- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1380–1050 BC
The Judges & Ruth
Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.
આ કાળની કલમો
- ન્યાયાધીશો ૧૮:૧૭આશરે ઈ.પૂ. ૧૪૦૬
¶ પાંચ માણસો કે જેઓ દેશની જાસૂસી કરવાને ગયા હતા તેઓએ ઘરમાં જઈને કોતરેલી મૂર્તિ, એફોદ, તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ લીધી, ત્યારે યુદ્ધ માટે હથિયારોથી સજ્જ થયેલા પેલા છસો માણસો સાથે યાજકો દરવાજાના પ્રવેશ દ્વાર આગળ ઊભો રહેલો હતો.
- ન્યાયાધીશો ૧૮:૧૮આશરે ઈ.પૂ. ૧૪૦૬
જયારે તેઓ મિખાના ઘરમાં ગયા અને કોતરેલી મૂર્તિ, એફોદ, તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ આવ્યા ત્યારે યાજકે તેઓને કહ્યું, “તમે આ શું કરો છો?”
- ન્યાયાધીશો ૧૮:૧૯આશરે ઈ.પૂ. ૧૪૦૬
¶ તેઓએ તેને કહ્યું, “છાનો રહે! તારો હાથ તારા મુખ પર મૂક અને અમારી સાથે આવ અને અમારો પિતા તથા યાજકો થા. શું એ વધારે સારું નથી કે તારે એક ઘરના યાજકો થવા કરતાં, ઇઝરાયલના એક કુળના યાજક થવું?”
- ન્યાયાધીશો ૧૮:૨૦આશરે ઈ.પૂ. ૧૪૦૬
યાજકોનું હૃદય આનંદથી ભરાઈ ગયું. એફોદ, તરાફીમ, કોતરેલી મૂર્તિ લઈને તે તેઓની સાથે ચાલ્યો ગયો.
- ન્યાયાધીશો ૧૮:૨૧આશરે ઈ.પૂ. ૧૪૦૬
¶ તેથી તેઓ પાછા વળીને ચાલ્યા ગયા. તેઓએ તેઓની સામે નાનાં બાળકોને, જાનવરોને તથા પોતાની માલમિલકતોને આગળ રાખ્યાં.
- ન્યાયાધીશો ૧૮:૨૨આશરે ઈ.પૂ. ૧૪૦૬
જયારે તેઓ મિખાના ઘરથી ઘણે દૂર ગયા, ત્યારે મિખાના ઘરની પાસેના ઘરના માણસોએ એકત્ર થઈને દાનપુત્રોને પકડી પાડ્યા.
- ન્યાયાધીશો ૧૮:૨૩આશરે ઈ.પૂ. ૧૪૦૬
તેઓએ દાનપુત્રોને ઊંચા અવાજે પોકાર્યા એટલે તેઓએ પાછા ફરીને મિખાને કહ્યું, “શા માટે તું મોટું ટોળું લઈને અમારી પાછળ આવે છો?”
- ન્યાયાધીશો ૧૮:૨૪આશરે ઈ.પૂ. ૧૪૦૬
¶ તેણે કહ્યું, “મેં બનાવેલા દેવોને તમે ચોરી લીધા છે અને યાજકને પણ લઈ જઈ રહ્યા છો. બીજું શું બાકી રહ્યું છે? તેમ છતાં તમે મને કેમ પૂછી રહ્યા છો, કે ‘તને શો સંતાપ છે?’”
- ન્યાયાધીશો ૧૮:૨૫આશરે ઈ.પૂ. ૧૪૦૬
દાનના લોકોએ તેને કહ્યું, મોટેથી ન બોલ. “અમારે તારો અવાજ સાંભળવો નથી! કેમ કે કેટલાક અત્યંત ક્રોધિત માણસો તારા પર હુમલો કરશે અને તું તથા તારા ઘરનાં માર્યા જશો.”
- ન્યાયાધીશો ૧૮:૨૬આશરે ઈ.પૂ. ૧૪૦૬
ત્યારે પછી દાનના લોકોએ પોતાનો રસ્તો પકડ્યો. જયારે મિખાને જણાયું કે તેઓ તેના કરતાં બળવાન હતા, ત્યારે તે પાછો વળ્યો અને પોતાને ઘરે ગયો.
- ન્યાયાધીશો ૧૮:૨૭આશરે ઈ.પૂ. ૧૪૦૬
¶ મિખાએ જે બનાવ્યું હતું તે દાનના લોકોએ લઈ લીધું, તેની સાથે તેના યાજકોને પણ લાઈશમાં આવ્યાં, ત્યાં લોકો નિર્ભય તથા સુરક્ષિત હતા, તેઓએ તેઓને તલવારથી મારી નાખ્યા અને નગરને બાળી નાખ્યું.
- ન્યાયાધીશો ૧૮:૨૮આશરે ઈ.પૂ. ૧૪૦૬
ત્યાં તેઓને છોડાવનાર કોઈ નહોતું, કેમ કે સિદોનથી તે ઘણું દૂર હતું અને તેઓને કોઈની સાથે કશો વ્યવહાર ન હતો. બેથ-રહોબ પાસેની ખીણમાં તે આવેલું હતું. અને ત્યાં નગરમાં રહ્યા.
- ન્યાયાધીશો ૧૮:૨૯આશરે ઈ.પૂ. ૧૪૦૬
તેઓએ તે નગરનું નામ તેઓના પૂર્વજોના નામ પરથી દાન પાડયું, ઇઝરાયલના સંતાનોમાંનો હતો. અગાઉ નગરનું નામ લાઈશ હતું.
