મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ગણના ૧૯:૧૬આશરે ઈ.પૂ. ૧૪૭૧

    જો કોઈ વ્યક્તિ તંબુની બહાર તલવારથી મારી નંખાયેલાનો, મૃતદેહનો, માણસનાં હાડકાંનો, કે કબરનો સ્પર્શ કરે તો તે વ્યક્તિ સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.

  2. ગણના ૧૯:૧૭આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ અશુદ્ધ વ્યક્તિ માટે આ પ્રમાણે કર. પાપાર્થાર્પણના દહનની રાખ લઈને તેનું વાસણમાં ઝરાના પાણી સાથે મિશ્રણ કર.

  3. ગણના ૧૯:૧૮આશરે ઈ.પૂ. ૧૪૭૧

    જે કોઈ શુદ્ધ હોય તેણે ઝુફો લઈને પાણીમાં બોળીને મંડપ ઉપર તથા તેમાંના બધાં પાત્રો ઉપર તથા ત્યાં જે બધા માણસો હતા તેઓ પર છાંટવું, જે વ્યક્તિએ હાડકાને, મૃત્યુ પામેલા વ્યક્તિને, મારી નાખવામાં આવેલા વ્યક્તિને કે કબરને સ્પર્શ કર્યો હોય તેની ઉપર પણ છાટવું.

  4. ગણના ૧૯:૧૯આશરે ઈ.પૂ. ૧૪૭૧

    શુદ્ધ માણસે અશુદ્ધ માણસ પર ત્રીજે દિવસે તથા સાતમે દિવસે પાણી છાંટવું. સાતમે દિવસે અશુદ્ધ માણસે પોતાને શુદ્ધ કરવો. તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીમાં સ્નાન કરવું, એટલે સાંજે તે શુદ્ધ થશે.

  5. ગણના ૧૯:૨૦આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ પણ જે કોઈ અશુદ્ધ હોવા છતાં પોતાને શુદ્ધ થવાનો ઇનકાર કર્યો હોય તો તે વ્યક્તિને સમુદાયમાંથી બહિષ્કૃત કરવો, કેમ કે, તેણે યહોવાહના પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યું છે. તેના પર શુદ્ધિનું પાણી છાંટવામાં આવ્યું નથી, તેથી તે અશુદ્ધ છે.

  6. ગણના ૧૯:૨૧આશરે ઈ.પૂ. ૧૪૭૧

    આ તમારે માટે સદાનો નિયમ છે. પાણીનો છંટકાવ કરનાર વ્યક્તિ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે. વળી જે કોઈ શુદ્ધિના પાણીનો સ્પર્શ કરે તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.

  7. ગણના ૧૯:૨૨આશરે ઈ.પૂ. ૧૪૭૧

    અશુદ્ધ વ્યક્તિ કશાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. તે વસ્તુને સ્પર્શ કરનાર વ્યક્તિ પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.”

  8. ગણના ૨૦:૧આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ પહેલા મહિનામાં ઇઝરાયલ લોકોની આખી જમાત સીનના અરણ્યમાં આવી; તેઓ કાદેશમાં રહ્યા. ત્યાં મરિયમ મરણ પામી અને તેને ત્યાં દફનાવવામાં આવી.

  9. ગણના ૨૦:૨આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ ત્યાં લોકો માટે પીવાનું પાણી નહોતું, તેથી તેઓ મૂસાની અને હારુનની વિરુદ્ધ એકત્ર થયા.

  10. ગણના ૨૦:૩આશરે ઈ.પૂ. ૧૪૭૧

    લોકો મૂસા વિરુદ્ધ ફરિયાદ કરીને કહેવા લાગ્યા, “જ્યારે અમારા ભાઈઓ યહોવાહની સામે મરણ પામ્યા ત્યારે અમે પણ મરી ગયા હોત તો કેવું સારું!

  11. ગણના ૨૦:૪આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ તમે યહોવાહના લોકોને આ અરણ્યમાં કેમ લાવ્યા છો, અમે તથા અમારાં જાનવરો મરી જઈએ?

  12. ગણના ૨૦:૫આશરે ઈ.પૂ. ૧૪૭૧

    આ ભયાનક જગ્યામાં લાવવાને તું અમને મિસરમાંથી કેમ બહાર લાવ્યો છે? અહીંતો દાણા, અંજીરો, દ્રાક્ષા કે દાડમો નથી. અને પીવા માટે પાણી પણ નથી.”

