મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યર્મિયા ૪૯:૩આશરે ઈ.પૂ. ૫૮૩

    “હે હેશ્બોન, વિલાપ કર. આમ્મોનમાંનું આય નગર નાશ પામ્યું છે! રાબ્બાહની દીકરીઓ રુદન કરો, શોકનાં વસ્ત્રો પહેરો, રડતાં રડતાં વાડામાં આમતેમ દોડો, કેમ કે મિલ્કોમ, તેના યાજકો અને સરદારો સર્વ બંદીવાસમાં જશે.

  2. યર્મિયા ૪૯:૪આશરે ઈ.પૂ. ૫૮૩

    તમારા બળનું તમને શા માટે અભિમાન છે? હે અવિશ્વાસી દીકરી તારું બળ નાશ પામશે, તું દ્રવ્ય પર ભરોસો રાખીને કહે છે કે, મારી સામો કોણ આવશે?’

  3. યર્મિયા ૪૯:૫આશરે ઈ.પૂ. ૫૮૩

    જુઓ, પરંતુ સૈન્યોના પ્રભુ યહોવાહ કહે છે કે, હું તમારા પર વિપત્તિ લાવીશ. “હું દરેક બાજુએથી તારા પર વિપત્તિઓ લાવીશ. દરેક તેનાથી બીને નાસી જશે. અને નાસી જનારાઓની સંભાળ રાખનારું કોઈ નહિ હોય.

  4. યર્મિયા ૪૯:૬આશરે ઈ.પૂ. ૫૮૩

    પરંતુ પાછળથી હું આમ્મોનીઓનું ભાગ્ય ફેરવી નાખીશ’ એમ યહોવાહ કહે છે.

  5. યર્મિયા ૪૯:૭આશરે ઈ.પૂ. ૫૮૩

    અદોમના લોકો વિષે સૈન્યોના યહોવાહ કહે છે; “તેમાનમાં કશી બુદ્ધિ રહી નથી? શું તેમના સમજુ પુરુષો સમજણ ખોઈ બેઠા છે? તેઓનું ડહાપણ શું જતું રહ્યું છે?

  6. યર્મિયા ૪૯:૮આશરે ઈ.પૂ. ૫૮૩

    હે દદાનના રહેવાસીઓ, નાસો, પાછા ફરો. એકાંત જગ્યામાં જાઓ. કેમ કે એસાવના વંશજોની સજાનો સમય આવ્યો છે અને હું તેઓના પર વિનાશ ઉતારનાર છું.

  7. યર્મિયા ૪૯:૯આશરે ઈ.પૂ. ૫૮૩

    જ્યારે દ્રાક્ષ ઉતારનાર આવે છે ત્યારે તેઓ થોડી દ્રાક્ષ વેલ પર રહેવા દેતા નથી? જો રાતે ચોર આવે છે તો તેને જોઈએ એટલું શું ચોરી નહિ જાય?

  8. યર્મિયા ૪૯:૧૦આશરે ઈ.પૂ. ૫૮૩

    પરંતુ હું એસાવને ખાલી કરી નાખીશ. મેં તેના ગુપ્ત સ્થાનો ખુલ્લાં કર્યા છે. તેને સંતાવાની જગ્યા રહેશે નહિ, તેનાં બાળકો, તેના ભાઈઓ, તેના પડોશીઓ, સર્વ નાશ પામશે અને તેઓ બધા સમાપ્ત થઈ જશે.

  9. યર્મિયા ૪૯:૧૧આશરે ઈ.પૂ. ૫૮૩

    તારાં અનાથ બાળકોને અહીં મૂકી જા, હું તેમને સંભાળીશ. તારી વિધવાઓએ મારો વિશ્વાસ રાખવો.”

  10. યર્મિયા ૪૯:૧૨આશરે ઈ.પૂ. ૫૮૩

    ¶ યહોવાહ કહે છે; “જુઓ, જેણે સજાનો પ્યાલો પીવો ન જોઈએ તે પણ નિશ્ચે પીશે, શું તને શિક્ષા થયા વગર રહેશે? તારે સજા ચોક્કસ ભોગવવી જ પડશે, તારે એ પ્યાલો ચોક્કસ પીવો જ પડશે.

  11. યર્મિયા ૪૯:૧૩આશરે ઈ.પૂ. ૫૮૩

    કેમ કે, હું મારા જીવના સમ ખાઈને કહું છું કે’ એમ યહોવાહ કહે છે “બોસરા વિસ્મિત, નિંદારૂપ, શાપરૂપ અને ઉજ્જડ થઈ જશે અને બધાં નગરો સદા ઉજ્જડ થઈ જશે.”

  12. યર્મિયા ૪૯:૧૪આશરે ઈ.પૂ. ૫૮૩

    મેં યહોવાહ પાસેથી આ સંદેશો સાંભળ્યો છે, તેમણે બધા દેશોમાં સંદેશાવાહક મોકલ્યા છે; “સર્વ એકત્રિત થાઓ અને તેના પર ચઢાઈ કરો; લડાઈ માટે ઊઠો.’

