મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. નિર્ગમન ૧૯:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    વળી જે યાજકો મારી નજીક આવે, તેઓએ પોતાને શુદ્ધ કર્યા નહિ હોય તો હું તેઓને સખત સજા કરીશ.”

  2. નિર્ગમન ૧૯:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ એટલે મૂસાએ યહોવાહને કહ્યું, “લોકો સિનાઈ પર્વત પાસે આવી શકશે નહિ, કારણ કે તમે પોતે અમને આજ્ઞા કરી છે કે, પર્વતની ચારેબાજુ હદ નિયત કરજો કે લોકો તેને ઓળંગીને પવિત્ર મેદાનમાં આવે નહિ.”

  3. નિર્ગમન ૧૯:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    એટલે યહોવાહે તેને કહ્યું, “જા, નીચે ઊતર; અને હારુનને ઉપર લઈ આવ, પરંતુ યાજકો કે લોકો હદ ઓળંગીને મારી પાસે ઘસી આવે નહિ એનું ધ્યાન રાખજે, નહિ તો હું તે લોકોને નષ્ટ કરીશ.”

  4. નિર્ગમન ૧૯:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પછી મૂસાએ નીચે ઊતરીને યહોવાહે જણાવેલી વાત લોકોને કહી સંભળાવી.

  5. નિર્ગમન ૨૦:૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ પછી યહોવાહે આ સર્વ વચનો ઉચ્ચારતાં કહ્યું:

  6. નિર્ગમન ૨૦:૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    “હું તમારો ઈશ્વર યહોવાહ છું. હું તમને મિસર દેશમાં જ્યાં તમે ગુલામ હતા ત્યાંથી બહાર લઈ આવ્યો છું. તેથી તમારે આ આદેશો માનવા પડશે.

  7. નિર્ગમન ૨૦:૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    “તમારે કોઈ દેવોની પૂજા કરવી નહિ, માત્ર મારી જ ભક્તિ કરવી.”

  8. નિર્ગમન ૨૦:૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ “તમારે આકાશમાંની કે પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની મૂર્તિ કે પ્રતિમા બનાવવી નહિ.

  9. નિર્ગમન ૨૦:૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તમારે તેઓને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેઓની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમારો ઈશ્વર યહોવાહ છું અને આવેશ રાખનાર છું. મારા લોકો જગતના દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે મારી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ મારા દુશ્મન બને છે અને હું તેઓને અને તેઓના સંતાનોને ત્રીજી તથા ચોથી પેઢી સુધી સજા કરીશ.

  10. નિર્ગમન ૨૦:૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પરંતુ મારા પર પ્રેમ રાખનાર અને મારી આજ્ઞાનું પાલન કરનારની હજારો પેઢી પર હું દયાભાવ દર્શાવીશ.

  11. નિર્ગમન ૨૦:૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ “તમારે તમારા ઈશ્વર યહોવાહનું નામ વ્યર્થપણે ન લેવું. કારણ કે તે માણસોને હું નિર્દોષ ગણીશ નહિ. જેઓ મારું નામ વ્યર્થપણે લેશે તેને સજા કર્યા વિના હું રહેવાનો નથી.”

  12. નિર્ગમન ૨૦:૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ “વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખજો.”

  13. નિર્ગમન ૨૦:૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    છ દિવસ તમારે તમારાં બધાં કામકાજ કરવાં, પરંતુ સાતમો દિવસ વિશ્રામવાર તો તમારા ઈશ્વર યહોવાહનો છે.

  14. નિર્ગમન ૨૦:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેથી વિશ્રામવારના દિવસે તમારે કે તમારા પુત્રોએ કે તમારી પુત્રીઓએ, તમારા દાસ-દાસીઓએ કે તમારાં જાનવરોએ કે તમારા ગામમાં રહેતા વિદેશીએ કોઈ કામ કરવું નહિ, કારણ કે,

  15. નિર્ગમન ૨૦:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    છ દિવસમાં મેં યહોવાહે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેમાંની તમામ વસ્તુઓ ઉત્પન્ન કરી હતી અને સાતમે દિવસે મેં વિશ્રામ કર્યો હતો, તેથી મેં યહોવાહે વિશ્રામવારને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો છે.

  16. નિર્ગમન ૨૦:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ “તમારાં માતાપિતાનું સન્માન કરો, જેથી હું યહોવાહ તમારો ઈશ્વર તમને જે દેશ આપનાર છું તેમાં તમે લાંબુ આયુષ્ય પામો.

  17. નિર્ગમન ૨૦:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તમારે ખૂન કરવું નહિ.

  18. નિર્ગમન ૨૦:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તમારે વ્યભિચાર કરવો નહિ.

  19. નિર્ગમન ૨૦:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તમારે ચોરી કરવી નહિ.

  20. નિર્ગમન ૨૦:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તમારે પડોશી કે માનવબંધુ વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરવી નહિ.

  21. નિર્ગમન ૨૦:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તમારા પડોશીના ઘરની લાલસા રાખવી નહિ; તમારા પડોશીની પત્ની કે તેના દાસ કે તેની દાસી કે તેનો બળદ કે તેનું ગધેડું કે તમારા પડોશીની કોઈ પણ વસ્તુની લાલસા-લોભ, લાલચ, ઉત્કટ ઇચ્છા રાખવી નહિ.”

  22. નિર્ગમન ૨૦:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ બધા લોકો ગર્જના, અને રણશિંગડાનો નાદ સાંભળીને તથા વીજળીના ચમકારા અને પર્વતમાંથી નીકળતો ધુમાડો જોઈને ભયભીત થઈને થરથર ધ્રૂજતા દૂર જ ઊભા રહ્યા.

  23. નિર્ગમન ૨૦:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પછી તેઓએ મૂસાને કહ્યું, “અમારી સાથે તું જ બોલ, તો અમે સાંભળીશું, પણ યહોવાહ અમારી સાથે બોલે નહિ. જો તે બોલશે તો અમે બધા મરી જઈશું.”

  24. નિર્ગમન ૨૦:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    એટલે મૂસાએ તે લોકોને કહ્યું, “ગભરાશો નહિ, કારણ કે યહોવાહ તો તમારી કસોટી કરવા આવ્યા છે કે, જેથી તમે બધા તેમનો ડર રાખો અને પાપ ન કરો.”

  25. નિર્ગમન ૨૦:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    “પરંતુ તેમ છતાં લોકો તો દૂર જ ઊભા રહ્યા અને મૂસા ઘનઘોર વાદળ નજીક જ્યાં યહોવાહ હતા ત્યાં ગયો.”