- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 30–62
The Early Church
Pentecost ignites a movement; Peter, Paul, and countless others carry the gospel from Jerusalem to the ends of the earth.
આ કાળની કલમો
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૧૦આશરે ઈ.સ. ૬૦
અમે ત્યાં ઘણા દિવસ રહ્યા, એટલામાં આગાબસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૧૧આશરે ઈ.સ. ૬૦
તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો, અને પોતાના હાથ પગ બાંધીને કહ્યું કે, ‘પવિત્ર આત્મા એમ કહે છે કે, ‘જે માણસનો આ કમરબંધ છે તેને યરુશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને બિનયહૂદીઓના હાથમાં સોંપશે.’”
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૧૨આશરે ઈ.સ. ૬૦
અમે એ સાંભળ્યું, ત્યારે અમે તથા ત્યાંના લોકોએ પણ તેને યરુશાલેમ ન જવાની વિનંતી કરી.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૧૩આશરે ઈ.સ. ૬૦
ત્યારે પાઉલે ઉત્તર દીધો કે, તમે શા માટે રડો છો, અને મારું દિલ દુ:ખવો છો? હું તો એકલો બંધાવાને નહિ, પણ પ્રભુ ઈસુના નામને સારુ યરુશાલેમમાં મરવાને પણ તૈયાર છું.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૧૪આશરે ઈ.સ. ૬૦
જયારે તેણે માન્યું નહિ, ત્યારે ‘પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ,’ એવું કહીને અમે શાંત રહ્યા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૧૫આશરે ઈ.સ. ૬૦
તે દિવસો પછી અમે અમારો સામાન લઈને યરુશાલેમ ગયા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૧૬આશરે ઈ.સ. ૬૦
શિષ્યોમાંના કેટલાક કાઈસારિયામાંથી અમારી સાથે આવ્યા, અને સાયપ્રસના મનાસોન નામના એક જૂના શિષ્યના ઘરે, જ્યાં અમારે રોકવાનું હતું, તેને ત્યાં તેઓએ અમને પહોંચાડ્યા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૧૭આશરે ઈ.સ. ૬૦
¶ અમે યરુશાલેમ આવ્યા ત્યારે ભાઈઓએ આનંદથી અમારો આવકાર કર્યો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૧૮આશરે ઈ.સ. ૬૦
બીજે દિવસે પાઉલ અમારી સાથે યાકૂબને ઘરે ગયો, અને સઘળા વડીલો ત્યાં હાજર હતા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૧૯આશરે ઈ.સ. ૬૦
તેણે તેઓને ભેટીને ઈશ્વરે તેની સેવા વડે બિનયહૂદીઓમાં જે કામ કરાવ્યા હતા તે વિષે વિગતવાર કહી સંભળાવ્યું.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૨૦આશરે ઈ.સ. ૬૦
તેઓએ તે સાંભળીને ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું કે, ભાઈ, યહૂદીઓમાંના હજારો વિશ્વાસીઓ થયા છે, એ તુ જુએ છે; અને તેઓ સર્વ ચુસ્ત રીતે નિયમશાસ્ત્રને પાળે છે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૨૧આશરે ઈ.સ. ૬૦
તેઓએ તારા વિષે સાંભળ્યું છે કે, તું મૂસાના નિયમશાસ્ત્રનો તથા યહૂદી રીતરિવાજોનો વિરોધી છે. બિનયહૂદીઓમાં વસતા યહૂદી વિશ્વાસીઓના છોકરાંનીઓની સુન્નત કરાવવી નહિ, પૂર્વજોના રીતરિવાજ પ્રમાણે ચાલવું નહિ, એવું તું શીખવે છે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૨૨આશરે ઈ.સ. ૬૦
તો હવે શું કરવું? તું આવ્યો છે એ વિષે લોકોને ચોક્કસ ખબર પડશે જ.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૨૩આશરે ઈ.સ. ૬૦
માટે અમે તને કહીએ તેમ કર; અમારામાંના ચાર માણસોએ શપથ લીધેલ છે;
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૨૪આશરે ઈ.સ. ૬૦
તેઓને લઈને તેઓની સાથે તું પણ પોતાને શુદ્ધ કર, અને તેઓને સારુ ખર્ચ કર, કે તેઓ પોતાના માથાં મૂંડાવે; એટલે સઘળા જાણશે કે, તારા વિષે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સાચું નથી, પરંતુ તું પોતે પણ નિયમશાસ્ત્ર પાળીને તે પ્રમાણે ચાલે છે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૨૫આશરે ઈ.સ. ૬૦
પણ બિનયહૂદી વિશ્વાસીઓ સંબંધી અમે ઠરાવીને લખી મોકલ્યું છે કે, તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાથી, તથા વ્યભિચારથી દૂર રહે.’”
