- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1406–1380 BC
Conquest of Canaan
Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.
આ કાળની કલમો
- યહોશુઆ ૧૨:૨૨આશરે ઈ.પૂ. ૧૪૫૦
કેદેશનો રાજા, કાર્મેલમાંના યોકનામનો રાજા,
- યહોશુઆ ૧૨:૨૩આશરે ઈ.પૂ. ૧૪૫૦
દોરના પર્વત પરના દોરનો રાજા, ગિલ્ગાલમાંના ગોઈમનો રાજા,
- યહોશુઆ ૧૨:૨૪આશરે ઈ.પૂ. ૧૪૫૦
અને તિર્સાનો રાજા હતો. એ મળીને રાજાઓની કુલ સંખ્યા એકત્રીસ હતી.
- યહોશુઆ ૧૩:૧આશરે ઈ.પૂ. ૧૪૪૪
¶ હવે યહોશુઆ ઘણો વયોવૃદ્ધ થયો, ત્યારે યહોવાહ તેને કહ્યું, “તું વયોવૃદ્ધ થયો છે, પણ વતન કરી લેવાની ઘણી ભૂમિ હજી બાકી છે.
- યહોશુઆ ૧૩:૨આશરે ઈ.પૂ. ૧૪૪૪
¶ જે પ્રદેશો હજી બાકી રહ્યા છે તે આ છે: પલિસ્તીઓનો અને ગશૂરીઓનો આખો વિસ્તાર.
- યહોશુઆ ૧૩:૩આશરે ઈ.પૂ. ૧૪૪૪
જે મિસરની પૂર્વમાં શિહોરથી, ઉત્તરે એક્રોનની સરહદ સુધી. તે કનાનીઓની સંપત્તિ ગણાય છે; પલિસ્તીઓના પાંચ શાસકો ગાઝીઓ, આશ્દોદીઓ, આશ્કેલોનીઓ, ગિત્તીઓ અને એક્રોનીઓનો જે આવ્વીઓના પ્રદેશ છે.
- યહોશુઆ ૧૩:૪આશરે ઈ.પૂ. ૧૪૪૪
¶ દક્ષિણમાં, આવ્વીઓનો પ્રદેશ, કનાનીઓનો આખો પ્રદેશ અને સિદોનીઓના મારા અને અફેક સુધી એટલે અમોરીઓની સરહદ સુધી;
- યહોશુઆ ૧૩:૫આશરે ઈ.પૂ. ૧૪૪૪
ગબાલીઓનો દેશ, પૂર્વ તરફ લબાનોન એટલે હેર્મોન પર્વતની તળેટીમાંના બાલ-ગાદથી હમાથ સુધી.
- યહોશુઆ ૧૩:૬આશરે ઈ.પૂ. ૧૪૪૪
¶ લબાનોનથી તે દૂર સુધી મિસ્રેફોથ-માઇમ સુધી પર્વતીય દેશના સઘળાં રહેવાસીઓ એટલે સિદોનના સઘળાં લોકો સહિત તેઓને હું ઇઝરાયલના સૈન્યની આગળથી કાઢી મૂકીશ. પણ યાદ રાખ કે મેં જેમ તને આજ્ઞા આપી છે તેમ તે દેશ ઇઝરાયલીઓને વારસા તરીકે તેમનાં કુળ પ્રમાણે વહેંચી આપ.
- યહોશુઆ ૧૩:૭આશરે ઈ.પૂ. ૧૪૪૪
નવ કુળોને તથા મનાશ્શાના અર્ધ કુળને આ દેશ વારસામાં ફાળવી આપ.”
- યહોશુઆ ૧૩:૮આશરે ઈ.પૂ. ૧૪૪૪
¶ મનાશ્શાના બીજા અર્ધ કુળ સાથે રુબેનીઓને તથા ગાદીઓને તેમનો વારસો મળ્યો. મૂસાએ તેઓને યર્દનની પૂર્વ બાજુએ તે હિસ્સો આપ્યો.
- યહોશુઆ ૧૩:૯આશરે ઈ.પૂ. ૧૪૪૪
તે આર્નોનની ખીણની સરહદ પરના અરોએરથી અને જે નગર ખીણની મધ્યે છે ત્યાંથી, મેદબાનો આખો સપાટ પ્રદેશ, દીબોન સુધી.
