મુખ્ય સામગ્રી પર જાઓ

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 કલમો · 3 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ જયારે તેઓ અર્પણ કરી રહ્યા ત્યારે રાજાએ તથા તેની સાથે જેઓ હાજર હતા તે સર્વએ નમન કરીને સ્તુતિ કરી.

  2. વળી હિઝકિયા રાજાએ તથા આગેવાનોએ, દાઉદે તથા પ્રેરક આસાફે રચેલાં ગીતો ગાઈને લેવીઓને ઈશ્વરની સ્તુતિ કરવાની આજ્ઞા કરી. તેઓએ આનંદથી સ્તુતિનાં ગીતો ગાયા અને તેઓએ સાષ્ટાંગ પ્રણામ કરીને તેમની સ્તુતિ કરી.

  3. ¶ પછી હિઝકિયાએ કહ્યું, “હવે તમે પોતાને ઈશ્વરને માટે પવિત્ર કરો. પાસે આવીને ઈશ્વરના ઘરમાં યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવો.” આથી સમગ્ર પ્રજા યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવી; જેઓના મનમાં આવ્યું તેઓ રાજીખુશીથી દહનીયાર્પણો લાવી.

  4. ¶ જે દહનીયાર્પણો પ્રજા લાવી હતી તેઓની સંખ્યા સિત્તેર બળદો, સો ઘેટાં તથા બસો હલવાન હતાં. આ સર્વ ઈશ્વરને દહનીયાર્પણ તરીકે ચઢાવવામાં આવ્યા.

  5. વળી આભારાર્થાર્પણ તરીકે છસો બળદ તથા ત્રણસો ઘેટાં ચઢાવવામાં આવ્યાં.

  6. ¶ પણ યાજકો ઓછા હોવાથી તેઓએ સર્વ દહનીયાર્પણોનાં ચર્મ ઉતારી શક્યા નહિ, માટે તેઓના ભાઈઓ લેવીઓએ એ કામ પૂરું થતાં સુધી તથા યાજકોએ પોતાને પવિત્ર કર્યા ત્યાં સુધી તેઓને મદદ કરી; કેમ કે પોતાને પવિત્ર કરવા વિષે યાજકો કરતાં લેવીઓ વધારે ઉત્સુક હતા.

  7. ¶ વળી દહનીયાર્પણો, તથા દરેક દહનીયાર્પણને માટે શાંત્યર્પણોની ચરબી તથા પેયાર્પણો પણ પુષ્કળ હતાં. તેથી ઈશ્વરના ઘરની સેવા કરવાની વ્યવસ્થા કરવામાં આવી.

  8. ઈશ્વરની ભક્તિ લોકો કરે તેને માટે તેમણે જે સિદ્ધ કર્યું હતું તે જોઈને હિઝકિયા તથા સર્વ લોકોએ આનંદ કર્યો; કેમ કે એ કામ એકાએક કરાયું હતું.

  9. 2 કાળવ્રત્તાંત ૩૦:૧આશરે ઈ.પૂ. ૭૨૬

    ¶ હિઝકિયાએ આખા ઇઝરાયલ અને યહૂદિયાને સંદેશો મોકલ્યો અને એફ્રાઇમ અને મનાશ્શાના લોકોને પત્રો લખ્યા. “તેઓએ ઇઝરાયલના ઈશ્વરનું પાસ્ખાપર્વ પાળવા માટે યરુશાલેમમાં ઈશ્વરના ઘરમાં આવવું.”

  10. 2 કાળવ્રત્તાંત ૩૦:૨આશરે ઈ.પૂ. ૭૨૬

    કેમ કે રાજાએ, તેના અધિકારીઓએ અને યરુશાલેમમાં આખી સભાએ ભેગા થઈને નિર્ણય કર્યો હતો કે વર્ષના બીજા મહિનામાં પાસ્ખાપર્વ ઊજવવું.

  11. 2 કાળવ્રત્તાંત ૩૦:૩આશરે ઈ.પૂ. ૭૨૬

    તે સમયે તેઓ તે ઊજવી શક્યા નહોતા કેમ કે પૂરતી સંખ્યામાં યાજકો પવિત્ર થયા ન હતા અને યરુશાલેમમાં સર્વ લોકો એકત્ર થયા નહોતા.

  12. 2 કાળવ્રત્તાંત ૩૦:૪આશરે ઈ.પૂ. ૭૨૬

    ¶ આ યોજના રાજાને તેમ જ સમગ્ર સભાને સારી લાગી.

  13. 2 કાળવ્રત્તાંત ૩૦:૫આશરે ઈ.પૂ. ૭૨૬

    તેથી એવું નક્કી કરવામાં આવ્યું કે દાનથી તે બેરશેબા સુધી સમગ્ર ઇઝરાયલમાં એવી જાહેરાત કરવી કે, બધા લોકોએ ઇઝરાયલના ઈશ્વરનું પાસ્ખાપર્વ પાળવા માટે યરુશાલેમ આવવું, કેમ કે નિયમશાસ્ત્રમાં લખેલી રીત મુજબ તેઓએ લાંબા સમય સુધી પાળ્યું નહોતું.

