મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1406–1380 BC

Conquest of Canaan

Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.

658 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. યહોશુઆ ૧૧:૨૦આશરે ઈ.પૂ. ૧૪૫૦

    કેમ કે યહોવાહ તેઓનાં હૃદયોને કઠણ કર્યાં હતાં કે જેથી તેઓ આવે અને ઇઝરાયલ વિરુદ્ધ યુદ્ધ કરે જેથી તે તેઓનો સંપૂર્ણ નાશ કરે. તેમની દયાની અરજ સાંભળવામાં આવે નહિ. અને મૂસાને યહોવાહ જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેઓનો સંપૂર્ણ નાશ કરવામાં આવે.

  2. યહોશુઆ ૧૧:૨૧આશરે ઈ.પૂ. ૧૪૫૦

    ¶ અને તે વખતે યહોશુઆએ જઈને પહાડી પ્રદેશમાંના, હેબ્રોનમાંના, દબીરમાંના, અનાબમાંના, યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાંના અને ઇઝરાયલના આખા પહાડી પ્રદેશમાંના અનાકીઓનો સંહાર કર્યો. યહોશુઆએ તેઓનો તથા તેઓના નગરોનો સંપૂર્ણ સંહાર કર્યો.

  3. યહોશુઆ ૧૧:૨૨આશરે ઈ.પૂ. ૧૪૫૦

    કેવળ ગાઝા, ગાથ અને આશ્દોદમાં કેટલાક જીવતા રહ્યા. ઇઝરાયલ દેશમાં એક પણ અનાકીને રહેવા દીધો નહિ.

  4. યહોશુઆ ૧૧:૨૩આશરે ઈ.પૂ. ૧૪૫૦

    જેમ યહોવાહે મૂસાને જે કહ્યું હતું તે પ્રમાણે યહોશુઆએ આખો દેશ કબજે કર્યો. યહોશુઆએ ઇઝરાયલને તેઓનાં કુળો પ્રમાણે તે વારસામાં આપ્યો. પછી દેશમાં યુદ્ધને બદલે શાંતિ પ્રસરેલી રહી.

  5. યહોશુઆ ૧૨:૧આશરે ઈ.પૂ. ૧૪૫૦

    ¶ હવે આ દેશના રાજાઓ જેમના પર ઇઝરાયલના માણસોએ વિજય મેળવ્યો. યર્દન નદીની પેલે પાર જ્યાંથી સૂર્યોદય થાય છે, આર્નોન નદીની ખીણથી હેર્મોન પર્વત તથા પૂર્વ તરફનો સઘળો અરાબા સુધીનો સઘળો દેશ કબજે કરી લીધો.

  6. યહોશુઆ ૧૨:૨આશરે ઈ.પૂ. ૧૪૫૦

    સીહોન જે અમોરીઓનો રાજા હેશ્બોનમાં રહેતો હતો. તેણે આર્નોન ખીણની સરહદ પર આવેલા અરોએરથી ખીણની મધ્યેના શહેર અને અર્ધ ગિલ્યાદથી તે આમ્મોનીઓની સરહદ ઉપરની યાબ્બોક નદી સુધી રાજ કર્યું.

  7. યહોશુઆ ૧૨:૩આશરે ઈ.પૂ. ૧૪૫૦

    સીહોને પૂર્વ તરફ કિન્નેરેથ સમુદ્ર સુધી અરાબા સુધી તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર ખારા સમુદ્ર સુધી, બેથ-યશીમોથને રસ્તે અને દક્ષિણ તરફ, પિસ્ગાહ પર્વતની તળેટી સુધી રાજ કર્યું હતું.

  8. યહોશુઆ ૧૨:૪આશરે ઈ.પૂ. ૧૪૫૦

    રફાઈઓના બાકી રહેલામાંનો બાશાનનો રાજા ઓગ, કે જે આશ્તારોથ તથા એડ્રેઇમાં રહેતો હતો.

  9. યહોશુઆ ૧૨:૫આશરે ઈ.પૂ. ૧૪૫૦

    તેણે હેર્મોન પર્વત, સાલખા, આખા બાશાન, ગશૂરના લોકોની અને માખાથીઓની હદ સુધી અને અર્ધ ગિલ્યાદ, હેશ્બોનના રાજા સીહોનની હદ સુધી, રાજ કર્યું.

  10. યહોશુઆ ૧૨:૬આશરે ઈ.પૂ. ૧૪૫૦

    ¶ યહોવાહનાં સેવક મૂસાએ અને ઇઝરાયલના લોકોએ તેઓને હરાવ્યા. યહોવાહનાં સેવકે મૂસાએ રુબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અર્ધકુળને તે દેશ વતન તરીકે આપ્યો.

  11. યહોશુઆ ૧૨:૭આશરે ઈ.પૂ. ૧૪૫૦

    ¶ યહોશુઆએ તથા ઇઝરાયલના લોકોએ જે રાજાઓને મારી નાખ્યા તેઓનો દેશ યર્દનની પશ્ચિમ બાજુએ, લબાનોનની ખીણમાંના બાલ-ગાદથી અદોમની પાસેના હાલાક પર્વત સુધી હતો. યહોશુઆએ ઇઝરાયલનાં કુળોને તે દેશ તેમના હિસ્સા પ્રમાણે વતન તરીકે આપ્યો.

  12. યહોશુઆ ૧૨:૮આશરે ઈ.પૂ. ૧૪૫૦

    આ વિસ્તારમાં પહાડી પ્રદેશ, નીચાણવાળો પ્રદેશ, અરાબા, પર્વતોના ઢોળાવનો પ્રદેશ, અરણ્ય અને નેગેબનો સમાવેશ થતો હતો. તેમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓનો વસવાટ હતો.

  13. યહોશુઆ ૧૨:૯આશરે ઈ.પૂ. ૧૪૫૦

    ¶ મારી નંખાયેલા રાજાઓમાં યરીખોનો રાજા, બેથેલની પાસેના આયનો રાજા,

  14. યહોશુઆ ૧૨:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૦

    યરુશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા,

  15. યહોશુઆ ૧૨:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૦

    યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા,

  16. યહોશુઆ ૧૨:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૦

    એગ્લોનનો રાજા, ગેઝેરનો રાજા.

  17. યહોશુઆ ૧૨:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૦

    ¶ દબીરનો રાજા, ગદેરનો રાજા,

  18. યહોશુઆ ૧૨:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૦

    હોર્માનો રાજા, અરાદનો રાજા,

  19. યહોશુઆ ૧૨:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૦

    લિબ્નાહનો રાજા, અદુલ્લામનો રાજા,

  20. યહોશુઆ ૧૨:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૦

    માક્કેદાનો રાજા, બેથેલનો રાજા.

  21. યહોશુઆ ૧૨:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૦

    ¶ તાપ્પૂઆનો રાજા, હેફેરનો રાજા,

  22. યહોશુઆ ૧૨:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૦

    અફેકનો રાજા, લાશ્શારોનનો રાજા,

  23. યહોશુઆ ૧૨:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૦

    માદોનનો રાજા, હાસોરનો રાજા,

  24. યહોશુઆ ૧૨:૨૦આશરે ઈ.પૂ. ૧૪૫૦

    શિમ્રોન-મરોનનો રાજા, આખ્શાફનો રાજા.

  25. યહોશુઆ ૧૨:૨૧આશરે ઈ.પૂ. ૧૪૫૦

    ¶ તાનાખનો રાજા, મગિદ્દોનો રાજા,