- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
આ કાળની કલમો
- 2 શમુએલ ૧૦:૮આશરે ઈ.પૂ. ૧૦૩૭
આમ્મોનીઓએ બહાર નીકળીને તેમના નગરના દરવાજાના પ્રવેશદ્વાર આગળ વ્યૂહરચના કરી, સોબાહના તથા રહોબના અરામીઓ, ટોબના તથા માકાના માણસો પોતે ખુલ્લાં મેદાનમાં અલગ ઊભા હતા.
- 2 શમુએલ ૧૦:૯આશરે ઈ.પૂ. ૧૦૩૭
¶ જયારે યોઆબે જોયું કે પોતાની આગળ તથા પાછળ યુદ્ધવ્યૂહ રચાયેલો છે, ત્યારે તેણે ઇઝરાયલના ઉત્તમ લડવૈયાઓમાંથી કેટલાકને પસંદ કર્યા અને તેઓને અરામીઓ સામે ગોઠવ્યા.
- 2 શમુએલ ૧૦:૧૦આશરે ઈ.પૂ. ૧૦૩૭
બાકીના સૈન્યને તેણે પોતાના ભાઈ અબિશાયના અધિકાર નીચે રાખ્યા, તેણે તેઓને આમ્મોનના સૈન્યની સામે યુદ્ધ માટે ગોઠવ્યા.
- 2 શમુએલ ૧૦:૧૧આશરે ઈ.પૂ. ૧૦૩૭
¶ યોઆબે અબિશાયને કહ્યું કે, “જો અરામીઓ અમને ભારે પડે, તો તું મને નિશ્ચે બચાવજે. પણ જો આમ્મોનીઓનું સૈન્ય તને ભારે પડે, તો હું આવીને તને બચાવીશ.
- 2 શમુએલ ૧૦:૧૨આશરે ઈ.પૂ. ૧૦૩૭
બહાદુરી બતાવજો, આપણે આપણા લોકને માટે તથા ઈશ્વરના નગરોને માટે શૂરાતન બતાવીએ, પછી ઈશ્વર પોતાના ઉદ્દેશ માટે તેમને જે યોગ્ય લાગે તે મુજબ કરે.”
- 2 શમુએલ ૧૦:૧૩આશરે ઈ.પૂ. ૧૦૩૭
¶ યોઆબ અને તેના સૈન્યના સૈનિકો અરામીઓ સામે યુદ્ધ કરવાને આગળ આવ્યા અને તેઓ ઇઝરાયલના સૈન્યની આગળથી નાસી ગયા.
- 2 શમુએલ ૧૦:૧૪આશરે ઈ.પૂ. ૧૦૩૭
જયારે આમ્મોનીઓના સૈન્યએ જોયું કે અરામીઓ નાસી ગયા છે, ત્યારે તેઓ પણ અબિશાયની આગળથી નાસીને નગરમાં જતા રહ્યા. પછી યોઆબ આમ્મોનીઓ પાસેથી પાછો વળીને યરુશાલેમમાં પરત આવ્યો.
- 2 શમુએલ ૧૦:૧૫આશરે ઈ.પૂ. ૧૦૩૬
¶ અને જયારે અરામીઓએ જોયું કે તેઓને ઇઝરાયલે પરાજિત કર્યા છે, ત્યાર પછી તેઓ ફરીથી એકત્ર થયા.
- 2 શમુએલ ૧૦:૧૬આશરે ઈ.પૂ. ૧૦૩૬
પછી હદાદેઝેરે માણસ મોકલીને ફ્રાત નદીની પેલી બાજુ રહેનાર અરામીઓના સૈન્યને બોલાવ્યું. તેના સૈનિકો હદાદેઝેરના સૈન્યના સેનાપતિ શોબાખની આગેવાની નીચે હેલામમાં આવ્યા.
- 2 શમુએલ ૧૦:૧૭આશરે ઈ.પૂ. ૧૦૩૬
¶ જયારે દાઉદને એની બાતમી મળી ત્યારે તેણે સર્વ ઇઝરાયલને એકત્ર કર્યા, તે યર્દન ઓળંગીને હેલામમાં આવ્યો. અરામીઓએ પોતે દાઉદ સામે વ્યૂહરચના કરી અને તેની સાથે લડ્યા.
- 2 શમુએલ ૧૦:૧૮આશરે ઈ.પૂ. ૧૦૩૬
અરામીઓ ઇઝરાયલ સામેથી નાસી ગયા. દાઉદે અરામીઓના સાતસો રથસવારોને તથા ચાળીસ હજાર ઘોડેસવારોને મારી નાખ્યા. તેઓના સૈન્યનો સેનાપતિ શોબાખ ઘવાયો અને ત્યાં જ મરણ પામ્યો.
- 2 શમુએલ ૧૦:૧૯આશરે ઈ.પૂ. ૧૦૩૬
જયારે સઘળા રાજાઓ જે હદાદેઝેરના તાબેદારો હતા તેઓએ જોયું કે તેઓ ઇઝરાયલ દ્વારા પરાજિત થયા છે, ત્યારે અરામીઓએ ઇઝરાયલ સાથે સંધિ કરીને તેઓના તાબેદારો થયા. તેથી ત્યાર બાદ અરામીઓ આમ્મોન પુત્રોની મદદે આવતાં ગભરાતા હતા.