  14. 2 કાળવ્રત્તાંત ૩૦:૬આશરે ઈ.પૂ. ૭૨૬

    ¶ તેથી રાજાના હુકમથી રાજાના અને તેના આગેવાનોના પત્રો લઈને સંદેશાવાહકો સમગ્ર ઇઝરાયલમાં અને યહૂદિયામાં ગયા. તેઓએ કહ્યું, “ઇઝરાયલના લોકો, તમે ઇબ્રાહિમ, ઇસહાક અને ઇઝરાયલના ઈશ્વર તરફ પાછા ફરો, જેથી આશ્શૂરના રાજાઓના હાથમાંથી તમારામાંના જે બચી ગયા છે, તેઓના પર ઈશ્વર કૃપાદ્રષ્ટિ કરે.

  15. 2 કાળવ્રત્તાંત ૩૦:૭આશરે ઈ.પૂ. ૭૨૬

    ¶ તમે તમારા પિતૃઓ કે ભાઈઓ જેવા થશો નહિ; તેઓએ તો પોતાના પિતૃઓના ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યાં હતાં. તેથી ઈશ્વરે તેઓનો નાશ કર્યો, તે તમે જોયું છે.

  16. 2 કાળવ્રત્તાંત ૩૦:૮આશરે ઈ.પૂ. ૭૨૬

    હવે તમે તમારા પિતૃઓના જેવા હઠીલા થશો નહિ. ઈશ્વરને આધીન થાઓ. સદાને માટે જેને તેમણે પવિત્ર કર્યું છે તે પવિત્રસ્થાનમાં આવો, તમારા ઈશ્વરની આરાધના કરો, કે જેથી તેનો રોષ તમારા પરથી દૂર થઈ જાય.

  17. 2 કાળવ્રત્તાંત ૩૦:૯આશરે ઈ.પૂ. ૭૨૬

    જો તમે ખરા અંત:કરણથી ઈશ્વર તરફ પાછા વળશો તો તમારા ભાઈઓ અને તમારા પુત્રો તેમને પકડીને લઈ જનારાની નજરમાં કૃપા પામશે. તેઓ પાછા આ દેશમાં આવી શકશે, કારણ, તમારો ઈશ્વર કૃપાળુ અને દયાળુ છે. તમે જો તેના તરફ પાછા ફરશો તો તેઓ તમારાથી કદી મુખ નહિ ફેરવે.”

  18. ¶ સંદેશાવાહકો એફ્રાઇમ અને મનાશ્શા તેમ જ છેક ઝબુલોન સુધી નગરેનગર ફરી વળ્યા, પણ લોકોએ તેઓની હાંસી ઉડાવી તેમ જ તેઓને હસી કાઢ્યાં.

  19. જો કે આશેર, મનાશ્શા અને ઝબુલોનમાંથી થોડા માણસો નમ્ર થઈને યરુશાલેમમાં આવ્યા.

  20. ઈશ્વરના વચન દ્વારા રાજાની તથા આગેવાનોની આજ્ઞા પ્રમાણે કરવાને ઈશ્વરે યહૂદિયાના લોકોને એક હૃદયના કર્યા હતા.

  21. ¶ બેખમીરી રોટલીનું પર્વ પાળવા માટે બીજા મહિનામાં મોટો લોકસમુદાય યરુશાલેમમાં એકત્ર થયો.

  22. તેઓએ યરુશાલેમમાં આવેલી અન્ય દેવોની વેદીઓનો નાશ કર્યો, સર્વ ધૂપવેદીઓ તોડી નાખી અને તેઓને કિદ્રોન નાળાંમાં નાખી દીધી.

  23. પછી તેઓએ બીજા મહિનાના ચૌદમા દિવસે પાસ્ખાનું હલવાન કાપ્યું. યાજકો અને લેવીઓ શરમિંદા થઈ ગયા અને તેઓએ પોતાને પવિત્ર કરીને ઈશ્વરના ઘરમાં દહનીયાર્પણો કર્યા.

  24. ¶ તેઓ ઈશ્વરભક્ત મૂસાના નિયમ મુજબ પોતાના દરજ્જા પ્રમાણે પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા; યાજકોએ લેવીઓ પાસેથી લોહી લઈને વેદી પર છાંટ્યું.

  25. જે લોકો ભેગા થયા હતા તેઓમાંના ઘણાએ પોતાને શુદ્ધ કર્યા નહોતા, એટલે એ લોકો રિવાજ પ્રમાણે પાસ્ખાના હલવાન ચઢાવી શકે તેમ નહોતા. તેથી તેઓના વતી ઈશ્વર માટે હલવાનો પવિત્ર કરીને, પાસ્ખા કાપવાનું કામ લેવીઓને સોંપવામાં આવ્યું.