- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 30–62
The Early Church
Pentecost ignites a movement; Peter, Paul, and countless others carry the gospel from Jerusalem to the ends of the earth.
આ કાળની કલમો
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૯:૩૯આશરે ઈ.સ. ૫૮
પણ જો કોઈ બીજી બાબતો વિષે તમે ન્યાય માંગતા હો, તો કાયદેસર નીમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૯:૪૦આશરે ઈ.સ. ૫૮
કેમ કે આજે કારણ વિના હંગામો થયો તે વિષે આપણી સામે ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે; અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણે આપી શકવાના નથી.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૯:૪૧આશરે ઈ.સ. ૫૮
તેણે એ વાતો કહીને સભાને સમાપ્ત કરી.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૧આશરે ઈ.સ. ૬૦
¶ હંગામો બંધ થયા પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેઓને બોધ કર્યો, અને તેમની વિદાય લઈને મકદોનિયા જવા સારુ નીકળ્યો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૨આશરે ઈ.સ. ૬૦
તે પ્રાંતોમાં ફરીને, લોકોને ઘણો ઉપદેશ આપ્યા પછી તે ગ્રીસ દેશમાં આવ્યો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૩આશરે ઈ.સ. ૬૦
તે ત્યાં ત્રણ મહિના રહયો, પછી સિરિયા જવા સારુ જળમાર્ગે ઊપડવાની તૈયારીમાં હતો, ત્યારે યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું, માટે તેણે મકદોનિયામાં થઈને પાછા જવાનો નિર્ણય કર્યો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૪આશરે ઈ.સ. ૬૦
પૂર્હસનો (દીકરો) બેરિયાનો સોપાતર; થેસ્સાલોનિકીઓમાંનાં આરિસ્તાર્ખસ; સેકુંદસ; દેર્બેનો ગાયસ, તિમોથી; આસિયાના તુખિકસ તથા ત્રોફિમસ; તેઓ તેની સાથે આસિયા સુધી ગયા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૫આશરે ઈ.સ. ૬૦
તેઓ આગળ જઈને ત્રોઆસમાં અમારી રાહ જોતા હતા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૬આશરે ઈ.સ. ૬૦
બેખમીર રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પીથી નીકળ્યા, અને પાંચ દિવસમાં તેઓની પાસે ત્રોઆસ પહોંચ્યા, અને સાત દિવસ ત્યાં રહ્યા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૭આશરે ઈ.સ. ૬૦
¶ અઠવાડિયાને પહેલે દિવસે અમે પ્રભુ ભોજન માટે એકઠા થયા હતા, ત્યારે પાઉલે, પોતે બીજે દિવસે અહીંથી જવાનો હોવાથી, (શિષ્યોને) ઉપદેશ આપ્યો, મધરાત સુધી પોતાનો ઉપદેશ ચાલુ રાખ્યો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૮આશરે ઈ.સ. ૬૦
જે મેડી પર અમે એકઠા થયા હતા ત્યાં ઘણા દીવા (પ્રકાશતા) હતા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૯આશરે ઈ.સ. ૬૦
બારીમાં બેઠેલો યુતુખસ નામે એક જુવાન ભરઊંઘમાં ઘેરાઈ ગયો હતો, પાઉલ વધારે વાર સુધી ઉપદેશ કરતો હતો માટે ઊંઘમાં ગરકાવ થયેલો હોવાથી તે (યુતુખસ) ત્રીજા માળેથી નીચે પડ્યો, અને મરણ પામ્યો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૧૦આશરે ઈ.સ. ૬૦
ત્યારે પાઉલે નીચે ઊતરીને તેને બાથમાં લઈને કહ્યું કે, ‘ગભરાઓ નહિ, કેમ કે તે જીવતો છે.’”
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૧૧આશરે ઈ.સ. ૬૦
અને તેણે ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી અને પ્રભુ ભોજન લીધું અને તેઓની સાથે ઘણા સમય સુધી, એટલે છેક સવાર થતાં સુધી, સંદેશો આપ્યો, ત્યાર પછી પાઉલ વિદાય થયો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૧૨આશરે ઈ.સ. ૬૦
તેઓ તે જુવાનને જીવતો લાવ્યા, તેથી ઘણો આનંદ પામ્યા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૧૩આશરે ઈ.સ. ૬૦
¶ પણ અમે આગળ જઈને વહાણમાં બેસીને આસોસ જવાને ઊપડી ગયા, ત્યાંથી પાઉલને વહાણમાં લેવાનો અમારો ઇરાદો હતો, કેમ કે ત્યાંથી પગરસ્તે આવવા ધારીને તેણે એ વ્યવસ્થા કરી હતી.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૧૪આશરે ઈ.સ. ૬૦
આસોસમાં તે અમને મળ્યો, ત્યારે અમે તેને વહાણમાં લઈને મિતુલેનેમાં આવ્યા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૧૫આશરે ઈ.સ. ૬૦
ત્યાંથી હંકારીને બીજે દિવસે ખીઓસ પાસે પહોંચ્યા, અને બીજે દિવસે સામોસ પહોંચ્યા, પછીના દિવસે, (ત્રોગુલિયામાં થોડુંક થોભ્યા પછી) અમે મિલેતસમાં આવ્યા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૧૬આશરે ઈ.સ. ૬૦
કેમ કે આસિયામાં વખત પસાર કરવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મૂકીને હંકારી જવાનું નક્કી કર્યું હતું, કેમ કે તે એ માટે ઉતાવળ કરતો હતો કે જો બની શકે તો પચાસમાના પર્વને દિવસે પોતે યરુશાલેમમાં હાજર થાય.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૧૭આશરે ઈ.સ. ૬૦
¶ પછી તેણે મિલેતસથી એફેસસમાં (સંદેશો) મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૧૮આશરે ઈ.સ. ૬૦
તેઓ તેની પાસે આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું કે, આસિયામાં મેં પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યો છું.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૧૯આશરે ઈ.સ. ૬૦
મનની પૂરી નમ્રતાથી, તથા આંસુઓ સહિત, જે સંતાપ યહૂદીઓના કાવતરાથી મારા પર આવી પડયા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો; એ તમારી જાણ બહાર નથી.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૨૦આશરે ઈ.સ. ૬૦
જે કોઈ વચન લાભકારક હોય તે તમને જણાવવામાં હું અચકાયો નથી, પણ જાહેરમાં તથા ઘરેઘરે તમને ઉપદેશ કર્યો;
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૨૧આશરે ઈ.સ. ૬૦
ઈશ્વર સમક્ષ પસ્તાવો કરવો, તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો, એવી સાક્ષી મેં યહૂદીઓને તથા ગ્રીકોને આપી.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૦:૨૨આશરે ઈ.સ. ૬૦
હવે જુઓ, હું પવિત્ર આત્માના બંધનમાં યરુશાલેમ જાઉં છું, ત્યાં મારા પર શું શું વીતશે એ હું જાણતો નથી;