- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Samson
Samson નો ઉલ્લેખ કરતી કલમો
¶ અને તે સ્ત્રીએ દીકરાને જન્મ આપ્યો, તેનું નામ સામસૂન પાડ્યું. તે છોકરો મોટો થયો અને ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો.
¶ સામસૂન તિમ્ના નગરમાં ગયો, ત્યાં તેણે એક સ્ત્રીને જોઈ, જે પલિસ્તીઓની દીકરીઓમાંની હતી.
¶ પણ તેનાં માતાપિતાએ તેને કહ્યું, “શું આપણાં સગાંઓમાં કે આપણા સર્વ લોકોમાં શું કોઈ સ્ત્રી નથી કે તું બેસુન્નત પલિસ્તીઓમાંથી પત્ની લાવવા કહે છે?” સામસૂને તેના પિતાને કહ્યું, “તેને મારા માટે લાવી આપો, કેમ કે તે મને ગમે છે.”
¶ ત્યારે સામસૂન તિમ્નામાં તેના માતાપિતા સાથે ગયો અને તેઓ તિમ્નાની દ્રાક્ષવાડીમાં આવ્યા. અને ત્યાં એક જુવાન સિંહે આવીને તેની તરફ ગર્જના કરી.
¶ તે ગયો અને તે સ્ત્રી સાથે વાતચીત કરી, જયારે તેણે તેની તરફ જોયું, તે સામસૂનને ખૂબ ગમી.
¶ જ્યાં તે સ્ત્રી હતી ત્યાં સામસૂનના પિતા ગયા અને સામસૂને ત્યાં ઉજાણી કરી, કેમ કે જુવાન પુરુષોનો આ રિવાજ હતો.
¶ સામસૂને તેઓને કહ્યું, “હવે હું તમને એક ઉખાણું કહું. જો તમારામાંનો કોઈ તે શોધી આપે અને ઉજાણીના સાત દિવસોમાં તેનો જવાબ કહે, તો હું શણના ત્રીસ ઝભ્ભા તથા ત્રીસ જોડી વસ્ત્રો તેને આપીશ.
¶ ચોથા દિવસે તેઓએ સામસૂનની પત્નીને કહ્યું, “તારા પતિને ફોસલાવ કે જેથી તે અમને ઉખાણાનો જવાબ કહે નહિ તો અમે તને તથા તારા પિતાના ઘરનાંને બાળી મૂકીશું. શું તેં અમને અહીં લૂંટી લેવાને બોલાવ્યા છે?”
¶ સામસૂનની પત્ની તેની આગળ રડવા લાગી, “તું જે સર્વ કરે છે તે દ્વારા મને ધિક્કારતો હોય એવું લાગે છે! તું મને પ્રેમ કરતો નથી. તેં મારા કેટલાક લોકોને ઉખાણું કહ્યું, પણ તેં મને તેનો જવાબ કહ્યો નથી.” સામસૂને તેને કહ્યું, “અહીંયાં જો, મેં મારા માતાપિતાને કહ્યું નથી, તો શું હું તને કહું?”
સ્ત્રીના પિતાએ સામસૂનના એક સાથી કે જેણે તેના પ્રત્યે મિત્રની ફરજ બજાવી હતી તેને સ્ત્રી તરીકે આપી.
¶ કેટલાક દિવસો પછી, ઘઉંની કાપણીના સમયમાં, સામસૂન એક લવારું લઈને પોતાની પત્નીની મુલાકાતે ગયો. તેણે પોતાને કહ્યું, “હું મારી પત્નીની ઓરડીમાં જઈશ.” પણ તેના પિતાએ તેને અંદર જવાની પરવાનગી આપી નહિ.
¶ સામસૂને તેઓને કહ્યું, “આ સમયે હું પલિસ્તીઓને કંઈ ઉપદ્રવ કરું તો તે વિષે હું નિર્દોષ ઠરીશ.”
સામસૂન ચાલ્યો ગયો તેણે ત્રણસો શિયાળ પકડયાં અને મશાલો લઈને બબ્બે શીયાળોની પૂંછડીઓ ભેગી કરીને બબ્બે પૂંછડીઓ વચ્ચે એક એક મશાલ બાંધી.
