મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. નિર્ગમન ૨૨:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ જો કોઈ માણસ પોતાના પડોશીને ગધેડું, બળદ, ઘેટું કે બીજું કોઈ પશુ સાચવવા સોંપે; અને તે મરી જાય, અથવા તેને કોઈ ઈજા થાય, અથવા કોઈ ઉપાડી જાય, અને કોઈ સાક્ષી હોય નહિ,

  2. નિર્ગમન ૨૨:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તો પછી તે માણસે સમજાવવું કે તેણે ચોરી નથી કરી અથવા પ્રાણીને ઈજા પહોંચાડી નથી. તેણે યહોવાહના સમ સાથે કહેવાનું કે તેણે ચોરી નથી કરી; અને તેના માલિકે એ કબૂલ રાખવું; અને પછી પડોશીએ નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.

  3. નિર્ગમન ૨૨:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પરંતુ જો પડોશીએ તે પશુની ચોરી કરી હોય, તો તેણે માલિકને નુકસાન ભરપાઈ કરી આપવું.

  4. નિર્ગમન ૨૨:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    જો કોઈ વનચર પશુએ તેને ફાડી ખાધું હોય, તો તેનો વધેલો ભાગ પુરાવા તરીકે રજૂ કરવો. પછી ફાડી ખાધેલા પશુનું નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.

  5. નિર્ગમન ૨૨:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ અને જો કોઈ માણસ પોતાના પડોશી પાસેથી કોઈ પશુ ઉછીનું માગી લે અને તેનો માલિક તેની સાથે ના હોય એવા સંજોગોમાં તેને કશી ઈજા થાય અથવા તે મરી જાય, તો ઉછીનું લેનારે તેનો પૂરેપૂરો બદલો ભરપાઈ કરી આપવો.

  6. નિર્ગમન ૨૨:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    માલિક તેની સાથે હોય, તો ઉછીનું લેનારે નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી. અને જો ભાડે લીધું હોય તો ફક્ત ભાડું ચૂકવવાનું રહે.

  7. નિર્ગમન ૨૨:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ જો કોઈ માણસ અપરિણીત કુમારિકાને લલચાવીને તેની સાથે સંબંધ બાંધે, તો તેનું પારંપારિક મૂલ્ય ચૂકવીને તે તેની સાથે લગ્ન કરે.

  8. નિર્ગમન ૨૨:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    જો તેનો બાપ તેની સાથે લગ્ન કરાવવાની ના પાડે, તો કુમારિકાના પારંપારિક મૂલ્ય જેટલું નાણું આપવાનું રહે.

  9. નિર્ગમન ૨૨:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ મંત્રતંત્રનો ઉપયોગ કરનાર સ્ત્રીને જીવતી રહેવા દેવી નહિ.

  10. નિર્ગમન ૨૨:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ જાનવરની સાથે કુકર્મ કરનારને મૃત્યુદંડની સજા કરવી.

  11. નિર્ગમન ૨૨:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ મારા સિવાય એટલે કે યહોવાહ સિવાય બીજા કોઈ પણ દેવને યજ્ઞ કરનાર અને આહુતિ આપનાર માણસનું નામનિશાન રહેવા દેવું નહિ.

  12. નિર્ગમન ૨૨:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તમારે વિદેશીઓને હેરાન કરવા નહિ, તેઓના પર ત્રાસ ગુજારવો નહિ, કારણ કે, તમે પોતે મિસર દેશમાં વિદેશી હતા.

  13. નિર્ગમન ૨૨:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ કોઈ વિધવા કે અનાથ બાળકને રંજાડશો નહિ.

  14. નિર્ગમન ૨૨:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    જો તમે કોઈ પણ પ્રકારે તેઓને ત્રાસ આપશો અથવા દુઃખી કરશો તો તેઓ મને પોકારશે અને હું તેઓનો પોકાર સાંભળીશ.

  15. નિર્ગમન ૨૨:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પછી મારો કોપ ભભૂકી ઊઠશે. અને હું તમને તલવારથી મારી નાખીશ; તો તમારી પત્ની વિધવા થશે અને તમારાં પોતાનાં બાળકો અનાથ થશે.

  16. નિર્ગમન ૨૨:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તમે મારા લોકોમાંના કોઈ ગરીબ માણસને નાણાં ધીરો, તો તેના પ્રત્યે લેણદાર જેવો વ્યવહાર ન રાખશો અને તેની પાસે વ્યાજ લેશો નહિ.

  17. નિર્ગમન ૨૨:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    જો તમે તમારા પડોશીનું વસ્ત્ર ગીરે રાખો, તો સૂર્યાસ્ત થતાં અગાઉ તમારે તે તેને પાછું આપવું.

  18. નિર્ગમન ૨૨:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    કારણ કે એ એનું એકમાત્ર ઓઢવા-પાથરવાનું છે. તે બીજું શું ઓઢીને સૂએ? જો તે મને પોકારશે, તો હું તેને સાંભળીશ, કારણ કે હું કૃપાળુ છું.

  19. નિર્ગમન ૨૨:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તમારા ઈશ્વરની નિંદા ન કરો તથા તમારા પોતાના લોકોના કોઈ આગેવાનને શાપ આપવો નહિ.

  20. નિર્ગમન ૨૨:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તમારે તમારા ખેતરની ઊપજ તથા તમારા દ્રાક્ષારસના ભરપૂરીપણામાંથી અર્પણ કરવામાં ઢીલ કરવી નહિ અને તમારો જયેષ્ઠ પુત્ર મને અર્પિત કરવો.

  21. નિર્ગમન ૨૨:૩૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તમારાં બળદો અને ઘેટાંના પ્રથમજનિત મને આપવાં. સાત દિવસ સુધી તે ભલે પોતાની માતાની સાથે રહે. આઠમે દિવસે તમારે તે મને આપી દેવાં.

  22. નિર્ગમન ૨૨:૩૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    અને તમે લોકો મારા પવિત્ર લોક થાઓ; તમારે જંગલી પશુએ મારેલા કોઈ પશુનું માંસ ન ખાવું, તે કૂતરાંને સારુ નાખી દેવું.

  23. નિર્ગમન ૨૩:૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ “તમારે જૂઠી અફવા માનવી નહિ, કે ફેલાવવી નહિ. દુર્જનને સાથ આપીને ખોટી સાક્ષી પૂરવી નહિ.

  24. નિર્ગમન ૨૩:૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    બહુમતીથી દોરવાઈને તમારે ખોટું કામ કરવું નહિ, તેમ જ ન્યાયલયમાં સાક્ષી આપતી વખતે ન્યાયના ભોગે બહુમતીનો પક્ષ લેવો નહિ.

  25. નિર્ગમન ૨૩:૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    માણસ ગરીબ હોય તો તેની ગરીબીના કારણે ન્યાયાલયમાં તેના પ્રત્યે પક્ષપાત ન રાખવો. જો તે સાચો હોય તો એનો જ પક્ષ લેવો.”