મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યર્મિયા ૪૪:૨૦આશરે ઈ.પૂ. ૫૮૭

    ¶ પછી સ્ત્રીઓએ અને પુરુષોએ એટલે સર્વ લોકે તેને આવો ઉત્તર આપ્યો ત્યારે સર્વ લોકને યર્મિયાએ કહ્યું કે,

  2. યર્મિયા ૪૪:૨૧આશરે ઈ.પૂ. ૫૮૭

    “તમે તથા તમારા વડીલો તથા તમારા રાજાઓ અને સરદારો તેમ જ દેશના બધા લોકો યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં મૂર્તિઓ આગળ ધૂપ બાળતા હતા, તે શું યહોવાહના સ્મરણમાં નહોતું? શું તેને લક્ષમાં લેવામાં આવ્યું નહોતું?

  3. યર્મિયા ૪૪:૨૨આશરે ઈ.પૂ. ૫૮૭

    ¶ તમારાં દુષ્ટકર્મોને તથા તમારા ધિક્કારપાત્ર કૃત્યોને યહોવાહ સહન કરી શક્યા નહિ; તેથી જેમ આજે છે તેમ તમારો દેશ તેમણે ઉજ્જડ, વિસ્મયરૂપ, શાપરૂપ અને નિર્જન કરી નાખ્યો.

  4. યર્મિયા ૪૪:૨૩આશરે ઈ.પૂ. ૫૮૭

    તમે ધૂપ બાળ્યો તથા યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું અને યહોવાહનું વચન માન્યું નહિ. અને તેમના નિયમો, કાયદાઓ અને સાક્ષ્યોઓનું પાલન પણ ન કર્યું, તેથી જેમ આજ છે, તેમ આ વિપત્તિ તમારા પર આવી પડી છે.”

  5. યર્મિયા ૪૪:૨૪આશરે ઈ.પૂ. ૫૮૭

    ¶ પછી યર્મિયાએ તે સ્ત્રીઓને તથા સર્વ લોકોને કહ્યું, યહૂદાના સર્વ લોકો, જેઓ મિસર દેશમાં છે તમે યહોવાહનું વચન સાંભળો.

  6. યર્મિયા ૪૪:૨૫આશરે ઈ.પૂ. ૫૮૭

    સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘આકાશની રાણી આગળ ધૂપ બાળવાની અને પેયાર્પણો રેડીને લીધેલી પ્રતિજ્ઞાઓ અમે ચોક્કસ પાળીશું’ એવું તમે અને તમારી સ્ત્રીઓ બન્ને તમારા મુખેથી બોલ્યા છો. તથા તમારા બોલવા પ્રમાણે તમારા હાથોએ કર્યું છે; તો હવે તમારી પ્રતિજ્ઞાઓ પ્રમાણે તમે ભલે વર્તો.

  7. યર્મિયા ૪૪:૨૬આશરે ઈ.પૂ. ૫૮૭

    ¶ સર્વ યહૂદાના લોકો, જેઓ મિસરમાં રહો છે, તમે મારાં વચન ધ્યાનથી સાંભળો; જુઓ, મેં મારા મોટા નામના સમ ખાધા છે કે, “પ્રભુ યહોવાહના જીવના સમ’ એમ કહીને હવે કોઈ પણ યહૂદી માણસ આખા મિસર દેશમાં મારું નામ તેમના હોઠ પર લઈ શકશે નહિ.

  8. યર્મિયા ૪૪:૨૭આશરે ઈ.પૂ. ૫૮૭

    જુઓ, હું હિત કરવા નહિ, પણ વિપત્તિ લાવવા સારુ તમારા પર મારી નજર રાખું છું. અને યહૂદા દેશના સર્વ લોકો જેઓ મિસર દેશમાં રહે છે, તેઓ સમાપ્ત થઈ જશે ત્યાં સુધી તેઓ તલવારથી તથા દુકાળથી નાશ પામતા જશે.

  9. યર્મિયા ૪૪:૨૮આશરે ઈ.પૂ. ૫૮૭

    વળી તલવારથી બચેલા થોડા માણસ મિસર દેશમાંથી યહૂદિયા પાછા આવશે. અને જે બાકી રહેલા યહૂદિઓ મિસર દેશમાં રહેવા માટે ગયા છે તેઓ જાણશે કે કોનું વચન, મારું કે તેઓનું કાયમ રહે છે.

  10. યર્મિયા ૪૪:૨૯આશરે ઈ.પૂ. ૫૮૭

    ¶ હું તને આ ચિહ્ન આપીશ એમ યહોવાહ કહે છે, તમારા પર વિપત્તિ લાવવાનાં મારાં વચનો નિશ્ચે કાયમ રહેશે. એ તમે જાણો માટે હું તમને આ જગ્યાએ શિક્ષા કરીશ.

