટલે જે આખી પ્રજાને હું મિસરમાંથી બહાર કાઢી લાવ્યો, તેની વિરુદ્ધ આ જે વચનો યહોવાહ બોલ્યા તે સાંભળો,

  9. આમોસ ૩:૨આશરે ઈ.પૂ. ૭૮૭

    “પૃથ્વી પરના સર્વ લોકોમાંથી ફક્ત તમને જ મેં પસંદ કર્યા છે. તેથી હું તમારા સર્વ ગુનાઓ માટે તમને શિક્ષા કરીશ.”

  10. આમોસ ૩:૩આશરે ઈ.પૂ. ૭૮૭

    શું બે જણા સંપ કર્યા વગર, સાથે ચાલી શકે?

  11. આમોસ ૩:૪આશરે ઈ.પૂ. ૭૮૭

    શું શિકાર હાથમાં આવ્યા વગર, સિંહ જંગલમાં ગર્જના કરે? શું કંઈ પણ પકડ્યા વગર, જુવાન સિંહનું બચ્ચું પોતાની ગુફામાંથી ત્રાડ પાડે?

  12. આમોસ ૩:૫આશરે ઈ.પૂ. ૭૮૭

    પક્ષીને જાળ નાખ્યા વગર, તેને ભૂમિ પર કેવી રીતે પકડી શકાય? જાળ જમીન પરથી છટકીને, કંઈ પણ પકડ્યા વિના રહેશે શું?

  13. આમોસ ૩:૬આશરે ઈ.પૂ. ૭૮૭

    રણશિંગડું નગરમાં વગાડવામાં આવે, તો લોકો ડર્યા વિના રહે ખરા? શું યહોવાહના હાથ વિના, નગર પર આફત આવી પડે ખરી?

  14. આમોસ ૩:૭આશરે ઈ.પૂ. ૭૮૭

    નિશ્ચે પ્રભુ યહોવાહ, પોતાના મર્મો પોતાના સેવક પ્રબોધકોને જાણ કર્યા વિના રહેશે નહિ.

  15. આમોસ ૩:૮આશરે ઈ.પૂ. ૭૮૭

    સિંહે ગર્જના કરી છે; કોણ ભયથી નહિ ધ્રૂજે? પ્રભુ યહોવાહ બોલ્યા છે; તો કોણ પ્રબોધ કર્યા વગર રહી શકે?

  16. આમોસ ૩:૯આશરે ઈ.પૂ. ૭૮૭

    આશ્દોદના મહેલોમાં, અને મિસર દેશના મહેલોમાં જાહેર કરો કે, “સમરુનના પર્વત ઉપર તમે ભેગા થાઓ. અને જુઓ ત્યાં કેવી અંધાધૂંધી, અને ભારે જુલમ થઈ રહ્યા છે.

  17. આમોસ ૩:૧૦આશરે ઈ.પૂ. ૭૮૭

    યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “તેઓને ન્યાયથી વર્તવાની ખબર નથી” તેઓ હિંસાનો સંગ્રહ કરે છે અને લૂંટથી પોતાના ઘર ભરે છે.”

  18. આમોસ ૩:૧૧આશરે ઈ.પૂ. ૭૮૭

    તેથી પ્રભુ યહોવાહ કહે છે; દેશની આસપાસ શત્રુ ફરી વળશે; અને તે તમારા કિલ્લાઓ તોડી પાડશે. અને તમારા મહેલોને લૂંટી લેશે.”

  19. આમોસ ૩:૧૨આશરે ઈ.પૂ. ૭૮૭

    યહોવાહ કહે છે કે; “જેમ ભરવાડ સિંહના મોંમાંથી, તેના શિકારના બે પગ કે કાનનો ટુકડો પડાવી લે છે, તેમ સમરુનમાં પલંગોના ખૂણા પર, તથા રેશમી ગાદલાના બિછાના પર બેસનાર ઇઝરાયલ લોકોમાંથી, કેટલાકનો બચાવ થશે.

  20. આમોસ ૩:૧૩આશરે ઈ.પૂ. ૭૮૭

    પ્રભુ યહોવાહ એમ કહે છે કે, તમે સાંભળો અને યાકૂબના વંશજો સામે સાક્ષી પૂરો.

  21. આમોસ ૩:૧૪આશરે ઈ.પૂ. ૭૮૭

    કેમ કે જયારે હું ઇઝરાયલને તેનાં પાપો માટે શિક્ષા કરીશ, તે દિવસે હું બેથેલની વેદીઓને પણ શિક્ષા કરીશ. વેદી પરના શિંગડાં કાપી નાખવામાં આવશે, અને તેઓ જમીન પર પડી જશે.

  22. આમોસ ૩:૧૫આશરે ઈ.પૂ. ૭૮૭

    હું શિયાળાના મહેલો, તથા ઉનાળાનાં મહેલો બન્નેનો નાશ કરીશ. અને હાથીદાંતના મહેલો નાશ પામશે અને ઘણાં ઘરો પાયમાલ થશે.” એવું યહોવાહ કહે છે.

  23. આમોસ ૪:૧આશરે ઈ.પૂ. ૭૮૭

    હે સમરુનના પર્વત પરની ગરીબોને હેરાન કરનારી, દુર્બળોને સતાવનારી, “લાવો આપણે પીએ.” એમ પોતાના માલિકોને કહેનારી બાશાનની ગાયો તમે આ વચન સાંભળો.

  24. આમોસ ૪:૨આશરે ઈ.પૂ. ૭૮૭

    પ્રભુ યહોવાહે પોતાની પવિત્રતાને નામે પ્રતિજ્ઞા લીધી છે કે; “જુઓ, તમારા પર એવા આપત્તિના દિવસો આવી પડશે કે, જ્યારે તેઓ તમને કડીઓ ઘાલીને, તથા તમારામાંના બાકી રહેલાઓને માછલી પકડવાના ગલ વડે ઘસડી જવામાં આવશે.

  25. આમોસ ૪:૩આશરે ઈ.પૂ. ૭૮૭

    નગરની દીવાલના બાકોરામાંથી, તમે દરેક સ્ત્રીઓ સરળ રીતે નીકળી જશો, અને તમને હાર્મોનમાં ફેંકવામાં આવશે” એમ યહોવાહ કહે છે.