મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૧૬:૧૧આશરે ઈ.પૂ. ૧૪૭૧

    તેથી તું અને તારી આખી ટોળી યહોવાહની વિરુદ્ધ એકત્ર થયાં છો. તો તમે શા માટે હારુન વિષે ફરિયાદ કરે છો, કોણ યહોવાહની આજ્ઞા પાળે છે?”

  2. ગણના ૧૬:૧૨આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ પછી મૂસાએ અલિયાબના દીકરા દાથાનને અને અબિરામને બોલાવ્યા, પણ તેઓએ કહ્યું કે, “અમે ત્યાં નહિ આવીએ.

  3. ગણના ૧૬:૧૩આશરે ઈ.પૂ. ૧૪૭૧

    તમે અમને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાંથી આ અરણ્યમાં મરવા માટે લઈ આવ્યા એટલું ઓછું છે કે તમે અમારા પર પાછા સત્તા ચલાવવા માગો છો?

  4. ગણના ૧૬:૧૪આશરે ઈ.પૂ. ૧૪૭૧

    તદુપરાંત, તમે અમને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાં નથી લાવ્યા અને તમે અમને ખેતરો કે દ્રાક્ષવાડીઓનો વારસો નથી આપ્યો. શું તમે અમને ખાલી વચન આપીને મૂર્ખ બનાવશો? અમે તમારી પાસે નહિ આવીએ.”

  5. ગણના ૧૬:૧૫આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ મૂસાને ઘણો ક્રોધ ચઢ્યો અને તેણે યહોવાહને કહ્યું, “તેઓના અર્પણનો સ્વીકાર કરશો નહિ. મેં તે લોકો પાસેથી એક ગધેડું પણ લીધું નથી અને તેઓમાંના કોઈનું કંઈ નુકસાન પણ કર્યુ નથી.”

  6. ગણના ૧૬:૧૬આશરે ઈ.પૂ. ૧૪૭૧

    એટલે મૂસાએ કોરાને કહ્યું, “તું અને તારા સર્વ સાથીઓ એટલે તું, તેઓ અને હારુન આવતીકાલે યહોવાહની આગળ જજો.

  7. ગણના ૧૬:૧૭આશરે ઈ.પૂ. ૧૪૭૧

    તમારામાંનો પ્રત્યેક માણસ પોતાનું ધૂપપાત્ર લે તેમાં ધૂપ નાખે. પછી પ્રત્યેક માણસ પોતાનું ધૂપપાત્ર એટલે બસો પચાસ ધૂપપાત્રો યહોવાહ સમક્ષ લાવે. તું અને હારુન પોતપોતાનાં ધૂપપાત્ર લાવો.”

  8. ગણના ૧૬:૧૮આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ તેથી તે પ્રત્યેક માણસે પોતાનું ધૂપપાત્ર લીધું, તેમાં અગ્નિ મૂક્યો તથા ધૂપ નાખ્યું અને મૂસા તથા હારુનની સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.

  9. ગણના ૧૬:૧૯આશરે ઈ.પૂ. ૧૪૭૧

    કોરાએ આખી જમાતને મૂસા તથા હારુન વિરુદ્ધ મુલાકાતમંડપના દ્વાર પાસે એકઠી કરી અને આખી જમાતને યહોવાહનું ગૌરવ દેખાયું.

  10. ગણના ૧૬:૨૦આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ પછી યહોવાહ મૂસા તથા હારુન સાથે બોલ્યા;

  11. ગણના ૧૬:૨૧આશરે ઈ.પૂ. ૧૪૭૧

    “આ જમાત મધ્યેથી પોતાને અલગ કરો કે હું તેઓનો તરત જ નાશ કરું.”

  12. ગણના ૧૬:૨૨આશરે ઈ.પૂ. ૧૪૭૧

    મૂસાએ તથા હારુને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું, “ઈશ્વર, સર્વ માનવજાતના આત્માઓના ઈશ્વર, જો એક માણસ પાપ કરે તો શું તમે આખી જમાત પ્રત્યે કોપાયમાન થશો?”

