મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1406–1380 BC

Conquest of Canaan

Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.

658 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. યહોશુઆ ૨:૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તે માણસો સૂઈ જાય તે પહેલાં રાહાબ તેઓની પાસે અગાશી પર આવી.

  2. યહોશુઆ ૨:૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તેણે કહ્યું, “હું જાણું છું કે યહોવાહે આ દેશ તમને આપ્યો છે અને તમારો અમને ભય લાગે છે. દેશના રહેવાસીઓ તમારાથી થરથર કાંપે છે.

  3. યહોશુઆ ૨:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમે મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાહે કેવી રીતે લાલ સમુદ્રનાં પાણી સૂકવી નાખ્યાં હતાં તે અમે સાંભળ્યું છે. અને યર્દનની બીજી બાજુના અમોરીઓના બે રાજા સીહોન તથા ઓગ, જેઓનો તમે સંપૂર્ણ નાશ કર્યો હતો, તેઓની તમે શી દશા કરી હતી તે અમે સાંભળ્યું છે.

  4. યહોશુઆ ૨:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    જ્યારે એ સાંભળ્યું ત્યારે અમે ખૂબ જ ડરી ગયા અને કોઈનામાં હિંમત રહી નહિ કેમ કે યહોવાહ તમારા પ્રભુ તે જ ઉપર આકાશના અને નીચે પૃથ્વીના યહોવાહ છે.

  5. યહોશુઆ ૨:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ માટે હવે, યહોવાહનાં સમ આપીને હું તમને વિનંતી કરું છું કે, જેમ મેં તમારા પર દયા કરી તેમ તમે પણ મારા પિતાના ઘર પર દયા કરો. મને સ્પષ્ટ નિશાની આપો

  6. યહોશુઆ ૨:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને તમે મારા પિતા, માતા, ભાઈઓ, બહેનો અને તેઓનાં કુટુંબોના સર્વસ્વને બચાવશો અને અમારા જીવ ઉગારશો.”

  7. યહોશુઆ ૨:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તે માણસોએ તેને કહ્યું, “જો તમે અમારા વિષે કોઈને કશું નહિ કહી દો તો તમારા બદલે અમારા જીવ જાઓ. અને જયારે યહોવાહ અમને આ દેશ આપશે ત્યારે અમે તમારા પ્રત્યે દયાળુ અને વિશ્વાસુ રહીશું.”

  8. યહોશુઆ ૨:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ત્યારે તેણે દોરડાનો ઉપયોગ કરીને તેઓને બારીમાંથી નીચે ઉતાર્યા; કારણ કે તે જે ઘરમાં રહેતી હતી તે નગરકોટની ઉપર બંધાયેલું હતું.

  9. યહોશુઆ ૨:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને તેણે તેઓને કહ્યું, “તમે જઈને પર્વતમાં સંતાઈ રહો, નહિ તો પીછો કરનારાઓ તમને પકડી લેશે. તેઓ પાછા વળે ત્યાં સુધી ત્રણ દિવસ સંતાઈ રહેજો. પછી તમારા રસ્તે આગળ જજો.”

  10. યહોશુઆ ૨:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તે માણસોએ તેને કહ્યું, આ જે પ્રતિજ્ઞા તેં અમારી પાસે લેવડાવી છે તે વિષે અમે એ પ્રમાણે નિર્દોષ રહીશું.

  11. યહોશુઆ ૨:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જયારે અમે આ દેશની અંદર આવીએ ત્યારે જે બારીમાંથી તેં અમને નીચે ઉતાર્યા, ત્યાં તું આ લાલ રંગની દોરી બાંધજે, તારા પિતાને, માતાને, ભાઈઓને તથા તારા ઘરનાં સર્વને તારા ઘરમાં ભેગાં કરી રાખજે.

  12. યહોશુઆ ૨:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    એમ થશે કે જે કોઈ તારા ઘરના બારણાની બહાર નગરમાં જશે તેઓનું રક્ત તેઓના પોતાના માથે પણ અમે તે સંબંધી નિર્દોષ રહીશું. પણ જે કોઈ તારી સાથે તારા ઘરમાં હશે તેના પર જો કોઈનો હાથ પડે તો તેનું રક્ત અમારે માથે.

