મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. નિર્ગમન ૨૦:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું, “તું ઇઝરાયલના લોકોને એમ કહે કે, મેં તમારી સાથે આકાશમાંથી વાત કરી છે એ તમે જાતે જોયું છે.

  2. નિર્ગમન ૨૦:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેથી મારી આગળ તમારે કોઈ સોનાચાંદીની મૂર્તિઓ ન બનાવવી. તમારે આવા ખોટા દેવો બનાવવા નહિ.”

  3. નિર્ગમન ૨૦:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ “મારા માટે તમે લોકો એક માટીની વેદી બનાવજો, અને તેના પર તમારાં ઘેટાંબકરાં અને અન્ય જાનવરોમાંથી મને દહનીયાર્પણ અને શાંત્યર્પણ ચઢાવજો. જે સર્વ જગાએ હું મારું નામ સ્થાપીશ, ત્યાં હું તમારી પાસે આવીશ અને તમને આશીર્વાદ આપીશ.

  4. નિર્ગમન ૨૦:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    જો તમે મારા માટે પથ્થરની વેદી બાંધો, તો ઘડેલા પથ્થરની નહિ પણ અસલ પથ્થરની બાંધશો. કારણ કે તમે જો તેના પર કોઈ પણ ઓજાર વાપરો તો તે અશુદ્ધ બની જાય.

  5. નિર્ગમન ૨૦:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેમ જ તમારે પગથિયાં પર થઈને મારી વેદી ઉપર ચઢવું નહિ, રખેને તમે ઉઘાડા દેખાઓ.”

  6. નિર્ગમન ૨૧:૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું, હવે તારે જે કાનૂનો લોકોની આગળ રજૂ કરવાના છે તે આ છે.

  7. નિર્ગમન ૨૧:૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ “જો તમે કોઈ હિબ્રૂ ગુલામ ખરીદો, તો તે છ વરસ પર્યંત તમારી સેવા કરે અને સાતમે વર્ષે તે છૂટો થઈ જાય અને કશું ચૂકવ્યા વિના છૂટો થઈ શકે.

  8. નિર્ગમન ૨૧:૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ગુલામ થતાં અગાઉ જો તે કુંવારો હોય, તો તે એવી જ અવસ્થામાં એકલો છૂટો થઈ જાય. પરંતુ જો ગુલામ થતાં અગાઉ જો તેનાં લગ્ન થયેલાં હોય, તો છૂટો થતી વખતે તેની સાથે તેની પત્ની પણ મુક્ત થશે.

  9. નિર્ગમન ૨૧:૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    જો કદાચ અગાઉ તેનાં લગ્ન થયેલાં ના હોય અને ગુલામી અવસ્થા દરમિયાન જો તેનો માલિક તેનાં લગ્ન કરાવી આપે અને તેની સાથે પત્ની, પુત્ર અને પુત્રીઓનો વધારો થાય તો પણ તે એકલો જ છૂટો થાય. પરંતુ સ્ત્રી તથા બાળકો તો માલિકનાં થાય.”

  10. નિર્ગમન ૨૧:૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ “પરંતુ જો તે ગુલામ સ્પષ્ટ રીતે એવું કહે કે; ‘હું તો મારા માલિકને તથા મારી પત્નીને તથા મારાં બાળકોને પ્રેમ કરું છું; મારે છૂટવું નથી.’

  11. નિર્ગમન ૨૧:૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    જો આવું બને તો ગુલામના માલિકે તેને ઈશ્વરના સમક્ષ લાવવો અને બારસાખ આગળ ઊભો રાખીને સોયથી તેનો કાન વીંધવો; એટલે તે કાયમને માટે તેના માલિકનો ગુલામ બની રહેશે.

  12. નિર્ગમન ૨૧:૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ “અને જો કોઈ માણસ પોતાની દીકરીને દાસી થવા માટે વેચે, તો ગુલામ પુરુષોની માફક તે છૂટે નહિ.

