મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યશાયા ૨:૨૦આશરે ઈ.પૂ. ૭૫૯

    તે દિવસે માણસ, ભજવા માટે પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને, છછૂંદર તથા ચામાચિડિયા પાસે ફેંકી દેશે.

  2. યશાયા ૨:૨૧આશરે ઈ.પૂ. ૭૫૯

    જ્યારે યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે તેઓ તેના રોષથી અને તેના મહિમાના ગૌરવથી બચવા, લોકો પર્વતોની ગુફાઓમાં અને ખડકોની તિરાડોમાં ભરાઈ જશે.

  3. યશાયા ૨:૨૨આશરે ઈ.પૂ. ૭૫૯

    માણસનો ભરોસો છોડી દો, કેમ કે તેના શ્વાસ તેના નસકોરામાં છે; તે શી ગણતરીમાં છે?

  4. યશાયા ૩:૧આશરે ઈ.પૂ. ૭૫૯

    જુઓ, સૈન્યોના પ્રભુ યહોવાહ યરુશાલેમમાંથી તથા યહૂદામાંથી આધાર, ટેકો, રોટલી તથા પાણીનો આખો પુરવઠો લઈ લેનાર છે;

  5. યશાયા ૩:૨આશરે ઈ.પૂ. ૭૫૯

    શૂરવીર તથા લડવૈયા, ન્યાયાધીશ તથા પ્રબોધક, જોશી તથા વડીલ;

  6. યશાયા ૩:૩આશરે ઈ.પૂ. ૭૫૯

    સૂબેદાર, પ્રતિષ્ઠિત પુરુષ, સલાહકાર અને કુશળ કારીગર તથા ચતુર જાદુગરને તે લઈ લેશે.

  7. યશાયા ૩:૪આશરે ઈ.પૂ. ૭૫૯

    “હું જુવાનોને તેઓના આગેવાન ઠરાવીશ અને બાળકો તેઓના પર રાજ કરશે.

  8. યશાયા ૩:૫આશરે ઈ.પૂ. ૭૫૯

    લોકો એકબીજાથી અને દરેક વ્યક્તિ પોતાના પડોશીથી પીડા પામશે; બાળક વડીલનો અને સામાન્ય માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે.

  9. યશાયા ૩:૬આશરે ઈ.પૂ. ૭૫૯

    તે સમયે માણસ પોતાના ભાઈને તેના પિતાના ઘરમાં પકડીને, કહેશે કે, ‘તારી પાસે વસ્ત્ર છે; તું અમારો અધિપતિ થા અને આ ખંડિયેર તારા હાથ નીચે રહે.’

  10. યશાયા ૩:૭આશરે ઈ.પૂ. ૭૫૯

    ત્યારે તે મોટા અવાજથી કહેશે, ‘હું તો સુધારનાર થવાનો નથી; મારી પાસે રોટલી કે વસ્ત્ર નથી. તમે મને લોકોનો અધિપતિ ઠરાવશો નહિ.”

  11. યશાયા ૩:૮આશરે ઈ.પૂ. ૭૫૯

    કેમ કે યરુશાલેમની પાયમાલી અને યહૂદાની પડતી થઈ છે, કારણ કે તેઓની વાણી અને કરણીએ યહોવાહની વિરુદ્ધ તેમના રાજ અધિકારની અવગણના કરી છે.

  12. યશાયા ૩:૯આશરે ઈ.પૂ. ૭૫૯

    તેઓના ચહેરા જ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; અને તેઓ સદોમની જેમ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી. તેઓને અફસોસ છે! કેમ કે તેઓએ પોતે જ આફત વહોરી લીધી છે.

  13. યશાયા ૩:૧૦આશરે ઈ.પૂ. ૭૫૯

    ન્યાયી વ્યક્તિને કહો કે તેનું સારું થશે; કેમ કે તેઓ પોતાની કરણીનું ફળ ખાશે.

  14. યશાયા ૩:૧૧આશરે ઈ.પૂ. ૭૫૯

    દુષ્ટને અફસોસ! તે તેના માટે ખરાબ થશે, કેમ કે તે તેના હાથે કરેલાં કૃત્યનું ફળ ભોગવશે.

  15. યશાયા ૩:૧૨આશરે ઈ.પૂ. ૭૫૯

    મારા લોક પર તો બાળકો જુલમ કરે છે અને સ્ત્રીઓ તેમના પર રાજ કરે છે. મારા લોક, તમારા આગેવાનો તમને કુમાર્ગે દોરે છે અને તમારા ચાલવાના માર્ગ ગૂંચવી નાખે છે.

  16. યશાયા ૩:૧૩આશરે ઈ.પૂ. ૭૫૯

    યહોવાહ ન્યાય કરવાને ઊઠ્યા છે; પોતાના લોકોનો ન્યાય કરવાને તે ઊભા થયા છે;

  17. યશાયા ૩:૧૪આશરે ઈ.પૂ. ૭૫૯

    યહોવાહ પોતાના લોકોના વડીલોનો તથા તેમના સરદારોનો ન્યાય કરશે: “તમે દ્રાક્ષવાડીને ખાઈ ગયા છો; ગરીબોની લૂંટ તમારા ઘરમાં છે.

  18. યશાયા ૩:૧૫આશરે ઈ.પૂ. ૭૫૯

    તમે કેમ મારા લોકોને છૂંદી નાખો છો અને દરિદ્રીઓના ચહેરાને કચડો છો?” સૈન્યોના પ્રભુ, યહોવાહ એવું કહે છે.

  19. યશાયા ૩:૧૬આશરે ઈ.પૂ. ૭૫૯

    યહોવાહ કહે છે કે સિયોનની દીકરીઓ ગર્વિષ્ઠ છે અને તેઓ માથું ઊંચું રાખીને, આંખોથી કટાક્ષ મારતી, પગથી છમકારા કરતી અને ઠમકતી ઠમકતી ચાલે છે.

  20. યશાયા ૩:૧૭આશરે ઈ.પૂ. ૭૫૯

    તેથી પ્રભુ સિયોનની દીકરીઓના માથાંને ઉંદરીવાળાં કરી નાખશે અને યહોવાહ તેમને ટાલવાળા કરી નાખશે.

  21. યશાયા ૩:૧૮આશરે ઈ.પૂ. ૭૫૯

    તે દિવસે પ્રભુ પગની ઘૂંટીના દાગીનાની શોભા લઈ લેશે, માથાબાંધણ, ચંદનહાર

  22. યશાયા ૩:૧૯આશરે ઈ.પૂ. ૭૫૯

    ઝૂમખાં, બંગડીઓ, ઘૂંઘટ;

  23. યશાયા ૩:૨૦આશરે ઈ.પૂ. ૭૫૯

    મુગટો, સાંકળા, પગનાં ઝાંઝર, અત્તરદાનીઓ, માદળિયાં.

  24. યશાયા ૩:૨૧આશરે ઈ.પૂ. ૭૫૯

    ¶ વીંટી, નથ;

  25. યશાયા ૩:૨૨આશરે ઈ.પૂ. ૭૫૯

    ઉત્તમ વસ્ત્રો, ઝભ્ભાઓ, બુરખાઓ અને પાકીટ;