મુખ્ય સામગ્રી પર જાઓ

circa 970–930 BC

Solomon & The Temple

Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.

635 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 1 રાજઓ ૫:૧૫આશરે ઈ.પૂ. ૧૦૧૪

    ¶ સુલેમાન પાસે સિત્તેર હજાર મજૂરો હતા અને પર્વત પર પથ્થર ખોદનારા એંસી હજાર હતા.

  2. 1 રાજઓ ૫:૧૬આશરે ઈ.પૂ. ૧૦૧૪

    સુલેમાનની પાસે કામ પર દેખરેખ રાખનારા તથા કામ કરનાર મજુરો પર અધિકાર ચલાવનારા ત્રણ હજાર ત્રણ સો મુખ્ય અધિકારીઓ હતા.

  3. 1 રાજઓ ૫:૧૭આશરે ઈ.પૂ. ૧૦૧૪

    ¶ રાજાની આજ્ઞા મુજબ ઘડેલા પથ્થરોથી સભાસ્થાનનો પાયો નાખવા માટે તેઓ મોટા તથા મૂલ્યવાન પથ્થરો ખોદી કાઢતાં હતા.

  4. 1 રાજઓ ૫:૧૮આશરે ઈ.પૂ. ૧૦૧૪

    તેથી સુલેમાનનું ઘર બાંધનારા, હીરામનું ઘર બાંધનારા તથા ગબાલીઓ આ પથ્થરોને ઘડતા હતા અને ભક્તિસ્થાન બાંધવા માટે લાકડાં તથા પથ્થર તૈયાર કરતા હતા.

  5. 1 રાજઓ ૬:૧આશરે ઈ.પૂ. ૧૦૧૧

    ¶ ઇઝરાયલીઓ મિસર દેશમાંથી ચારસો એંશી વર્ષ પૂરાં થયા પછી ત્યાંથી બહાર આવ્યા. રાજા સુલેમાનના ઇઝરાયલ પરના શાસનના ચોથા વર્ષના ઝીવ માસમાં એટલે બીજા માસમાં તેણે ઈશ્વરના સભાસ્થાનનું બાંધકામ શરૂ કર્યું.

  6. 1 રાજઓ ૬:૨આશરે ઈ.પૂ. ૧૦૧૧

    રાજા સુલેમાને જે ભક્તિસ્થાન યહોવાહ માટે બંધાવ્યુ તેની લંબાઈ સાઠ હાથ, પહોળાઈ વીસ હાથ અને ઊંચાઈ ત્રીસ હાથ હતી.

  7. 1 રાજઓ ૬:૩આશરે ઈ.પૂ. ૧૦૧૧

    ¶ ભક્તિસ્થાનના સભાખંડના સામેના પરસાળની પહોળાઈ વીસ હાથ અને લંબાઈ દસ હાથ હતી.

  8. 1 રાજઓ ૬:૪આશરે ઈ.પૂ. ૧૦૧૧

    તેણે સભાસ્થાનને માટે જાળીવાળી સાંકડી બારીઓ બનાવડાવી.

  9. 1 રાજઓ ૬:૫આશરે ઈ.પૂ. ૧૦૧૧

    ¶ તેણે સભાસ્થાનની તેમ જ પરમપવિત્ર સ્થાનની દીવાલોની ચારેબાજુ માળ બનાવ્યા. તેણે તેની ચારેબાજુએ ઓરડીઓ બનાવી.

  10. 1 રાજઓ ૬:૬આશરે ઈ.પૂ. ૧૦૧૧

    સૌથી નીચેના માળની પહોળાઈ સાડા સાત હાથ, વચ્ચેના માળની છ હાથ અને ત્રીજા માળની પહોળાઈ પાંચ હાથ હતી. કેમ કે મોભને માટે સભાસ્થાનની દીવાલોમાં ખાંચા પાડવા ના પડે માટે તેણે સભાસ્થાનની બહારની બાજુએ ફરતી કાંગરી મૂકી હતી.

  11. 1 રાજઓ ૬:૭આશરે ઈ.પૂ. ૧૦૧૧

    ¶ ભક્તિસ્થાન બાંધતી વખતે પથ્થરો ખાણમાંથી તૈયાર કરીને લાવવામાં આવતા; અને તેને બાંધતી વખતે તેમાં હથોડી, કુહાડી કે લોઢાના કોઈપણ હથિયારનો અવાજ સંભળાતો ન હતો.

  12. 1 રાજઓ ૬:૮આશરે ઈ.પૂ. ૧૦૧૧

    ¶ ભોંયતળિયાનું પ્રવેશદ્વાર સભાસ્થાનની દક્ષિણ બાજુએ આવેલું હતું. ત્યાં વચલા માળે જવા વળાંકવાળી એક ગોળાકાર સીડી હતી અને વચલા માળેથી સૌથી ઉપલે માળે જવાતું હતું.