- ન્યાયાધીશો ૧૮:૩૦આશરે ઈ.પૂ. ૧૪૦૬
¶ દાનના લોકોએ પોતાને માટે કોતરેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી, અને દેશની ગુલામગીરીના દિવસ સુધી મૂસાના દીકરા ગેર્શોમનો દીકરો યોનાથાન તથા તેના પુત્રો દાન કુળના યાજકો હતા.
- ન્યાયાધીશો ૧૮:૩૧આશરે ઈ.પૂ. ૧૪૦૬
જ્યાં સુધી ઈશ્વરનું તંબુ શીલોમાં હતું ત્યાં સુધી તેઓએ મિખાની બનાવેલી કોતરેલી મૂર્તિની કાયમ ઉપાસના કરી.
- ન્યાયાધીશો ૧૯:૧આશરે ઈ.પૂ. ૧૪૦૬
¶ ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો, તે દિવસોમાં એવું બન્યું કે કોઈ એક લેવી એફ્રાઇમની પહાડી પ્રદેશના સૌથી દૂર વિસ્તારમાં આવીને રહેતો હતો. તેણે બેથલેહેમનાં યહૂદિયામાંથી એક સ્ત્રીને પોતાની ઉપપત્ની તરીકે રાખી હતી.
- ન્યાયાધીશો ૧૯:૨આશરે ઈ.પૂ. ૧૪૦૬
પણ તેની ઉપપત્ની તેને અવિશ્વાસુ હતી. તેણે વ્યભિચાર કર્યો તેના પતિને મૂકીને પોતાના પિતાના ઘરે બેથલેહેમના યહૂદિયામાં પાછી ગઈ. તે ત્યાં ચાર મહિના સુધી રહી.
- ન્યાયાધીશો ૧૯:૩આશરે ઈ.પૂ. ૧૪૦૬
¶ તેનો પતિ તેને સમજાવીને પાછી લાવવા માટે ગયો. તેની સાથે નોકર તથા બે ગધેડા હતાં. તેની ઉપપત્નીના પિતાએ તેને જોયો, ત્યારે તે સ્ત્રી તેને પોતાના પિતાના ઘરમાં લાવી. અને તેનો પિતા તેને મળીને ખુશ થયો.
- ન્યાયાધીશો ૧૯:૪આશરે ઈ.પૂ. ૧૪૦૬
તેના સસરાએ એટલે યુવતીના પિતાએ, તેને ત્રણ દિવસ રહેવા માટે સમજાવ્યો. તેઓએ ખાધું, પીધું અને ત્યાં રહ્યો.
- ન્યાયાધીશો ૧૯:૫આશરે ઈ.પૂ. ૧૪૦૬
¶ ચોથે દિવસે તેઓએ વહેલાં ઊઠીને વિદાય થવાની તૈયારી કરી, પણ યુવતીના પિતાએ પોતાના જમાઈને કહ્યું, “થોડો ખોરાક ખાઈને તાજગી પામ. પછી તમે તમારે રસ્તે જજો.”
- ન્યાયાધીશો ૧૯:૬આશરે ઈ.પૂ. ૧૪૦૬
તેથી તેઓ બન્નેએ સાથે બેસીને ખાધુંપીધું. પછી યુવતીના પિતાએ લેવીને કહ્યું, “કૃપા કરી જો તારી ઇચ્છા હોય તો આજની રાત અહીં રોકાઈ જા અને આનંદ કર.”
- ન્યાયાધીશો ૧૯:૭આશરે ઈ.પૂ. ૧૪૦૬
¶ લેવી જવા માટે વહેલો ઊઠ્યો, પણ જુવાન સ્ત્રીના પિતાએ તેને રહેવા માટે આગ્રહ કર્યો, તેથી તેણે પોતાનો વિચાર બદલ્યો અને ફરી તે રાતે તે રહી ગયો.
- ન્યાયાધીશો ૧૯:૮આશરે ઈ.પૂ. ૧૪૦૬
પાંચમા દિવસે વિદાય થવા માટે તે વહેલો ઊઠ્યો, પણ છોકરીના પિતાએ કહ્યું, “પોતાને બળવાન કર અને બપોર સુધી રહી જા.” તેથી તેઓ બન્ને જમ્યાં.
- ન્યાયાધીશો ૧૯:૯આશરે ઈ.પૂ. ૧૪૦૬
પછી લેવી, તેની ઉપપત્ની તથા તેનો ચાકર જવા માટે ઊભા થયા, ત્યારે તેના સસરાએ, એટલે યુવતીના પિતાએ તેને કહ્યું, “જો, હવે દિવસ આથમવા આવ્યો છે. કૃપા કરી આજે રાત્રે પણ રોકાઈ જાઓ અને આનંદ કરો. આવતીકાલે વહેલા ઊઠીને તમારે ઘરે પાછા જજો.
- ન્યાયાધીશો ૧૯:૧૦આશરે ઈ.પૂ. ૧૪૦૬
¶ પણ લેવી તે રાતે ત્યાં રહેવા માટે રાજી ન હતો. તેથી તે ચાલી નીકળ્યો. તે યબૂસ એટલે યરુશાલેમ પાસે આવી પહોંચ્યો. તેની સાથે સામાન બાંધેલાં બે ગધેડાં અને તેની ઉપપત્ની પણ હતી.