મુખ્ય સામગ્રી પર જાઓ

Saul

265 કલમો · 11 કુટુંબના સભ્યો

Saul નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. દાઉદ જાણતો હતો કે શાઉલ તેની વિરુદ્ધ ઉપદ્રવ કરવાની યુક્તિઓ રચે છે. તેણે અબ્યાથાર યાજકને કહ્યું, “એફોદ અહીં લાવ.”

  2. ¶ પછી દાઉદે કહ્યું, “પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, તમારા સેવકે નક્કી સાંભળ્યું છે કે મારે લીધે નગરનો નાશ કરવાને શાઉલ કઈલા પર ચઢાઈ કરવાની તક શોધે છે.

  3. કઈલાના માણસો શું મને તેના હાથમાં સોંપી દેશે? તમારા સેવકના સાંભળ્યાં મુજબ શું શાઉલ અહીં આવશે? પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, હું તમને આજીજી કરું છું, કૃપા કરી તમારા સેવકને જણાવો.” ઈશ્વરે કહ્યું, “તે ચઢાઈ કરશે.”

  4. ¶ ત્યાર પછી દાઉદે કહ્યું, “શું કઈલાના માણસો મને તથા મારા માણસોને શાઉલના હાથમાં સોંપી દેશે?” ઈશ્વરે કહ્યું, “તેઓ તને સોંપી દેશે.”

  5. ¶ ત્યારે દાઉદ તથા તેના માણસો, જે આશરે છસો હતા, તેઓ ઊઠીને કઈલામાંથી રવાના થયા અને જવાય ત્યાં જતા રહ્યા. શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલામાંથી નાસી ગયો છે તેથી શાઉલે ત્યાં જવાનું બંધ રાખ્યું.

  6. ¶ દાઉદ અરણ્યમાં મજબૂત મિલોઓમાં અને ઝીફના અરણ્યમાં પહાડી પ્રદેશમાં રહ્યો. શાઉલ તેને દરરોજ શોધતો હતો, પણ ઈશ્વરે તેને તેના હાથમાં લાગવા દીધો નહિ.

  7. દાઉદે જોયું કે શાઉલ મારો જીવ લેવા સારુ બહાર આવ્યો છે; દાઉદ ઝીફના અરણ્યમાં આવેલા હોરેશમાં હતો.

  8. ત્યાર પછી શાઉલનો દીકરો યોનાથાન ઊઠીને હોરેશમાં દાઉદ પાસે ગયો અને તેના હાથ ઈશ્વરમાં મજબૂત કર્યા.

  9. ¶ યોનાથાને તેને કહ્યું, “બીશ નહિ. કેમ કે મારા પિતા શાઉલનો હાથ તને પકડી પાડી શકશે નહિ. તું ઇઝરાયલ પર રાજા થશે અને હું તારાથી બીજે દરજ્જે હોઈશ. મારા પિતા શાઉલ પણ આ જાણે છે.”

  10. ¶ પછી ઝીફીઓએ ગિબયામાં શાઉલ પાસે આવીને કહ્યું, “શું દાઉદ હોરેશના કિલ્લાઓમાં અમારી મધ્યે સંતાઈ રહ્યો નથી? એ કિલ્લા હખીલા પર્વત પર, એટલે દક્ષિણના અરણ્ય તરફ આવેલા છે.

  11. શાઉલે કહ્યું, “ઈશ્વરથી તમે આશીર્વાદિત છો. કેમ કે તમે મારા પર દયા કરી છે.

  12. ¶ પછી તેઓ ઊઠીને શાઉલની અગાઉ ઝીફમાં ગયા. દાઉદ અને તેના માણસો માઓન રાનમાં, અરણ્યની દક્ષિણે અરાબામાં હતા.

  13. શાઉલ તથા તેના માણસો તેને શોધવા ગયા. અને દાઉદને તેની ખબર મળી, ત્યારે તે ઊતરીને ખડકાળ પર્વત પાસે આવીને માઓનના અરણ્યમાં રહ્યો. જયારે શાઉલે તે સાંભળ્યું, ત્યારે તે માઓનના અરણ્યમાં દાઉદની પાછળ પડ્યો.