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૨૬આશરે ઈ.સ. ૬૦
ત્યારે પાઉલ બીજે દિવસે તે માણસોને લઈને તેઓની સાથે શુદ્ધ થઈને ભક્તિસ્થાનમાં ગયો. અને એવું જાહેર કર્યું કે તેઓમાંના દરેકને સારુ અર્પણ ચઢાવવામાં આવશે ત્યારે જ શુધ્ધીકરણના દિવસો પૂરા થશે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૨૭આશરે ઈ.સ. ૬૦
¶ તે સાત દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને ભક્તિસ્થાનમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને તેને પકડી લીધો;
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૨૮આશરે ઈ.સ. ૬૦
તેઓએ બૂમ પાડી કે, ‘હે ઇઝરાયલી માણસો, સહાય કરો: જે માણસ સર્વ જગ્યાએ લોકોની તથા નિયમશાસ્ત્રની તથા આ જગ્યાની વિરુદ્ધ સર્વને શીખવે છે તે આ છે; વળી તેણે ગ્રીકોને પણ ભક્તિસ્થાનમાં લાવીને આ પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૨૯આશરે ઈ.સ. ૬૦
(કેમ કે તેઓએ એફેસસના ત્રોફીમસને તેની સાથે શહેરમાં પહેલાં જોયો હતો, પાઉલ તેને ભક્તિસ્થાનમાં લાવ્યો હશે એવું તેઓએ માન્યું.)
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૩૦આશરે ઈ.સ. ૬૦
ત્યારે આખા શહેરમાં ધમાલ મચી ગઈ, લોકો દોડીને એકઠા થઈ ગયા, અને તેઓએ પાઉલને પકડીને ભક્તિસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો, અને તરત બારણાં બંધ કરવામાં આવ્યાં.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૩૧આશરે ઈ.સ. ૬૦
તેઓ તેને મારી નાખવાની તૈયારીમાં હતા એટલામાં પલટણના આગેવાનને સમાચાર મળ્યા કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૩૨આશરે ઈ.સ. ૬૦
ત્યારે સિપાઈઓને તથા શતપતિઓને સાથે લઈને તે તેઓ પાસે દોડી આવ્યો, અને તેઓએ સરદારને તથા સિપાઈઓને જોયા ત્યારે પાઉલને મારવાનું બંધ કર્યું.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૩૩આશરે ઈ.સ. ૬૦
ત્યારે સરદારે પાસે આવીને તેને પકડીને બે સાંકળથી બાંધવાની આજ્ઞા આપી; અને પૂછ્યું કે, ‘એ કોણ છે, અને એણે શું કર્યું છે?’
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૧:૩૪આશરે ઈ.સ. ૬૦
ત્યારે લોકોમાંના કેટલાકે એક વાત કરી અને કેટલાકે બીજી વાત કરી, તેથી ગડબડના કારણથી તે ચોક્કસ જાણી શક્યો નહિ, ત્યારે તેણે તેને કિલ્લામાં લઈ જવાની આજ્ઞા આપી.