- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 970–930 BC
Solomon & The Temple
Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.
આ કાળની કલમો
- 1 રાજઓ ૧૧:૧૦આશરે ઈ.પૂ. ૯૮૪
અને તેમણે તેને આજ્ઞા આપી હતી કે તેણે અન્ય દેવની પૂજા કરવી નહિ તેમ છતાં તેણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કર્યું નહિ.
- 1 રાજઓ ૧૧:૧૧આશરે ઈ.પૂ. ૯૮૪
¶ તેથી ઈશ્વરે સુલેમાનને કહ્યું, “કેમ કે તેં આ કર્યું છે અને આપણી વચ્ચે થયેલા કરાર તથા વિધિઓનું પાલન તેં કર્યું નથી અને મારી આજ્ઞા માની નથી, તેથી હું તારી પાસેથી રાજય ખૂંચવી લઈશ અને તારા ચાકરને તે આપીશ.
- 1 રાજઓ ૧૧:૧૨આશરે ઈ.પૂ. ૯૮૪
તેમ છતાં તારા પિતા દાઉદને કારણે તું જીવતો રહીશ ત્યાં સુધી હું આ નહિ કરું, પરંતુ તારા પુત્રના હાથમાંથી હું રાજય ખૂંચવી લઈશ.
- 1 રાજઓ ૧૧:૧૩આશરે ઈ.પૂ. ૯૮૪
તેમ છતાં પણ હું આખું રાજય નહિ લઈ લઉં; પરંતુ હું મારા સેવક દાઉદને તથા યરુશાલેમ જેને મેં પસંદ કર્યું છે તેને અર્થે હું તારા પુત્રને એક કુળ આપીશ.”
- 1 રાજઓ ૧૧:૧૪આશરે ઈ.પૂ. ૯૮૪
¶ પછી ઈશ્વરે અદોમી હદાદને સુલેમાનના શત્રુ તરીકે ઊભો કર્યો, તે રાજવંશનો હતો.
- 1 રાજઓ ૧૧:૧૫આશરે ઈ.પૂ. ૯૮૪
જ્યારે દાઉદ અદોમમાં હતો અને સેનાપતિ યોઆબ મારી નંખાયેલાઓને દફનાવવા ત્યાં ગયો હતો ત્યારે તેણે અદોમના દરેક પુરુષને મારી નાખ્યા હતા.
- 1 રાજઓ ૧૧:૧૬આશરે ઈ.પૂ. ૯૮૪
અદોમના દરેક પુરુષને મારી નાખતા સુધી એટલે કે છ મહિના સુધી યોઆબ અને સર્વ ઇઝરાયલીઓ ત્યાં જ રહ્યા હતા.
- 1 રાજઓ ૧૧:૧૭આશરે ઈ.પૂ. ૯૮૪
પણ હદાદ, તે વખતે બાળક હતો, તે તેના પિતાના કેટલાક ચાકરોમાંના અદોમી માણસોની સાથે મિસર ભાગી ગયો હતો.
- 1 રાજઓ ૧૧:૧૮આશરે ઈ.પૂ. ૯૮૪
¶ તેઓ મિદ્યાનમાંથી નીકળીને પારાનમાં ગયા. પારાનમાં તેઓએ થોડા માણસોને ભેગા કર્યા. ત્યાંથી તેઓ સર્વ મિસર ગયા અને ત્યાં મિસરના રાજા ફારુને તેઓના ખોરાકની અને રહેવાની જગ્યાની વ્યવસ્થા કરી અને તેમને અમુક જમીન ભેટ તરીકે આપી.
- 1 રાજઓ ૧૧:૧૯આશરે ઈ.પૂ. ૯૮૪
હદાદ ફારુનની દ્રષ્ટિમાં કૃપા પામ્યો અને તેથી તેણે તેની પત્ની રાણી તાહપાનેસની બહેનનું લગ્ન હદાદ સાથે કર્યું.
- 1 રાજઓ ૧૧:૨૦આશરે ઈ.પૂ. ૯૮૪
¶ તાહપાનેસની બહેને હદાદના પુત્ર ગનુબાથને જન્મ આપ્યો અને તેને તાહપાનેસે ફારુનના રાજમહેલમાં ઉછેરી મોટો કર્યો, તે ફારુનનાં બાળકો સાથે જ રહેતો.
- 1 રાજઓ ૧૧:૨૧આશરે ઈ.પૂ. ૯૮૪
જયારે હદાદને મિસરમાં સમાચાર મળ્યા કે દાઉદ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો છે અને તેનો સેનાપતિ યોઆબ પણ મૃત્યુ પામ્યો છે, ત્યારે તેણે ફારુનને કહ્યું, “મને અહીંથી વિદાય કર કે જેથી હું મારા પોતાના દેશમાં પાછો જાઉં.”
- 1 રાજઓ ૧૧:૨૨આશરે ઈ.પૂ. ૯૮૪
પરંતુ ફારુને કહ્યું, “મારા ત્યાં તને શી ખોટ પડી છે કે તું તારા દેશમાં પાછો જવા માગે છે?” હદાદે કહ્યું, “ખોટ તો કશી પડી નથી, તોપણ મને જવા દે.”
