- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
આ કાળની કલમો
- ગણના ૧૧:૩૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ પછી તરત યહોવાહ પાસેથી પવન આવ્યો અને તે સમુદ્ર તરફથી લાવરીઓને ઘસડી લાવ્યો. અને છાવણીની પાસે આ બાજુએ એક દિવસની મુસાફરી સુધી તથા બીજી બાજુએ એક દિવસની મુસાફરી સુધી તેઓને છાવણીની આસપાસ નાખી. અને તેઓ જમીનથી આશરે બત્રીસ હાથ ઊંચે તેઓ ઊડતી હતી.
- ગણના ૧૧:૩૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
તેથી લોકોએ તે આખો દિવસ અને આખી રાત અને બીજો આખો દિવસ ઊભા રહી લાવરીઓને ભેગી કરી. ઓછામાં ઓછી લાવરીઓ એકઠી કરનારે દસ હોમેર જેટલી એકઠી કરી. અને તેઓએ તેને છાવણીની આસપાસ સર્વ ઠેકાણે તે પાથરી દીધી.
- ગણના ૧૧:૩૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ પણ માંસ હજી તેઓના મોમાં જ હતું. અને તે ચવાયું પણ નહોતું એટલામાં તો તેઓના ઉપર યહોવાહનો કોપ સળગી ઊઠયો. અને લોકોને યહોવાહે મોટી મરકીથી માર્યા.
- ગણના ૧૧:૩૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
તેથી તેઓએ એ જગ્યાનું નામ ‘કિબ્રોથ હાત્તાવાહ’ પાડ્યું કેમ કે જેઓએ અયોગ્ય વાસના કરી હતી તેઓને તેઓએ ત્યાં દફનાવ્યા.
- ગણના ૧૧:૩૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને લોકો કિબ્રોથ હાત્તાવાહથી નીકળીને હસેરોથ ગયા અને તેઓ હસેરોથમાં રહ્યા.
- ગણના ૧૨:૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ અને મૂસાએ એક કૂશી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં. તેને લીધે મરિયમ અને હારુન મૂસાની વિરુદ્ધ બોલ્યા.
- ગણના ૧૨:૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
તેઓએ કહ્યું, “શું યહોવાહ ફક્ત મૂસા મારફતે જ બોલ્યા છે? શું તેઓ આપણી મારફતે બોલ્યા નથી? “હવે યહોવાહે તેઓએ જે કહ્યું તે સાંભળ્યું.
- ગણના ૧૨:૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
મૂસા ખૂબ નમ્ર હતો, પૃથ્વી પર નમ્ર તેના જેવો બીજો કોઈ ન હતો.
- ગણના ૧૨:૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ યહોવાહે મૂસા, હારુન અને મરિયમને એકાએક કહ્યું; “તમે ત્રણે મુલાકાતમંડપની પાસે બહાર આવો.” અને તેઓ ત્રણે બહાર આવ્યાં.
- ગણના ૧૨:૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
પછી યહોવાહ મેઘસ્તંભમાં ઊતર્યા. અને તેઓ તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા. તેમણે હારુનને અને મરિયમને બોલાવ્યાં. અને તેઓ બન્ને આગળ આવ્યાં.
- ગણના ૧૨:૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ યહોવાહે કહ્યું, “હવે મારા શબ્દો સાંભળો. જ્યારે તમારી સાથે મારો પ્રબોધક હોય, તો હું પોતે સંદર્શનમાં તેને પ્રગટ થઈશ. અને સ્વપ્નમાં હું તેની સાથે બોલીશ.
- ગણના ૧૨:૭આશરે ઈ.પૂ. ૧૪૯૦
મારો સેવક મૂસા એવો નથી તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે.
- ગણના ૧૨:૮આશરે ઈ.પૂ. ૧૪૯૦
હું મૂસા સાથે તો મુખોપમુખ બોલીશ, મર્મો વડે નહિ. તે મારું સ્વરૂપ જોશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતા કેમ બીધા નહિ?”
- ગણના ૧૨:૯આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ પછી યહોવાહનો કોપ તેઓના પર સળગી ઊઠ્યો અને તે તેમની પાસેથી ચાલ્યા ગયા.
- ગણના ૧૨:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૦
અને તંબુ પરથી મેઘ હઠી ગયો મરિયમ કુષ્ટરોગથી બરફ જેવી શ્વેત થઈ ગઈ. જ્યારે હારુને પાછા વળી મરિયમ તરફ જોયું, તો જુઓ તે કુષ્ઠરોગી થઈ ગયેલી હતી.
- ગણના ૧૨:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ હારુને મૂસાને કહ્યું કે, “ઓ મારા માલિક, કૃપા કરીને અમારા પર આ દોષ ન મૂક. કેમ કે અમે મૂર્ખાઈ કરી અને પાપ કર્યું છે.
- ગણના ૧૨:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
પોતાની માતા જન્મ આપે તે વખતે જેનું અડધું શરીર ખવાઈ ગયું હોય એવી મૃત્યુ પામેલા જેવી તે ન થાઓ.”
- ગણના ૧૨:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ તેથી, મૂસાએ યહોવાહને વિનંતી કરી. તેણે કહ્યું કે, ઓ ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે તેને સાજી કરો.”
- ગણના ૧૨:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
યહોવાહે મૂસાને કહ્યું કે, “જો તેનો પિતા તેના મુખ પર થૂંકયો હોત, તો સાત દિવસ તે લાજત. તેથી સાત દિવસ તે છાવણીની બહાર રખાય. અને પછી તે પાછી આવે.”
- ગણના ૧૨:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૦
આથી મરિયમને સાત દિવસ સુધી છાવણીની બહાર રાખવામાં આવી અને મરિયમને પાછી અંદર લાવવામાં આવી ત્યાં સુધી લોકોએ આગળ મુસાફરી કરી નહિ.
- ગણના ૧૨:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ પછી લોકો હસેરોથથી નીકળીને પારાનના અરણ્યમાં છાવણી કરી.
- ગણના ૧૩:૧આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે,
- ગણના ૧૩:૨આશરે ઈ.પૂ. ૧૪૯૦
“કનાન દેશ, જે હું ઇઝરાયલી લોકોને આપવાનો છું તેની જાસૂસી કરવા માટે તું થોડા માણસોને મોકલ. તેઓના પિતાના સર્વ કુળમાંથી એક એક પુરુષને મોકલ. તે દરેક તેઓ મધ્યે આગેવાન હોય.”
- ગણના ૧૩:૩આશરે ઈ.પૂ. ૧૪૯૦
¶ અને યહોવાહની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના આગેવાનો હતા.
- ગણના ૧૩:૪આશરે ઈ.પૂ. ૧૪૯૦
તેઓનાં નામ આ પ્રમાણે છે; રુબેનના કુળમાંથી, ઝાક્કૂરનો દીકરો શામ્મૂઆ.