- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
આ કાળની કલમો
- 2 શમુએલ ૧૧:૧૪આશરે ઈ.પૂ. ૧૦૩૫
¶ તેથી સવારમાં દાઉદે યોઆબ ઉપર પત્ર લખ્યો અને તે પત્ર ઉરિયાની મારફતે મોકલ્યો.
- 2 શમુએલ ૧૧:૧૫આશરે ઈ.પૂ. ૧૦૩૫
દાઉદે પત્રમાં એમ લખ્યું કે, “ઉરિયાને દારુણ યુદ્ધમાં સૌથી આગળ રાખજે અને પછી તેની પાસેથી તમે દૂર ખસી જજો, જેથી તે દુશ્મનોના પ્રહારથી માર્યો જાય.”
- 2 શમુએલ ૧૧:૧૬આશરે ઈ.પૂ. ૧૦૩૫
¶ યોઆબે નગર ઉપર ઘેરાબંધી કરી હતી, તેણે ઉરિયાને એવી જગ્યાએ ફરજ સોંપી કે જે વિષે તે જાણતો હતો કે ત્યાં શત્રુઓના શૂરવીર સૈનિકોનો મારો રહેવાનો છે.
- 2 શમુએલ ૧૧:૧૭આશરે ઈ.પૂ. ૧૦૩૫
જયારે નગરના માણસો બહાર આવીને યોઆબના સૈન્ય સાથે લડ્યા, ત્યારે દાઉદના સૈનિકોમાંથી કેટલાક મરણ પામ્યા અને ત્યાં ઉરિયા હિત્તી પણ માર્યો ગયો.
- 2 શમુએલ ૧૧:૧૮આશરે ઈ.પૂ. ૧૦૩૫
¶ યોઆબે યુદ્ધ વિષેના અહેવાલ આપવા દાઉદ સંદેશાવાહકોને મોકલી.
- 2 શમુએલ ૧૧:૧૯આશરે ઈ.પૂ. ૧૦૩૫
ત્યારે તેણે સંદેશાવાહકને આજ્ઞા આપી કહાવ્યું હતું કે, જયારે તુંપાસે યુદ્ધની સર્વ બાબતો રાજાને કહી રહે,
- 2 શમુએલ ૧૧:૨૦આશરે ઈ.પૂ. ૧૦૩૫
ત્યાર પછી જો કે રાજા ક્રોધે ભરાય અને તને એમ કહે કે, “લડવા સારું નગરની એટલી બધી નજીક તમે કેમ ગયા? શું તમે નહોતા જાણતા, કે તેઓ કોટ પરથી હુમલો કરશે?
- 2 શમુએલ ૧૧:૨૧આશરે ઈ.પૂ. ૧૦૩૫
¶ યરૂબ્બેશેથના દીકરા અબીમેલેખેને કોણે માર્યો? શું એક સ્ત્રીએ કોટ ઉપરથી ઘંટીનું ઉપલું પડ નાખ્યું તેથી તે તેબેસમાં મરણ નહોતો પામ્યો? શા માટે તમે કોટની એટલી નજીક ગયા?’ પછી તારે ઉત્તર આપવો કે, ‘તારો દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો છે.’”
- 2 શમુએલ ૧૧:૨૨આશરે ઈ.પૂ. ૧૦૩૫
¶ પછી સંદેશાવાહક ત્યાંથી નીકળી અને દાઉદ પાસે ગયો. યોઆબે તેને જે કહેવા મોકલ્યો હતો તે સર્વ બાબતો તેણે દાઉદને કહી.
- 2 શમુએલ ૧૧:૨૩આશરે ઈ.પૂ. ૧૦૩૫
તેણે દાઉદને કહ્યું, “આપણે બળવાન હતા તેનાથી પણ વધારે બળવાન શત્રુઓ હતા; તેઓ અમારી સમક્ષ મેદાનમાં આવ્યા પણ અમે દરવાજાના પ્રવેશદ્વારેથી જ તેમને પાછા પાડ્યા.
- 2 શમુએલ ૧૧:૨૪આશરે ઈ.પૂ. ૧૦૩૫
અને તેના ધનુર્ધારીઓએ કોટ ઉપરથી અમારા પર તીરંદાજી કરી. અને અમારામાંથી કેટલાક માર્યા ગયા અને રાજાના દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો.”
- 2 શમુએલ ૧૧:૨૫આશરે ઈ.પૂ. ૧૦૩૫
પછી દાઉદે સંદેશાવાહકને કહ્યું કે, “યોઆબને આમ કહેજે કે, ‘એથી તું દુઃખી ન થતો, કેમ કે તલવાર તો જેમ એકનો તેમ જ બીજાનો પણ નાશ કરે છે. તું નગર વિરુદ્ધ સખત યુદ્ધ કરીને, તેનો પરાજય કરજે.’ અને તું યોઆબને હિંમત આપજે.”
- 2 શમુએલ ૧૧:૨૬આશરે ઈ.પૂ. ૧૦૩૫
¶ જયારે ઉરિયાની પત્નીએ સાંભળ્યું કે, તેનો પતિ ઉરિયા યુદ્ધમાં મરણ પામ્યો છે, ત્યારે તેણે પોતાના પતિને માટે વિલાપ કર્યો.
