મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. આમોસ ૪:૪આશરે ઈ.પૂ. ૭૮૭

    “બેથેલ આવીને પાપ કરો, અને ગિલ્ગાલમાં ઉલ્લંઘનો વધારતા જાઓ. રોજ સવારે તમારાં બલિદાન લાવો, અને ત્રણ ત્રણ દિવસે તમારાં દશાંશો લાવો.

  2. આમોસ ૪:૫આશરે ઈ.પૂ. ૭૮૭

    ખમીરવાળી રોટલીનું ઉપકારાર્થાપણ કરો, અને ઐચ્છિકાર્પણોના ઢંઢેરો પિટાવી; જાહેરાત કરો, કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે, હે ઇઝરાયલ લોકો એવું તમને ગમે છે.

  3. આમોસ ૪:૬આશરે ઈ.પૂ. ૭૮૭

    મેં પણ તમને તમારાં સર્વ નગરોમાં અન્ન અને દાંતને વેર કરાવ્યું છે. અને તમારાં સ્થાનોમાં રોટલીનો દુકાળ પાડ્યો. તેમ છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહિ” એવું યહોવાહ કહે છે.

  4. આમોસ ૪:૭આશરે ઈ.પૂ. ૭૮૭

    “હજી કાપણીને ત્રણ મહિનાનો સમય હતો, ત્યારથી મેં તમારે ત્યાં વરસાદ વરસતો અટકાવી દીધો. મેં એક નગરમાં વરસાદ વરસાવ્યો અને બીજા નગરમાં ન વરસાવ્યો. દેશના એક ભાગ પર વરસતો, અને બીજા ભાગમાં વરસાદ ન વરસતા તે ભાગ સુકાઈ જતો હતો.

  5. આમોસ ૪:૮આશરે ઈ.પૂ. ૭૮૭

    તેથી બે કે ત્રણ નગરોના લોકો લથડિયાં ખાતાં પાણી માટે બીજા એક નગરમાં ગયા. પણ ત્યાં તમે તરસ છિપાવી શક્યા નહિ. તેમ છતાં મારી પાસે તમે પાછા આવ્યા નહિ’ એવું યહોવાહ કહે છે.

  6. આમોસ ૪:૯આશરે ઈ.પૂ. ૭૮૭

    “મેં તમારા પર ફૂગની તથા ઝાકળની આફત આણી. તમારા સંખ્યાબંધ બાગ, તમારા દ્રાક્ષવાડી, તમારાં અંજીરનાં વૃક્ષોને, અને તમારાં જૈતૂનનાં વૃક્ષોને, તીડો ખાઈ ગયાં છે. તોપણ તમે મારી તરફ પાછા ફર્યા નહિ” એવું યહોવાહ કહે છે.

  7. આમોસ ૪:૧૦આશરે ઈ.પૂ. ૭૮૭

    “મેં મિસરની જેમ તમારા પર મરકી મોકલી છે. મેં તમારા જુવાનોને તલવારથી સંહાર કર્યો છે, અને તમારા ઘોડાઓનું હરણ કરાવ્યું છે. મેં તમારી છાવણીની દુર્ગંધ તમારાં નસકોરામાં ભરી છે, તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ’ એવું યહોવાહ કહે છે.

  8. આમોસ ૪:૧૧આશરે ઈ.પૂ. ૭૮૭

    “ઈશ્વરે સદોમ અને ગમોરાની પાયમાલી કરી, તેમ મેં તમારા કેટલાક પર ત્રાસદાયક આફતો મોકલી. તમે બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણાના જેવા હતા, તેમ છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહિ” એવું યહોવાહ કહે છે.

  9. આમોસ ૪:૧૨આશરે ઈ.પૂ. ૭૮૭

    “એ માટે, હે ઇઝરાયલ; હું તને એ જ પ્રમાણે કરીશ, અને તેથી હું તને એમ જ કરીશ, માટે હે ઇઝરાયલ, તારા ઈશ્વરને મળવા તૈયાર થા!

  10. આમોસ ૪:૧૩આશરે ઈ.પૂ. ૭૮૭

    માટે જો, જે પર્વતોને બનાવનાર છે તે જ વાયુનો સર્જનહાર છે. તે મનુષ્યના મનમાં શું છે તે પ્રગટ કરનાર, પ્રભાતને અંધકારમાં ફેરવી નાખનાર, અને જે પૃથ્વીના ઉચ્ચસ્થાનો પર ચાલનાર છે, તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે.”

  11. આમોસ ૫:૧આશરે ઈ.પૂ. ૭૮૭

    ¶ હે ઇઝરાયલના વંશજો તમારા માટે હું વિલાપગીતો ગાઉં છું તે સાંભળો.

