મુખ્ય સામગ્રી પર જાઓ

Worldly Amusements and Pleasures વિશે બાઇબલની કલમો

12 કલમો · 21 પાસાં

"Worldly Amusements and Pleasures" શોધો

મુખ્ય બાઇબલ કલમો

  1. ¶ પલિસ્તીઓના શાસકો પોતાના દેવ દાગોન આગળ મોટું બલિદાન કરવાને અને આનંદ કરવાને એકત્ર થયા. તેઓએ કહ્યું, “અમારા દેવે સામસૂનને હરાવ્યો છે, અમારા શત્રુને અમારા હાથમાં સોંપ્યો છે.”

  2. જયારે લોકોએ તેને જોયો, ત્યારે તેઓએ પોતાના દેવની સ્તુતિ કરી; કેમ કે તેઓએ કહ્યું, “અમારા દેવે અમારા શત્રુને હરાવ્યો છે અને અમને સોંપ્યો છે. તેણે અમારામાંથી ઘણાંને મારી નાખ્યા છે.”

  3. ¶ જયારે તેઓ ઉજવણી કરતા હતા, ત્યારે તેઓએ કહ્યું, “સામસૂનને બોલાવો, તે આપણું મનોરંજન કરે.” અને તેઓ સામસૂનને કેદખાનામાંથી બહાર લઈ આવ્યા. અને તેણે તેઓનું મનોરંજન કર્યું. તેઓએ તેને થાંભલાઓની વચ્ચે ઊભો રાખ્યો.

  4. સિયોનમાં એશઆરામથી રહેનારા, તથા સમરુનના પર્વતોમાં નિર્ભયપણે વસનારા, મુખ્ય પ્રજાઓના નામાંકિત માણસો જેઓ પાસે ઇઝરાયલના લોકો આવે છે, તે તમને અફસોસ!

  5. તમારા આગેવાનો કહે છે, “કાલનેહમાં જઈ અને જુઓ; ત્યાંથી મોટા નગર હમાથમાં જાઓ, અને ત્યાંથી પલિસ્તીઓના ગાથમાં જાઓ, શું તેઓ આ રાજ્યો કરતાં સારા છે? અથવા શું તેઓનો વિસ્તાર તમારાં રાજ્યો કરતાં વિશાળ છે?”

  6. તમે ખરાબ દિવસ દૂર રાખવા માગો છો, અને હિંસાનું રાજ્ય નજીક લાવો છો.

  7. તેઓ હાથીદાંતના પલંગો પર સૂએ છે વળી તેઓ પોતાના બિછાનામાં લાંબા થઈને આળોટે છે અને ટોળાંમાંથી હલવાનનું, અને કોડમાંથી વાછરડાનું ભોજન કરે છે.

  8. તેઓ અર્થ વગરનાં ગીતો વીણાના સૂર સાથે ગાઈ છે; તેઓ પોતાના માટે દાઉદની માફક નવાં નવાં વાજિંત્રો બનાવે છે.

  9. તેઓ પ્યાલામાંથી દ્રાક્ષારસ પીવે છે, અને તાજા તેલથી પોતાને અભિષેક કરે છે, પણ તેઓ યૂસફની વિપત્તિથી દુઃખી થતા નથી.

  10. ¶ પણ હેરોદની વર્ષગાંઠ આવી, ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો.

  11. ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે જે કંઈ તે માગશે તે તેને અપાશે.

  12. ¶ ત્યારે તેની માની સૂચના પ્રમાણે તે બોલી કે, “યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું મને થાળમાં આપો.”