મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1406–1380 BC

Conquest of Canaan

Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.

658 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. યહોશુઆ ૧૫:૫૦આશરે ઈ.પૂ. ૧૪૪૩

    અનાબ, એશ્તમોઆ તથા આનીમ,

  2. યહોશુઆ ૧૫:૫૧આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ગોશેન, હોલોન તથા ગીલોહ. તેઓના તાબાના ગામો સહિત કુલ આ અગિયાર નગરો હતા.

  3. યહોશુઆ ૧૫:૫૨આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ અરાબ, દૂમા તથા એશાન,

  4. યહોશુઆ ૧૫:૫૩આશરે ઈ.પૂ. ૧૪૪૩

    યાનીમ, બેથ-તાપ્પૂઆ તથા અફેકા,

  5. યહોશુઆ ૧૫:૫૪આશરે ઈ.પૂ. ૧૪૪૩

    હુમ્ટા, કિર્યાથ-આર્બા એટલે હેબ્રોન તથા સીઓર. તેઓના તાબાના ગામો સહિત કુલ આ નવ નગરો હતાં.

  6. યહોશુઆ ૧૫:૫૫આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ માઓન, કાર્મેલ, ઝીફ, યૂટા,

  7. યહોશુઆ ૧૫:૫૬આશરે ઈ.પૂ. ૧૪૪૩

    યિઝ્રએલ, યોકદામ, ઝાનોઆ,

  8. યહોશુઆ ૧૫:૫૭આશરે ઈ.પૂ. ૧૪૪૩

    કાઈન, ગિબયા તથા તિમ્ના તેઓના ગામો સહિત આ દસ નગરો.

  9. યહોશુઆ ૧૫:૫૮આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર,

  10. યહોશુઆ ૧૫:૫૯આશરે ઈ.પૂ. ૧૪૪૩

    મારાથ, બેથ-અનોથ તથા એલ્તકોન તેઓનાં ગામો સહિત આ છ નગરો.

  11. યહોશુઆ ૧૫:૬૦આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ કિર્યાથ-બાલ એટલે કિર્યાથ-યારીમ તથા રાબ્બા, તેઓનાં ગામો સહિત આ બે નગરો.

  12. યહોશુઆ ૧૫:૬૧આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ અરણ્યમાં બેથ-અરાબા, મિદ્દીન તથા સખાખા,

  13. યહોશુઆ ૧૫:૬૨આશરે ઈ.પૂ. ૧૪૪૩

    નિબ્શાન, ખારાનું નગર તથા એન-ગેદી; તેઓનાં ગામો સહિત આ છ નગરો.

  14. યહોશુઆ ૧૫:૬૩આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ પણ યરુશાલેમના રહેવાસી યબૂસીઓને યહૂદા કુળના લોકો કાઢી શક્યા નહિ; તેથી યબૂસીઓ આજ સુધી યહૂદા કુળની સાથે યરુશાલેમમાં રહે છે.

  15. યહોશુઆ ૧૬:૧આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ યૂસફના કુળ માટે જમીનની ભાગ થઈ એટલે યર્દનથી યરીખો તરફ, યરીખોની પૂર્વના ઝરાથી અરણ્યમાં, યરીખોથી ઉપર તરફ બેથેલના પર્વતીય દેશ સુધી.

  16. યહોશુઆ ૧૬:૨આશરે ઈ.પૂ. ૧૪૪૩

    પછી તે સરહદ બેથેલથી લૂઝ સુધી, અટારોથથી પસાર થઈને આર્કીઓના પ્રદેશ સુધી ગઈ.

  17. યહોશુઆ ૧૬:૩આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ પછી પશ્ચિમ તરફ નીચે યાફલેટીઓના પ્રદેશથી, દૂર સુધી નીચાણમાં બેથ-હોરોનના પ્રદેશ સુધી અને ગેઝેર સુધી તે સમુદ્ર પાસે પૂરી થઈ.

  18. યહોશુઆ ૧૬:૪આશરે ઈ.પૂ. ૧૪૪૩

    આ રીતે યૂસફનાં બે કુળ, મનાશ્શા અને એફ્રાઇમનાં કુળોને વારસો પ્રાપ્ત થયો.

  19. યહોશુઆ ૧૬:૫આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ એફ્રાઇમનાં કુળને તેનાં કુટુંબો પ્રમાણે આ રીતે પ્રદેશની સોંપણી થઈ: પૂર્વ તરફ તેઓની સરહદ અટારોથ આદ્દારથી ઉપરના બેથ-હોરોન સુધી હતી

  20. યહોશુઆ ૧૬:૬આશરે ઈ.પૂ. ૧૪૪૩

    અને ત્યાંથી તે સમુદ્ર તરફ ગઈ. મિખ્મથાથની ઉત્તર પરથી વળીને પૂર્વ તરફ તાનાથ-શીલો સુધી અને દૂર યાનોઆની પૂર્વ તરફ ગઈ.

  21. યહોશુઆ ૧૬:૭આશરે ઈ.પૂ. ૧૪૪૩

    પછી યાનોઆથી નીચે અટારોથ સુધી, નારા સુધી અને પછી યરીખોથી, યર્દનના છેડા સુધી પહોંચી.

  22. યહોશુઆ ૧૬:૮આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ તે સરહદ તાપ્પૂઆથી પશ્ચિમ તરફ કાનાના નાળાં અને સમુદ્રના છેડા સુધી ગઈ. એફ્રાઇમ કુળનાં કુટુંબો પ્રમાણે તેઓનો વારસો આ છે.

  23. યહોશુઆ ૧૬:૯આશરે ઈ.પૂ. ૧૪૪૩

    તે સાથે મનાશ્શાના કુળના વારસાના ભાગ વચ્ચે જે નગરો એફ્રાઇમનાં કુળને સારુ પસંદ કરાયેલા હતાં, એ સર્વ નગરો તેઓનાં ગામો સહિત તેઓને મળ્યાં.

  24. યહોશુઆ ૧૬:૧૦આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ તેઓ કનાનીઓને કે જેઓ ગેઝેરમાં રહેતા હતા તેઓને કાઢી મૂકી શક્યા નહિ તેથી કનાનીઓ એફ્રાઇમ મધ્યે આજ પર્યંત રહે છે, પણ તેઓ એફ્રાઇમનાં કુટુંબીઓના ગુલામ થઈને રહેલા છે.

  25. યહોશુઆ ૧૭:૧આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ મનાશ્શા યૂસફનો વડો પુત્ર હતો, તેના કુળને માટે જમીનનો ભાગ આ પ્રમાણે હતી: જે મનાશ્શાનો પ્રથમપુત્ર, માખીર ગિલ્યાદનો પિતા લડવૈયો હતો તેને ગિલ્યાદ તથા બાશાનનો પ્રદેશ આપવામાં આવ્યો હતો.