- 2 શમુએલ ૧૧:૧આશરે ઈ.પૂ. ૧૦૩૫
¶ વસંતઋતુમાં જયારે બધા રાજાઓ સામાન્ય રીતે યુદ્ધ કરવા માટે બહાર જતા હતા, ત્યારે દાઉદે યોઆબને, તેના ચાકરોને તથા ઇઝરાયલના સૈન્યને મોકલ્યું. તેઓએ આમ્મોનીઓનો નાશ કર્યો અને રાબ્બાને ઘેરી લીધું. પણ દાઉદ યરુશાલેમમાં જ રહ્યો.
- 2 શમુએલ ૧૧:૨આશરે ઈ.પૂ. ૧૦૩૫
¶ એક સાંજે દાઉદ પોતાના પલંગ ઉપરથી ઊઠીને રાજમહેલની છત ઉપર ચાલતો હતો. ત્યાંથી એટલે કે છત પરથી તેણે એક સ્ત્રીને સ્નાન કરતા જોઈ. તે સ્ત્રી દેખાવમાં ઘણી સુંદર હતી.
- 2 શમુએલ ૧૧:૩આશરે ઈ.પૂ. ૧૦૩૫
તેથી દાઉદે માણસ મોકલીને જેઓ તે સ્ત્રી વિષે જાણતા હતા તેઓને પૂછપરછ કરાવી. તો કોઈએકે કહ્યું, “શું એ એલીઆમની દીકરી, ઉરિયા હિત્તીની પત્ની બાથશેબા નથી?”
- 2 શમુએલ ૧૧:૪આશરે ઈ.પૂ. ૧૦૩૫
¶ દાઉદે સંદેશાવાહકો મોકલીને તેને તેડી મંગાવી; તે તેની પાસે આવી અને તે તેની સાથે સૂઈ ગયો તે પોતાની માસિક અશુદ્ધતામાંથી શુદ્ધ થઈ હતી. પછી તે પોતાને ઘરે પાછી ગઈ.
- 2 શમુએલ ૧૧:૫આશરે ઈ.પૂ. ૧૦૩૫
તે સ્ત્રીને ગર્ભ રહ્યો, તેણે માણસ મોકલીને દાઉદને કહાવ્યું કે; “હું ગર્ભવતી છું.”
- 2 શમુએલ ૧૧:૬આશરે ઈ.પૂ. ૧૦૩૫
¶ પછી દાઉદે યોઆબની પાસે માણસ મોકલીને કહાવ્યું કે, “ઉરિયા હિત્તીને મારી પાસે મોકલ.” તેથી યોઆબે ઉરિયાને દાઉદ પાસે મોકલ્યો.
- 2 શમુએલ ૧૧:૭આશરે ઈ.પૂ. ૧૦૩૫
ઉરિયા તેની પાસે આવ્યો ત્યારે દાઉદે તેને પૂછ્યું, યોઆબ કેમ છે? સૈન્યની શી ખબર છે? યુદ્ધ કેવું ચાલે છે?
- 2 શમુએલ ૧૧:૮આશરે ઈ.પૂ. ૧૦૩૫
પછી ઉરિયાને દાઉદને કહ્યું કે, “તારે ઘરે જા અને વિશ્રામ કર.” તેથી ઉરિયા રાજાના મહેલમાંથી ગયો અને તેના ગયા પછી રાજા તરફથી ઉરિયાને માટે ભેટ મોકલવામાં આવી.
- 2 શમુએલ ૧૧:૯આશરે ઈ.પૂ. ૧૦૩૫
¶ પણ ઉરિયા ઘરે જવાને બદલે રાજાના મહેલનાં દરવાજા પાસે રાજાના ચાકરોની સાથે સૂઈ રહ્યો. તે પોતાના ઘરે ગયો નહિ.
- 2 શમુએલ ૧૧:૧૦આશરે ઈ.પૂ. ૧૦૩૫
દાઉદને જણાવવાંમાં આવ્યું કે, “ઉરિયા પોતાને ઘરે ગયો નથી,” તેથી દાઉદે ઉરિયાને કહ્યું કે, “શું તું મુસાફરીએથી આવ્યો નથી? તો તું શા માટે તારે ઘરે ગયો નહિ?”
- 2 શમુએલ ૧૧:૧૧આશરે ઈ.પૂ. ૧૦૩૫
ઉરિયાએ દાઉદને જવાબ આપ્યો, “કરારકોશ, ઇઝરાયલ અને યહૂદા તંબુઓમાં રહે છે અને મારો માલિક સેનાપતિ યોઆબ અને તેના દાસો ખુલ્લાં મેદાનમાં છાવણીમાં રહે છે. તો હું કેવી રીતે ખાવા, પીવા અને મારી સ્ત્રી સાથે સૂવા મારે ઘરે જાઉં? તમારા અને તમારા જીવના સમ, હું એ પ્રમાણે કરનાર નથી.”
- 2 શમુએલ ૧૧:૧૨આશરે ઈ.પૂ. ૧૦૩૫
¶ તેથી દાઉદે ઉરિયાને કહ્યું કે, “આજે પણ અહીં રહે અને કાલે હું તને જવા દઈશ.” તેથી ઉરિયા તે દિવસે અને તે પછીના દિવસે યરુશાલેમમાં રહ્યો.
- 2 શમુએલ ૧૧:૧૩આશરે ઈ.પૂ. ૧૦૩૫
દાઉદે તેને બોલાવ્યો, તેણે તેની આગળ ખાધું, પીધું. દાઉદે તેને નશો કરાવ્યો. તે સાંજે પણ તે પોતાના પલંગ પર દાઉદના ચાકરો સાથે સૂવાને ગયો; પણ પોતાને ઘરે ગયો નહી.