મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૧૭:૧૧આશરે ઈ.પૂ. ૧૪૭૧

    યહોવાહે જેમ આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યુ.

  2. ગણના ૧૭:૧૨આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ ઇઝરાયલી લોકોએ મૂસાને કહ્યું, “આપણે અહીં મરી જઈશું. અમે બધા નાશ પામીએ છીએ!

  3. ગણના ૧૭:૧૩આશરે ઈ.પૂ. ૧૪૭૧

    જે કોઈ ઉપર જાય છે, એટલે યહોવાહના મંડપ પાસે જાય છે, તે માર્યો જાય છે. તો શું અમે બધા નાશ પામીએ?”

  4. ગણના ૧૮:૧આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ યહોવાહે હારુનને કહ્યું, “પવિત્રસ્થાન વિરુદ્ધ કરેલાં બધા પાપો માટે તું, તારા દીકરાઓ અને તારા પિતૃઓના કુટુંબો જવાબદાર છે. પણ તું અને તારી સાથે તારા દીકરાઓ યાજકપદની વિરુદ્ધ કરેલાં પાપો માટે જવાબદાર છે.

  5. ગણના ૧૮:૨આશરે ઈ.પૂ. ૧૪૭૧

    લેવી કુળના તારા ભાઈઓને, એટલે તારા પિતૃઓના કુળને, તારી પાસે લાવ કે જયારે તું અને તારા દીકરાઓ સાક્ષ્યમંડપની આગળ સેવા કરો ત્યારે તેઓ તમને મદદ કરે.

  6. ગણના ૧૮:૩આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ તેઓ તારી તથા આખા મંડપની સેવા કરે. પણ, તેઓએ પવિત્રસ્થાનનાં પાત્રો કે વેદીની નજીક આવવું નહિ. કે તેઓ તથા તું માર્યા જાઓ.

  7. ગણના ૧૮:૪આશરે ઈ.પૂ. ૧૪૭૧

    તેઓ તમારી સાથે જોડાઈને મુલાકાતમંડપની સેવા કરશે, મંડપ સાથે જોડાયેલાં બધાં કાર્યો કરશે. પરદેશી તમારી પાસે આવે નહિ.

  8. ગણના ૧૮:૫આશરે ઈ.પૂ. ૧૪૭૧

    અને તમે પવિત્રસ્થાન અને વેદીની સેવા કરો કે જેથી ઇઝરાયલ લોકો પર ફરી મારો કોપ આવે નહિ.

  9. ગણના ૧૮:૬આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ જુઓ, મેં પોતે ઇઝરાયલના વંશજો મધ્યેથી તારા લેવી ભાઈઓને પસંદ કર્યા છે. મુલાકાતમંડપ સાથે જોડાયેલાં કાર્યો કરવા માટે તેઓ મને ભેટ તરીકે આપવામાં આવ્યા છે.

  10. ગણના ૧૮:૭આશરે ઈ.પૂ. ૧૪૭૧

    પરંતુ તું અને તારા દીકરાઓ વેદીને અને પડદાની અંદર પરમપવિત્રસ્થાનને લગતી યાજક તરીકેની બધી જ ફરજો બજાવો અને સેવા કરો. ભેટ તરીકે હું તમને યાજકપદ આપું છું. કોઈ પરદેશી પાસે આવે તે માર્યો જાય.”

  11. ગણના ૧૮:૮આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ વળી યહોવાહે હારુનને કહ્યું, “જુઓ, મેં ઉચ્છાલીયાર્પણોની સેવા તને આપી છે, એટલે ઇઝરાયલી લોકો જે બધા પવિત્ર અર્પણો મને આપે છે. તેં મેં તમને તથા તમારા દીકરાઓને સદાના હક તરીકે આપ્યા છે.

  12. ગણના ૧૮:૯આશરે ઈ.પૂ. ૧૪૭૧

    અગ્નિમાં હોમવામાં આવેલા અર્પણનાં ભાગો સિવાય આ બધાં અતિ પવિત્ર અર્પણો તારાં ગણાશે. એટલે બધાં ખાદ્યાર્પણો, બધાં પાપાર્થાર્પણો અને બધાં દોષાર્થાર્પણો આ બધાં પવિત્ર અર્પણો જે મારે માટે રાખ્યાં છે અને મારા માટે લાવે તે તારાં અને તારા માટે પવિત્ર ગણાય.

  13. ગણના ૧૮:૧૦આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ તે પરમપવિત્ર વસ્તુઓ તરીકે તારે અર્પણો ખાવાં. તમારામાંના દરેક પુરુષોએ પણ તેમાંથી ખાવું; તે તારે માટે પવિત્ર ગણવાં.

