મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યર્મિયા ૪૮:૨૫આશરે ઈ.પૂ. ૫૮૪

    મોઆબનું શિંગ કાપી નાખવામાં આવ્યું છે, અને તેનો ભુજ ભાંગી નાખવામાં આવ્યો છે.” એવું યહોવાહ કહે છે.

  2. યર્મિયા ૪૮:૨૬આશરે ઈ.પૂ. ૫૮૪

    ¶ તેને ભાનભૂલેલો બનાવી દો, તેણે યહોવાહની વિરુદ્ધ બડાઈ મારી છે. મોઆબ પોતાની ઊલટીમાં આળોટશે અને લોકોની હાંસીનું પાત્ર થશે.

  3. યર્મિયા ૪૮:૨૭આશરે ઈ.પૂ. ૫૮૪

    શું તેં ઇઝરાયલની હાંસી કરી નહોતી? શું તે તેઓને ચોરોમાંથી મળી આવ્યો હતો? હા, જ્યારે પણ તેં તેમના વિષે વાત કરી છે ત્યારે તેં તારી ગરદન હલાવી છે.

  4. યર્મિયા ૪૮:૨૮આશરે ઈ.પૂ. ૫૮૪

    હે મોઆબના લોકો, તમારાં નગરો છોડી ખડકો પર વસો. અને ખાડાના મોંની બાજુમાં પોતાના માળા બાંધીને કબૂતરોના જેવા તમે થાઓ.

  5. યર્મિયા ૪૮:૨૯આશરે ઈ.પૂ. ૫૮૪

    અમે મોઆબના ગર્વ વિષે સાંભળ્યું છે. તે અતિ ગર્વિષ્ઠ છે. તેનું અભિમાન, ઘમંડ, અહંકાર, ઉદ્ધતાઈ વિષે અમે સાંભળ્યું છે.”

  6. યર્મિયા ૪૮:૩૦આશરે ઈ.પૂ. ૫૮૪

    ¶ યહોવાહ કહે છે કે; હુંતેનો ક્રોધ જાણું છું. તેની બડાઈ બધી ખોટી છે, અને તેનાં કાર્યો બધાં પોકળ છે.

  7. યર્મિયા ૪૮:૩૧આશરે ઈ.પૂ. ૫૮૪

    અને તેથી હું મોઆબને માટે ચિંતા કરું છું. સમગ્ર મોઆબ માટે હું પોક મૂકીને રડું છું અને કીર-હેરેસના માણસો માટે હું શોક કરું છું.”

  8. યર્મિયા ૪૮:૩૨આશરે ઈ.પૂ. ૫૮૪

    હે સિબ્માહના દ્રાક્ષવાડી, હું યાઝેરના કરતાં પણ તારે માટે વધુ વિલાપ કરું છું. તારી ડાળીઓ સમુદ્રની પાર ફેલાયેલી છે. તેઓ યાઝેરના સમુદ્ર સુધી પહોંચી તથા ઉનાળાંનાં તારાં ફળ પર તથા તારી દ્રક્ષાની ઊપજ પર વિનાશ આવી પડ્યો છે.

  9. યર્મિયા ૪૮:૩૩આશરે ઈ.પૂ. ૫૮૪

    ફળદ્રુપ ખેતરમાંથી તથા મોઆબની ભૂમિમાંથી ખુશી અને આનંદ અદ્રશ્ય થઈ ગયાં છે, “દ્રાક્ષકુંડોમાં દ્રાક્ષારસ પિલાતો બંધ પાડ્યો છે. કોઈ દ્રાક્ષ ગૂંદતા ગૂંદતાં આનંદના પોકારો કરશે નહિ તેઓનો લલકાર આનંદનો હશે નહિ.

  10. યર્મિયા ૪૮:૩૪આશરે ઈ.પૂ. ૫૮૪

    ¶ હેશ્બોનથી એલઆલેહ સુધી અને ત્યાંથી યાહાસ સુધી સોઆરથી હોરોનાયિમ સુધી, અને ત્યાંથી એગ્લાથ-શલીશિયા સુધી ભય અને વેદનાના પોકારો સંભળાય છે. નિમ્રીમનાં પાણી સુકાઈ જશે.

  11. યર્મિયા ૪૮:૩૫આશરે ઈ.પૂ. ૫૮૪

    યહોવાહ કહે છે કે, મોઆબમાં જેઓ ઉચ્ચસ્થાનમાં બલિદાનો આપે છે. અને જેઓ પોતાના દેવો આગળ ધૂપ બાળે છે. તે સર્વને હું નષ્ટ કરીશ.”

  12. યર્મિયા ૪૮:૩૬આશરે ઈ.પૂ. ૫૮૪

    ¶ આથી મારું હૃદય મોઆબ અને કીર-હેરેસ માટે શોક કરે છે. કેમ કે જે પુષ્કળ ધન તેઓએ પ્રાપ્ત કર્યું હતું તેઓની સર્વ સંપત્તિ નાશ પામી છે.

