મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૧૪:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    જે સર્વ લોકોએ મારું ગૌરવ અને મિસરમાં તથા અરણ્યમાં મારા ચમત્કારો જોયા છતાં દસ વખત મારું પારખું કર્યું છે અને મારી વાણી સાંભળી નથી.

  2. ગણના ૧૪:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ મેં તેઓના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે તેઓ નહિ જ જોશે. તેમ જ મને તુચ્છકારનાર કોઈ પણ તે દેશને જોવા પામશે નહિ.

  3. ગણના ૧૪:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    સિવાય મારો સેવક કાલેબ કેમ કે તેને જુદો આત્મા હતો. અને તે મારા માર્ગમાં સંપૂર્ણપણે ચાલ્યો છે. તે માટે જે દેશમાં એ ગયો છે તે દેશમાં હું તેને લઈ જઈશ અને તેના સંતાન તેનું વતન પ્રાપ્ત કરશે.

  4. ગણના ૧૪:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    હાલ અમાલેકીઓ અને કનાનીઓ મેદાનમાં વસે છે. તેથી કાલે તમે પાછા ફરો અને સૂફ સમુદ્રને રસ્તે પાછા અરણ્યમાં જાઓ.”

  5. ગણના ૧૪:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યહોવાહ મૂસા અને હારુનની સાથે બોલ્યા. તેમણે કહ્યું,

  6. ગણના ૧૪:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    “આ દુષ્ટ લોકો જે મારી વિરુદ્ધ કચકચ કરે છે તેઓનું હું ક્યાં સુધી સહન કરું? ઇઝરાયલી લોકોની કચકચ જે તેઓ મારી વિરુદ્ધ કરે છે તે સર્વ મેં સાંભળી છે.

  7. ગણના ૧૪:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યહોવાહ કહે છે કે, તેઓને કહે કે, ‘હું જીવિત છું,’ જેમ તમે મારા કાનોમાં બોલ્યા તેમ હું નક્કી કરીશ;

  8. ગણના ૧૪:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને તમારા મૃતદેહ આ અરણ્યમાં પડશે. જેઓએ મારા વિરુદ્ધ કચકચ કરી છે અને તમારામાંના જેઓની ગણતરી થઈ છે એટલે વીસ વર્ષની ઉંમરના અને તેથી વધારે ઉપરના તેઓની સંખ્યામાંના તમારા લોકો.

  9. ગણના ૧૪:૩૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    મેં તમને જે દેશમાં વસાવવાનું વચન આપ્યું હતું તેમાં જવા નહિ જ પામશે. ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ અને નૂનનો દીકરો યહોશુઆ જ તેમાં પ્રવેશ કરશે.

  10. ગણના ૧૪:૩૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પણ તમારાં સંતાનો જેઓના વિષે તમે કહ્યું કે, તેઓ લૂંટરૂપ થઈ જશે. તેઓને હું અંદર લાવીશ. જે દેશનો તમે અસ્વીકાર કર્યો છે. તેનો તેઓ અનુભવ કરશે!

  11. ગણના ૧૪:૩૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પણ તમારા મૃતદેહો તો આ અરણ્યમાં પડશે.

  12. ગણના ૧૪:૩૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને ચાળીશ વર્ષ સુધી તમારા સંતાનો અરણ્યમાં ભટકશે. અને તમારા ગુનાઓનું ફળ ભોગવશે જ્યાં સુધી કે અરણ્યમાં તમારા મૃતદેહો નાશ પામે.

  13. ગણના ૧૪:૩૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ જેટલા દિવસમાં તમે તે દેશની જાસૂસી કરી એટલે ચાળીસ દિવસ તેઓની સંખ્યા મુજબ એક એક દિવસને બદલે એક એક વર્ષ લેખે એટલે ચાળીસ વર્ષ સુધી તમે તમારાં વ્યભિચારનું ફળ ભોગવશો.

  14. ગણના ૧૪:૩૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    હું યહોવાહ બોલ્યો છું કે, નિશ્ચે આ દુષ્ટ પ્રજા જે મારી આગળ એકઠી થઈ છે તેઓને હું આ પ્રમાણે કરીશ. આ અરણ્યમાં તેઓનો અંત થશે અને અહીં તેઓ મૃત્યુ પામશે.

  15. ગણના ૧૪:૩૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને જે માણસોને મૂસાએ દેશની જાસૂસી કરવા માટે મોકલ્યા હતા. તેમાંના જેઓ પાછા આવ્યા અને દેશ વિષે ખરાબ સંદેશો લાવીને આખી પ્રજાની પાસે તેની વિરુદ્ધ કચકચ કરાવી.

  16. ગણના ૧૪:૩૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    જે લોકો દેશ વિષે ખરાબ સંદેશો લાવ્યા તેઓ યહોવાહની આગળ મરકીથી માર્યા ગયા.

  17. ગણના ૧૪:૩૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પણ જેઓ દેશની જાસૂસી કરવા ગયા હતા તેઓમાંનો નૂનનો દીકરો યહોશુઆ તથા યફૂન્નેનો દીકરો કાલેબ જીવતા રહ્યા.

  18. ગણના ૧૪:૩૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ જ્યારે મૂસાએ આ સર્વ વાતો ઇઝરાયલી લોકોને કહી અને ત્યારે તેઓએ બહુ શોક કર્યો.

  19. ગણના ૧૪:૪૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને તેઓ વહેલી સવારે ઊઠયા અને પર્વતના શિખર પર જઈને કહ્યું કે, “જુઓ, આપણે અહીં છીએ. અને જે જગ્યા વિષે યહોવાહે વચન આપ્યું હતું ત્યાં આપણે જઈએ, કેમ કે આપણે પાપ કર્યું છે.”

  20. ગણના ૧૪:૪૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પણ મૂસાએ કહ્યું, તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો? તમે સફળ થશો નહિ.

  21. ગણના ૧૪:૪૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    આગળ જશો નહિ, કેમ કે યહોવાહ તમારી મધ્યે નથી રખેને તમારા શત્રુઓ તમને હરાવે.

  22. ગણના ૧૪:૪૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પણ અમાલેકીઓ અને કનાનીઓ ત્યાં તમારી આગળ છે અને તમે તલવારથી મરશો કેમ કે તમે યહોવાહને અનુસરવાથી પાછા ફર્યા છો. તેથી તેઓ તમારી સાથે નહિ રહે.”

  23. ગણના ૧૪:૪૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ હવે તેઓ પર્વતના શિખર પર ચઢી ગયા. પરંતુ યહોવાહનો કરારકોશ અને મૂસા છાવણીમાંથી બહાર ન ગયા.

  24. ગણના ૧૪:૪૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પછી અમાલેકીઓ અને કનાનીઓ જેઓ તે પર્વતોમાં રહેતા હતા તેઓ નીચે ઊતરી આવ્યા. અને તેઓએ ઇઝરાયલીઓ પર હુમલો કર્યો અને તેઓને હોર્મા સુધી નસાડ્યા.

  25. ગણના ૧૫:૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું,