- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
આ કાળની કલમો
- 2 શમુએલ ૧૩:૬આશરે ઈ.પૂ. ૧૦૩૨
તેથી આમ્નોન સૂઈ ગયો અને બીમાર હોવાનો ઢોંગ કર્યો. રાજા તેની ખબર જોવા આવ્યો, ત્યારે આમ્નોને રાજાને કહ્યું, “કૃપા કરી મારી બહેન તામારને મોકલો, કે તે મારા દેખતાં મારે માટે થોડી રસોઈ બનાવે અને હું તેના હાથે ખાઉં.”
- 2 શમુએલ ૧૩:૭આશરે ઈ.પૂ. ૧૦૩૨
ત્યારે દાઉદે તેના મહેલમાં તામારને સંદેશો કહેવડાવ્યો કે, “હમણાં તારા ભાઈ આમ્નોનને ઘરે જઈને તેને સારુ ખોરાક તૈયાર કર.”
- 2 શમુએલ ૧૩:૮આશરે ઈ.પૂ. ૧૦૩૨
તેથી તામાર પોતાના ભાઈ આમ્નોનને ઘરે ગઈ. ત્યાં તે સૂઈ રહ્યો હતો. તેણે લોટ લઈને તેના દેખતાં રોટલી બનાવી અને શેકી.
- 2 શમુએલ ૧૩:૯આશરે ઈ.પૂ. ૧૦૩૨
પછી તેણે તવામાંથી રોટલી લઈને તેને આપી, પણ આમ્મોને તે ખાવાની ના પાડી. પછી આમ્નોને ત્યાં હાજર રહેલાઓને કહ્યું, “સર્વ માણસોને મારી પાસેથી બહાર મોકલી દો.” તેથી સર્વ તેની પાસેથી બહાર ગયા.
- 2 શમુએલ ૧૩:૧૦આશરે ઈ.પૂ. ૧૦૩૨
¶ પછી આમ્નોને તામારને કહ્યું, “ખોરાક મારા ઓરડામાં લાવ કે હું તારા હાથથી તે ખાઉં.” પછી જે રોટલી તેણે બનાવી હતી તે લઈને તેના ભાઈ આમ્નોનના શયનગૃહમાં આવી.
- 2 શમુએલ ૧૩:૧૧આશરે ઈ.પૂ. ૧૦૩૨
જયારે તે તેની પાસે ખોરાક લાવી, ત્યારે તેણે તેને પકડીને કહ્યું, “મારી બહેન, આવ, મારી સાથે સૂઈ જા.”
- 2 શમુએલ ૧૩:૧૨આશરે ઈ.પૂ. ૧૦૩૨
તામારે તેને ઉત્તર આપ્યો કે, “નહિ, મારા ભાઈ, મારી સાથે બળજબરી કરીશ નહિ, કેમ કે આવું કશું કૃત્ય ઇઝરાયલમાં થવું ન જોઈએ. આવું આઘાતજનક કાર્ય ન કર!
- 2 શમુએલ ૧૩:૧૩આશરે ઈ.પૂ. ૧૦૩૨
¶ હું આ મારા જીવનમાં આબરુહીન થઈને ક્યાં જાઉં? વળી આ કૃત્યને કારણે આખા ઇઝરાયલમાં તું બહુ મોટો મૂર્ખ જેવો બનીશ. મહેરબાની કરીને, હું તને કહું છું કે તું રાજાને કહે. તે તને મારી સાથે લગ્ન કરવાની મંજૂરી આપશે.”
- 2 શમુએલ ૧૩:૧૪આશરે ઈ.પૂ. ૧૦૩૨
પણ આમ્નોને તેનું કહેવું ગણકાર્યું નહિ. તે તેના કરતાં બળવાન હોવાથી, તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો.
- 2 શમુએલ ૧૩:૧૫આશરે ઈ.પૂ. ૧૦૩૨
¶ પછી આમ્નોનને તેના પર અતિશય ધિક્કાર ઉપજ્યો, તે તેને ચાહતો હતો તે કરતાં તેને વધારે તેને ધિક્કારવા લાગ્યો. આમ્નોને તેને કહ્યું, “ઊઠીને જતી રહે.”
- 2 શમુએલ ૧૩:૧૬આશરે ઈ.પૂ. ૧૦૩૨
તેણે તેને જવાબ આપ્યો કે, “હું જવાની નથી. કારણ કે તેં મારી સાથે જે કર્યું છે તે કરતાં મને કાઢી મૂકવી એ વધારે ખરાબ છે.” પણ આમ્નોને તેનું કહેવું સાંભળ્યું નહિ.
- 2 શમુએલ ૧૩:૧૭આશરે ઈ.પૂ. ૧૦૩૨
તેણે પોતાના અંગત ચાકરને બોલાવીને કહ્યું કે,” આ સ્ત્રીને મારી પાસેથી બહાર કાઢી મૂક અને પછીથી બારણું બંધ કર.”
- 2 શમુએલ ૧૩:૧૮આશરે ઈ.પૂ. ૧૦૩૨
¶ પછી તેના ચાકરોએ તેને બહાર કાઢી મૂકી અને બારણું અંદરથી બંધ કરી દીધું. તામારે નવરંગી વસ્ત્ર પહેરેલું હતું. કેમ કે રાજાની કુંવારી દીકરીઓ એવા વસ્ત્ર પહેરતી હતી.