  13. યર્મિયા ૪૮:૩૭આશરે ઈ.પૂ. ૫૮૪

    હા, દરેક માણસનું માથું બોડાયું છે અને બધા માણસની દાઢી મૂંડવામાં આવી છે. તેઓના હાથે ઘા થયેલો છે. અને દરેકની કમરે ટાટ વીંટળાયેલું છે.

  14. યર્મિયા ૪૮:૩૮આશરે ઈ.પૂ. ૫૮૪

    ¶ મોઆબનાં સર્વ ધાબાંઓ પર અને શેરીઓમાં બધે વિલાપ સંભળાય છે, કેમ કે, મેં મોઆબને અપ્રિય પાત્રને પેઠે ભાંગી નાખ્યો છે.” એમ યહોવાહ કહે છે.

  15. યર્મિયા ૪૮:૩૯આશરે ઈ.પૂ. ૫૮૪

    “તેઓ વિલાપ કરે છે કે, તેને કેવો ભાંગી નાખવામાં આવ્યો છે! તેઓએ લજવાઈને કેવી રીતે પોતાની પીઠ ફેરવી છે! આથી પોતાની આસપાસના સર્વ લોકમાં મોઆબ ઉપહાસ તથા વિસ્મયરૂપ થશે.”

  16. યર્મિયા ૪૮:૪૦આશરે ઈ.પૂ. ૫૮૪

    ¶ યહોવાહ આ પ્રમાણે કહે છે કે, “જુઓ, તે ગરુડની જેમ ઊડી આવશે. અને મોઆબ સામે પોતાની પાંખો ફેલાવશે.

  17. યર્મિયા ૪૮:૪૧આશરે ઈ.પૂ. ૫૮૪

    કરિયોથને જીતી લેવામાં આવ્યું છે, તેના કિલ્લાઓ પર છાપો મારીને કબજે કર્યા છે. તે સમયે મોઆબના શૂરવીરોનું હૃદય પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીના જેવું થશે.

  18. યર્મિયા ૪૮:૪૨આશરે ઈ.પૂ. ૫૮૪

    પછી પ્રજા તરીકે મોઆબ નષ્ટ થશે. કેમ તેણે યહોવાહની વિરુદ્ધ બડાઈ કરી છે.

  19. યર્મિયા ૪૮:૪૩આશરે ઈ.પૂ. ૫૮૪

    યહોવાહ કહે છે કે, હે મોઆબના રહેવાસી, તારા માર્ગમાં ભય, ફાંદા અને ખાડા આવી પડ્યા છે.”

  20. યર્મિયા ૪૮:૪૪આશરે ઈ.પૂ. ૫૮૪

    “જે કોઈ ભયથી નાસી જશે તે ખાડામાં પડશે, જે ખાડામાંથી ઊભો થઈને બહાર આવશે તે પકડાઈ જશે, કેમ કે હું તેના પર એટલે મોઆબ પર તેના શાસનનું વર્ષ લાવીશ. એવું યહોવાહ કહે છે.

  21. યર્મિયા ૪૮:૪૫આશરે ઈ.પૂ. ૫૮૪

    નાસી ગયેલા બળહીન નિર્વાસિતો હેશ્બોનની છાયા તળે વિસામો લે છે, હેશ્બોનમાંથી અગ્નિ અને સીહોનમાંથી જ્વાળાઓ નીકળીને, મોઆબની સીમ અને ગર્વિષ્ઠ લોકનાં માથાં ખાઈ જાય છે.

  22. યર્મિયા ૪૮:૪૬આશરે ઈ.પૂ. ૫૮૪

    હે મોઆબ, તને અફસોસ! કમોશના લોકો નષ્ટ થયા છે. કેમ કે તમારા દીકરાઓ અને દીકરીઓને બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે.

  23. યર્મિયા ૪૮:૪૭આશરે ઈ.પૂ. ૫૮૪

    પરંતુ યહોવાહ કહે છે કે’ પાછલા વર્ષોમાં હું મોઆબનો બંદીવાસ ફેરવી નાખીશ,’ અહીં મોઆબ વિષેની વાત પૂરી કરાય છે.

  24. યર્મિયા ૪૯:૧આશરે ઈ.પૂ. ૫૮૩

    ¶ આમ્મોનના લોકો વિષે યહોવાહ આ પ્રમાણે કહે છે; ઇઝરાયલને કોઈ સંતાન નથી? શું તેને કોઈ વારસ નથી? તો પછી મિલ્કોમ ગાદનો પ્રદેશ શા માટે કબજે કરવા દે અને ત્યાંના નગરોમાં વસવા દે?

  25. યર્મિયા ૪૯:૨આશરે ઈ.પૂ. ૫૮૩

    તેથી જુઓ, એવો સમય આવી રહ્યો છે જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બાહમાં યુદ્ધનો રણનાદ ગાજી રહેશે અને એ ઉજ્જડ ટેકરી બની જશે. અને તેમની દીકરીઓને અગ્નિમાં બાળી નાંખવામાં આવશે. અને જેઓએ ઇઝરાયલનો વારસો ભોગવ્યો હતો તેઓનો વારસો ઇઝરાયલ ભોગવશે. એમ યહોવાહ કહે છે.