circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
આ કાળની કલમો
પણ યહોવાહે તને આજ્ઞા આપી છે તો તું શી રીતે શાંત રહી શકે? આશ્કલોન તથા સમુદ્ર કાંઠાની વિરુદ્ધ તેણે તલવાર નિર્માણ કરી છે.”
- યર્મિયા ૪૮:૧આશરે ઈ.પૂ. ૫૮૪
¶ ઇઝરાયલના ઈશ્વર યહોવાહ મોઆબ વિષે આ પ્રમાણે કહે છે કે; “નબોને અફસોસ, તે નષ્ટ થઈ ગયું છે. કિર્યાથાઈમ લજ્જિત થયું છે અને પાયમાલ થયું છે. તેનો કિલ્લો તોડી પાડવામાં આવ્યો છે.
- યર્મિયા ૪૮:૨આશરે ઈ.પૂ. ૫૮૪
મોઆબનું ગૌરવ હવે રહ્યું નથી, હેશ્બોનમાં મોઆબના શત્રુઓએ એના પતનની યોજના ઘડી છે. તેઓ કહે છે ‘ચાલો, આપણે તેને દેશ તરીકે ભૂંસી નાખીએ. માદમેન નગરને પણ ચૂપ કરવામાં આવશે; શત્રુઓની તલવાર તારો પીછો કરશે.’
- યર્મિયા ૪૮:૩આશરે ઈ.પૂ. ૫૮૪
સાંભળો! હોરોનાયિમમાંથી પોકાર સંભળાય છે ત્યાં લૂંટ અને ભારે વિનાશ છે.
- યર્મિયા ૪૮:૪આશરે ઈ.પૂ. ૫૮૪
મોઆબ નષ્ટ થઈ ગયું છે, સોઆર સુધી તેનાં બાળકોનું આક્રંદ સંભળાય છે.
- યર્મિયા ૪૮:૫આશરે ઈ.પૂ. ૫૮૪
કેમ કે તેઓ રડતાં રડતાં લૂહીથના ઢોળાવો પર ચઢે છે. અને તેઓ દુ:ખથી વિલાપ કરતાં કરતાં હોરોનાયિમના ઢોળાવો ઊતરે છે.
- યર્મિયા ૪૮:૬આશરે ઈ.પૂ. ૫૮૪
નાસો, તમારો જીવ લઈને નાસો. વગડાનાં જંગલી વૃક્ષ જેવા થાઓ.
- યર્મિયા ૪૮:૭આશરે ઈ.પૂ. ૫૮૪
કેમ કે તમે પોતાની સંપત્તિ અને કામો પર વિશ્વાસ રાખ્યો છે, તમને પણ પકડવામાં આવશે. તમારા મૂંગા દેવ કમોશ દેશવટે જશે, તેના યાજકો અને સરદારો તેની સાથે જશે.
- યર્મિયા ૪૮:૮આશરે ઈ.પૂ. ૫૮૪
દરેક નગર પર વિનાશ ઊતરશે, એક પણ શહેર બચવા પામશે નહિ. ખીણ નાશ પામશે અને મેદાન પાયમાલ થશે. એવું યહોવાહ કહે છે.
- યર્મિયા ૪૮:૯આશરે ઈ.પૂ. ૫૮૪
મોઆબને પાંખો આપો કે તે ઊડી જાય. તેનાં નગરો વસ્તી વિનાના ઉજ્જડ થઈ જશે.
- યર્મિયા ૪૮:૧૦આશરે ઈ.પૂ. ૫૮૪
જે કોઈ યહોવાહનું કામ કરવા સારું આળસુ હોય તે શાપિત થાઓ! જે માણસ તલવારથી રક્તપાત કરતા નથી તે શાપિત થાઓ!
- યર્મિયા ૪૮:૧૧આશરે ઈ.પૂ. ૫૮૪
મોઆબ પોતાની તરુણાવસ્થાથી સ્વસ્થ રહ્યો છે. તે દ્રાક્ષારસ જેવો છે. તેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવ્યો નથી. તેનો સ્વાદ હંમેશ જેવો જ રહ્યો છે; અને તેની સુગંધ બદલાઈ નથી.
