- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1380–1050 BC
The Judges & Ruth
Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.
આ કાળની કલમો
- ન્યાયાધીશો ૧૬:૧૧આશરે ઈ.પૂ. ૧૧૨૦
તેણે તેને કહ્યું, “જે દોરડાનો ઉપયોગ કદી કોઈ કામમાં કરાયો ન હોય તેવા નવા દોરડાથી જો તેઓ મને બાંધે તો હું અન્ય માણસો જેવો નિર્બળ થઈ જઈશ.”
- ન્યાયાધીશો ૧૬:૧૨આશરે ઈ.પૂ. ૧૧૨૦
તેથી દલિલાએ નવા દોરડાં લીધા. અને તેનાથી સામસૂનને બાંધ્યો. પછી તેને કહ્યું, “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે!” માણસો અંદરની ઓરડીમાં સંતાઈ રહ્યા હતા. પણ સામસૂને દોરડાંને સૂતરની દોરીની માફક પોતાના હાથ પરથી ફટાફટ તોડી નાખ્યાં.
- ન્યાયાધીશો ૧૬:૧૩આશરે ઈ.પૂ. ૧૧૨૦
¶ દલિલાએ સામસૂનને કહ્યું, “અત્યાર સુધી તેં મને છેતરીને મને જૂઠી વાતો કહી છે. હવે અમને કહે કે કેવી રીતે અમે તને હરાવી શકીએ?” સામસૂને તેને કહ્યું, “જો તું મારા માથાના વાળની સાત લટો તાણાની સાથે વણે તો હું અન્ય માણસો જેવો થઈ જઈશ.
- ન્યાયાધીશો ૧૬:૧૪આશરે ઈ.પૂ. ૧૧૨૦
જયારે તે સૂતો હતો, ત્યારે દલિલાએ સાળના ખીલા સાથે તે બાંધીને તેને કહ્યું, “સામસૂન, પલિસ્તીઓ તારા પર આવી પડ્યા છે!” તેણે પોતાની ઊંઘમાંથી જાગીને સાળનો ખીલો તથા તાણા ખેંચી કાઢ્યાં.
- ન્યાયાધીશો ૧૬:૧૫આશરે ઈ.પૂ. ૧૧૨૦
¶ તેણે તેને કહ્યું, “તું મને કેવી રીતે કહી શકે કે, હું તને પ્રેમ કરું છું, કેમ કે તું મને તારી હર્દયની વાતો તો જણાવતો નથી? આ ત્રણવાર તેં મારી મશ્કરી કરી છે અને તારું મહા બળ શામાં રહેલું છે તે મને કહ્યું નથી.”
- ન્યાયાધીશો ૧૬:૧૬આશરે ઈ.પૂ. ૧૧૨૦
તેણે પોતાનાં વચનો વડે તેને દરરોજ આગ્રહ કરીને જીદ કરી, જેથી તેનો જીવ મરણતુલ્ય અકળાયો.
- ન્યાયાધીશો ૧૬:૧૭આશરે ઈ.પૂ. ૧૧૨૦
¶ ત્યારે સામસૂને તેને સાચે સાચું કહી જણાવ્યું કે “મારા માથા પર કદી અસ્ત્રો ફર્યો નથી અને મારા વાળ કદી કપાયા નથી, કેમ કે મારી માના ગર્ભસ્થાનથી જ હું ઈશ્વરને સારુ નાઝીરી છું. જો હું મારા માથાના વાળ કપાવું તો મારું બળ મારામાંથી જતું રહેશે અને હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જઈશ.”
- ન્યાયાધીશો ૧૬:૧૮આશરે ઈ.પૂ. ૧૧૨૦
¶ જયારે દલિલા સમજી કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલ્યું છે, ત્યારે તેણે પલિસ્તીઓના શાસકોને તેડી મંગાવ્યા અને કહ્યું, “આ એક વાર આવો, કેમ કે તેણે મને સઘળું કહ્યું છે.” ત્યારે પલિસ્તીઓના શાસકો ચાંદીના સિક્કા લઈને તેની પાસે આવ્યા.