- યહોશુઆ ૧૩:૧૦આશરે ઈ.પૂ. ૧૪૪૪
¶ સીહોનનાં બધાં નગરો, અમોરીઓનો રાજા, જે હેશ્બોનમાં રાજ કરતો હતો તેના સઘળાં નગરો, આમ્મોનીઓની સરહદ સુધી;
- યહોશુઆ ૧૩:૧૧આશરે ઈ.પૂ. ૧૪૪૪
ગિલ્યાદ, ગશૂરીઓનો તથા માખાથીઓનો વિસ્તાર, આખો હેર્મોન પર્વત અને આખા બાશાનથી સાલખા સુધી;
- યહોશુઆ ૧૩:૧૨આશરે ઈ.પૂ. ૧૪૪૪
બાશાનના ઓગનું આખું રાજ્ય, જે આશ્તારોથ અને એડ્રેઇમાં રાજ કરતો હતો આ જે રફાઈઓમાંના બાકી રહેલા હતા તેઓને મૂસાએ તલવારથી મારીને હાંકી કાઢ્યાં હતા.
- યહોશુઆ ૧૩:૧૩આશરે ઈ.પૂ. ૧૪૪૪
¶ પણ ઇઝરાયલના લોકોએ ગશૂરીઓને કે માખાથીઓને કાઢી મૂક્યા નહિ. તેના બદલે, ગશૂરીઓ અને માખાથીઓ આજ દિન સુધી ઇઝરાયલ મધ્યે રહ્યા.
- યહોશુઆ ૧૩:૧૪આશરે ઈ.પૂ. ૧૪૪૪
¶ કેવળ લેવીના કુળને મૂસાએ વારસો આપ્યો નહિ. જેમ યહોવાહ મૂસાને કહ્યું હતું તેમ “ઇઝરાયલના પ્રભુ, યહોવાહને અપાયેલા અર્પણો જે અગ્નિથી કરવામાં આવે છે,” તે જ તેઓનો વારસો છે.
- યહોશુઆ ૧૩:૧૫આશરે ઈ.પૂ. ૧૪૪૪
¶ મૂસાએ રુબેનીઓના આખા કુળનાં કુટુંબો પ્રમાણે તેઓને વારસો આપ્યો.
- યહોશુઆ ૧૩:૧૬આશરે ઈ.પૂ. ૧૪૪૪
તેઓની હદ આર્નોનની ખીણની સરહદ પરનું અરોએર તથા જે શહેર તે ખીણની મધ્યે છે, ત્યાંથી મેદબા પાસેના આખા સપાટ પ્રદેશ સુધી હતી.
- યહોશુઆ ૧૩:૧૭આશરે ઈ.પૂ. ૧૪૪૪
¶ રુબેનીઓને આ પણ પ્રાપ્ત થયું એટલે, હેશ્બોન તથા પર્વતીય પ્રદેશમાંનાં તેના સર્વ નગરો, દીબોન, બામોથ-બાલ તથા બેથ-બાલમેઓન,
- યહોશુઆ ૧૩:૧૮આશરે ઈ.પૂ. ૧૪૪૪
યાહસા, કદેમોથ તથા મેફાથ,
- યહોશુઆ ૧૩:૧૯આશરે ઈ.પૂ. ૧૪૪૪
કિર્યાથાઈમ, સિબ્માહ, ખીણના પર્વત પરનું સેરેથ-શાહાર.
- યહોશુઆ ૧૩:૨૦આશરે ઈ.પૂ. ૧૪૪૪
¶ બેથ-પેઓર, પિસ્ગાહના ઢોળાવ, બેથ-યશીમોથ,
- યહોશુઆ ૧૩:૨૧આશરે ઈ.પૂ. ૧૪૪૪
સપાટ પ્રદેશનાં સર્વ નગરો, અમોરીઓના રાજા સીહોનનું આખું રાજ્ય; તે હેશ્બોનમાં રાજ કરતો હતો જેને મૂસાએ માર્યો હતો. અને તે દેશમાં રહેનારા મિદ્યાનના આગેવાનો સાથે, અવી, રેકેમ, સૂર, હૂર, તથા રેબાના શાસકોને અને સીહોનના રાજકુમારોને માર્યા હતા.
- યહોશુઆ ૧૩:૨૨આશરે ઈ.પૂ. ૧૪૪૪
¶ જેઓને ઇઝરાયલી લોકોએ માર્યા, તેઓમાં બેઓરના દીકરા બલામ શકુન જોનારને પણ તેઓએ તલવારથી મારી નાખ્યો.