  14. ¶ શાઉલ પર્વતની એક બાજુએ ગયો અને દાઉદ તથા તેના માણસો પર્વતની પેલી બાજુએ ગયા. દાઉદે શાઉલને લીધે ત્યાં છટકી જવા માટે ઉતાવળ કરી. કેમ કે શાઉલ તથા તેના માણસો દાઉદ તથા તેના માણસોને પકડવા માટે તેમને ઘેરી લીધા હતા.

  15. એક સંદેશાવાહકે પાસે આવીને શાઉલને કહ્યું, “જલ્દી આવ કેમ કે પલિસ્તીઓએ દેશમાં લૂંટફાટ ચલાવી છે.”

  16. ¶ પછી શાઉલ દાઉદનો પીછો કરવાને બદલે પાછો વળીને પલિસ્તીઓની સામે ગયો. એ માટે તે જગ્યાનું નામ તેઓએ સેલા-હામ્માહલકોથ પાડયું.

  17. ¶ જયારે શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું ટાળીને પાછો આવ્યો, ત્યારે તેને એમ કહેવામાં આવ્યું કે, “દાઉદ એન-ગેદીના અરણ્યમાં છે.”

  18. પછી શાઉલ સર્વ ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા ત્રણ હજાર માણસોને લઈને દાઉદ તથા તેના માણસોની શોધમાં વનચર બકરાંઓના ખડકો પર ગયો.

  19. ¶ તે માર્ગે ઘેટાંના વાડા પાસે આવ્યો, ત્યાં ગુફા હતી. શાઉલ હાજત માટે તેમાં ગયો. હવે દાઉદ તથા તેના માણસો ગુફાના સૌથી દૂરના ભાગમાં બેઠેલા હતા.

  20. દાઉદના માણસોએ તેને કહ્યું, “જે દિવસ વિશે ઈશ્વરે બોલ્યા હતા અને તેમણે તને કહ્યું કે, ‘હું તારા શત્રુને તારા હાથમાં સોંપીશ, તને જેમ સારું લાગે તેમ તું તેમને કરજે. તે દિવસ આવ્યો છે.’” ત્યારે દાઉદે ઊઠીને ગુપ્ત રીતે આગળ આવીને શાઉલના ઝભ્ભાની કોર કાપી લીધી.

  21. પછીથી દાઉદ હૃદયમાં દુઃખી થયો કેમ કે તેણે શાઉલના ઝભ્ભાની કોર કાપી લીધી હતી.

  22. તેથી દાઉદે પોતાના માણસોને ઠપકો આપ્યો, તેમને શાઉલ પર હુમલો કરવા દીધો નહિ. પછી શાઉલ, ગુફામાંથી નીકળીને તે પોતાને માર્ગે ગયો.

  23. ¶ ત્યાર પછી, દાઉદ પણ ગુફામાંથી બહાર નીકળ્યો, પછી શાઉલને બોલાવ્યો: “હે મારા માલિક રાજા.” જયારે શાઉલે પોતાની પાછળ જોયું, ત્યારે દાઉદે પોતાનું મુખ જમીન તરફ રાખીને સાષ્ટાંગ દડ્વંત પ્રણામ કર્યા અને તેને માન આપ્યું.

  24. દાઉદે શાઉલને કહ્યું, “તમે શા માટે આ માણસોનું સાંભળો છો! તેઓ એવું કહે છે, ‘જો, દાઉદ તને નુકશાન કરવાનું શોધે છે?’”

  25. ¶ દાઉદ એ શબ્દો શાઉલને કહી રહ્યો, ત્યારે શાઉલે કહ્યું, “મારા દીકરા દાઉદ, શું એ તારો અવાજ છે?” પછી શાઉલ પોક મૂકીને રડ્યો.