- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1050–1010 BC
Samuel & King Saul
Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.
આ કાળની કલમો
- 1 શમુએલ ૩૧:૪આશરે ઈ.પૂ. ૧૦૫૬
¶ પછી શાઉલે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, “તારી તલવાર તાણીને મને વીંધી નાખ. નહિ તો, આ બેસુન્નતીઓ આવીને મને વીંધી નાખીને મારું અપમાન કરશે.” પણ તેના શસ્ત્રવાહકે એમ કરવાની ના પાડી, કેમ કે તે ઘણો ગભરાતો હતો. તેથી શાઉલ પોતાની તલવાર લઈને તેની ઉપર પડ્યો.
- 1 શમુએલ ૩૧:૫આશરે ઈ.પૂ. ૧૦૫૬
જયારે શાઉલને મરણ પામેલો જોયો ત્યારે તેનો શસ્ત્રવાહક પણ પોતાની તલવાર ઉપર પડીને તેની સાથે મરણ પામ્યો.
- 1 શમુએલ ૩૧:૬આશરે ઈ.પૂ. ૧૦૫૬
તેથી શાઉલ, તેના ત્રણ દીકરાઓ તથા તેનો શસ્ત્રવાહક તેના સર્વ માણસો તે જ દિવસે એકસાથે મરણ પામ્યા.
- 1 શમુએલ ૩૧:૭આશરે ઈ.પૂ. ૧૦૫૬
¶ જયારે ખીણની સામી બાજુના ઇઝરાયલી માણસો તથા યર્દનની સામેની કિનારીના લોકોએ તે જોયું કે ઇઝરાયલના માણસો નાસવા માંડ્યા છે. અને શાઉલ તથા તેના દીકરાઓ મરણ પામ્યા છે, ત્યારે તેઓ નગરો છોડીને નાસી ગયા. અને પલિસ્તીઓ આવીને તેમાં વસ્યા.
- 1 શમુએલ ૩૧:૮આશરે ઈ.પૂ. ૧૦૫૬
બીજે દિવસે એમ થયું કે, જયારે પલિસ્તીઓ મૃતદેહો પરથી વસ્ત્રો અને અન્ય ચીજો ઉતારી લેવા આવ્યા, ત્યારે તેઓએ શાઉલને તથા તેના ત્રણ દીકરાઓને મૃતાવસ્થામાં ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા.
- 1 શમુએલ ૩૧:૯આશરે ઈ.પૂ. ૧૦૫૬
¶ તેઓએ તેનું માથું કાપી લીધું અને તેનાં શસ્ત્રો ઉતારી લીધા. આ સમાચાર લોકોમાં જાહેર કરવા સારુ પોતાનાં મૂર્તિનાં મંદિરોમાં તથા પલિસ્તીઓના દેશમાં સર્વ ઠેકાણે તેઓએ સંદેશવાહકો મોકલ્યા.
- 1 શમુએલ ૩૧:૧૦આશરે ઈ.પૂ. ૧૦૫૬
તેઓએ તેનાં શસ્ત્રો દેવી આશ્તારોથના મંદિરમાં મૂકયાં અને શાઉલના મૃતદેહને બેથ-શાનના કોટ પર જડી દીધો.
- 1 શમુએલ ૩૧:૧૧આશરે ઈ.પૂ. ૧૦૫૬
¶ પલિસ્તીઓએ શાઉલના જે હાલ કર્યા હતા તે વિષે જયારે યાબેશ ગિલ્યાદના રહેવાસીઓએ સાંભળ્યું,
- 1 શમુએલ ૩૧:૧૨આશરે ઈ.પૂ. ૧૦૫૬
ત્યારે સઘળા બહાદુર પુરુષો ઊઠીને આખી રાત ચાલ્યા અને બેથ-શાનના કોટ પરથી શાઉલના મૃતદેહને તથા તેના દીકરાઓના મૃતદેહને તેઓ યાબેશમાં લઈ આવ્યા. ત્યાં તેઓએ તેને અગ્નિદાહ દીધો.
- 1 શમુએલ ૩૧:૧૩આશરે ઈ.પૂ. ૧૦૫૬
પછી તેઓએ તેનાં હાડકાં લઈને યાબેશ નગરમાંના એશેલ વૃક્ષ નીચે દફનાવ્યાં અને સાત દિવસ સુધી ઉપવાસ કર્યો.