  12. આમોસ ૫:૨આશરે ઈ.પૂ. ૭૮૭

    “ઇઝરાયલની કુમારિકા પડી ગઈ છે; તે ફરીથી ઊભી થઈ શકશે નહિ; તેને પોતાની જમીન પર પાડી નાખવામાં આવી છે; તેને ઊઠાડનાર કોઈ નથી.

  13. આમોસ ૫:૩આશરે ઈ.પૂ. ૭૮૭

    કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે; જે નગરમાંથી હજારો બહાર નીકળતા હતા, ત્યાં ઇઝરાયલના વંશના માત્ર સો જ લોકો બચ્યા હશે, અને જ્યાંથી સો બહાર આવ્યા હતા ત્યાં માત્ર દસ જ બચ્યા હશે.”

  14. આમોસ ૫:૪આશરે ઈ.પૂ. ૭૮૭

    કેમ કે યહોવાહ ઇઝરાયલી લોકોને કહે છે કે, “મને શોધો અને તમે જીવશો!

  15. આમોસ ૫:૫આશરે ઈ.પૂ. ૭૮૭

    બેથેલની શોધ ન કરો; ગિલ્ગાલમાં ન જશો; અને બેરશેબા ન જાઓ. કેમ કે નિશ્ચે ગિલ્ગાલના લોકોને બંદીવાસમાં લઈ જવામાં આવશે, અને બેથેલ અતિશય દુ:ખમાં આવી પડશે.”

  16. આમોસ ૫:૬આશરે ઈ.પૂ. ૭૮૭

    યહોવાહને શોધો એટલે જીવશો, રખેને તે યૂસફના ઘરમાં, અગ્નિની પેઠે પ્રગટે. તે ભસ્મ કરી નાખે, અને બેથેલ પાસે તેને બુઝાવવા માટે કોઈ હોય નહિ.

  17. આમોસ ૫:૭આશરે ઈ.પૂ. ૭૮૭

    તે લોકો ન્યાયને કડવાશરૂપ કરી નાખે છે, અને નેકીને પગ નીચે છૂંદી નાખે છે!

  18. આમોસ ૫:૮આશરે ઈ.પૂ. ૭૮૭

    જે ઈશ્વરે કૃતિકા અને મૃગશીર્ષ નક્ષત્રો બનાવ્યાં; તે ગાઢ અંધકારને પ્રભાતમાં ફેરવી નાખે છે; અને દિવસને રાત વડે અંધકારમય કરી નાખે છે; જે સાગરના જળને હાંક મારે છે; તેમનું નામ યહોવાહ છે!

  19. આમોસ ૫:૯આશરે ઈ.પૂ. ૭૮૭

    તે બળવાનો પર અચાનક વિનાશ લાવે છે, અને તેઓના કિલ્લા તોડી પાડે છે.

  20. આમોસ ૫:૧૦આશરે ઈ.પૂ. ૭૮૭

    તેઓ નગરના દરવાજામાં તેઓને ઠપકો આપે છે, પ્રામાણિકપણે બોલનારનો તેઓ તિરસ્કાર કરે છે.

  21. આમોસ ૫:૧૧આશરે ઈ.પૂ. ૭૮૭

    તમે ગરીબોને પગ તળે કચડો છો, અને તેઓની પાસેથી અનાજ પડાવી લો છો. તમે ઘડેલા પથ્થરોના ઘર તો બાંધ્યાં છે, પણ તેમાં તમે રહેવા નહિ પામો. તમે રમણીય દ્રાક્ષવાડીઓ રોપી છે, પણ તેનો દ્રાક્ષારસ તમે પીવા નહિ પામો.

  22. આમોસ ૫:૧૨આશરે ઈ.પૂ. ૭૮૭

    કેમ કે હું જાણું છું કે તમારા ગુના પુષ્કળ છે અને તમારાં પાપ ઘણાં છે, કેમ કે તમે ન્યાયીઓને દુઃખ આપો છો, તમે લાંચ લો છો, અને દરવાજામાં બેસીને ગરીબ માણસનો હક ડુબાવો છો.

  23. આમોસ ૫:૧૩આશરે ઈ.પૂ. ૭૮૭

    આથી, જ્ઞાની માણસ આવા સમયે ચૂપ રહેશે, કેમ કે આ સમય ભૂંડો છે.

  24. આમોસ ૫:૧૪આશરે ઈ.પૂ. ૭૮૭

    ભલાઈને શોધો, બૂરાઈને નહિ, જેથી તમે કહો છો તેમ, સૈન્યોના ઈશ્વર યહોવાહ તમારી સાથે રહેશે.

  25. આમોસ ૫:૧૫આશરે ઈ.પૂ. ૭૮૭

    બૂરાઈને ધિક્કારો, અને ભલાઈ ઉપર પ્રેમ રાખો, દરવાજામાં ન્યાયને સ્થાપિત કરો. તો કદાચ સૈન્યોના ઈશ્વર યહોવાહ યૂસફના બાકી રહેલા ઉપર દયા કરે.