- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1406–1380 BC
Conquest of Canaan
Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.
આ કાળની કલમો
- યહોશુઆ ૧૦:૩૮આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ પછી યહોશુઆ તથા તેની સાથે ઇઝરાયલનું સૈન્ય પાછું આવ્યું. દબીરમાં પણ તેઓની સાથે યુદ્ધ કર્યું.
- યહોશુઆ ૧૦:૩૯આશરે ઈ.પૂ. ૧૪૫૧
તેણે તેને, તેના રાજાને તથા નજીકના નગરોને કબજે કર્યાં. તેઓએ તેમના પર તલવારથી હુમલો કર્યો અને તેમાંના દરેક પ્રાણીનો સંપૂર્ણરીતે નાશ કર્યો. યહોશુઆએ કોઈને જીવતા રહેવા દીધા નહિ, જેમ તેણે હેબ્રોનને, લિબ્નાહને અને તેના રાજાને કર્યું હતું તેવું કર્યું.
- યહોશુઆ ૧૦:૪૦આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ એમ યહોશુઆએ, આખા દેશને જીતી લીધો. પર્વતીય પ્રદેશ, નેગેબ, નીચાણવાળો પ્રદેશ અને તળેટીઓમાંના સર્વ રાજાઓમાંથી કોઈને પણ જીવતા રહેવા દીધા નહિ. પણ જેમ ઇઝરાયલના પ્રભુ, યહોવાહે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે દરેક સજીવોનો સંપૂર્ણ નાશ કર્યો.
- યહોશુઆ ૧૦:૪૧આશરે ઈ.પૂ. ૧૪૫૧
કાદેશ બાર્નેઆથી ગાઝા સુધી અને ગોશેનના આખા દેશથી ગિબ્યોન સુધી યહોશુઆએ તેઓને તલવારથી માર્યા.
- યહોશુઆ ૧૦:૪૨આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ યહોશુઆએ આ સર્વ રાજાઓને અને તેઓના દેશને એક વખતમાં જ કબજે કર્યા કેમ કે ઇઝરાયલના યહોવાહ ઇઝરાયલ માટે લડ્યા હતા.
- યહોશુઆ ૧૦:૪૩આશરે ઈ.પૂ. ૧૪૫૧
પછી યહોશુઆ અને તેની સાથે આખું ઇઝરાયલ ગિલ્ગાલની છાવણીમાં પાછાં આવ્યાં.
- યહોશુઆ ૧૧:૧આશરે ઈ.પૂ. ૧૪૫૦
¶ જયારે હાસોરના રાજા, યાબીને આ સાંભળ્યું, ત્યારે તેણે માદોનના રાજા યોબાબને, શિમ્રોનના રાજાને તથા આખ્શાફના રાજાને
- યહોશુઆ ૧૧:૨આશરે ઈ.પૂ. ૧૪૫૦
અને જેઓ ઉત્તરે પર્વતીય દેશમાં, કિન્નેરેથની દક્ષિણે યર્દન નદીની ખીણમાં, નીચાણવાળા દેશોમાં અને પશ્ચિમે દોરના પર્વત પર હતા તે રાજાઓને સંદેશો મોકલ્યો.
- યહોશુઆ ૧૧:૩આશરે ઈ.પૂ. ૧૪૫૦
તેણે પૂર્વ અને પશ્ચિમના કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, પર્વતીય દેશના યબૂસીઓને તથા મિસ્પાના દેશમાં હેર્મોન પર્વતથી હિવ્વીઓને પણ સંદેશ મોકલ્યો.
- યહોશુઆ ૧૧:૪આશરે ઈ.પૂ. ૧૪૫૦
¶ તેઓની સાથે તેઓનાં સર્વ સૈન્ય, સૈનિકોની મોટી સંખ્યા, સમુદ્ર કાંઠા પરની રેતી સમાન સંખ્યામાં બહાર આવ્યા. તેઓની પાસે વિપુલ પ્રમાણમાં ઘોડા અને રથો હતા.
- યહોશુઆ ૧૧:૫આશરે ઈ.પૂ. ૧૪૫૦
આ બધા રાજાઓ ઠરાવેલા સમયે મળ્યા અને ઇઝરાયલ સાથે યુદ્ધ કરવાને તેઓએ મેરોમ સરોવર પાસે છાવણી કરી.
- યહોશુઆ ૧૧:૬આશરે ઈ.પૂ. ૧૪૫૦
¶ યહોવાહે યહોશુઆને કહ્યું, “તેઓથી બીશ નહિ. કેમ કે આવતી કાલે, હું ઇઝરાયલને તેઓ સર્વને મૃત અવસ્થામાં સોંપીશ. તમે તેઓના ઘોડાઓનાં જાંઘની નસો કાપશો અને તેઓના રથ અગ્નિથી બાળશો.”
