મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યશાયા ૧:૨૬આશરે ઈ.પૂ. ૭૫૯

    આદિકાળની જેમ હું તારા ન્યાયાધીશોને, અને પૂર્વકાળની જેમ તારા મંત્રીઓને પાછા લાવીશ; ત્યાર પછી તારું નામ ન્યાયી અને વિશ્વાસુ નગર કહેવાશે.”

  2. યશાયા ૧:૨૭આશરે ઈ.પૂ. ૭૫૯

    સિયોન ઇનસાફથી, અને પ્રભુ પાસે તેના પાછા ફરનારા ન્યાયીપણાથી ઉદ્ધાર પામશે.

  3. યશાયા ૧:૨૮આશરે ઈ.પૂ. ૭૫૯

    પણ બળવાખોરો તથા પાપીઓનો વિનાશ થશે અને યહોવાહથી વિમુખ થનાર નાશ પામશે.

  4. યશાયા ૧:૨૯આશરે ઈ.પૂ. ૭૫૯

    “કેમ કે જે એલોન વૃક્ષોને તમે ચાહતા હતા તેને લીધે તમે શરમાશો અને જે બગીચાને તમે પસંદ કર્યા હતા તેઓથી તમે લજ્જિત થશો.

  5. યશાયા ૧:૩૦આશરે ઈ.પૂ. ૭૫૯

    જે એલોન વૃક્ષનાં પાંદડાં ખરી પડે છે, અને જે બગીચામાં પાણી નથી, તેના જેવા તમે થશો.

  6. યશાયા ૧:૩૧આશરે ઈ.પૂ. ૭૫૯

    વળી જે બળવાન છે તે શણના કચરા જેવો અને તેનું કામ ચિનગારી જેવું થશે; તેઓ બન્ને સાથે બળશે અને તેને હોલવનાર કોઈ મળશે નહિ.”

  7. યશાયા ૨:૧આશરે ઈ.પૂ. ૭૫૯

    ¶ આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી સંદર્શનમાં જે વાત પ્રગટ થઈ તે.

  8. યશાયા ૨:૨આશરે ઈ.પૂ. ૭૫૯

    છેલ્લાં દિવસોમાં, યહોવાહના ઘરનો પર્વત બીજા પર્વતો કરતાં ઊંચો સ્થાપન થશે અને તેને શિખરો કરતાં ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવેશ કરશે.

  9. યશાયા ૨:૩આશરે ઈ.પૂ. ૭૫૯

    ઘણા લોકો જઈને કહેશે, “ચાલો, આપણે યહોવાહના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના ઘર પાસે ચઢી જઈએ, જેથી તે આપણને તેમના માર્ગ શીખવશે અને આપણે તેમના માર્ગમાં ચાલીશું.” કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી અને યહોવાહનાં વચન યરુશાલેમમાંથી નીકળશે

  10. યશાયા ૨:૪આશરે ઈ.પૂ. ૭૫૯

    તે વિદેશીઓમાં ઇનસાફ કરશે અને ઘણા લોકોનો ન્યાય કરશે; તેઓ પોતાની તલવારોને ટીપીને હળના ફળાં અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તલવાર ઉગામશે નહિ અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.

  11. યશાયા ૨:૫આશરે ઈ.પૂ. ૭૫૯

    હે યાકૂબના વંશજો, આવો, આપણે યહોવાહના પ્રકાશમાં ચાલીએ.

  12. યશાયા ૨:૬આશરે ઈ.પૂ. ૭૫૯

    કેમ કે તમે તમારા લોકોને, એટલે યાકૂબના સંતાનોને તજી દીધા છે, કારણ કે તેઓ પૂર્વ તરફના દેશોના રિવાજોથી ભરપૂર અને પલિસ્તીઓની જેમ શકુન જોનારા થયા છે અને તેઓ વિદેશીઓનાં સંતાનો સાથે હાથ મિલાવે છે.