- યર્મિયા ૪૮:૧૨આશરે ઈ.પૂ. ૫૮૪
યહોવાહ કહે છે કે, તેથી જુઓ, એવો સમય આવે છે કે’ જે સમયે હું તેઓની પાસે ઊલટસુલટ કરનારા મોકલીશ. તેઓ તેને ઊલટપાલટ કરશે. તેઓ તેના પાત્રો ખાલી કરશે. તેમની બરણીઓ ફોડી નાખશે.
- યર્મિયા ૪૮:૧૩આશરે ઈ.પૂ. ૫૮૪
¶ જેમ ઇઝરાયલીઓ બેથેલ પર વિશ્વાસ રાખી અને ફજેત થયા છે. તેમ કમોશ પર વિશ્વાસ રાખીને મોઆબ ફજેત થશે.
- યર્મિયા ૪૮:૧૪આશરે ઈ.પૂ. ૫૮૪
અમે શૂરવીરો અને યુદ્ધમાં પરાક્રમી પુરુષો છીએ એવું તમે કેવી રીતે કહી શકો છો?
- યર્મિયા ૪૮:૧૫આશરે ઈ.પૂ. ૫૮૪
જે રાજાનું નામ સૈન્યોના યહોવાહ છે તે કહે છે કે, મોઆબ ઉજ્જડ થયો છે. અને તેનાં નગરોમાં શત્રુઓ ઘૂસી ગયા છે. તેના શ્રેષ્ઠ જુવાનો, કતલ થવા માટે જ ઊતરી ગયા છે.
- યર્મિયા ૪૮:૧૬આશરે ઈ.પૂ. ૫૮૪
હવે મોઆબનો વિનાશ હાથવેંતમાં છે, એનું પતન વાયુવેગે આવી રહ્યું છે.
- યર્મિયા ૪૮:૧૭આશરે ઈ.પૂ. ૫૮૪
હે મોઆબની આસપાસના લોક, તેનું નામ જાણનારા, વિલાપ કરો. અને કહો કે, શક્તિનો દંડ, સૌંદર્યની છડી કેવી ભાગી ગઈ છે.’
- યર્મિયા ૪૮:૧૮આશરે ઈ.પૂ. ૫૮૪
હે દીબોનમાં રહેનારી દીકરી, તમારા સન્માનજનક સ્થાન ઉપરથી નીચે ઊતરી અને તરસી થઈને બેસ. કેમ કે મોઆબનો વિનાશ કરનાર આવી પહોંચ્યો છે. અને તેણે તારા કિલ્લાઓનો નાશ કર્યો છે.
- યર્મિયા ૪૮:૧૯આશરે ઈ.પૂ. ૫૮૪
હે અરોએરના લોકો, રસ્તે ઊભા રહીને ચોકી કરો, નાસી જતા લોકોને પૂછો. શું થયું છે?’
- યર્મિયા ૪૮:૨૦આશરે ઈ.પૂ. ૫૮૪
મોઆબ લજ્જિત થઈ ગયું છે. તેની પાયમાલી થઈ ગઈ છે. રડો વિલાપ કરો. આર્નોનમાં ખબર આપો કે, મોઆબ ઉજ્જડ થયો છે.
- યર્મિયા ૪૮:૨૧આશરે ઈ.પૂ. ૫૮૪
સપાટ પ્રદેશ પરના નગરો તે હોલોન, યાહસાહ, મેફાથ,
- યર્મિયા ૪૮:૨૨આશરે ઈ.પૂ. ૫૮૪
દીબોન, નબો, બેથ દિબ્લાથાઈમ છે.
- યર્મિયા ૪૮:૨૩આશરે ઈ.પૂ. ૫૮૪
કિર્યાથાઈમ, બેથ-ગામૂલ, બેથ-મેઓન,
- યર્મિયા ૪૮:૨૪આશરે ઈ.પૂ. ૫૮૪
કરિયોથ, બોસ્રાહ, અને મોઆબના સર્વ નગરો જે નજીકમાં હોય કે દૂર હોય છે, આ બધાને સજા થઈ છે.