મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1406–1380 BC

Conquest of Canaan

Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.

658 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. યહોશુઆ ૧૪:૧૫આશરે ઈ.પૂ. ૧૪૪૪

    હવે હેબ્રોનનું નામ અગાઉ કિર્યાથ-આર્બા હતું. આર્બા તો અનાકીઓ મધ્યે સૌથી મોટો પુરુષ હતો અનાકીઓ મધ્યે સૌથી મોટો પુરુષ હતો. પછી દેશમાં યુદ્ધ બંધ થયાં. શાંતિનો પ્રસાર થયો.

  2. યહોશુઆ ૧૫:૧આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ યહૂદાપુત્રોના કુળને, તેઓનાં કુટુંબો પ્રમાણે, જે વારસો સોંપવામાં આવેલો હતો તે દક્ષિણે અદોમની સરહદ સુધી વિસ્તરેલો હતો. એટલે દક્ષિણ તરફ સીનના અરણ્ય સાથે, જે સરહદનો છેવાડો ભાગ હતો ત્યાં સુધી.

  3. યહોશુઆ ૧૫:૨આશરે ઈ.પૂ. ૧૪૪૩

    તેની સીમા દક્ષિણના ખારા સમુદ્રના છેડાથી, એટલે દક્ષિણના અખાતથી શરુ થતી હતી.

  4. યહોશુઆ ૧૫:૩આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ ત્યાંથી સરહદ આક્રાબ્બીમના ઘાટની દક્ષિણે થઈને આગળ સીન સુધી ગઈ. અને કાદેશ બાર્નેઆની દક્ષિણે થઈને ઉપર ગઈ. ત્યાંથી હેસ્રોન થઈને આદ્દારથી ચકરાવો ખાઈને કાર્કા સુધી ગઈ.

  5. યહોશુઆ ૧૫:૪આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ત્યાંથી આસ્મોન સુધી ગઈ. ત્યાંથી મિસરના ઝરણાંથી પસાર થઈને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. આ તેમની દક્ષિણ તરફની સરહદ હતી.

  6. યહોશુઆ ૧૫:૫આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ યર્દનના છેડા તરફ, ખારો સમુદ્ર પૂર્વ તરફની સરહદ હતી. યર્દનના છેડા તરફ સમુદ્રની ખાડીથી ઉત્તર તરફની સરહદથી શરુ થતી હતી.

  7. યહોશુઆ ૧૫:૬આશરે ઈ.પૂ. ૧૪૪૩

    તે સરહદ બેથ-હોગ્લા અને બેથ-અરાબાની ઉત્તર તરફ પસાર થઈને આગળ ગઈ. પછી તે સરહદ બોહાનની શિલા, રુબેનના દીકરા સુધી ગઈ.

  8. યહોશુઆ ૧૫:૭આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ પછી તે સરહદ આખોરની ખીણથી દબીર સુધી ગઈ, તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલના વળાંક સુધી, કે જે નદીની દક્ષિણ બાજુ પર, અદુમ્મીમના ઘાટની સામે છે ત્યાં સુધી ગઈ. પછી તે સરહદ એન-શેમેશનાં ઝરણાંથી પસાર થઈ અને એન-રોગેલ આગળ પૂરી થઈ.

  9. યહોશુઆ ૧૫:૮આશરે ઈ.પૂ. ૧૪૪૩

    પછી તે સરહદ હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓના નગરની દક્ષિણ તરફ એટલે યરુશાલેમ સુધી ગઈ. પછી તે હિન્નોમની ખીણની સામે પશ્ચિમે આવેલા પર્વતના શિખર પર, જે રફાઈમની ખીણના ઉત્તરના છેડા સુધી તે સરહદ ગઈ.

  10. યહોશુઆ ૧૫:૯આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ પછી તે સરહદ પર્વતના શિખરથી તે નેફતોઆના ઝરણાં સુધી ગઈ, ત્યાંથી એફ્રોન પર્વતનાં નગરો સુધી ગઈ. પછી તે સરહદ બાલાહ એટલે કિર્યાથ-યારીમ સુધી અંકાયેલી હતી.