- ન્યાયાધીશો ૧૬:૧૯આશરે ઈ.પૂ. ૧૧૨૦
તેણે સામસૂનને પોતાના ખોળામાં સુવાડ્યો. અને સુવડાવી દીધો. એક માણસને બોલાવીને તેના માથાની સાત લટો કાપી નાખી, પછી દલિલા સામસૂનને હેરાન કરવા લાગી, કારણ કે તેનામાંથી તેનું બળ જતું રહ્યું હતું.
- ન્યાયાધીશો ૧૬:૨૦આશરે ઈ.પૂ. ૧૧૨૦
¶ તેણે કહ્યું, “સામસૂન પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે!” ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, “હું અગાઉની જેમ મારું શરીર હલાવીશ.” પણ તેને ખ્યાલ નહોતો કે ઈશ્વર તેની પાસેથી જતા રહ્યા છે.
- ન્યાયાધીશો ૧૬:૨૧આશરે ઈ.પૂ. ૧૧૨૦
પલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને ગાઝામાં લાવ્યા અને તેને કાંસાની બેડીઓ પહેરાવી. તેની પાસે બંદીખાનામાં ચક્કી પિસાવી.
- ન્યાયાધીશો ૧૬:૨૨આશરે ઈ.પૂ. ૧૧૨૦
તોપણ વાળ કપાઈ ગયા પછી તેના માથાના વાળ પાછા વધવા લાગ્યા.
- ન્યાયાધીશો ૧૬:૨૩આશરે ઈ.પૂ. ૧૧૨૦
¶ પલિસ્તીઓના શાસકો પોતાના દેવ દાગોન આગળ મોટું બલિદાન કરવાને અને આનંદ કરવાને એકત્ર થયા. તેઓએ કહ્યું, “અમારા દેવે સામસૂનને હરાવ્યો છે, અમારા શત્રુને અમારા હાથમાં સોંપ્યો છે.”
- ન્યાયાધીશો ૧૬:૨૪આશરે ઈ.પૂ. ૧૧૨૦
જયારે લોકોએ તેને જોયો, ત્યારે તેઓએ પોતાના દેવની સ્તુતિ કરી; કેમ કે તેઓએ કહ્યું, “અમારા દેવે અમારા શત્રુને હરાવ્યો છે અને અમને સોંપ્યો છે. તેણે અમારામાંથી ઘણાંને મારી નાખ્યા છે.”
- ન્યાયાધીશો ૧૬:૨૫આશરે ઈ.પૂ. ૧૧૨૦
¶ જયારે તેઓ ઉજવણી કરતા હતા, ત્યારે તેઓએ કહ્યું, “સામસૂનને બોલાવો, તે આપણું મનોરંજન કરે.” અને તેઓ સામસૂનને કેદખાનામાંથી બહાર લઈ આવ્યા. અને તેણે તેઓનું મનોરંજન કર્યું. તેઓએ તેને થાંભલાઓની વચ્ચે ઊભો રાખ્યો.
- ન્યાયાધીશો ૧૬:૨૬આશરે ઈ.પૂ. ૧૧૨૦
જે જુવાને તેનો હાથ પકડ્યો હતો તેને સામસૂને કહ્યું, “જે થાંભલાઓ પર આ ઇમારતનો આધાર રહેલો છે તે મને પકડવા દે, જેથી હું તેનો ટેકો દઈને ઊભો રહું.”
- ન્યાયાધીશો ૧૬:૨૭આશરે ઈ.પૂ. ૧૧૨૦
¶ હવે તે ઇમારત તો પુરુષોથી તથા સ્ત્રીઓથી ભરેલું હતું. અને પલિસ્તીઓના સર્વ શાસકો ત્યાં હતા. જયારે સામસૂન તેઓને મનોરંજન કરાવતો હતો, ત્યારે અગાસી ઉપર તેને જોનારા પુરુષ તથા સ્ત્રીઓ મળીને આશરે ત્રણ હજાર માણસો હતાં.