- 2 શમુએલ ૧૩:૧૯આશરે ઈ.પૂ. ૧૦૩૨
તામારે પોતાના માથા પર રાખ નાખી અને તેણે પહેરેલું વસ્ત્ર ફાડ્યું. તે પોતાના હાથ માથા પર મૂકીને પોક મૂકીને રડતી રડતી ચાલી ગઈ.
- 2 શમુએલ ૧૩:૨૦આશરે ઈ.પૂ. ૧૦૩૨
¶ તેના ભાઈ આબ્શાલોમે તેને કહ્યું કે, શું તારો ભાઈ આમ્નોને તને કશું કર્યુ છે? પણ હવે શાંત થઈ જા, મારી બહેન તે તારો ભાઈ છે. એને લીધે અંતર ખેદિત કરીશ નહિ.” તેથી તામાર પોતાના ભાઈ આબ્શાલોમના ઘરે એકલી રહી.
- 2 શમુએલ ૧૩:૨૧આશરે ઈ.પૂ. ૧૦૩૨
પણ જયારે દાઉદ રાજાએ એ સર્વ વાતો સાંભળી, ત્યારે તે ઘણો ગુસ્સે થયો.
- 2 શમુએલ ૧૩:૨૨આશરે ઈ.પૂ. ૧૦૩૨
આબ્શાલોમે પોતાના ભાઈ આમ્નોનને કશું કહ્યું નહિ, પણ આબ્શાલોમે તેનો તિરસ્કાર કર્યો, કારણ કે તેણે તેની બહેન તામાર ઉપર બળાત્કાર કર્યો હતો.
- 2 શમુએલ ૧૩:૨૩આશરે ઈ.પૂ. ૧૦૩૦
¶ બે વર્ષ થયા પછી એમ થયું કે, એફ્રાઇમે નજીકના બાલ-હાસોરમાં આબ્શાલોમ પાસે ઘેટાં કાતરનારાઓને કામે બોલાવ્યા હતા, ત્યાં આબ્શાલોમે રાજાના સર્વ કુંવરોને આમંત્રણ આપ્યું હતું.
- 2 શમુએલ ૧૩:૨૪આશરે ઈ.પૂ. ૧૦૩૦
આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું કે, “હે રાજા જો હવે, તારા દાસ પાસે ઘેટાં કાતરનારાઓ છે. કૃપા કરી, રાજા તથા તેના ચાકરોને તમારા સેવક સાથે આવવાની પરવાનગી આપો.”
- 2 શમુએલ ૧૩:૨૫આશરે ઈ.પૂ. ૧૦૩૦
¶ રાજાએ આબ્શાલોમને જવાબ આપ્યો કે, “નહિ, મારા દીકરા, અમે સર્વ તો નહિ આવીએ, કારણ કે અમે તને ભારરૂપ થઈએ.” આબ્શાલોમે રાજાને આગ્રહ કર્યો, પણ તે ગયો નહિ, પણ છતાં તેણે તેને આશીર્વાદ આપ્યો.
- 2 શમુએલ ૧૩:૨૬આશરે ઈ.પૂ. ૧૦૩૦
પછી આબ્શાલોમે કહ્યું કે, “જો એમ નહિ તો, કૃપા કરી મારા ભાઈ આમ્નોનને મારી સાથે આવવા દે.” તેથી રાજાએ તેને કહ્યું, “શા માટે આમ્નોન તારી સાથે આવે?”
- 2 શમુએલ ૧૩:૨૭આશરે ઈ.પૂ. ૧૦૩૦
¶ આબ્શાલોમે દાઉદને આગ્રહ કર્યો અને તેથી તેણે આમ્નોનને તથા રાજાના સર્વ પુત્રોને તેની સાથે જવા દીધા.
- 2 શમુએલ ૧૩:૨૮આશરે ઈ.પૂ. ૧૦૩૦
આબ્શાલોમે પોતાના ચાકરોને આજ્ઞા કરીને કહ્યું કે, “ધ્યાનથી સાંભળો. જયારે આમ્નોન દ્રાક્ષારસ પીવાની શરૂઆત કરે, અને હું તમને કહું કે, ‘આમ્નોન પર હુમલો કરો,’ ત્યારે તેને મારી નાખજો. બીશો નહિ. એ મારી આજ્ઞા છે. હિંમત રાખો શૂરાતન બતાવજો.”
- 2 શમુએલ ૧૩:૨૯આશરે ઈ.પૂ. ૧૦૩૦
તેથી આબ્શાલોમે આજ્ઞા આપી હતી તેમ તેના ચાકરોએ આમ્નોનને પૂરો કરી નાખ્યો. પછી રાજાના સઘળા પુત્રો ઊઠ્યા અને દરેક પોતપોતાના ગધેડા પર બેસીને નાસી ગયા.
- 2 શમુએલ ૧૩:૩૦આશરે ઈ.પૂ. ૧૦૩૦
¶ તેઓ માર્ગમાં જતા હતા, એવામાં દાઉદને એવા સમાચાર મળ્યા કે, આબ્શાલોમે તમામ રાજકુંવરોને મારી નાખ્યા છે અને તેઓમાંથી કોઈને પણ જીવતો રહેવા દીધો નથી.”