  11. યર્મિયા ૪૪:૩૦આશરે ઈ.પૂ. ૫૮૭

    યહોવાહ કહે છે; ‘જુઓ, જેમ મેં યહૂદિયાના રાજા સિદકિયાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો, તેમ હું મિસરના રાજા ફારુન હોફ્રાને તેના શત્રુના હાથમાં તથા તેનો જીવ શોધનારાઓના હાથમાં સોંપીશ.’”

  12. યર્મિયા ૪૫:૧આશરે ઈ.પૂ. ૬૦૭

    ¶ યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના શાસનકાળના ચોથા વર્ષ દરમ્યાન નેરિયાના દીકરા બારુખે પ્રબોધક યર્મિયાનાં બોલેલાં આ સર્વ વચનો પુસ્તકમાં લખ્યાં. પછી જે વચન યર્મિયા પ્રબોધક બોલ્યો તે આ છે,

  13. યર્મિયા ૪૫:૨આશરે ઈ.પૂ. ૬૦૭

    હે બારુખ, “યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે;

  14. યર્મિયા ૪૫:૩આશરે ઈ.પૂ. ૬૦૭

    તેં કહ્યું, ‘મને અફસોસ, યહોવાહે મારા દુઃખમાં વધારો કર્યો છે. હું નિસાસા નાખીને થાકી ગયો છું; હું આરામ અનુભવતો નથી.’”

  15. યર્મિયા ૪૫:૪આશરે ઈ.પૂ. ૬૦૭

    ¶ તેને તું કહે કે, “યહોવાહ આ પ્રમાણે કહે છે કે; જે મેં બાંધ્યું છે, તેને હું પાડી નાખીશ. જે મેં રોપ્યું છે, તેને હું ઉખેડી નાખીશ. અને આ પ્રમાણે આખા દેશમાં કરીશ.

  16. યર્મિયા ૪૫:૫આશરે ઈ.પૂ. ૬૦૭

    “તું શું પોતાને માટે મહત્તા શોધે છે? તેવું કરીશ નહિ. કેમ કે, યહોવાહ કહે છે, હું મનુષ્ય પર વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જશે ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.’”

  17. યર્મિયા ૪૬:૧આશરે ઈ.પૂ. ૬૦૭

    ¶ પ્રજાઓ વિષે યહોવાહનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે આ છે.

  18. યર્મિયા ૪૬:૨આશરે ઈ.પૂ. ૬૦૭

    મિસર વિષે; “મિસરના રાજા ફારુન નકોનું સૈન્ય ફ્રાત નદીની પાસે કાર્કમીશમાં હતું. જેને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના ચોથા વર્ષમાં હરાવ્યું તે પ્રસંગ વિષેની વાત.

  19. યર્મિયા ૪૬:૩આશરે ઈ.પૂ. ૬૦૭

    તમારાં શસ્ત્રો સજીને યુદ્ધ કરવા માટે આગળ વધો.

  20. યર્મિયા ૪૬:૪આશરે ઈ.પૂ. ૬૦૭

    ઘોડાઓ પર જીન બાંધો અને હે સવારો તમે તેના પર સવાર થાઓ તમે ટોપ પહેરીને સજ્જ થાઓ. ભાલાઓની ધાર તીક્ષ્ણ કરો અને બખતર ધારણ કરો.

  21. યર્મિયા ૪૬:૫આશરે ઈ.પૂ. ૬૦૭

    પરંતુ હું અહીંયાં શું જોઉં છું? તેઓ ભયભીત થઈ નાસે છે, તેઓના શૂરવીરો હારી ગયા છે. તેઓ પાછું જોયા વગર ઝડપથી ભાગે છે. ચારેકોર ભય છે.” એમ યહોવાહ કહે છે.

  22. યર્મિયા ૪૬:૬આશરે ઈ.પૂ. ૬૦૭

    જે વેગવાન તે નાસી ન જાય. જે શૂરવીર તે બચી શકે નહિ, તેઓ ઉત્તર તરફ ફ્રાત નદી પાસે ઠોકર ખાઈને પડ્યા છે.

  23. યર્મિયા ૪૬:૭આશરે ઈ.પૂ. ૬૦૭

    નીલ નદીઓના પૂરની જેમ જે ચઢી આવે છે જેનાં પાણી નદીઓના પૂરની જેમ ઊછળે છે તે કોણ છે?

  24. યર્મિયા ૪૬:૮આશરે ઈ.પૂ. ૬૦૭

    મિસર નીલની જેમ ચઢી આવે છે, તેનાં પાણી નદીઓનાં પૂરની જેમ ઊછળે છે. તે કહે છે, હું ચઢી આવીશ; અને આખી પૃથ્વીને ઢાકી દઈશ, હું નગરોને અને તેના રહેવાસીઓને નષ્ટ કરીશ.’

  25. યર્મિયા ૪૬:૯આશરે ઈ.પૂ. ૬૦૭

    હે ઘોડાઓ તમે દોડી આવો, હે રથો તમે ધૂમ મચાવો, અને શૂરવીરો આગળ આવો’ ઢાલ ધારણ કરેલા કૂશીઓ અને પૂટીઓ તથા ધનુર્ધારી લૂદીમીઓ બહાર આવો.