- 2 શમુએલ ૧૧:૨૭આશરે ઈ.પૂ. ૧૦૩૫
જયારે તેના શોકના દિવસો પૂરા થયા ત્યારે દાઉદે માણસ મોકલીને તેને તેના ઘરેથી મહેલમાં તેડાવી લીધી. અને તે તેની પત્ની થઈ. તેણે પુત્રને જન્મ આપ્યો. પણ દાઉદે જે કર્યું હતું તે ઈશ્વરની દ્રષ્ટિમાં દુષ્ટ હતું.
- 2 શમુએલ ૧૨:૧આશરે ઈ.પૂ. ૧૦૩૪
¶ પછી ઈશ્વરે નાથાન પ્રબોધકને દાઉદ પાસે મોકલ્યો. તેણે તેની પાસે આવીને કહ્યું કે, “નગરમાં બે માણસ હતા. એક દ્રવ્યવાન અને બીજો ગરીબ હતો.
- 2 શમુએલ ૧૨:૨આશરે ઈ.પૂ. ૧૦૩૪
ધનવાનની પાસે પુષ્કળ સંખ્યામાં ઘેટાં તથા અન્ય જાનવર હતાં,
- 2 શમુએલ ૧૨:૩આશરે ઈ.પૂ. ૧૦૩૪
પણ દરિદ્રી માણસ પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું. તેણે તે વેચાતી લઈને તેનું પોષણ કર્યું હતું. તે તેની સાથે તથા તેનાં છોકરાં સાથે ઊછરી હતી. તે તેની થાળીમાંથી ખાતી અને તેના પ્યાલામાંથી પીતી હતી. તેની પથારીમાં તે સૂતી હતી તે તેની દીકરી જેવી હતી.
- 2 શમુએલ ૧૨:૪આશરે ઈ.પૂ. ૧૦૩૪
¶ એક દિવસ તે શ્રીમંત માણસને ત્યાં એક વટેમાર્ગુ આવ્યો. શ્રીમંતે પોતાને ઘરે આવેલા વટેમાર્ગુના ભોજન માટે પોતાનાં ઘેટાં કે અન્ય જાનવરોમાંથી કોઈ પશુને લીધું નહિ. પણ પેલા દરિદ્રી માણસની ઘેટી આંચકી લીધી અને તેને ત્યાં આવેલા વટેમાર્ગુને માટે તેનું શાક બનાવ્યું.”
- 2 શમુએલ ૧૨:૫આશરે ઈ.પૂ. ૧૦૩૪
એ સાંભળીને દાઉદ પેલા ધનવાન માણસ પર ઘણો ગુસ્સે થયો. તેણે નાથાનને કહ્યું કે, “જીવતા ઈશ્વરના સમ, જે માણસે એ કૃત્ય કર્યું છે તે મરણદંડને યોગ્ય છે.
- 2 શમુએલ ૧૨:૬આશરે ઈ.પૂ. ૧૦૩૪
તેણે ઘેટીના બચ્ચાના બદલે ચારગણું પાછું આપવું પડશે કેમ કે તેણે એવું કૃત્ય કર્યું છે, તેને તે દરિદ્ર માણસ પર કંઈ દયા આવી નહિ.”
- 2 શમુએલ ૧૨:૭આશરે ઈ.પૂ. ૧૦૩૪
¶ પછી નાથાને દાઉદને કહ્યું કે, “તું જ તે માણસ છે! ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર, કહે છે કે, ‘મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષેક કર્યો અને મેં તને શાઉલના હાથમાંથી છોડાવ્યો હતો.
- 2 શમુએલ ૧૨:૮આશરે ઈ.પૂ. ૧૦૩૪
મેં તેનો મહેલ તને આપ્યો. અને તેની પત્નીઓ તને આપી. મેં તને ઇઝરાયલનું તથા યહૂદાનું રાજય પણ આપ્યું. જો તે તને ઘણું ઓછું પડ્યું હોત તો હું બીજી ઘણી વધારાની વસ્તુઓ પણ તને આપત.
- 2 શમુએલ ૧૨:૯આશરે ઈ.પૂ. ૧૦૩૪
¶ તો શા માટે તેં ઈશ્વરની આજ્ઞા તુચ્છ ગણીને તેમની દ્રષ્ટિમાં જે દુશમાર તે કર્યો છે? તેં ઉરિયા હિત્તીને તલવારથી મારી નંખાવ્યો. અને તેની પત્નીને તેં તારી પત્ની બનાવી લીધી. તેં તેને આમ્મોની સૈન્યની તલવારથી મારવાનું કાવતરું કર્યું.
- 2 શમુએલ ૧૨:૧૦આશરે ઈ.પૂ. ૧૦૩૪
તેથી હવે તલવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહિ, કેમ કે તેં મને ધિક્કાર્યો છે અને ઉરિયા હિત્તીની પત્નીને પોતાની પત્ની કરી લીધી છે.’
- 2 શમુએલ ૧૨:૧૧આશરે ઈ.પૂ. ૧૦૩૪
ઈશ્વર કહે છે કે, ‘જો, હું તારા પોતાના ઘરમાંથી તારી વિરુદ્ધ આફત ઊભી કરીશ. તારી પોતાની નજર આગળથી હું તારી પત્નીઓને લઈને તારા પડોશીને આપીશ. દિવસે પણ તે તારી પત્નીઓની આબરુ લેશે.