મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1050–1010 BC

Samuel & King Saul

Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.

810 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. 1 શમુએલ ૨૮:૨૧આશરે ઈ.પૂ. ૧૦૫૬

    તે સ્ત્રી શાઉલ પાસે આવી અને તેને ઘણો ગભરાયેલો જોઈને તેણે તેને કહ્યું, “જો, તારી આ સેવિકાએ પોતાનો જીવ મુઠ્ઠીમાં મૂકી તેં જે કહ્યું તે સાંભળ્યું છે. અને તારા કહેવા પ્રમાણે કર્યું છે.

  2. 1 શમુએલ ૨૮:૨૨આશરે ઈ.પૂ. ૧૦૫૬

    ¶ માટે હવે, કૃપા કરી, મારી વિનંતી સાંભળ મને થોડો ખોરાક તારી આગળ મૂકવા દે. ખા કે જેથી તારે રસ્તે ચાલવાની શક્તિ તારામાં આવે.”

  3. 1 શમુએલ ૨૮:૨૩આશરે ઈ.પૂ. ૧૦૫૬

    પણ શાઉલે ઇનકાર કરીને કહ્યું, “હું નહી જ જમું,” પણ તેના ચાકરોએ તથા તે સ્ત્રીએ મળીને, તેને આગ્રહ કર્યો, પછી તેણે તેઓનું કહેવું માન્યું. તે જમીન ઉપરથી ઊઠીને પલંગ પર બેઠો.

  4. 1 શમુએલ ૨૮:૨૪આશરે ઈ.પૂ. ૧૦૫૬

    ¶ તે સ્ત્રીના ઘરમાં એક માતેલો વાછરડો હતો; તેણે ઉતાવળે તેને કાપ્યો; વળી લોટ મસળીને તેની બેખમીરી રોટલી બનાવી.

  5. 1 શમુએલ ૨૮:૨૫આશરે ઈ.પૂ. ૧૦૫૬

    તે શાઉલની આગળ તથા તેના ચાકરોની આગળ પીરસી. અને તેઓ જમ્યા. પછી તેઓ ઊઠીને તે રાતે જ વિદાય થયા.

  6. 1 શમુએલ ૨૯:૧આશરે ઈ.પૂ. ૧૦૫૬

    ¶ હવે પલિસ્તીઓએ પોતાનાં સર્વ સૈન્યોને અફેક આગળ એકત્ર કર્યાં; ઇઝરાયલીઓએ યિઝ્રએલમાં જે ઝરો છે તેની પાસે છાવણી કરી.

  7. 1 શમુએલ ૨૯:૨આશરે ઈ.પૂ. ૧૦૫૬

    પલિસ્તીઓના સરદારો સોસોની તથા હજારહજારની ટોળીબંધ ચાલી નીકળ્યા; દાઉદ તથા તેના માણસો આખીશ સાથે સૈન્યની પાછળ ચાલ્યા.

  8. 1 શમુએલ ૨૯:૩આશરે ઈ.પૂ. ૧૦૫૬

    ¶ ત્યારે પલિસ્તીઓના સરદારોએ કહ્યું, “આ હિબ્રૂઓનું અહીંયાં શું કામ છે?” આખીશે પલિસ્તીઓના સરદારોને કહ્યું, “શું એ ઇઝરાયલનો રાજા શાઉલનો ચાકર દાઉદ નથી? જે આ દિવસોમાં બલકે કેટલાક વર્ષોથી મારી સાથે રહે છે, તોપણ તે આવ્યો તે દિવસથી આજ સુધી મને એનામાં કોઈ દોષ જોવા મળ્યો નથી.

  9. 1 શમુએલ ૨૯:૪આશરે ઈ.પૂ. ૧૦૫૬

    ¶ પણ પલિસ્તીઓના સરદારો તેના પર ગુસ્સે થયા; તેઓએ તેને કહ્યું, “આ માણસને પાછો મોકલ, જે જગ્યા તેં તેને ઠરાવી આપી છે ત્યાં તે પાછો જાય; તેને આપણી સાથે લડાઈમાં આવવા ન દેતો, રખેને યુદ્ધમાં તે આપણો શત્રુ થાય. કેમ કે તે પોતાના માલિક સાથે સલાહ શાંતિ કરી દે તો? શું તે આપણા માણસોના માથાં નહિ આપે?

  10. 1 શમુએલ ૨૯:૫આશરે ઈ.પૂ. ૧૦૫૬

    ¶ શું એ દાઉદ નથી કે જેનાં વિષે તેઓએ નાચતાં નાચતાં સામસામે ગાયું ન હતું કે, ‘શાઉલે તો સહસ્રોને પણ દાઉદે તો દસ સહસ્રોને માર્યા છે?”

  11. 1 શમુએલ ૨૯:૬આશરે ઈ.પૂ. ૧૦૫૬

    ¶ ત્યારે આખીશે દાઉદને બોલાવીને તેને કહ્યું, “જીવતા ઈશ્વરના સમ, તું પ્રામાણિકપણાથી વર્ત્યો છે અને સૈન્યમાં મારી સાથે આવે તે મારી દૃષ્ટિમાં સારું છે; કેમ કે તું મારી પાસે આવ્યો તે દિવસથી તે આજ સુધી તારામાં મને કંઈ અપરાધ માલૂમ પડ્યો નથી. તેમ છતાં, સરદારો તારાથી રાજી નથી.

  12. 1 શમુએલ ૨૯:૭આશરે ઈ.પૂ. ૧૦૫૬

    માટે હવે તું પાછો વળ. અને પલિસ્તીઓના સરદારો તારાથી નારાજ ન થાય તે માટે તું શાંતિથી પાછો જા.”