  13. ગણના ૧૬:૨૩આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ યહોવાહે મૂસાને ઉત્તર આપ્યો. તેમણે કહ્યું કે,

  14. ગણના ૧૬:૨૪આશરે ઈ.પૂ. ૧૪૭૧

    “જમાત સાથે વાત કર. કહે કે, કોરા, દાથાન તથા અબિરામના તંબુઓથી દૂર જાઓ.’”

  15. ગણના ૧૬:૨૫આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ પછી મૂસા ઊઠીને દાથાન તથા અબિરામની પાસે ગયો; ઇઝરાયલના વડીલો તેની પાછળ ગયા.

  16. ગણના ૧૬:૨૬આશરે ઈ.પૂ. ૧૪૭૧

    મૂસાએ જમાત સાથે વાત કરીને કહ્યું કે, “હવે આ દુષ્ટ માણસોના તંબુઓ પાસેથી દૂર જાઓ અને એમની કોઈ વસ્તુને અડકશો નહિ. રખેને તેઓનાં બધાં પાપોને કારણે તમારો નાશ થાય.”

  17. ગણના ૧૬:૨૭આશરે ઈ.પૂ. ૧૪૭૧

    તેથી જમાત કોરા, દાથાન તથા અબિરામના તંબુઓની દરેક બાજુએથી ચાલ્યા ગયા. દાથાન તથા અબિરામ પોતાની પત્નીઓ, દીકરાઓ તથા નાનાં બાળકો સાથે બહાર નીકળીને તંબુઓના પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.

  18. ગણના ૧૬:૨૮આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ પછી મૂસાએ કહ્યું, “આ દ્વારા તમને જાણશો કે યહોવાહે આ સર્વ કામ કરવા મને મોકલ્યો છે, કેમ કે એ કામો મેં મારી પોતાની જાતે કર્યાં નથી.

  19. ગણના ૧૬:૨૯આશરે ઈ.પૂ. ૧૪૭૧

    જો આ લોકો બીજા બધા માણસોની જેમ કુદરતી રીતે મૃત્યુ પામે તો માનવું કે યહોવાહે મને મોકલ્યો નથી.

  20. ગણના ૧૬:૩૦આશરે ઈ.પૂ. ૧૪૭૧

    પણ જો યહોવાહ કરે અને પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓની બધી જ વસ્તુઓને સ્વાહા કરી જાય અને તેઓ જીવતેજીવત મૃત્યુલોકમાં ગરક થઈ જાય તો તમારે જાણવું કે, એ માણસોએ યહોવાહને ધિક્કાર્યા છે.”

  21. ગણના ૧૬:૩૧આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ મૂસાએ આ સર્વ વાતો બોલવાનું પૂરું કર્યું કે તરત જ તે લોકોના પગ નીચેની ધરતી ફાટી.

  22. ગણના ૧૬:૩૨આશરે ઈ.પૂ. ૧૪૭૧

    પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેમનાં કુટુંબો અને કોરાના સર્વ માણસોને તથા તેઓની સર્વ માલમિલકતને સ્વાહા કરી ગઈ.

  23. ગણના ૧૬:૩૩આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ તેઓ અને તેઓનાં ઘરનાં સર્વ જીવતાં જ મૃત્યુલોકમાં પહોંચી ગયાં. પૃથ્વીએ તેઓને ઢાંકી દીધાં અને આ રીતે તેઓ સમુદાયમાંથી નાશ પામ્યાં.

  24. ગણના ૧૬:૩૪આશરે ઈ.પૂ. ૧૪૭૧

    તેમની ચીસો સાંભળીને આસપાસ ઊભેલા બધા ઇઝરાયલીઓ નાસવા માંડયા. તેઓએ કહ્યું, “રખેને આપણને પણ ધરતી ગળી જાય!”

  25. ગણના ૧૬:૩૫આશરે ઈ.પૂ. ૧૪૭૧

    પછી યહોવાહ પાસેથી અગ્નિ ધસી આવ્યો અને ધૂપ ચઢાવવા આવેલા અઢીસો માણસોને ભસ્મ કર્યા.