મુખ્ય સામગ્રી પર જાઓ

circa 970–930 BC

Solomon & The Temple

Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.

635 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 1 રાજઓ ૧૧:૩૫આશરે ઈ.પૂ. ૯૮૪

    પરંતુ હું તેના પુત્રના હાથમાંથી રાજય લઈ લઈશ અને તને દસ કુળ આપીશ.

  2. 1 રાજઓ ૧૧:૩૬આશરે ઈ.પૂ. ૯૮૪

    સુલેમાનના પુત્રને હું એક જ કુળ આપીશ, જેથી યરુશાલેમ નગર કે જેને મારું નામ રાખવા પસંદ કર્યું છે તેમાં મારા સેવક દાઉદનો દીવો મારી આગળ સદા સળગતો રહે.

  3. 1 રાજઓ ૧૧:૩૭આશરે ઈ.પૂ. ૯૮૪

    ¶ હું તારો સ્વીકાર કરીશ અને તું તારા મનની સઘળી ઇચ્છાઓ અનુસાર રાજ કરશે. તું ઇઝરાયલનો રાજા થશે.

  4. 1 રાજઓ ૧૧:૩૮આશરે ઈ.પૂ. ૯૮૪

    જો તું મારી બધી આજ્ઞાઓનું પાલન કરીને અને મારા સેવક દાઉદની જેમ મારી દ્રષ્ટિમાં જે સારું છે તે કરશે તથા મારા બધા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરશે, મારે માર્ગે ચાલશે તો હું તારી સાથે રહીશ, જેમ મેં દાઉદની માટે અવિચળ ઘર બાંધ્યું તેમ તારા માટે પણ બાંધીશ અને ઇઝરાયલનું રાજ્ય તને આપીશ.

  5. 1 રાજઓ ૧૧:૩૯આશરે ઈ.પૂ. ૯૮૪

    હું દાઉદના વંશજોને સજા કરીશ, પણ કાયમ માટે નહિ કરું.’”

  6. 1 રાજઓ ૧૧:૪૦આશરે ઈ.પૂ. ૯૮૪

    ¶ તેથી સુલેમાને યરોબામને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ તે મિસરના રાજા શીશાક પાસે નાસી ગયો અને સુલેમાનના મૃત્યુ સુધી મિસરમાં જ રહ્યો.

  7. 1 રાજઓ ૧૧:૪૧આશરે ઈ.પૂ. ૯૮૪

    હવે સુલેમાન સંબંધિત બાકીની બાબતો, તેણે જે સર્વ કર્યું, તેનું જ્ઞાન એ બાબતો વિષે સુલેમાનના કૃત્યોનાં પુસ્તકમાં લખેલું નથી?

  8. 1 રાજઓ ૧૧:૪૨આશરે ઈ.પૂ. ૯૮૪

    સુલેમાને આખા ઇઝરાયલ પર યરુશાલેમમાં ચાળીસ વર્ષ રાજ કર્યું.

  9. 1 રાજઓ ૧૧:૪૩આશરે ઈ.પૂ. ૯૭૫

    સુલેમાન પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો; તેની જગ્યાએ તેનો દીકરો રહાબામ રાજા બન્યો.

  10. 2 કાળવ્રત્તાંત ૧:૧આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ દાઉદનો દીકરો સુલેમાન પોતાના રાજ્યમાં પરાક્રમી થયો કારણ કે તેના પ્રભુ ઈશ્વર તેની સાથે હતા અને તેમણે તેને ઘણો સામર્થ્યવાન બનાવ્યો હતો.

  11. 2 કાળવ્રત્તાંત ૧:૨આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ સુલેમાને સર્વ ઇઝરાયલને, સહસ્રાધિપતિઓને, શતાધિપતિઓને, ન્યાયાધીશોને, ઇઝરાયલના દરેક રાજકુમારોને તથા કુટુંબનાં મુખ્ય વડીલોને આજ્ઞા કરી.

  12. 2 કાળવ્રત્તાંત ૧:૩આશરે ઈ.પૂ. ૧૦૧૫

    પછી સુલેમાન પોતાની સાથે સમગ્ર પ્રજાને લઈને ગિબ્યોનના ઉચ્ચસ્થાનમાં ગયો; કેમ કે ત્યાં ઈશ્વરનો મુલાકાતમંડપ હતો, એ મુલાકાતમંડપ મૂસા અને ઈશ્વરના સેવકોએ અરણ્યમાં બનાવેલો હતો.

  13. 2 કાળવ્રત્તાંત ૧:૪આશરે ઈ.પૂ. ૧૦૧૫

    દાઉદ ઈશ્વરના કરારકોશને કિર્યાથ-યારીમથી યરુશાલેમમાં લાવ્યો હતો, ત્યાં તેણે તેને માટે તંબુ તૈયાર કર્યો હતો.

