મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. હોશિયા ૪:૬આશરે ઈ.પૂ. ૭૮૦

    મારા લોકો ડહાપણને અભાવે નાશ પામતા જાય છે, કેમ કે તમે ડહાપણનો અનાદર કર્યો છે તેથી હું પણ તને મારા યાજકપદથી દૂર કરી દઈશ. કેમ કે તું, તારા ઈશ્વરના નિયમ ભૂલી ગયો છે, એટલે હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.

  2. હોશિયા ૪:૭આશરે ઈ.પૂ. ૭૮૦

    જેમ જેમ યાજકોની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે પાપો કરતા ગયા. હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ.

  3. હોશિયા ૪:૮આશરે ઈ.પૂ. ૭૮૦

    તેઓ મારા લોકોનાં પાપ પર નિર્વાહ કરે છે; તેઓ દુષ્ટતા કરવામાં મન લગાડે છે.

  4. હોશિયા ૪:૯આશરે ઈ.પૂ. ૭૮૦

    લોકો સાથે તથા યાજકો સાથે એવું જ થશે. હું તેઓને તેઓનાં દુષ્ટ કૃત્યો માટે સજા કરીશ તેઓનાં કામનો બદલો આપીશ.

  5. હોશિયા ૪:૧૦આશરે ઈ.પૂ. ૭૮૦

    તેઓ ખાશે પણ ધરાશે નહિ, તેઓ વ્યભિચાર કરશે પણ તેઓનો વિસ્તાર વધશે નહિ, કેમ કે તેઓ મારાથી એટલે યહોવાહથી દૂર ગયા છે અને તેઓએ મને તજી દીધો છે.

  6. હોશિયા ૪:૧૧આશરે ઈ.પૂ. ૭૮૦

    વ્યભિચાર, દ્રાક્ષારસ તથા નવો દ્રાક્ષારસ તેમની સમજને નષ્ટ કરે છે.

  7. હોશિયા ૪:૧૨આશરે ઈ.પૂ. ૭૮૦

    મારા લોકો લાકડાંની મૂર્તિઓની સલાહ પૂછે છે, તેઓની લાકડીઓ તેઓને ભવિષ્યવાણીઓ કહે છે. કેમ કે અનિચ્છનીય સંગતે તેઓને અવળે માર્ગે દોર્યા છે, તેઓએ પોતાના ઈશ્વરને છોડી દીધા છે.

  8. હોશિયા ૪:૧૩આશરે ઈ.પૂ. ૭૮૦

    તેઓ પર્વતોનાં શિખરો પર બલિદાન કરે છે; ડુંગરો પર, એલોન વૃક્ષો, પીપળ વૃક્ષો તથા એલાહ વૃક્ષોની નીચે ધૂપ બાળે છે. તેથી તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે, તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરે છે.

  9. હોશિયા ૪:૧૪આશરે ઈ.પૂ. ૭૮૦

    જ્યારે તમારી દીકરીઓ વ્યભિચાર કરશે, કે તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ. કેમ કે પુરુષો પોતે જ ગણિકાઓ સાથે વ્યવહાર રાખે છે, દેવદાસીઓની સાથે મંદિરમાં યજ્ઞો કરે છે. આ રીતે જે લોકો સમજતા નથી તેઓનો વિનાશ થશે.

  10. હોશિયા ૪:૧૫આશરે ઈ.પૂ. ૭૮૦

    હે ઇઝરાયલ, જોકે તું વ્યભિચાર કરે, પણ યહૂદિયાને દોષિત થવા દઈશ નહિ. તમે લોકો ગિલ્ગાલ જશો નહિ; બેથ-આવેન પર ચઢશો નહિ. અને “જીવતા યહોવાહના સમ” ખાશો નહિ.

  11. હોશિયા ૪:૧૬આશરે ઈ.પૂ. ૭૮૦

    કેમ કે ઇઝરાયલ અડિયલે વાછરડીની જેમ હઠીલાઈ કરી છે. પછી લીલા બીડમાં હલવાનની જેમ યહોવાહ તેઓને ચારશે.

  12. હોશિયા ૪:૧૭આશરે ઈ.પૂ. ૭૮૦

    એફ્રાઇમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે. તેને રહેવા દો.

