- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
આ કાળની કલમો
- ગણના ૧૩:૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ શિમયોનના કુળમાંથી હોરીનો દીકરો શાફાટ.
- ગણના ૧૩:૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
યહૂદાના કુળમાંથી, યફૂન્નેનો દીકરો કાલેબ.
- ગણના ૧૩:૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
ઇસ્સાખારના કુળમાંથી, યૂસફનો દીકરો ઈગાલ.
- ગણના ૧૩:૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
એફ્રાઇમના કુળમાંથી, નૂનનો દીકરો હોશિયા.
- ગણના ૧૩:૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ બિન્યામીનના કુળમાંથી, રાફુનો દીકરો પાલ્ટી.
- ગણના ૧૩:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
ઝબુલોનના કુળમાંથી, સોદીનો દીકરો ગાદીયેલ.
- ગણના ૧૩:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
યૂસફના કુળમાંથી એટલે મનાશ્શા કુળમાંથી, સુસીનો દીકરો ગાદી.
- ગણના ૧૩:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
દાન કુળમાંથી, ગમાલીનો દીકરો આમ્મીએલ.
- ગણના ૧૩:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ આશેરના કુળમાંથી, મિખાએલનો દીકરો સથુર.
- ગણના ૧૩:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
નફતાલીના કુળમાંથી, વોફસીનો દીકરો નાહબી.
- ગણના ૧૩:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
ગાદના કુળમાંથી, માખીરનો દીકરો ગુએલ.
- ગણના ૧૩:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા તેઓનાં નામ એ હતાં. મૂસાએ નૂનના દીકરા હોશિયાનું નામ બદલીને યહોશુઆ રાખ્યું.
- ગણના ૧૩:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ મૂસાએ તેઓને કનાન દેશની જાસૂસી કરવા મોકલ્યા અને તેઓને કહ્યું કે, “તમે નેગેબની દક્ષિણમાં થઈને ઉચ્ચ પ્રદેશમાં જાઓ.
- ગણના ૧૩:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
તે દેશ કેવો છે તે જુઓ ત્યાં રહેનારા લોક બળવાન છે કે અબળ, થોડા છે કે ઘણાં?
- ગણના ૧૩:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
જે દેશમાં તેઓ રહે છે તે કેવો છે સારો છે કે ખરાબ? તેઓ કેવા નગરોમાં રહે છે? શું તેઓ છાવણીઓ કે કિલ્લાઓમાં રહે છે?
- ગણના ૧૩:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
ત્યાંની જમીન ફળદ્રુપ છે કે ઉજ્જડ? વળી ત્યાં વૃક્ષો છે કે નહિ? તે જુઓ, નિર્ભય થઈને જાઓ અને તે દેશનું ફળ લેતા આવજો.” હવે તે સમય પ્રથમ દ્રાક્ષો પાકવાનો હતો.
- ગણના ૧૩:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ તેથી તેઓ ઊંચાણમાં ગયા અને જઈને સીનના અરણ્યથી રહોબ સુધી એટલે હમાથની ઘાટી સુધી દેશની જાસૂસી કરી.
- ગણના ૧૩:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
તેઓ નેગેબમાંથી પસાર થયા અને હેબ્રોન પહોંચ્યા. ત્યાં અનાકપુત્રો અહીમાન, શેશાઈ અને તાલ્માય હતા. હેબ્રોન તો મિસરમાંના સોઆનથી સાત વર્ષ અગાઉ બંધાયું હતું.
- ગણના ૧૩:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ જ્યારે તેઓ એશ્કોલના નીચાણમાં પહોચ્યા. ત્યાં તેઓએ દ્રાક્ષવેલાની ઝૂમખા કાપી લીધી. બે માણસોની વચ્ચમાં દાંડા ઉપર લટકાવીને તેને ઊંચકી લીધી. પછી કેટલાંક દાડમ અને અંજીર પણ તેઓ લાવ્યા.
- ગણના ૧૩:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
જે દ્રાક્ષનું ઝૂમખું ઇઝરાયલીઓએ ત્યાંથી કાપ્યું તેના પરથી એ જગ્યાનું નામ એશ્કોલ પડ્યું.
- ગણના ૧૩:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ તે દેશની જાસૂસી કરીને તે લોકો ચાળીસ દિવસ પછી પાછા આવ્યા.
- ગણના ૧૩:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
તેઓ ત્યાંથી મૂસા તથા હારુનની પાસે તથા ઇઝરાયલપુત્રોની આખી જમાત પાસે પારાનના અરણ્યમાં કાદેશમાં આવ્યા. અને તેઓને તથા આખી જમાતને તેઓએ જાણ કરી. અને તે દેશનાં ફળ તેઓને બતાવ્યાં.
- ગણના ૧૩:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ તેઓએ મૂસાને કહ્યું, “તેં અમને જે દેશમાં મોકલ્યા ત્યાં અમે ગયા, તે ખરેખર દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ છે. અને આ તેનું ફળ છે.
- ગણના ૧૩:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
તોપણ તે દેશનાં લોકો શક્તિશાળી છે તેઓનાં નગરો વિશાળ અને કિલ્લેબંધીવાળા છે. વળી અમે ત્યાં અનાકપુત્રોને પણ જોયા.
- ગણના ૧૩:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
અમાલેકીઓ નેગેબમાં રહે છે. અને પહાડી પ્રદેશોમાં હિત્તીઓ, યબૂસીઓ અને અમોરીઓ રહે છે. અને કનાનીઓ સમુદ્ર પાસે અને યર્દનને કાંઠે રહે છે.”