  14. 2 કાળવ્રત્તાંત ૧:૫આશરે ઈ.પૂ. ૧૦૧૫

    આ ઉપરાંત, હૂરના દીકરા, ઉરીના દીકરા, બસાલેલે પિત્તળની જે વેદી બનાવી હતી, તે ત્યાં ઈશ્વરના મંડપની આગળ હતી; સુલેમાન તથા આખી સભા ત્યાં ગયા.

  15. 2 કાળવ્રત્તાંત ૧:૬આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ મુલાકાતમંડપમાં ઈશ્વરની આગળ જે પિત્તળની વેદી હતી, ત્યાં સુલેમાન ગયો. અને તેના પર એક હજાર દહનીયાર્પણો ચઢાવ્યાં.

  16. 2 કાળવ્રત્તાંત ૧:૭આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ તે રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને કહ્યું, “માગ! હું તને શું આપું?”

  17. 2 કાળવ્રત્તાંત ૧:૮આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ સુલેમાને ઈશ્વરને કહ્યું, “તમે મારા પિતા દાઉદ પ્રત્યે ઘણાં વિશ્વાસુ રહ્યા હતા. અને તેની જગ્યાએ મને રાજા બનાવ્યો છે.

  18. 2 કાળવ્રત્તાંત ૧:૯આશરે ઈ.પૂ. ૧૦૧૫

    હવે, પ્રભુ ઈશ્વર, મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે ફળીભૂત કરો, કેમ કે તમે મને પૃથ્વીની ધૂળની રજ જેટલા અસંખ્ય લોકો પર રાજા બનાવ્યો છે.

  19. 2 કાળવ્રત્તાંત ૧:૧૦આશરે ઈ.પૂ. ૧૦૧૫

    હવે તમે મને ડહાપણ તથા જ્ઞાન આપો, કે જેથી હું આ લોકોનો ન્યાયાધીશ થઈ શકું. કારણ કે તમારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે?”

  20. 2 કાળવ્રત્તાંત ૧:૧૧આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ઈશ્વરે સુલેમાનને કહ્યું, “તારા હૃદયમાં આ મહાન બાબત છે. તેં ધન, સંપત્તિ, આદર અથવા તને જે ધિક્કારે છે તેઓના જીવ, તેમ જ પોતાના માટે લાંબુ આયુષ્ય માગ્યું નહિ; પણ તેં તારા માટે ડહાપણ તથા જ્ઞાન માગ્યું, કે જેથી તું મારા લોકો પર રાજ અને ન્યાય કરી શકે. જો કે એ માટે જ મેં તને રાજા બનાવ્યો છે.

  21. 2 કાળવ્રત્તાંત ૧:૧૨આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ હવે તને ડહાપણ તથા જ્ઞાન બક્ષ્યાં છે; હું તને એટલું બધું ધન, સંપત્તિ અને આદર આપીશ કે તારી અગાઉ જે રાજાઓ થઈ ગયા તેઓની પાસે એટલું ન હતું. અને તારા પછીના કોઈને મળશે પણ નહિ.”

  22. 2 કાળવ્રત્તાંત ૧:૧૩આશરે ઈ.પૂ. ૧૦૧૫

    તેથી સુલેમાન ગિબ્યોનના ઉચ્ચસ્થાનમાંથી મુલાકાતમંડપ આગળથી યરુશાલેમ આવ્યો; અને તેણે ઇઝરાયલ ઉપર રાજ કર્યું.

  23. 2 કાળવ્રત્તાંત ૧:૧૪આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ સુલેમાને રથો તથા ઘોડેસવારોને એકત્ર કર્યા: તેની પાસે એક હજાર ચારસો રથો તથા એક હજાર બસો ઘોડેસવારો હતા, તેમાંના કેટલાકને તેણે રથો રાખવાના નગરોમાં અને પોતાની પાસે યરુશાલેમમાં રાખ્યા.

  24. 2 કાળવ્રત્તાંત ૧:૧૫આશરે ઈ.પૂ. ૧૦૧૫

    રાજાએ યરુશાલેમમાં સોનું તથા ચાંદી એટલાં બધાં વધારી દીધાં કે તે પથ્થરની તોલે થઈ ગયાં. અને દેવદારનાં લાકડાં એટલા બધાં વધી ગયા કે તે નીચાણના પ્રદેશમાંનાં ગુલ્લર વૃક્ષોનાં લાકડા જેવા થઈ પડ્યાં.

  25. 2 કાળવ્રત્તાંત ૧:૧૬આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ સુલેમાનના ઘોડાને તેના વેપારીઓ મિસરમાંથી વેચાતા લાવ્યા હતા.