મુખ્ય સામગ્રી પર જાઓ

circa 970–930 BC

Solomon & The Temple

Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.

635 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 1 રાજઓ ૩:૨૭આશરે ઈ.પૂ. ૧૦૧૪

    પછી રાજાએ જવાબ આપ્યો, “જીવતો દીકરો પહેલી સ્ત્રીને આપો. કેમ કે તે જ તેની માતા છે, દીકરાને મારી નાખો નહિ.”

  2. 1 રાજઓ ૩:૨૮આશરે ઈ.પૂ. ૧૦૧૪

    રાજાએ જે ન્યાય કર્યો હતો, તે વિષે જયારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું, ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવા તેનામાં ઈશ્વરનું જ્ઞાન છે.

  3. 1 રાજઓ ૪:૧આશરે ઈ.પૂ. ૧૦૧૪

    ¶ સુલેમાન રાજા સર્વ ઇઝરાયલ પર રાજ કરતો હતો.

  4. 1 રાજઓ ૪:૨આશરે ઈ.પૂ. ૧૦૧૪

    આ તેના રાજ્યના અધિકારીઓ હતા: સાદોકનો દીકરો અઝાર્યા યાજક હતો.

  5. 1 રાજઓ ૪:૩આશરે ઈ.પૂ. ૧૦૧૪

    શીશાના દીકરા અલિહોરેફ તથા અહિયા ચિટનીસો હતા. અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો.

  6. 1 રાજઓ ૪:૪આશરે ઈ.પૂ. ૧૦૧૪

    યહોયાદાનો દીકરો બનાયા સેનાધિપતિ હતો. સાદોક તથા અબ્યાથાર યાજકો હતા.

  7. 1 રાજઓ ૪:૫આશરે ઈ.પૂ. ૧૦૧૪

    ¶ નાથાનનો દીકરો અઝાર્યા વહીવટદારોનો ઉપરી હતો. નાથાનનો દીકરો ઝાબૂદ યાજક તથા રાજાનો મિત્ર હતો.

  8. 1 રાજઓ ૪:૬આશરે ઈ.પૂ. ૧૦૧૪

    અહીશાર ઘરનો વહીવટદાર હતો. આબ્દાનો દીકરો અદોનીરામ કોશાધ્યક્ષ હતો.

  9. 1 રાજઓ ૪:૭આશરે ઈ.પૂ. ૧૦૧૪

    ¶ સર્વ ઇઝરાયલ પર સુલેમાનના બાર અધિકારીઓ હતા, જેઓ રાજાને તથા તેના કુટુંબને ખોરાક પૂરો પાડવાની જવાબદારી બજાવતા હતા. દરેકને માથે વર્ષમાં એકેક મહિનાનો ખર્ચ પૂરો પાડવાનો હતો.

  10. 1 રાજઓ ૪:૮આશરે ઈ.પૂ. ૧૦૧૪

    આ તેઓનાં નામ છે: એફ્રાઇમના પહાડી પ્રદેશમાં બેન-હૂર,

  11. 1 રાજઓ ૪:૯આશરે ઈ.પૂ. ૧૦૧૪

    માકાશમાંનો બેન-દેકેર, શાલ્બીમમાંનો બેથ-શેમેશ, એલોનબેથમાં હાનાન,

  12. 1 રાજઓ ૪:૧૦આશરે ઈ.પૂ. ૧૦૧૪

    અરૂબ્બોથમાં બેન-હેશેદ; સોખો તથા હેફેરનો આખો દેશ તેને તાબે હતો.

  13. 1 રાજઓ ૪:૧૧આશરે ઈ.પૂ. ૧૦૧૪

    ¶ દોરના આખા પહાડી પ્રદેશમાં બેન-અબીનાદાબ હતો. તેણે સુલેમાનની દીકરી ટાફાથ સાથે લગ્ન કર્યું હતું.

  14. 1 રાજઓ ૪:૧૨આશરે ઈ.પૂ. ૧૦૧૪

    તાનાખ તથા મગિદ્દો, સારેથાનની બાજુનું તથા યિઝ્રએલની નીચેનું આખું બેથ-શેઆન, બેથ-શેઆનથી આબેલ-મહોલા સુધી, એટલે યોકમામની પેલી બાજુ સુધીમાં અહીલૂદનો દીકરો બાના,

  15. 1 રાજઓ ૪:૧૩આશરે ઈ.પૂ. ૧૦૧૪

    રામોથ ગિલ્યાદમાં બેન-ગેબેર: વળી યતેના તાબે મનાશ્શાના દીકરા યાઈરના ગિલ્યાદમાંનાં નગરો પણ હતાં, એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગોબ પ્રદેશ, જેમાં દીવાલો તથા પિત્તળની ભૂંગળોવાળાં સાઠ મોટાં નગરોનો તે અધિકારી હતો.

  16. 1 રાજઓ ૪:૧૪આશરે ઈ.પૂ. ૧૦૧૪

    માહનાઇમમાં ઇદ્દોનો દીકરો અહિનાદાબ હતો.

  17. 1 રાજઓ ૪:૧૫આશરે ઈ.પૂ. ૧૦૧૪

    ¶ અહિમાઆસ નફતાલીમાં હતો. તેણે પણ સુલેમાનની દીકરી બાસમાથની સાથે લગ્ન કર્યું હતું.

  18. 1 રાજઓ ૪:૧૬આશરે ઈ.પૂ. ૧૦૧૪

    આશેર તથા બાલોથમાં હુશાયનો દીકરો બાના,

  19. 1 રાજઓ ૪:૧૭આશરે ઈ.પૂ. ૧૦૧૪

    ઇસ્સાખારમાં પારૂઆનો દીકરો યહોશાફાટ.

  20. 1 રાજઓ ૪:૧૮આશરે ઈ.પૂ. ૧૦૧૪

    ¶ અને બિન્યામીનમાં એલાનો દીકરો શિમઈ હતો.

  21. 1 રાજઓ ૪:૧૯આશરે ઈ.પૂ. ૧૦૧૪

    અમોરીઓના રાજા સીહોનના તથા બાશાનના રાજા ઓગના ગિલ્યાદ દેશમાં ઉરીનો દીકરો ગેબેર અને આ દેશમાં તે એકલો અધિકારી હતો.

  22. 1 રાજઓ ૪:૨૦આશરે ઈ.પૂ. ૧૦૧૪

    ¶ યહૂદિયા તથા ઇઝરાયલના લોકો સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતી જેટલા અગણિત હતા. તેઓ ખાઈ પીને આનંદ કરતા હતા.

  23. 1 રાજઓ ૪:૨૧આશરે ઈ.પૂ. ૧૦૧૪

    નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધીનાં સર્વ રાજ્યો પર સુલેમાન હકૂમત ચલાવતો હતો. તેઓ નજરાણાં લાવતા અને સુલેમાનની જિંદગીના સર્વ દિવસો તેઓ તેની તાબેદારી કરતા રહ્યા.

  24. 1 રાજઓ ૪:૨૨આશરે ઈ.પૂ. ૧૦૧૪

    સુલેમાનના મહેલમાં રહેનારાનો એક દિવસનો ખોરાક ત્રીસ માપ મેંદો, સાઠ માપ લોટ,

  25. 1 રાજઓ ૪:૨૩આશરે ઈ.પૂ. ૧૦૧૪

    દસ પુષ્ટ બળદો, બીડમાં ચરતા વીસ બળદ, સો ઘેટાં, સાબર, હરણ, કલિયાર તથા ચરબીદાર પક્ષીઓ એટલો હતો.