પલિસ્તીઓએ પૂછ્યું, “આ કોણે કર્યું છે?” તેઓને કહેવામાં આવ્યું, “તિમ્નીના જમાઈ સામસૂને આ કર્યું છે, કેમ કે તિમ્નીએ સામસૂનની પત્નીને લઈને તેને તેના મિત્રને આપી દીધી.” ત્યારે પલિસ્તીઓ આવ્યા અને તેને તથા તેના પિતાને બાળી મૂક્યા.
¶ સામસૂને તેઓને કહ્યું, “જો તમે આમ કરો છો, તો હું નિશ્ચે તમારા પર વેર વાળીશ તે પછી જ હું જંપીશ.”
યહૂદાના માણસોએ કહ્યું, “શા માટે તમે અમારા પર હુમલો કરવા આવ્યા છો?” તેઓએ કહ્યું, “અમે સામસૂનને પકડવા માટે હુમલો કર્યો છે, જેથી તેણે અમારી સાથે જે કર્યું છે તેવું અમે તેને કરીએ.”
¶ ત્યારે યહૂદિયાના ત્રણ હજાર માણસોએ એટામ ખડકની ગુફામાં જઈને સામસૂનને કહ્યું, “શું તું જાણતો નથી કે પલિસ્તીઓ આપણા પર રાજ કરે છે? આ તેં શું કર્યું?” સામસૂને તેઓને કહ્યું, “તેઓએ જેવું મને કર્યું છે, તેવું મેં તેઓને કર્યું છે.”
¶ તેઓએ સામસૂનને કહ્યું, “અમે તને બાંધીને લઈ જઈ પલિસ્તીઓના હાથમાં સોંપવાને આવ્યા છીએ.” સામસૂને તેઓને કહ્યું, મારી આગળ તમે સમ ખાઓ, “તમે પોતે મને મારી નહિ નાખો.”
સામસૂને કહ્યું, “ગધેડાના જડબાથી મેં ઢગલે ઢગલા, ગધેડાના જડબાથી મેં હજાર માણસોને માર્યા છે.”
¶ સામસૂન પલિસ્તીઓના નગર ગાઝામાં ગયો અને ત્યાં એક ગણિકાને જોઈ અને તે તેની પાસે રાત વિતાવવાને ગયો.
ગાઝીઓને ખબર મળી કે, “સામસૂન અહીં આવ્યો છે.” ગાઝીઓએ તે જગ્યાને ઘેરી લીધી, તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા. અને તેઓ ત્યાંથી આઘાપાછા થયા નહિ. તેઓએ કહ્યું હતું, “સવાર સુધી આપણે રાહ જોઈએ અને દિવસ ઊગતાં જ આપણે તેને મારી નાખીશું.”
¶ સામસૂન મધરાત સુધી સૂઈ રહ્યો. મધરાતે ઊઠીને તેણે નગરના દરવાજાના કમાડ તથા બન્ને બારસાખો પકડી. ભૂંગળ સહિત તેને ખેંચી કાઢીને તેઓને તેમના ખભા પર મૂકીને હેબ્રોન પર્વતની સામેના શિખર પર લઈ ગયો.
¶ અને દલિલાએ સામસૂનને કહ્યું, “કૃપા કરીને, તું મને કહે કે, તારું મહા બળ શામાં રહેલું છે, તું કેવી રીતે બંધાય અને જેથી તું નિર્બળ થાય?”
સામસૂને તેને કહ્યું, “કદી સુકાયેલા ના હોય એવા સાત લીલા બંધથી જો તેઓ મને બાંધે, તો હું નિર્બળ થઈને બીજા માણસો જેવો થઈ જઈશ.”
હવે તેણે છાની રીતે માણસોને તેની ઓરડીમાં સંતાડી રાખ્યા હતા. તેણે તેને કહ્યું, સામસૂન!” પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે!” પણ શણની એક દોરી આગને અડક્યાથી તૂટી જાય તેમ તેણે તે બાંધેલા બંધનો તોડી નાખ્યાં. એમ તેઓ તેના બળ વિષે જાણી શક્યા નહિ.