  14. ગણના ૧૮:૧૧આશરે ઈ.પૂ. ૧૪૭૧

    આ બધાં અર્પણો તારાં છે: ઇઝરાયલના લોકો જે ઉચ્છાલીયાર્પણો ચઢાવે તે અને તેમની ભેટો સહિત, મેં તને, તારા દીકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યાં છે. દરેક તારા ઘરમાં જે શુદ્ધ હોય તે આ અર્પણોમાંથી ખાય.

  15. ગણના ૧૮:૧૨આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ બધાં ઉત્તમ તેલ, બધો ઉત્તમ દ્રાક્ષારસ તથા અનાજ, જે પ્રથમફળ લોકોએ મને આપ્યું તે, આ બધી વસ્તુઓ મેં તને આપી છે.

  16. ગણના ૧૮:૧૩આશરે ઈ.પૂ. ૧૪૭૧

    પોતાની ભૂમિની પ્રથમ પેદાશ તરીકે જે કંઈ મારી પાસે લાવે તે બધું તારું થશે. તારા કુટુંબમાં જે કોઈ શુદ્ધ હોય તે તેમાંથી ખાય.

  17. ગણના ૧૮:૧૪આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ ઇઝરાયલની સમર્પિત પ્રત્યેક વસ્તુ તારી થાય.

  18. ગણના ૧૮:૧૫આશરે ઈ.પૂ. ૧૪૭૧

    લોકો જે યહોવાહને અર્પણ કરે. માણસ તેમ જ પશુમાંથી પ્રથમજનિત પણ તારા થાય. પણ તારે પ્રત્યેક પ્રથમજનિત બાળકને તથા અશુદ્ધ પશુના પ્રથમ બચ્ચાંને ખરીદીને તારે તેમને મુકત કરવાં.

  19. ગણના ૧૮:૧૬આશરે ઈ.પૂ. ૧૪૭૧

    તેઓમાંના જેઓને છોડાવી લેવાના હોય તેઓને એક મહિનાની ઉંમરથી તું તારા ઠરાવેલા મૂલ્યથી એટલે પવિત્રસ્થાનોના શેકેલ પ્રમાણે પાંચ શેકેલના નાણાંથી, જે વીસ ગેરહ જેટલું છે છોડાવી લે.

  20. ગણના ૧૮:૧૭આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ પણ ગાયના પ્રથમજનિતને, ઘેટાંના પ્રથમજનિતને તથા બકરાના પ્રથમજનિતને તું ન ખરીદ. તેઓ પવિત્ર છે, મારા માટે અલગ કરેલા છે. તારે તેઓનું રક્ત વેદી પર છાંટવું અને મારા માટે સુવાસિત હોમયજ્ઞ તરીકે ચરબીનું અર્પણ કરવું.

  21. ગણના ૧૮:૧૮આશરે ઈ.પૂ. ૧૪૭૧

    તેઓનું માંસ તારું થાય. છાતીની જેમ અને જમણી જાંઘની જેમ તેઓનું માંસ તારું ગણાય.

  22. ગણના ૧૮:૧૯આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ મારી આગળ અર્પણ કરે છે તેઓનાં સર્વ ઉચ્છાલીયાર્પણો તને તથા તારા દીકરા અને દીકરીઓને સદા હક તરીકે આપ્યાં છે. તે સદાને માટે તારી અને તારા વંશજોની સાથે મેં કરેલો મીઠાનો કરાર છે.”

  23. ગણના ૧૮:૨૦આશરે ઈ.પૂ. ૧૪૭૧

    યહોવાહે હારુનને કહ્યું, “તેઓના દેશમાં તારે કંઈ વારસો ન હોય, કે લોકોની સંપત્તિ મધ્યે તારે કંઈ ભાગ ન હોય. ઇઝરાયલી લોકો મધ્યે તારો હિસ્સો અને તારો વારસો હું છું.

  24. ગણના ૧૮:૨૧આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ લેવીના વંશજો, જે મુલાકાતમંડપની સેવા કરે છે તેના બદલામાં, જુઓ, મેં તેઓને ઇઝરાયલમાં બધા દશાંશનો દશમો વારસો આપ્યો છે.

  25. ગણના ૧૮:૨૨આશરે ઈ.પૂ. ૧૪૭૧

    હવે પછી ઇઝરાયલના લોકો મુલાકાતમંડપ પાસે આવે નહિ, રખેને આ પાપ માટે તેઓ જવાબદાર ગણાય અને માર્યા જાય.