મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Simeon વિશે બાઇબલની કલમો

50 કલમો · 21 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ બીજી ચિઠ્ઠી શિમયોનના નામની નીકળી, એટલે શિમયોનના કુળને તેઓના કુટુંબ પ્રમાણે જમીન સોંપવામાં આવી. તેઓનો વારસો યહૂદાના કુળના વારસા મધ્યે હતો.

  2. ¶ તેઓને તેમનો વારસો મળ્યો, એટલે, બેરશેબા અથવા શેબા, મોલાદા,

  3. હસાર-શૂઆલ, બાલાહ, એસેમ,

  4. એલ્તોલાદ, બથૂલ અને હોર્મા.

  5. ¶ શિમયોન જે સિકલાગ પાસે હતું, બેથ-માર્કાબોથ, હસાર-સૂસા,

  6. બેથ-લબાઓથ, શારુહેન. તેઓના ગામો સહિત આ કુલ તેર નગરો હતાં.

  7. સિમયોન પાસે આઈન, રિમ્મોન, એથેર, તથા આશાન હતાં. તેઓના ગામો સહિત આ કુલ ચાર નગરો હતાં.

  8. ¶ આ નગરોની ચારેતરફનાં જે સર્વ ગામો સહિત, બાલાથ-બેર એટલે, વારસો, તેઓનાં કુટુંબોને આપવામાં આવ્યો હતો.

  9. યહૂદાએ પોતાના ભાઈ શિમયોનને તથા તેના માણસોને કહ્યું, “જે પ્રદેશ અમને સોંપવામાં આવ્યો છે તેમાં તમે આવો, જેથી આપણે સાથે મળીને કનાનીઓની સામે લડાઈ કરીએ. તેવી જ રીતે જે પ્રદેશ તમને સોંપવામાં આવ્યો હતો, તેમાં અમે તમારી સાથે આવીશું.” તેથી શિમયોનનું કુળ તેની સાથે ગયું.

  10. અને યહૂદાના પુરુષો, તેમના ભાઈ શિમયોનના પુરુષો સાથે ગયા અને સફાથમાં વસતા કનાનીઓ પર હુમલો કરી તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો. તે નગરનું નામ હોર્મા કહેવાતું હતું.

  11. તેઓ બેરશેબામાં, મોલાદામાં તથા હસાર-શૂઆલમાં રહ્યા.

  12. ¶ તેઓ બિલ્લામાં, એસેમમાં તથા તોલાદમાં,

  13. બથુએલમાં, હોર્મામાં તથા સિકલાગમાં,

  14. બેથ-માર્કાબોથમાં, હસાર-સુસીમમાં, બેથ-બિરઈમાં તથા શારાઈમમાં પણ રહેતા હતા. દાઉદના શાસન સુધી આ નગરોમાં તેઓનો વસવાટ હતો.

  15. ¶ તેઓના પાંચ નગરો: એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન.

  16. તથા બઆલ સુધી તે જ નગરોની ચારે તરફના સર્વ ગામો પણ તેઓનાં હતાં. તેમા તેઓનાં વસવાટ હતા અને તેઓએ પોતાની વંશાવળીનો અહેવાલ રાખ્યો હતો.

  17. ¶ તેઓ જાનવરોને માટે ઘાસચારો શોધવા ખીણની પૂર્વ બાજુ ગદોર સુધી ગયા.

  18. ત્યાં તેઓને પુષ્કળ પ્રમાણમાં સારો ઘાસચારો મળ્યો. તે પ્રદેશ વિશાળ, શાંત તથા સુલેહશાંતિવાળો હતો. અગાઉ હામના વંશજો ત્યાં રહેતા હતા.

  19. આ નામવાર જણાવેલા આગેવાનો, યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં તે પ્રદેશ પર ચઢાઈ કરીને અગાઉ હામના વંશજોનો વસવાટ હતો ત્યાં આવ્યા. મેઉનીમ ત્યાં જ મળી આવ્યા હતા. તેઓએ તેનો સંપૂર્ણપણે નાશ કર્યો અને ત્યાં રહ્યા કારણ કે તેઓને પોતાના જાનવરો માટે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો મળ્યો.

  20. ¶ તેઓમાંના શિમયોનના કુળમાંના પાંચસો પુરુષો સેઈર પર્વત તરફ, ઈશીના દીકરાઓ પલાટયા, નાર્યા, રફાયા અને ઉઝિયેલની આગેવાનીમાં ગયા.

  21. ત્યાં બાકીના બચી ગયેલા અમાલેકીઓનો તેઓએ સંહાર કર્યો અને તેઓ ત્યાં આજ સુધી વસી રહેલા છે.

  22. શિમયોનીઓમાંથી યુદ્ધને માટે શૂરવીર પુરુષો સાત હજાર એકસો.

  23. ¶ તે ઉપરાંત ઇઝરાયલનાં કુળો પર નિમાયેલા અધિકારીઓની યાદી: રુબેનીઓનો અમલદાર ઝિખ્રીનો પુત્ર એલિએઝેર, શિમયોનીઓનો માકાનો પુત્ર શફાટયા,

  24. તેણે આખા યહૂદિયા તથા બિન્યામીનને, તેમ જ જેઓ તેઓની સાથે રહેતા હતા તેઓમાં - એફ્રાઇમ, મનાશ્શા તથા શિમયોનમાંથી આવી વસેલાઓને એકત્ર કર્યા. જયારે તેઓએ જોયું કે પ્રભુ તેઓના ઈશ્વર તેની સાથે છે, ત્યારે ઇઝરાયલમાંથી ઘણાં લોકો તેના પક્ષમાં આવ્યા.

  25. ¶ તેણે મનાશ્શા, એફ્રાઇમ, શિમયોન તથા નફતાલીના નગરો સુધી તેઓની આસપાસનાં ખંડેરોમાં આ પ્રમાણે કર્યું.