- ન્યાયાધીશો ૧૬:૨૮આશરે ઈ.પૂ. ૧૧૨૦
¶ સામસૂને ઈશ્વરને યાદ કરીને કહ્યું, “પ્રભુ, ઈશ્વર, મને સ્મરણમાં લો, કૃપા કરીને આટલી એક વાર મને સામર્થ્યવાન કરો, કે જેથી હું મારી બન્ને આંખો ફોડ્યાનું સામટું વેર પલિસ્તીઓ પર વાળી શકું.”
- ન્યાયાધીશો ૧૬:૨૯આશરે ઈ.પૂ. ૧૧૨૦
વચ્ચેના બન્ને થાંભલા જેના પર ઇમારતનો આધાર રહેલો હતો, તે સ્થંભો સામસૂને પકડ્યા, એકને જમણાં હાથથી અને બીજાને ડાબા હાથથી અને તેમને અઢેલીને તે ઊભો રહ્યો.
- ન્યાયાધીશો ૧૬:૩૦આશરે ઈ.પૂ. ૧૧૨૦
¶ સામસૂને કહ્યું, “હું પલિસ્તીઓની સાથે ભલે મરું!” તેણે પોતાની સંપૂર્ણ બળ થાંભલા પર અજમાવી. એટલે શાસકો પર તથા તેની અંદરના સર્વ માણસો પર ઇમારત તૂટી પડી. એમ મરતી વખતે તેણે જેઓને માર્યા તેઓની સંખ્યા તેના જીવનકાળ દરમિયાન તેણે મારેલાઓના કરતાં વધારે હતી.
- ન્યાયાધીશો ૧૬:૩૧આશરે ઈ.પૂ. ૧૧૨૦
પછી તેના ભાઈ તથા તેનાં બધા કુટુંબીજનો સર્વ ત્યાં આવીને તેને લઈ ગયાં અને સોરાહ તથા એશ્તાઓલની વચમાં તેના પિતા માનોઆના કબ્રસ્તાનમાં તેના દેહને દફનાવ્યો. સામસૂને વીસ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાય કર્યો.
- ન્યાયાધીશો ૧૭:૧આશરે ઈ.પૂ. ૧૪૧૯
¶ એફ્રાઇમના પહાડી પ્રદેશમાં મિખા નામે એક માણસ રહેતો હતો.
- ન્યાયાધીશો ૧૭:૨આશરે ઈ.પૂ. ૧૪૧૯
તેણે પોતાની માતાને કહ્યું, “ચાંદીના જે અગિયારસો સિક્કા તારી પાસેથી ચોરી લેવાયા હતા, તેના લીધે તેં શાપ આપ્યો હતો, મેં તે સાભળ્યું હતું! હવે અહીં જો! તે ચાંદીના સિક્કા મારી પાસે છે. મેં લઈ લીધાં હતા.” તેની માતાએ કહ્યું, “મારા દીકરા, ઈશ્વર તને આશીર્વાદ આપો!”
- ન્યાયાધીશો ૧૭:૩આશરે ઈ.પૂ. ૧૪૧૯
¶ તેણે તે અગિયારસો ચાંદીના સિક્કા પોતાની માતાને પાછા આપ્યાં. ત્યારે માતાએ કહ્યું, “મારા દીકરાને માટે કોરેલી મૂર્તિ તથા ધાતુની મૂર્તિ બનાવવાને માટે, મેં તે સિક્કા ઈશ્વરને અર્પણ કરવા અલગ રાખ્યા હતા. તેથી હવે, હું તને તે પાછા આપીશ.”
- ન્યાયાધીશો ૧૭:૪આશરે ઈ.પૂ. ૧૪૧૯
જયારે તેણે પોતાની માતાને તે સિક્કા પાછા આપ્યાં, ત્યારે તેની માતાએ સિક્કા સુનારને આપ્યાં, જેણે કોતરેલી મૂર્તિ તથા ધાતુની મૂર્તિ બનાવી અને તે મિખાના ઘરમાં રહી.