- 1 રાજઓ ૧૧:૨૩આશરે ઈ.પૂ. ૯૮૪
¶ ઈશ્વરે સુલેમાનની વિરુદ્ધ એક બીજો શત્રુ ઊભો કર્યો. તે એલ્યાદાનો પુત્ર રઝોન હતો. જે તેના માલિક સોબાહના રાજા હદાદેઝેર પાસેથી નાસી ગયો હતો.
- 1 રાજઓ ૧૧:૨૪આશરે ઈ.પૂ. ૯૮૪
એ સમયે જ્યારે દાઉદે સોબાહ પર હુમલો કર્યો ત્યારે રઝોને પોતાની સાથે કેટલાક માણસોને ભેગા કર્યા અને પોતે તેનો સરદાર બની ગયો. ત્યાંથી તેઓએ દમસ્કસ જઈને વસવાટ કર્યો અને રઝોને દમસ્કસમાં રાજ કર્યું.
- 1 રાજઓ ૧૧:૨૫આશરે ઈ.પૂ. ૯૮૪
સુલેમાનના સર્વ દિવસો દરમિયાન તે ઇઝરાયલનો શત્રુ થઈને રહ્યો અને તેની સાથે હદાદે પણ નુકશાન કર્યું. રઝોનને ઇઝરાયલ પર તિરસ્કાર હતો અને તેણે અરામ પર રાજ કર્યું.
- 1 રાજઓ ૧૧:૨૬આશરે ઈ.પૂ. ૯૮૪
¶ પછી ઝેરેદાહના એફ્રાઇમી નબાટનો દીકરો યરોબામ સુલેમાનનો એક ચાકર હતો, જેની માનું નામ સરુઆ હતું, જે વિધવા હતી. તેણે પોતાનો હાથ રાજાની વિરુદ્ધ ઉઠાવ્યો હતો.
- 1 રાજઓ ૧૧:૨૭આશરે ઈ.પૂ. ૯૮૪
યરોબામે સુલેમાન રાજાની વિરુદ્ધ હાથ ઉઠાવ્યો તેનું કારણ એ છે કે સુલેમાન મિલ્લોનગરનું બાંધકામ કરતો હતો અને પોતાના પિતા દાઉદના નગરની દીવાલનું સમારકામ કરાવતો હતો.
- 1 રાજઓ ૧૧:૨૮આશરે ઈ.પૂ. ૯૮૪
¶ આ યરોબામ પરાક્રમી માણસ હતો. સુલેમાને જોયું કે તે યુવાન માણસ ઉદ્યોગી હતો તેથી તેણે તેને યૂસફના ઘરના મજૂરોનો મુકાદમ ઠરાવ્યો.
- 1 રાજઓ ૧૧:૨૯આશરે ઈ.પૂ. ૯૮૪
તે સમયે, જ્યારે યરોબામ યરુશાલેમની બહાર ગયો ત્યારે શીલોનો પ્રબોધક અહિયા એને રસ્તામાં મળ્યો. અહિયાએ નવાં વસ્ત્ર પહેર્યાં હતાં, અને તેઓ બન્ને ખેતરમાં તદ્દન એકલા જ હતા.
- 1 રાજઓ ૧૧:૩૦આશરે ઈ.પૂ. ૯૮૪
પછી અહિયાએ પોતે પહેરેલા નવા વસ્ત્રને પકડીને, તેને ફાડીને બાર ટુકડાં કરી નાખ્યા.
- 1 રાજઓ ૧૧:૩૧આશરે ઈ.પૂ. ૯૮૪
¶ પછી તેણે યરોબામને કહ્યું કે, “આમાંથી દસ ટુકડાં લે, કારણ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે, ‘જુઓ, સુલેમાનના હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને હું તને દસ કુળ આપીશ.
- 1 રાજઓ ૧૧:૩૨આશરે ઈ.પૂ. ૯૮૪
પણ મારા સેવક દાઉદ તથા યરુશાલેમ નગર કે જેને મેં ઇઝરાયલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે તેની ખાતર હું સુલેમાનને એક કુળ આપીશ.
- 1 રાજઓ ૧૧:૩૩આશરે ઈ.પૂ. ૯૮૪
કારણ કે તેણે મારો ત્યાગ કર્યો છે અને સિદોનીઓની દેવી આશ્તારોથ, મોઆબના દેવ કમોશ અને આમ્મોનીઓના દેવ મિલ્કોમની પૂજા કરી છે. તે મારા માર્ગે ચાલ્યો નથી અને મારી દ્રષ્ટિમાં જે સારું છે, તે તેણે કર્યું નહિ અને તેના પિતા દાઉદે જેમ મારા બધા વિધિઓ અને આજ્ઞાઓ પાળ્યા હતા, તે પ્રમાણે તેઓએ તેનું પાલન કર્યું નહિ.
- 1 રાજઓ ૧૧:૩૪આશરે ઈ.પૂ. ૯૮૪
¶ તેમ છતાં પણ મારા પસંદ કરેલા સેવક દાઉદે મારા વિધિઓ તથા આજ્ઞાઓનું પાલન કરેલું હોવાને લીધે, હમણાં હું સુલેમાન પાસેથી આખું રાજય ખૂંચવી લઈશ નહિ, પણ તેના બાકીના જીવનકાળ દરમિયાન તે રાજ્ય કરશે.