મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૧૫:૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ઇઝરાયલી લોકોને કહે કે, તમારા વસવાટ માટેનો જે દેશ યહોવાહ તમને આપે છે તેમાં જયારે તમે પ્રવેશો ત્યારે,

  2. ગણના ૧૫:૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને જ્યારે તમે અર્પણ માટે ઐચ્છિકાર્પણ તરીકે તમારા નક્કી કરેલા પર્વોમાં યહોવાહને સારુ સુવાસને અર્થે ઘેટાંબકરાંનો કે અન્ય જાનવરોના હોમયજ્ઞ તથા દહનીયાર્પણ અથવા યજ્ઞ ચઢાવો.

  3. ગણના ૧૫:૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ ત્યારે પોતાનું અર્પણ કરતી વખતે અર્પણ ચઢાવનારે એની સાથે પા હિન ચોથા ભાગના તેલથી મોહેલા એક દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાર્પણ યહોવાહને અર્પણ કરવું.

  4. ગણના ૧૫:૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને દરેક હલવાનને સારુ દહનીયાર્પણ સાથે કે યજ્ઞ સાથે પા હિન દ્રાક્ષારસનું પેયાર્પણ તું તૈયાર કર.

  5. ગણના ૧૫:૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ જો તું ઘેટાંનું અર્પણ ચઢાવે તો, એક તૃતીયાંશ હિન તેલથી મોહેલા બે દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાપર્ણ તૈયાર કર.

  6. ગણના ૧૫:૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને એક તૃતીયાંશ હિન દ્રાક્ષારસનું સુવાસિત પેયાર્પણ યહોવાહને ચઢાવ.

  7. ગણના ૧૫:૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને જ્યારે તું દહનીયાર્પણ કે પ્રતિજ્ઞા પૂર્ણ કરવાના યજ્ઞને માટે અથવા યહોવાહને માટે શાંત્યર્પણોને સારુ બળદ તૈયાર કરે,

  8. ગણના ૧૫:૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ત્યારે તે બળદ સાથે અડધા હિન તેલથી મોહેલા ત્રણ દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાર્પણ ચઢાવે.

  9. ગણના ૧૫:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને યહોવાહને માટે સુવાસિત પેયાર્પણ તરીકે અર્ધો હિન દ્રાક્ષારસ હોમયજ્ઞ તરીકે ચઢાવ.

  10. ગણના ૧૫:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પ્રત્યેક બળદ વિષે, કે પ્રત્યેક ઘેટા વિષે કે પ્રત્યેક નર હલવાન વિષે, કે પ્રત્યેક બકરીના બચ્ચા વિષે આ પ્રમાણે કરવું.

  11. ગણના ૧૫:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પ્રત્યેક બલિદાન જે તું તૈયાર કરી અને અર્પણ કરે તેના સંબંધમાં અહીં દર્શાવ્યાં મુજબ કરવું.

  12. ગણના ૧૫:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    યહોવાહ પ્રત્યે સુવાસિત હોમયજ્ઞ ચઢાવવામાં જે સર્વ ઇઝરાયલના વતનીઓ છે, તેઓએ તે કાર્યો આ રીતે કરવા.

  13. ગણના ૧૫:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને જો કોઈ પરદેશી તમારી સાથે રહેતો હોય, અથવા તમારા લોકની પેઢીનું જે કોઈ તમારી વચ્ચે રહેતું હોય અને જો તે યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ ચઢાવવા ઇચ્છે તો તે જેમ તમે કરો છો તે મુજબ કરે.

  14. ગણના ૧૫:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    આ નિયમ તમારે માટે તથા તમારી સાથે રહેતા વિદેશીઓ માટે સમાન છે અને તે નિયમ સદાને માટે તમારા લોકના વંશજોને સારુ હોય. જેમ તમે છો તેમ યહોવાહ સમક્ષ વિદેશી પણ હોય.

  15. ગણના ૧૫:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તમારે સારુ તથા તમારી સાથે રહેતા વિદેશી માટે એક જ નિયમ તથા એક જ કાનૂન હોય.’”

  16. ગણના ૧૫:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે,

  17. ગણના ૧૫:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ઇઝરાયલપુત્રોને એમ કહે કે, જે દેશમાં હું તમને લઈ જાઉં છું ત્યાં તમે આવો પછી,

  18. ગણના ૧૫:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    જ્યારે તમે એ દેશનું અનાજ ખાઓ ત્યારે તમારે યહોવાહને અર્પણ ચઢાવવું.

  19. ગણના ૧૫:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ ઉચ્છાલીયાર્પણને માટે પ્રથમ બાંધેલા લોટની પૂરી ચઢાવવી. જેમ ખળીનું ઉચ્છાલીયાર્પણ કરો છો તેમ તમારે તેને ઉપર ઉઠાવવી.

  20. ગણના ૧૫:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તમે બાંધેલા લોટમાંથી પ્રથમ ભાગ તમારે યહોવાહ માટે ઉચ્છાલીયાર્પણ કરવું.

  21. ગણના ૧૫:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ જ્યારે તમે અજાણતામાં આવી સરતચૂક કરો અને મારા હસ્તક મૂસાને કહેલી આજ્ઞાઓનું પાલન ન કરો.

  22. ગણના ૧૫:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    એટલે જે સર્વ આજ્ઞાઓ યહોવાહે મૂસા મારફતે તમને આપી છે તે યહોવાહે જે દિવસે આજ્ઞા આપી ત્યારથી માંડીને પેઢી દરપેઢી પાલન નહિ કરો.

  23. ગણના ૧૫:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને જો આખા સમાજે અજાણતામાં ભૂલ કરી હોય, તો આખી પ્રજા યહોવાહને સુવાસને અર્થે દહનીયાર્પણ તરીકે એક વાછરડો અને તેની સાથે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ શુધ્ધા વિધિ મુજબ ચઢાવે. આ સાથે પાપાર્થાર્પણ તરીકે એક બકરાનું પણ અર્પણ કરે.

  24. ગણના ૧૫:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યાજક સમગ્ર ઇઝરાયલ સમાજ માટે પ્રાયશ્ચિત કરે અને તેઓને માફ કરવામાં આવશે. કેમ કે એ સરતચૂક હતી અને તેઓ પોતાનું અર્પણ એટલે તેમને માટે હોમયજ્ઞ તથા પોતાની ભૂલને લીધે પાપાર્થાર્પણ લાવ્યા છે.

  25. ગણના ૧૫:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેથી સમગ્ર ઇઝરાયલ સમાજને અને તેમની સાથે વસતા વિદેશીઓને પણ માફ કરવામાં આવશે, કારણ કે સઘળા લોકથી અજાણતામાં એ પાપ થયું હતું.