  13. 1 રાજઓ ૬:૯આશરે ઈ.પૂ. ૧૦૧૧

    ¶ સુલેમાને સભાસ્થાનનું બાંધકામ પૂરું કર્યું અને તેણે દેવદારના પાટડા અને પાટિયામાંથી સભાસ્થાનની છત બનાવી.

  14. 1 રાજઓ ૬:૧૦આશરે ઈ.પૂ. ૧૦૧૧

    તેણે ભક્તિસ્થાનના અંદરના સભાખંડની સામે માળ બનાવ્યા. તે દરેકની ઊંચાઈ પાંચ હાથ હતી. તે માળનો આધાર દેવદારના લાકડા વડે ભક્તિસ્થાન પર રહેલો હતો.

  15. 1 રાજઓ ૬:૧૧આશરે ઈ.પૂ. ૧૦૧૧

    ¶ પછી યહોવાહનું વચન સુલેમાન પાસે આવ્યું;

  16. 1 રાજઓ ૬:૧૨આશરે ઈ.પૂ. ૧૦૧૧

    “તેં મારા માટે આ જે ભક્તિસ્થાન બાંધ્યું છે તે સંબંધી, જો તું મારા વિધિઓ પ્રમાણે ચાલીશ અને મારી બધી આજ્ઞાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશ તો મેં તારા પિતા દાઉદને તારા વિષે જે વચન આપ્યું હતું તે હું પાળીશ.

  17. 1 રાજઓ ૬:૧૩આશરે ઈ.પૂ. ૧૦૧૧

    હું ઇઝરાયલીઓ વચ્ચે રહીશ અને તેઓને તજી દઈશ નહિ.”

  18. 1 રાજઓ ૬:૧૪આશરે ઈ.પૂ. ૧૦૧૧

    ¶ આમ, સુલેમાને સભાસ્થાનનું બાંધકામ પૂરું કર્યું.

  19. 1 રાજઓ ૬:૧૫આશરે ઈ.પૂ. ૧૦૧૧

    પછી તેણે સભાસ્થાનની અંદરની દીવાલોને દેવદારના પાટિયાની બનાવી. ભોંયતળિયાથી છત સુધી તેણે તે દીવાલો ઉપર અંદરની બાજુએ લાકડાંનું અસ્તર કર્યું; તેણે સભાસ્થાનનું ભોંયતળિયુ દેવદારનાં પાટિયાનું બનાવ્યું.

  20. 1 રાજઓ ૬:૧૬આશરે ઈ.પૂ. ૧૦૧૧

    ¶ સભાસ્થાનની પાછળની બાજુ તેણે વીસ હાથ લાંબી એક ઓરડી બાંધી. તેણે તળિયેથી છેક છત સુધીની દીવાલો દેવદારની બનાવી. એ દીવાલો તેણે આ પરમપવિત્ર સ્થાન માટે અંદરની બાજુએ બનાવી.

  21. 1 રાજઓ ૬:૧૭આશરે ઈ.પૂ. ૧૦૧૧

    મુખ્ય સભાખંડ એટલે પરમપવિત્રસ્થાનની સામેના પવિત્ર સ્થાનની લંબાઈ ચાલીસ હાથ હતી.

  22. 1 રાજઓ ૬:૧૮આશરે ઈ.પૂ. ૧૦૧૧

    ભક્તિસ્થાનના અંદરની બાજુના હિસ્સામાં દેવદારના લાકડા પર કળીઓ તથા ખીલેલાં ફૂલો કોતરેલાં હતાં. ત્યાં અંદરના ભાગમાં ક્યાંય પણ પથ્થરનું કામ દેખાતું ન હતું. ક્યાંય એક પણ પથ્થર દેખાતો નહોતો.

  23. 1 રાજઓ ૬:૧૯આશરે ઈ.પૂ. ૧૦૧૧

    ¶ સુલેમાને યહોવાહનો કરારકોશ મૂકવા માટે સભાસ્થાનની અંદરની બાજુએ પરમપવિત્રસ્થાન બનાવ્યું.

  24. 1 રાજઓ ૬:૨૦આશરે ઈ.પૂ. ૧૦૧૧

    પરમપવિત્રસ્થાનની લંબાઈ વીસ હાથ, પહોળાઈ વીસ હાથ અને ઊંચાઈ વિસ હાથ હતી. તેણે તેની દીવાલોને શુદ્વ સોનાથી અને તેની વેદીને દેવદારના લાકડાથી મઢી હતી.

  25. 1 રાજઓ ૬:૨૧આશરે ઈ.પૂ. ૧૦૧૧

    ¶ પછી સુલેમાને સભાસ્થાનની અંદરની દીવાલોને શુદ્ધ સોનાથી મઢી. તેણે પરમપવિત્રસ્થાનની આગળ પ્રવેશદ્વારના એક છેડેથી બીજા છેડા સુધી સોનાની સાંકળો મૂકી અને આગળના ભાગને સોનાથી મઢ્યો.