  13. હોશિયા ૪:૧૮આશરે ઈ.પૂ. ૭૮૦

    મદ્યપાન કરી રહ્યા પછી, તેઓ વ્યભિચાર કરવાનું ચાલુ રાખે છે; તેના અધિકારીઓ મોહમાં અંધ થઈ ગયા છે.

  14. હોશિયા ૪:૧૯આશરે ઈ.પૂ. ૭૮૦

    પવને તેને પોતાની પાંખોમાં વીંટી દીધી છે; તેઓ પોતાનાં બલિદાનોને કારણે શરમાશે.

  15. હોશિયા ૫:૧આશરે ઈ.પૂ. ૭૮૦

    “હે યાજકો, તમે આ સાંભળો. હે ઇઝરાયલ લોકો, ધ્યાન આપો. હે રાજકુટુંબ તું સાંભળ. કેમ કે તમારી વિરુદ્ધ ચુકાદો આવી રહ્યો છે. મિસ્પાહમાં તમે ફાંદારૂપ બન્યા હતા, તાબોર પર જાળની જેમ પ્રસરેલા છો.

  16. હોશિયા ૫:૨આશરે ઈ.પૂ. ૭૮૦

    બંડખોરો ભ્રષ્ટાચારમાં નિમગ્ન થયા છે, પણ હું તમને સર્વને શિક્ષા કરનાર છું.

  17. હોશિયા ૫:૩આશરે ઈ.પૂ. ૭૮૦

    હું એફ્રાઇમને ઓળખું છું, ઇઝરાયલ મારાથી છુપાયેલું નથી. કેમ કે હે, એફ્રાઇમ તું તો ગણિકાના જેવું છે; ઇઝરાયલ અપવિત્ર છે.

  18. હોશિયા ૫:૪આશરે ઈ.પૂ. ૭૮૦

    તેમનાં કામો તેમને પોતાના ઈશ્વર તરફ પાછા ફરતાં રોકશે, કેમ કે તેઓમાં વ્યભિચારનો આત્મા છે, તેઓ યહોવાહને જાણતા નથી.

  19. હોશિયા ૫:૫આશરે ઈ.પૂ. ૭૮૦

    ઇઝરાયલનો ગર્વ તેની વિરુદ્ધ સાક્ષી આપે છે; ઇઝરાયલ તથા એફ્રાઇમ પોતાના અપરાધમાં ઠોકર ખાશે; યહૂદિયા પણ તેમની સાથે ઠોકર ખાશે.

  20. હોશિયા ૫:૬આશરે ઈ.પૂ. ૭૮૦

    તેઓ યહોવાહની શોધ કરવા પોતાનાં ટોળું તથા જાનવર લઈને જશે, પણ તે તેઓને મળશે નહિ, કેમ કે તે તેઓની પાસેથી જતા રહ્યા છે.

  21. હોશિયા ૫:૭આશરે ઈ.પૂ. ૭૮૦

    તેઓ યહોવાહને અવિશ્વાસુ થયા છે, કેમ કે તેઓએ બીજા કોઈનાં સંતાનોને જન્મ આપ્યો છે. હવે ચંદ્રદર્શનનો દિવસ તેઓને તેમના વતન સહિત નાશ કરશે.

  22. હોશિયા ૫:૮આશરે ઈ.પૂ. ૭૮૦

    ગિબયાહમાં શિંગ તથા રામામાં રણશિંગડું વગાડો. બેથ-આવેનમાં ભયસૂચક વગાડો: ‘હે બિન્યામીન અમે તારી પાછળ છીએ!’

  23. હોશિયા ૫:૯આશરે ઈ.પૂ. ૭૮૦

    શિક્ષાના દિવસે એફ્રાઇમ વેરાન થઈ જશે. જે નિશ્ચે થવાનું જ છે તે મેં ઇઝરાયલના કુળોને જાહેર કર્યું છે.

  24. હોશિયા ૫:૧૦આશરે ઈ.પૂ. ૭૮૦

    યહૂદિયાના આગેવાનો સરહદના પથ્થર ખસેડનારના જેવા છે. હું મારો ક્રોધ પાણીની જેમ તેઓના પર રેડીશ.

  25. હોશિયા ૫:૧૧આશરે ઈ.પૂ. ૭૮૦

    એફ્રાઇમ કચડાઈ ગયો છે, તે ન્યાયનીરૂએ કચડાઈ ગયો છે, કેમ કે તે મૂર્તિઓની પાછળ ચાલવા રાજી હતો,