  13. યહોશુઆ ૨:૨૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ પણ જો તું અમારી આ વાત વિષે કહી દે તો પછી જે વચનના સમ તેં અમને આપ્યાં તે સમ વિષે અમે નિર્દોષ રહીશું.”

  14. યહોશુઆ ૨:૨૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ત્યારે રાહાબે કહ્યું, તમારા કહ્યા પ્રમાણે થાઓ. તેણે તેઓને વિદાય કર્યા અને તેઓ ચાલ્યા ગયા, અને તેણે લાલ રંગની દોરી બારીએ બાંધી.

  15. યહોશુઆ ૨:૨૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તેઓ પર્વત પર પહોંચ્યા અને તેઓની પાછળ પડનારાઓ પાછા વળ્યા એ દરમિયાન ત્રણ દિવસો સુધી ત્યાં જ રહ્યા. પીછો કરનારાઓએ આખા રસ્તે તેઓને શોધ્યા કર્યા પણ તેઓ મળ્યા નહિ.

  16. યહોશુઆ ૨:૨૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ અને તે બે માણસો પર્વત પરથી પાછા ઊતર્યા અને નદી ઓળંગીને નૂનના દીકરા યહોશુઆ પાસે પાછા આવ્યા, તેઓને જે અનુભવ થયા હતા તે બધી માહિતી તેને કહી સંભળાવી.

  17. યહોશુઆ ૨:૨૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તેઓએ યહોશુઆને કહ્યું કે, “નિશ્ચે યહોવાહે આખો દેશ આપણને આપ્યો છે; વળી તે દેશના સર્વ રહેવાસીઓ આપણી આગળ ખૂબ જ ડરી ગયા છે અને ઠંડા પડી ગયા છે.”

  18. યહોશુઆ ૩:૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ અને યહોશુઆ વહેલી સવારે ઊઠયો, તે અને ઇઝરાયલના સર્વ લોકો શિટ્ટીમમાંથી નીકળી યર્દન આવ્યા, નદી ઓળંગતાં પહેલાં તેઓએ ત્યાં છાવણી કરી.

  19. યહોશુઆ ૩:૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ અને ત્રણ દિવસ પછી, એમ થયું કે આગેવાનો છાવણીમાં ફર્યા;

  20. યહોશુઆ ૩:૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તેઓએ લોકોને આજ્ઞા કરી, “જયારે તમે તમારા યહોવાહ પ્રભુના કરારકોશને તથા તેને ઊંચકનાર લેવી યાજકોને જુઓ, ત્યારે તમે તે સ્થળ છોડીને તેની પાછળ જજો.

  21. યહોશુઆ ૩:૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમારી અને તેની વચ્ચે લગભગ બે હજાર હાથનું અંતર રહે; તેની નજીક જશો નહિ, જેથી જે માર્ગે તમારે જવું જોઈએ તે તમે જાણશો, કારણ કે આ માર્ગે અગાઉ તમે ગયા નથી.”

  22. યહોશુઆ ૩:૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ અને યહોશુઆએ લોકોને કહ્યું, “તમે પોતાને પવિત્ર કરો, કેમ કે કાલે યહોવાહ તમારી મધ્યે આશ્ચર્યકારક કૃત્યો કરશે.”

  23. યહોશુઆ ૩:૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ત્યાર પછી યહોશુઆએ યાજકોને કહ્યું, “કરારકોશ ઊંચકીને લોકોની આગળ જાઓ.” તેથી તેઓ કરારકોશ ઊંચકીને લોકોની આગળ ગયા.

  24. યહોશુઆ ૩:૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ અને યહોવાહે યહોશુઆને કહ્યું, “આજ હું તને ઇઝરાયલની નજરમાં મોટો માણસ બનાવીશ. એ સારુ કે તેઓ જાણે કે જેમ હું મૂસા સાથે હતો તેમ તારી સાથે પણ હોઈશ.

  25. યહોશુઆ ૩:૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    જે યાજકોએ કરારકોશ ઊંચક્યો છે તેઓને આજ્ઞા કર, કે યર્દનને કિનારે આવો ત્યારે યર્દનનદીમાં જ ઊભા રહેજો.”