  11. યહોશુઆ ૧૫:૧૦આશરે ઈ.પૂ. ૧૪૪૩

    પછી તે સરહદ ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાહથી સેઈર પર્વત સુધી ગઈ, પછી આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વતની એટલે કસાલોન ની બાજુથી પસાર થઈ અને બેથ-શેમેશ સુધી નીચે થઈને તિમ્નાથી પસાર થઈને આગળ વધી.

  12. યહોશુઆ ૧૫:૧૧આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ તે સરહદ ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ, પછી શિક્કરોનથી વળીને, બાલાહ પર્વતથી પસાર થઈને યાબ્નએલ સુધી ગઈ. તે સરહદનો અંત સમુદ્ર પાસે આવ્યો.

  13. યહોશુઆ ૧૫:૧૨આશરે ઈ.પૂ. ૧૪૪૩

    પશ્ચિમી સરહદ મોટા સમુદ્ર તથા તેના કિનારા સુધી હતી. આ યહૂદાના કુળની તેમનાં કુટુંબો પ્રમાણે ચારેબાજુની સરહદ હતી.

  14. યહોશુઆ ૧૫:૧૩આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ યહોશુઆએ યહોવાહની આજ્ઞાનું પાલન કર્યું, તેણે યફૂન્નેના દીકરા કાલેબને યહૂદા કુળની વચ્ચે જમીન સોંપી, કિર્યાથ-આર્બા, જે હેબ્રોન છે તે આપ્યું, આર્બા અનાકનો પિતા હતો.

  15. યહોશુઆ ૧૫:૧૪આશરે ઈ.પૂ. ૧૪૪૩

    અને કાલેબે અનાકના વંશનાં ત્રણ કુળોને એટલે શેશાય, અહીમાન તથા તાલ્માય જે અનાકના પુત્રો હતા તેઓને ત્યાંથી કાઢી મૂક્યા.

  16. યહોશુઆ ૧૫:૧૫આશરે ઈ.પૂ. ૧૪૪૩

    તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી. દબીરનું નામ તો પૂર્વે કિર્યાથ-સેફેર હતું.

  17. યહોશુઆ ૧૫:૧૬આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ કાલેબે કહ્યું, “જે કોઈ માણસ કિર્યાથ-સેફેર પર હુમલો કરશે અને તેને કબજે કરશે, તેને હું મારી દીકરી આખ્સાહ સાથે પરણાવીશ.”

  18. યહોશુઆ ૧૫:૧૭આશરે ઈ.પૂ. ૧૪૪૩

    કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલે કિર્યાથ-સેફેર જીતી લીધું. તેથી કાલેબે તેની દીકરી આખ્સાહનાં લગ્ન તેની સાથે કરાવ્યાં.

  19. યહોશુઆ ૧૫:૧૮આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ જયારે આખ્સાહ ઓથ્નીએલ પાસે આવી, ત્યારે એમ થયું કે, તેણે તેને તેના પિતા પાસેથી ખેતર માગવાની વિનંતી કરી. અને આખ્સા તેના ગધેડા પરથી ઊતરી. અને કાલેબે તેને કહ્યું કે, “તારે શું જોઈએ છે?”

  20. યહોશુઆ ૧૫:૧૯આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ આખ્સાહએ ઉત્તર આપ્યો, “મારા પર વિશેષ કરીને કૃપા કર. તેં મને નેગેબની જમીન તો આપી જ છે, પાણીના થોડા ઝરા પણ મને આપ.” અને કાલેબે તેને ઉપરના ભાગના અને નીચાણના ભાગના ઝરા આપ્યાં.

  21. યહોશુઆ ૧૫:૨૦આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ આ યહૂદાપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે.

  22. યહોશુઆ ૧૫:૨૧આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ¶ અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોના કુળનાં છેવાડાં નગરો કાબ્સએલ, એદેર તથા યાગૂર,

  23. યહોશુઆ ૧૫:૨૨આશરે ઈ.પૂ. ૧૪૪૩

    કિના, દીમોના, આદાદા,

  24. યહોશુઆ ૧૫:૨૩આશરે ઈ.પૂ. ૧૪૪૩

    કેદેશ, હાસોર, ઈથનાન,

  25. યહોશુઆ ૧૫:૨૪આશરે ઈ.પૂ. ૧૪૪૩

    ઝીફ, ટેલેમ, બેઆલોથ;