- યહોશુઆ ૧૧:૭આશરે ઈ.પૂ. ૧૪૫૦
યહોશુઆ અને યુદ્ધ કરનારા મેરોમ સરોવર પાસે તેઓ પર ઓચિંતા આવીને તૂટી પડ્યા.
- યહોશુઆ ૧૧:૮આશરે ઈ.પૂ. ૧૪૫૦
¶ યહોવાહે શત્રુઓને ઇઝરાયલના હાથમાં સોંપ્યા, તેઓએ તલવારથી તેઓને માર્યા. તેઓ સિદોન, મિસ્રેફોથ-માઇમ, પૂર્વ તરફ મિસ્પાની ખીણ સુધી તેઓની પાછળ પડયા. તેઓએ તેમને તલવારથી એવા માર્યા કે તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહિ.
- યહોશુઆ ૧૧:૯આશરે ઈ.પૂ. ૧૪૫૦
યહોવાહે યહોશુઆને કહ્યું હતું તે પ્રમાણે તેણે તેઓની સાથે કર્યું. તેણે તેઓના ઘોડાઓનાં જાંઘની નસો કાપી અને તેઓના રથો અગ્નિથી બાળી નાખ્યા.
- યહોશુઆ ૧૧:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૦
¶ તે સમયે યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું. તેણે તલવારથી તેના રાજાને મારી નાખ્યો. હાસોર આ બધા રાજ્યોમાં મુખ્ય હતું.
- યહોશુઆ ૧૧:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૦
ત્યાંના તમામ સજીવ પ્રાણીઓને તેઓએ મારી નાખ્યાં. કોઈ પણ પ્રાણીને જીવિત રહેવા દેવામાં આવ્યું નહિ. પછી તેણે હાસોરને બાળી મૂક્યું.
- યહોશુઆ ૧૧:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૦
¶ યહોશુઆએ આ બધા રાજાઓના નગરોને કબજે કર્યા. તેણે તે બધા રાજાઓને પણ તાબે કર્યા. યહોવાહનાં સેવક મૂસાએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેઓનો તલવારથી સંપૂર્ણપણે નાશ કર્યો.
- યહોશુઆ ૧૧:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૦
તે સિવાયના પર્વત પર બાંધેલા કોઈ નગરોને ઇઝરાયલ બાળ્યાં નહિ. યહોશુઆએ એકલા હાસોરને જ બાળ્યું.
- યહોશુઆ ૧૧:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૦
¶ ઇઝરાયલના સૈન્યએ પોતાના માટે આ નગરોમાંથી જાનવરો સહિત બધું લૂંટી લીધું. તેઓએ તલવારથી દરેક માણસને મારી નાખ્યાં. તેઓએ કોઈને જીવિત રહેવા દીધાં નહિ.
- યહોશુઆ ૧૧:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૦
યહોવાહે પોતાના સેવક મૂસાને આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે મૂસાએ યહોશુઆને આજ્ઞા આપી હતી. અને યહોવાહ મૂસાને જે કરવાની આજ્ઞા આપી હતી તે સઘળામાંથી યહોશુઆએ કોઈ પણ કામ કરવામાં કચાશ રાખી નહિ.
- યહોશુઆ ૧૧:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૦
¶ યહોશુઆએ તે સર્વ દેશ, પર્વતીય દેશ, આખો નેગેબ, આખો ગોશેન દેશ, નીચાણની ટેકરીઓ, યર્દન નદીની ખીણ, ઇઝરાયલનો પર્વતીય દેશ અને નીચાણવાળો દેશ કબજે કર્યો.
- યહોશુઆ ૧૧:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૦
સેઈર પાસેના હાલાક પર્વતથી, તે હેર્મોન પર્વતની તળેટીના લબાનોનની નજીકની ખીણમાં બાલ-ગાદ જેટલા દૂર સુધી ઉત્તરે જતા, તેણે તેના સર્વ રાજાઓને પકડીને તેઓને મારી નાખ્યા.
- યહોશુઆ ૧૧:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૦
¶ યહોશુઆએ તે સર્વ રાજાઓ સાથે લાંબા સમય સુધી યુદ્ધ કર્યું.
- યહોશુઆ ૧૧:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૦
હિવ્વીઓ કે જે ગિબ્યોનમાં રહેતા હતા તેમના સિવાય ઇઝરાયલ સાથે એકેય નગરે સંધિ કરી નહિ. ઇઝરાયલે બાકીનાં બધાં નગરોને યુદ્ધમાં કબજે કર્યાં.