  13. ગણના ૨૦:૬આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ મૂસા તથા હારુન સભા આગળથી નીકળી ગયા. તેઓ મુલાકાતમંડપના દ્વાર પાસે ગયા અને ઉંધા પડ્યા. ત્યાં તેઓની સમક્ષ યહોવાહનું ગૌરવ પ્રગટ થયું.

  14. ગણના ૨૦:૭આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ યહોવાહે મૂસા સાથે વાત કરીને કહ્યું,

  15. ગણના ૨૦:૮આશરે ઈ.પૂ. ૧૪૭૧

    “લાકડી લે અને તું તથા તારો ભાઈ હારુન સમુદાયને એકત્ર કરો. તેઓની આંખો સમક્ષ ખડકને કહે કે તે પોતાનું પાણી આપે. તું ખડકમાંથી તેઓને સારુ પાણી વહેતું કર, તે તું જમાતને તથા જાનવરને પીવા માટે આપ.”

  16. ગણના ૨૦:૯આશરે ઈ.પૂ. ૧૪૭૧

    જેમ યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તેમ મૂસાએ યહોવાહ આગળથી લાકડી લીધી.

  17. ગણના ૨૦:૧૦આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ પછી મૂસાએ અને હારુને જમાતને ખડક આગળ ભેગી કરી. મૂસાએ તેઓને કહ્યું, “હવે, હે બળવાખોરો સાંભળો, શું અમે તમારે સારુ આ ખડકમાંથી પાણી બહાર કાઢીએ?”

  18. ગણના ૨૦:૧૧આશરે ઈ.પૂ. ૧૪૭૧

    પછી મૂસાએ પોતાનો હાથ ઊંચો કરીને પોતાની લાકડી ખડકને બે વાર મારી, પુષ્કળ પાણી બહાર વહી આવ્યું. આખી જમાતે પાણી પીધું અને તેઓનાં જાનવરોએ પણ પીધું.

  19. ગણના ૨૦:૧૨આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ પછી યહોવાહે મૂસાને અને હારુનને કહ્યું, કેમ કે તમે મારા પર ભરોસો ન કર્યો, કે ઇઝરાયલ લોકોની દ્રષ્ટિમાં મને પવિત્ર મનાવ્યો નહિ, માટે જે દેશ મેં આ સભાને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહિ.”

  20. ગણના ૨૦:૧૩આશરે ઈ.પૂ. ૧૪૭૧

    આ જગ્યાનું નામ મરીબાહનું પાણી એવું પાડવામાં આવ્યું, કેમ કે ત્યાં ઇઝરાયલના લોકોએ યહોવાહ સાથે ઝઘડો કર્યો હતો, તેઓ મધ્યે તેમણે પોતાને પવિત્ર મનાવ્યા.

  21. ગણના ૨૦:૧૪આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ મૂસાએ કાદેશથી અદોમના રાજા પાસે સંદેશાવાહકો મોકલ્યા: તારો ભાઈ ઇઝરાયલ એવું કહે છે: “જે સર્વ મુસીબતો અમારા પર આવી તે તું જાણે છે.

  22. ગણના ૨૦:૧૫આશરે ઈ.પૂ. ૧૪૭૧

    અમારા પિતૃઓ મિસરમાં ગયા અને મિસરમાં લાંબો સમય રહ્યા, મિસરીઓએ અમને તથા અમારા પિતૃઓને દુ:ખ આપ્યું તે પણ તું જાણે છે.

  23. ગણના ૨૦:૧૬આશરે ઈ.પૂ. ૧૪૭૧

    જ્યારે અમે યહોવાહને પોકાર કર્યો, ત્યારે યહોવાહે અમારો અવાજ સાંભળ્યો અને દૂતને મોકલીને અમને મિસરમાંથી બહાર લાવ્યા. જો, અમે તારા દેશની સરહદના કાદેશ શહેરમાં છીએ.

  24. ગણના ૨૦:૧૭આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ મહેરબાની કરીને અમને તારા દેશમાં થઈને જવા દે. અમે ખેતરમાં કે દ્રાક્ષવાડીમાં થઈને નહિ જઈએ, કે અમે તારા કૂવાઓનું પાણી નહિ પીએ. અમે રાજમાર્ગે થઈને જઈશું. તારી સરહદ પસાર કરતા સુધી અમે ડાબે કે જમણે હાથે નહિ ફરીએ.”

  25. ગણના ૨૦:૧૮આશરે ઈ.પૂ. ૧૪૭૧

    ¶ પણ અદોમના રાજાએ તેને જવાબ આપ્યો, “તું અહીંથી જઈશ નહિ. જો તું એવું કરીશ, તો હું તારા પર હુમલો કરવા તલવાર લઈને આવીશ.”