  13. નિર્ગમન ૨૧:૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    જેણે તેને ખરીદી હોય તેને જો તે ન ગમે, તો તે તેના પિતાને પાછી વેચી શકે, જો માલિકે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હોય, તો પારકા લોકોને તેને વેચવાની તેની સત્તા રહેતી નથી, કેમ કે તેણે તેની પ્રત્યે ઠગાઈ કરી છે.

  14. નિર્ગમન ૨૧:૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ પરંતુ જો તેણે તેના પોતાના પુત્ર માટે તેને રાખવી હોય તો તેની સાથે તેણે પુત્રી જેવો વ્યવહાર રાખવો.

  15. નિર્ગમન ૨૧:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    “જો તે બીજી પત્ની સાથે લગ્ન કરે, તો તેણે તેની પ્રથમ પત્નીના અન્ન, વસ્ત્ર અને તેના પત્ની તરીકેના હક્કમાં કશો ઘટાડો કરવો નહિ.

  16. નિર્ગમન ૨૧:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    અને જો તે તેની પત્ની પ્રત્યે આ ત્રણ ફરજો અદા કરે નહિ તો તે વિના મૂલ્યે છૂટી થાય.

  17. નિર્ગમન ૨૧:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ “જે કોઈ અન્ય માણસને મારીને તેની હત્યા કરે તો તેને મોતની સજા થાય.

  18. નિર્ગમન ૨૧:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પરંતુ જો કોઈ માણસ ખૂન કરવાના ઇરાદાથી છુપાઈ રહ્યો ના હોય પણ ઈશ્વર તેના હાથમાં કોઈને સોંપે અને હત્યા કરાય તો તેને નાસી જવા માટે હું આશ્રયસ્થાન નિયત કરીશ, ત્યાં તે નાસી જશે.”

  19. નિર્ગમન ૨૧:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    “પરંતુ જો કોઈ ક્રોધે ભરાઈને જાણી જોઈને બીજાની હત્યા કરે, પોતાના પડોશી પર ઘસી જઈને તેને દગાથી મારી નાખે; તો તેને મારી વેદી આગળથી લઈ જઈને પણ શિક્ષારૂપે તેને મારી નાખવો.”

  20. નિર્ગમન ૨૧:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ અને જો કોઈ પોતાના પિતાને કે માતાને મારે, તો તેને નક્કી મૃત્યુની સજા થાય.

  21. નિર્ગમન ૨૧:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ જો કોઈ ચોરીછૂપીથી માનવહરણ કરે અને તેને વેચે, અથવા તો તેને પોતાના તાબામાં રાખે, તો તેને નક્કી મૃત્યુની સજા થાય.

  22. નિર્ગમન ૨૧:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ અને જો કોઈ પોતાના પિતાને કે માતાને શાપ આપે તો પણ તેને મૃત્યુની સજા થાય.

  23. નિર્ગમન ૨૧:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ અને જો કોઈ બે માણસો એક બીજા સાથે ઝઘડો કરતા હોય, અને તેમાંનો એક જણ બીજાને પથ્થરથી કે મુઠ્ઠીથી એવો મારે કે તે મરી ન જાય પરંતુ પથારીવશ થાય.

  24. નિર્ગમન ૨૧:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પછી જ્યારે તે સાજો થઈને લાકડી લઈને હરતો-ફરતો થઈ જાય, તો જે માણસે તેને માર્યો હોય તે છૂટી જાય ખરો, પરંતુ તેણે પેલા માણસને સમય અને કામની નુકસાની ભરપાઈ કરવી અને સંપૂર્ણ સાજો થાય ત્યાં સુધીની સારવારની તથા અન્ય જવાબદારી મારનારની રહે.

  25. નિર્ગમન ૨૧:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ અને જો કોઈ માણસ પોતાના ગુલામ કે દાસીને લાકડી વડે મારે અને તેનું મૃત્યુ થાય, તો મારનાર ગુનેગાર ગણાય અને સજાપાત્ર બને.