  13. 1 શમુએલ ૨૯:૮આશરે ઈ.પૂ. ૧૦૫૬

    ¶ દાઉદે આખીશને કહ્યું, “પણ મેં શું કર્યું છે? જ્યાં સુધી હું તારી સેવામાં હતો ત્યાં સુધી, એટલે આજ સુધી તેં પોતાના દાસમાં એવું શું જોયું, કે મારા માલિક રાજાના શત્રુઓની સાથે લડવા માટે મારી પસંદગી ના થાય?”

  14. 1 શમુએલ ૨૯:૯આશરે ઈ.પૂ. ૧૦૫૬

    આખીશે ઉત્તર આપીને દાઉદને કહ્યું, “હું જાણું છું કે મારી દ્રષ્ટિમાં તું સારો, ઈશ્વર જેવો છે; પરંતુ પલિસ્તીઓના સરદારોએ કહ્યું છે કે, ‘તે અમારી સાથે યુદ્ધમાં ન આવે.’”

  15. 1 શમુએલ ૨૯:૧૦આશરે ઈ.પૂ. ૧૦૫૬

    ¶ માટે હવે તારા માલિકના જે ચાકરો તારી સાથે આવેલા છે તેઓની સાથે તું વહેલી સવારે ઊઠજે; ઊઠ્યા પછી સૂર્યોદય સમયે તમે વિદાય થજો.”

  16. 1 શમુએલ ૨૯:૧૧આશરે ઈ.પૂ. ૧૦૫૬

    તેથી દાઉદ તથા તેના માણસો પલિસ્તીઓના દેશમાં પાછા જવા માટે વહેલી સવારે ઊઠ્યા. પલિસ્તીઓએ યિઝ્રએલ તરફ કૂચ કરી.

  17. 1 શમુએલ ૩૦:૧આશરે ઈ.પૂ. ૧૦૫૬

    ¶ દાઉદ તથા તેના માણસો ત્રીજે દિવસે સિકલાગમાં પહોંચ્યા, ત્યારે એમ બન્યું કે, અમાલેકીઓએ નેગેબ ઉપર તથા સિકલાગ ઉપર હુમલો કર્યો. તેઓએ સિકલાગ પર હુમલો કર્યો. મારો ચલાવ્યો. અને તેને બાળી મૂક્યું.

  18. 1 શમુએલ ૩૦:૨આશરે ઈ.પૂ. ૧૦૫૬

    અને તેમાની સ્ત્રીઓ તથા નાનાં મોટાં સર્વને કેદ કર્યો. તેઓએ કોઈને મારી નાખ્યા નહિ, પણ તેઓને કબજે કર્યા પછી પોતાને રસ્તે ચાલ્યા ગયા.

  19. 1 શમુએલ ૩૦:૩આશરે ઈ.પૂ. ૧૦૫૬

    ¶ જયારે દાઉદ તથા તેના માણસો નગરમાં આવ્યા, ત્યારે તે આગથી બાળી નંખાયેલું હતું અને તેઓની પત્નીઓ, દીકરાઓ તથા તેઓની દીકરીઓને બંદીવાન કરાયા હતાં.

  20. 1 શમુએલ ૩૦:૪આશરે ઈ.પૂ. ૧૦૫૬

    પછી દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ પોક મૂકીને રડ્યા.

  21. 1 શમુએલ ૩૦:૫આશરે ઈ.પૂ. ૧૦૫૬

    ¶ દાઉદની બે પત્નીઓ, એટલે અહિનોઆમ યિઝ્રએલીને તથા અબિગાઈલ નાબાલ કાર્મેલીની પત્નીને કેદ કરીને લઈ જવામાં આવી.

  22. 1 શમુએલ ૩૦:૬આશરે ઈ.પૂ. ૧૦૫૬

    દાઉદને ઘણો ખેદ થયો, કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કેમ કે સર્વ લોકો પોતપોતાના દીકરાઓને લીધે તથા પોતપોતાની દીકરીઓને લીધે મનમાં દુઃખી હતા; પણ દાઉદે પોતે પ્રભુ ઈશ્વરમાં બળવાન થયો.

  23. 1 શમુએલ ૩૦:૭આશરે ઈ.પૂ. ૧૦૫૬

    ¶ દાઉદે અહીમેલેખના પુત્ર અબ્યાથાર યાજકને કહ્યું, “હું તને વિનંતિ કરું છું કે, એફોદ અહીં મારી પાસે લાવ.” અબ્યાથાર એફોદ દાઉદ પાસે લાવ્યો.

  24. 1 શમુએલ ૩૦:૮આશરે ઈ.પૂ. ૧૦૫૬

    દાઉદે પ્રાર્થના કરીને ઈશ્વરને પૂછ્યું, “જો હું ટુકડીની પાછળ પડું, તો શું હું તેઓને પકડી પાડી શકું?” ઈશ્વરે તેને ઉત્તર આપ્યો, “પાછળ લાગ, કેમ કે નિશ્ચે તું તેઓને પકડી પાડશે અને ચોક્કસ તું બધું જ પાછું મેળવશે.”

  25. 1 શમુએલ ૩૦:૯આશરે ઈ.પૂ. ૧૦૫૬

    ¶ તેથી દાઉદ તથા તેની સાથેના છસો માણસો બસોરના નાળાં આગળ પહોંચ્યા, ત્યાં કેટલાક પાછળ પડી ગયેલાઓ થોભ્યા.