  13. યર્મિયા ૪૯:૧૫આશરે ઈ.પૂ. ૫૮૩

    કેમ કે જુઓ, મેં તને પ્રજાઓમાં કનિષ્ઠ અને મનુષ્યમાં તુચ્છ કર્યો છે.

  14. યર્મિયા ૪૯:૧૬આશરે ઈ.પૂ. ૫૮૩

    હે ખડકની ફાટોમાં વસનાર, ઊંચા શિખરોને આશરે રહેનાર, તારા અંતરના અભિમાને તને ખોટે રસ્તે દોરવ્યો છે, તું તારો માળો ગરુડના જેટલો ઊંચો બાંધે, તોપણ હું તને ત્યાંથી નીચો પાડીશ.” એમ યહોવાહ કહે છે.

  15. યર્મિયા ૪૯:૧૭આશરે ઈ.પૂ. ૫૮૩

    તેથી અદોમ વિસ્મયપાત્ર બનશે. ત્યાં થઈને જતા આવતા સર્વ વિસ્મય પામશે. અને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.

  16. યર્મિયા ૪૯:૧૮આશરે ઈ.પૂ. ૫૮૩

    યહોવાહ કહે છે કે સદોમ અને ગમોરાનો તથા તેમની આસપાસના ગામોનો નાશ થયો તેમ, તેમાં કોઈ વસશે નહિ. ત્યાં કોઈ માણસ ફરી ઘર નહિ કરે.

  17. યર્મિયા ૪૯:૧૯આશરે ઈ.પૂ. ૫૮૩

    જુઓ, સિંહ યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ ચરાણમાં ચઢી આવે છે! હું પણ અચાનક અદોમને ત્યાંથી નસાડીશ અને જેને મેં પસંદ કર્યો છે તેને હું તેના પર ઠરાવીશ. કેમ કે, મારા સમાન બીજું કોણ છે? અને મારે સારુ મુદ્દત બીજું કોણ ઠરાવે છે. મારી બરોબરી કરી શકે એવો ઘેટાંપાળક કોણ છે?

  18. યર્મિયા ૪૯:૨૦આશરે ઈ.પૂ. ૫૮૩

    તે માટે યહોવાહે જે યોજના અદોમ વિરુદ્ધ કર્યો છે. તે સાંભળો, જે ઇરાદા તેમણે તેમાનના રહેવાસીઓ વિરુદ્ધ કર્યા છે. નાનામાં નાના ઘેટાંને પણ ઘસડી જવાશે અને તેઓની સાથે તેઓનું રહેઠાણ ઉજ્જડ કરી નંખાશે.

  19. યર્મિયા ૪૯:૨૧આશરે ઈ.પૂ. ૫૮૩

    અદોમના પતનના અવાજથી પૃથ્વી થથરશે; તેનો અવાજ લાલ સમુદ્ર સુધી સંભળાય છે.

  20. યર્મિયા ૪૯:૨૨આશરે ઈ.પૂ. ૫૮૩

    જુઓ, તે ગરુડની જેમ ઊડીને આવશે અને બોસરા સામે પોતાની પાંખો ફેલાવશે. અને તે દિવસે અદોમના યોદ્ધાઓ પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ગભરાઈ જશે.

  21. યર્મિયા ૪૯:૨૩આશરે ઈ.પૂ. ૫૮૩

    દમસ્કસ વિષેની વાત; “હમાથ અને આર્પાદ લજ્જિત થયાં છે. કેમ કે તેમણે માઠા સમાચાર સાંભળ્યા છે. તેઓ વિખેરાઈ ગયા છે! સમુદ્ર પર ખેદ છે તે શાંત રહી શકતો નથી.

  22. યર્મિયા ૪૯:૨૪આશરે ઈ.પૂ. ૫૮૩

    દમસ્કસ લાચાર બની ગયું છે; તેના સર્વ લોકો પાછા ફરીને નાસે; પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ તેને કષ્ટ તથા વેદના થાય છે.

  23. યર્મિયા ૪૯:૨૫આશરે ઈ.પૂ. ૫૮૩

    તેના લોક કહે છે, “આનંદનું નગર જે એક સમયે ખૂબ ગૌરવવંતું હતું તે કેવું ત્યાગી દેવામાં આવ્યું છે?’”

  24. યર્મિયા ૪૯:૨૬આશરે ઈ.પૂ. ૫૮૩

    સૈન્યોના યહોવાહ કહે છે, “તે દિવસે તેના જુવાન માણસો મહોલ્લાઓમાં મૃત્યુ પામશે. અને યોદ્ધાઓ નાશ પામશે.

  25. યર્મિયા ૪૯:૨૭આશરે ઈ.પૂ. ૫૮૩

    અને હું દમસ્કસની દીવાલો પર આગ લગાડીશ અને તે બેન-હદાદના મહેલોને બાળીને ભસ્મ કરશે.”