  13. યશાયા ૨:૭આશરે ઈ.પૂ. ૭૫૯

    તેઓની ભૂમિ સોનાચાંદીથી ભરપૂર છે, તેઓના ખજાનાનો કોઈ પાર નથી; તેઓનો દેશ ઘોડાઓથી ભરપૂર છે અને તેઓના રથોનો કોઈ પાર નથી.

  14. યશાયા ૨:૮આશરે ઈ.પૂ. ૭૫૯

    વળી તેઓનો દેશ મૂર્તિઓથી ભરપૂર છે; તેઓ પોતાને હાથે બનાવેલી વસ્તુને, પોતાની આંગળીઓએ જે બનાવ્યું છે તેને પૂજે છે.

  15. યશાયા ૨:૯આશરે ઈ.પૂ. ૭૫૯

    તે લોકો ઘૂંટણે પડશે અને દરેક વ્યક્તિને નીચા નમાવવામાં આવશે. તેથી તેમનો સ્વીકાર કરશો નહિ.

  16. યશાયા ૨:૧૦આશરે ઈ.પૂ. ૭૫૯

    યહોવાહના ભયથી અને તેમના માહાત્મ્યના પ્રતાપથી બચવા, ખડકોમાં શરણ શોધો અને જમીનમાં સંતાઈ જાઓ.

  17. યશાયા ૨:૧૧આશરે ઈ.પૂ. ૭૫૯

    માણસની ગર્વિષ્ઠ દૃષ્ટિ નીચી કરવામાં આવશે અને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, અને તે દિવસે એકલા યહોવાહ જ શ્રેષ્ઠ મનાશે.

  18. યશાયા ૨:૧૨આશરે ઈ.પૂ. ૭૫૯

    કેમ કે તે સૈન્યોના યહોવાહનો દિવસ આવશે તે દરેક વિરુદ્ધ જે ગર્વિષ્ઠ તથા મગરૂર છે અને દરેક જે અભિમાની છે, તે સર્વને નમાવવામાં આવશે.

  19. યશાયા ૨:૧૩આશરે ઈ.પૂ. ૭૫૯

    લબાનોનનાં સર્વ મોટાં અને ઊંચાં થયેલાં દેવદાર વૃક્ષો પર અને બાશાનના સર્વ એલોન વૃક્ષો પર;

  20. યશાયા ૨:૧૪આશરે ઈ.પૂ. ૭૫૯

    અને સર્વ મોટા પર્વતો પર અને સર્વ ઊંચા ટેકરાઓ પર;

  21. યશાયા ૨:૧૫આશરે ઈ.પૂ. ૭૫૯

    અને સર્વ ઊંચા મિનારા પર અને દરેક કિલ્લાના કોટ પર;

  22. યશાયા ૨:૧૬આશરે ઈ.પૂ. ૭૫૯

    અને તાર્શીશના સર્વ વહાણો પર અને દરેક સઢવાળાં જહાજો પર તે દિવસે આવનાર છે.

  23. યશાયા ૨:૧૭આશરે ઈ.પૂ. ૭૫૯

    તે દિવસે, માણસનો ગર્વ ઉતારવામાં આવશે અને પુરુષોનું અભિમાન જતું રહેશે; એકલા યહોવાહ તે દિવસે શ્રેષ્ઠ મનાશે.

  24. યશાયા ૨:૧૮આશરે ઈ.પૂ. ૭૫૯

    મૂર્તિઓ તો બિલકુલ નાબૂદ થઈ જશે.

  25. યશાયા ૨:૧૯આશરે ઈ.પૂ. ૭૫૯

    યહોવાહ પૃથ્વીને કંપાવવાને ઊઠશે, ત્યારે તેમના ભયથી તથા તેમના મહિમાના ગૌરવથી બચવા, માણસો ખડકોની ગુફાઓમાં અને ભૂમિની બખોલમાં સંતાઈ જશે.